ઇમપરફેક્ટ બિઝનેશમેન

      “હલ્લો પતિદેવ….. તમે જlગ્યા હો તો હવે ચા મુકું?” શ્રીદેવીનો ખળખળ ઝરણાં જેવો મીઠો અવાજ બારણે થી બેડ ઉપર સુતેલા વિરાટ ના કાનમા સંભળાયો એના હોઠ ઉપર એક સ્મિત ફરી વળ્યું.

“હા ડાર્લિંગ. બસ બે મિનિટમા બ્રશ કરીને નહાઈ ને આવ્યો….” બંધ આંખે જ વિરાટ બોલ્યો.

“ભલે…..” કહી શ્રીદેવી કિચન તરફ ગઈ.

ગઈ કાલની રાત્રી મીંટિંગમા વિરાટને છેક બે વાગ્યે ઘરે આવવાનો સમય મળ્યો હતો. એટલે આજે એ મોડા સુધી ઊંઘયો હતો.

“આને દો આપકી ચાય……” આયના મા ટુવાલથી માથું લૂછતો વિરાટ બોલ્યો.”

“જી હાજીર હે…..” પાછળ ઉભેલી શ્રીદેવીના ચહેરા ઉપરનું સ્મિત આયના માં વિરાટ જોઈ રહ્યો. કેટલી સુંદરતા હતી એ ચહેરામાં નર્યું રૂપ નીતરતું મોઢું………!!!!!

“હવે લેશો કે….!”

“હ હા…..” ઝબકીને વિરાટ ફર્યો.

પતિ પત્ની ને સાથે ચા પીવાની રસમ પુરી થઈ પછી. વિરાટ શૂટ પહેરી લેપટોપ બેગ લઈને નીકળ્યો. બહાર સફેદ વસ્ત્રોમાં સજ્જ ડ્રાઇવર મરસડીઝ પાસે તૈયાર જ ઉભો હતો.

“ગુડ મોર્નિંગ સર…..” વિરાટ પાસે આવ્યો એટલે એ હસીને બોલ્યો.

“વેરી ગુડ મોર્નિંગ.” વિરાટ પણ એટલાજ સદા સરળ સ્મિત સાથે બોલ્યો.

વિરાટ એના પૈસા એના રુતબાની કોઈ અસર એના જીવન ઉપર વર્તન ઉપર ક્યારેય આવવા દેતો નઈ એ ડ્રાઇવર થી લઇ પોતાની કંપની ‘ધ ઇન્ડિયન ક્લોથ્સ’ ના મેનેજર, સી.એ., સી.એસ,સેક્રેટરી અને અન્ય કંપનીના મેનેજીંગ ડિરેક્ટર્સ સાથે એક જ ભાષામાં વાત કરતો. વિરાટ ની કંપની ની હેડ ઓફીસ અંધેરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મા હતી. ગાડી કંપનીની હેડ ઓફીસ આગળ ઉભી રહી. વિરાટ અંદર ગયો.

“ગુડ મોર્નિંગ સર….” ના રોજના અવજોને “વેરી ગુડ મોર્નિંગ ના મીઠા સ્વર થી શાંત કરી દીધા અને ઓફિસમાં ગોઠવાઈ ગયો. મુંબઈની ટ્રાફિકમાં મરસડીઝ મા પણ માણસ કંટાળી જાય. એને નિરાંતનો એક હાશકારો કર્યો અને એની ચેરમાં લંબાવ્યું. પછી કાંઈક યાદ આવ્યું કંઈક ખૂટે છે નઇ? જાતેજ પ્રસન્ન કરી ઇન્ટરકોમ ફોનમા સેક્રેટરી રૂમનો નંબર ડાયલ કર્યો….

“ગુડ મોર્નિંગ સર”

“વેરી ગુડ મોર્નિંગ મોના. બટ વેર ઈઝ ન્યૂઝ પેપર?”

“ઓહ સોરી સર. મને એમ કે આજે તમે લેટ આવશો એટલે મેં વાંચવા લીધું હતું.” કહી ફોન મૂકી દીધો. વિરાટે લેપટોપ ટેબલ પર ગોઠવ્યું. એ.સી. ની ઠંડક વધી ગઈ હતી. રિમોટ લઈ લૉ કર્યું. તરત જ મોના અંદર આવી છાપું મૂક્યું. “સોરી સર….”

“અરે એમાં તે કઈ સોરી હોય…..!” બંને હસી પડ્યા.

“સર હું જઈને ચા નું કહું..” કહી મોના એના મટકા લેતી ચેમ્બરમાં ચાલી ગઈ.

વિરાટે છાપામા નજર કરી. પહેલા જ પાને કોઈ અવસાન નોંધ હતી. છાપામાં પહેલા પાને અવસાન નોંધ હતી એટલે કોઈ અમીર ઘરાના ની વ્યક્તિ જ મૃત્યુ પામી હશે એતો નક્કી થઈ જ ગયું.

વિરાટે નજર ફેરવી નીચેના ભાગે સિત્તેર વર્ષના બા નો ફોટો હતો. નીચે મોટા અક્ષરોમાં વંચાતું હતું

                                      બેસણું

                                                              સ્વ. ઋજુલબેન વીરભદ્ર ચતુર્વેદી.
                                                               સ્વ. તા. 6-4-2017, ગુરુવાર.
 “જીવન જીવ્યા માત્ર અમારા માટે જ તમે બધા જ સંબંધો નિભાવી ગયા, અમારા જેવા મણકાઓ માટે તમે દોરો બનીને અમને            જાળવી રાખનાર તમે અમારાથી ક્યારેય નઈ ભુલાઓ….. ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના”

                                                           10-4-2017 ના રોજ સમાજની વાડીમાં.

આગળ ઘણુંય લખેલું હતું. સમાચાર ની હેડ લાઇન પણ હતી ‘ પ્રખ્યાત બિઝનેસમેન ની માતાનું દુઃખદ અવસાન…..’
પણ મણકા અને દોરો શબ્દ વિરાટને ઊંડાણ મા ખેંચી ગયો.. વિરાટ આઠ વર્ષનો હતો ત્યારે એની મમ્મી કુશુમબહેન સંસાર છોડી ગયા હતા. વિરાટના પપ્પા વિનયકાન્ત એક બિઝનેસમેન હતા. એમના બિઝનેસમાં એટલા વ્યસ્ત રહેતા કે જો દાદી ન હોત તો એ માં ના મૃત્યુ પછી અનાથ જ બની ગયો હોત. વિરાટ ના પપ્પા એ બીજા લગન પણ કર્યા હતા. વિરાટ માટે એમને નોકરો ગોઠવી દીધા હતા. વિરાટ ના ખાવ, પીવા, રમવા, ફરવા, ભણવા માટે બધી વાતે એને નોકરો જ ઉછેરતા. વીશાળ ઘર, શાળાએ જવા એક ગાડી અને ડ્રાઇવર વિરાટ માટે અલાયદો. પણ એથી શુ વળવાનું હતું…..? માં …… માં ની જગ્યા એ પૈસાના ચાકર લઈ શકે?

એ વીશાળ ઘર માં ના ગયા પછી વિરાટ ના ખીલખીલાટને તરસતું જ રહી ગયું…. વિરાટ સાવકી માં થી દુર જ રહેતો. હા બસ એક દાદી એને માં ની નજર થી જોઈ એને વહાલ વરસાવતી…. અને વિરાટ પણ એ માં વગરના ભેંકાર બંગલામાં આઠ માંથી સત્તર વર્ષનો એક દાદીના લીધે જ તો થઈ શક્યો હતો. પણ વિસ વર્ષના થયા પછી વિરાટને એ ઘર ભરખી જાવા લાગ્યું હતું. બાપ માટે અણગમો તો એજ દિવસે થઈ ગયો હતો જે દિવસે એ માણસે બીજા લગન કર્યા હતા. પણ સમજતો થયા પછી વિરાટને દાદી પણ સમજાવી નહોતી શકી.
“બેટા જેવો છે એવો પણ તારો બાપ છે તારે એમ ન કરાય….”

“હા દાદી તું મારી દાદી છે પણ પહેલા એ માણસ ની માં છે તું તને એ સાચો તો લાગવાનો જ ને…. ”

“બેટા મન થાય તો મને ગાળો બોલિલે પણ તું આમ ઘરમાં મૂંગો ઓશિયાળો મત રે મારુ અંતર તને દેખીને રડે છે.”

“દાદી તમે પણ ગુનેગાર તો છો જ …. સારા સંસ્કાર આપ્યા હોટ તો વિનયકાન્ત પણ વીરભદ્ર જેવા બનોત ને…”

“ખરું કહયું તે ગુનેગાર તો હું છું જ અને બદનસીબ પણ છું કે આ દિવસ જોવા જીવતી છુ નઈ તો તારા દાદાની જેમ ક્યારની આ સંસાર માંથી છુટી ગઈ હોત…” દાદી કડવું હસીને બોલ્યા “સંસ્કાર મારે આપવાના હતા દીકરા પણ લેવાના તો એને હતાને… તનેય 12 વર્ષ તો મેં મોટો કર્યોને. પણ તે મારા સંસ્કાર લીધા અને વિનયે ન લીધા.” દાદીએ એક નિશાશો નાખ્યો….

વિરાટ કાઈ બોલ્યા વગર ચાલ્યો ગયો હતો. એ દિવસે વિરાટના મનમાં ખૂબ જ રોષ હતો. રાતે વિરાટે એક ચિઠ્ઠી લખી, દાદીના ચશ્માંની દાબડી મા મૂકી અને પહેરેલા કપડે ઘર છોડીને નીકળી ગયો હતો. પછી એણે મિત્રોની મદદ થી કાપડનો નાનો બિઝનેસ શરૂ કર્યો અને બાપની એક પાઇ વગર જ એને આ કંપની સુધીની સફર ખેડી હતી. શ્રીદેવી એને આ સફર ની શરૂઆતમાં જ મળી હતી. એક એક તકલીફ સામે શ્રીદેવીએ એને સાથ આપ્યો હતો. ઘણીવાર એ એને પૂછતી

“આપણે લગન મા તો પપ્પાને બોલાવીશું ને….?” શ્રીદેવીએ પૂછ્યું…..

“ના એ માણસ મારા જીવન મા ક્યાય ન જોઈએ મને….”

“સર ….”

“સર……ચા ….”

વિરાટ ઝબકીને મોના સામે તાકી રહ્યો.

“સર શુ થયું?… ” મોના એ વિરાટનો એવો ચહેરો ક્યારેય જોયો ન હતો.

“કઈ નહીં. મોના ચા તું જ પી લે મને મૂડ નથી….” કહી વિરાટ કેલેન્ડર તરફ નજર કરી….. ” હે આજે 10 તારીખ છે?” એ બબડયો…

મોના મૂંઝાઈને એને જોઈ રહી.

“સર ઈઝ એવેરીથીંગ ઓકે….?”

“હે… હા ” કાંડા ઘડિયાળ મા નજર કરતા બોલ્યો ” 10 વાગી ગયા. હું મોડો પડીશ ચોક્કસ…”

“હા સર 10 વાગ્યા છે. પણ સર આજે કોઈ મિટિંગ નથી.” મોના એ નવાઈ થી કહ્યું..

“મોના આજે જ ખરી મિટિંગ છે…..” ન સમજાય એવું અસ્પસ્ટ વાક્ય કહી વિરાટ ઉતાવળા પગલે બહાર નીકળી ગયો.

મોના ને એ દિવસે ખરેખર ડાઘાઈને ત્યાં જ વિચારોમાં પડી ગઈ કારણ કે એને બિચારીને કઇ ખબર જ ન હતી…..

વિરાટે મુંબઈની સડકો ઉપર મારસડીઝ જાતે જ હંકારી હતી…. ના મારી મૂકી હતી…. જડપથી ઘરે ગયો…

“શ્રી….ક્યાં છો તું…..” શ્રીદેવીને બુમ પાડી.

“સર બેન બા તો બહાર ગયા છે. ”

“ક્યાં….”

“એતો ખબર નથી….”

વિરાટ પાસે વધુ પૂછપરછ કરવાનો સમય ન હતો… અંદર જઇ કપડાં બદલીને એ ઝડપ થી ગાડી લઇ નીકળી પડ્યો. છેક ચતુર્વેદી બ્રાહ્મણ વાડી સુધી ગાડીએ ક્યાંય બ્રેક નહોતી લીધી. બ્રાહ્મણ વાડી પહોંચી વિરાટ ઉતર્યો. હજારોના ટોળામા એ વાડીમા ગયો.

“વિરાટ સર તમે….” ટોળા માંથી કોઈનો અવાજ આવ્યો.

પણ આજે કાઈ જ જવાબ આપ્યા વગર એ આગળ જાવા લાગ્યો. સફેદ વસ્ત્રોમાં બધા નજીકના સગાઓ બેઠા હતા. પણ એમાં વિરાટને કોઈની જરૂર નહતી… એ સીધો જ જઈને ખુરશીમા ગોઠવેલા ફોટા પાસે બેસી ગયો….. એજ ચહેરો. એજ વહાલ જાણે તસ્વીરમાંથી ખરતું હતું !!!!!

“દાદી…….” કહી એ રડી પડ્યો….

વિરાટ ત્યાં પહોંચ્યો એ પહેલાં શ્રીદેવી પણ છાપું વાંચીને ત્યાં પહોંચી ગઇ હતી….. એ દિવસે વિરાટ ખૂબ રડ્યો હતો. શ્રીદેવી અને બીજા લોકોએ એને માંડ છાનો રાખ્યો હતો.

બાકીના દિવસો ની વિધિ વિનયકાન્ત ચતુર્વેદીના બંગલા ઉપર વિરાટે ખડે પગે કરી હતી. વિરાટ ગરીબો , ગાયો અને અનાથ આશ્રમ માટે 30 લાખ રૂપિયા દાન પોતાની રીતે કર્યું. 12 દિવસની રીત રિવાજો પુરા થયા પછી વિરાટ અસ્થિની મટકી લઈ શ્રીદેવી સાથે પોતાના ઘરે નીકળ્યો. દરવાજે પહોંચતા જ અવાજ આવ્યો.

“બેટા…… ” શબ્દો કાને પડ્યા. વિરાટ એ અવાજ ને ઓળખતો જ હતો પણ આ વિનયકાન્ત ના શબ્દો મા આજે નરમાશ કેમ હતી….? એને જરા નવાઈ લાગી… પાછળ ફરીને જોયું ..

“બેટા હવે તું મત જા…” હાથ જોડીને વિનયકાન્ત એની સામે ખડા હતા.

“એ શક્ય નથી. અને હા આ ‘બેટા’ શબ્દ કહી શકે એવી છેલ્લી વ્યક્તિ માટે જ હું અહી આવ્યો હતો તમારા માટે નઇ વિનયકાન્ત ચતુર્વેદી…..” એના ચહેરા પર નફરત સપસ્ટ દેખાતી હતી.

“પણ વિરાટ મારા માટે તારી આ નફરત ભલે રઇ પણ આ તારા પપ્પા તો …..” સુજલબેન બોલ્યા.

“મેં તમને ક્યારેય નફરત નથી કરી.” ટૂંક મા જ વિરાટ એમને અટકાવીને બોલ્યો..

શ્રીદેવી એને એક પણ શબ્દ બોલ્યા વગર જોઈ રહી. એ કઈ બોલી નહીં કેમ કે એને મનાવવા માટે એ હજારો કોશિશ કરી ચુકી હતી….”

“તો આ બધા પૈસા, બંગલા, ગાડીઓ…. આ બધું કોનું હવે? મારી કુખે તો બાળક થયું નથી….” સુજલબેન ગળગળા થઈ ગયા.

“એ બધું દાન કરીને દેજો. ”

“હું સાવકી માં છુ મને નફરત કરે તો હું સહી લઇશ વિરાટ પણ સગ્ગા બાપને તો…..”

“દીકરા હું તને હાથ જોડું….” વિનયકાન્ત પત્નીનું વાક્ય પૂરું થાય એ પહેલાં બોલ્યા…

વિનયકાન્ત આગળ બોલે એ પહેલા જ વિરાટ જુસ્સામાં બોલ્યો ” મારે એક શબ્દ પણ નથી સાંભળવો તમારો. આટલી વાત તમે ક્યારેય મારી સાથે મારા બાળપણ મા કરી હતી? તમને બસ તમારા દુષમનો થી મોટા બિઝનેસમેન બનવાની જ પડી હતી. અને દેખાડો કરવા માટે જ તમે બીજા લગન કર્યા હતા મી. વિનયકાન્ત ચતુર્વેદી તમે એ ભૂલી ગયા હતા કે તમારે આઠ વર્ષ નો છોકરો છે. ત્યારે તમને એ સવાલ નહોતો થયો કે મારી પ્રોપર્ટી મારા પૈસા માટે વારસદાર છે જ તો મારે હવે લગન ની શી જરૂર છે……” જીવન ભર અંદર સંઘરીને રાખેલું બધું જ વિરાટ એકજ શ્વાસે બોલી ગયો…..

વિનયકાન્ત કે એમની પત્ની કાઈ બોલી ન શક્યા…. શુ બોલે….. એમની ખુદની કોર્ટ હતી એમનો ખુદનો જ વકીલ અને ખુદ જ ગુનેગાર હતા………

વિરાટ ની આંખોમાથી ગુસ્સા સાથે વેદના પણ બહાર આવી હતી…. શ્રીદેવીએ એનો હાથ પકડી કહ્યું ” બસ કરો હવે ચાલો….” અને પછી વિનયકાન્ત પાસે જઈને કહ્યું… ” એ દિલમાં હવે તમે નઈ આવી શકો મને માફ કરજો પણ હું એને ચડાવતી નથી તમે મારા પિતા સમાન છો એટલે હકીકત કહું છું મેં એને હજાર વાર સમજાયો છે.”

“ભલે દીકરા …..” વિનયકાન્ત ચતુર્વેદી બસ એટલું જ બોલી શક્યા….

“અને હા તમે મારી સાવકી માં તો ત્યારે થયા જ્યારે આ માણસ મારો સાવકો બાપ થયો હતો…….” કહી વિરાટ શ્રીદેવી ને લઈને દરવાજા બહાર નીકળી ગયો…..

વિરાટ અને શ્રીદેવી નીકળ્યા ત્યાં સુધી એમને પતિ પત્ની એ જોયા. વિનયકાંતે વીશાળ બાંગ્લા પર અને એના પર કંડારેલા ” શ્રીમાન વિનયકાન્ત ચતુર્વેદી નિવાસ” ઉપર એક નજર કરી અને જોઈ રહ્યા……..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of of the author. .All copyright for this article belongs to author of this article. You can only share this article and can not change it or publish anywhere else without written permission of the author.

One Reply to “ઇમપરફેક્ટ બિઝનેશમેન”

Comment here