safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -26) ધ એન્ડ…..

5.૦૦ કલાકે સુરેશેભાઈની કાર માતૃછાયાના સામે રહેલ એક વિશાળ ઝાડ નીચે ઉભી રહી. તેઓ કારમાંથી નીચે ઉતરી ઘરમાં ગયા અને સીધા જ આરામ કરવા માટે તેમના રૂમમાં ચાલ્યા ગયા.

તે 5:30 હતી.. હવે કવિતા માતૃછાયાના લાકડાના દરવાજા બહાર ઉભી હતી. ઘરની બધી બારીઓ અને દરવાજા આપોઆપ બંધ થઇ ગયા. થોડાક સમય બાદ કોકીલાબેન માતૃછાયાના મુખ્ય ગેટ પર પહોંચી.. કવિતા એ તેની ખાસ શકતીઓ સાથે કોકિલા તરફ  જોયું. કોકીલાની આકૃતિ ઝાંખી થવા લાગી અને બીજી જ પળે તે આકૃતિ કાળી રાખ કે ધૂળ જેવા કોઈ પદાર્થમાં ફેરવાઈ.

કવિતા સમજી ગઈ તે આવનાર આકૃતિ ક્યારેય કોકિલા હતી જ નહિ. તે હતા રીવીલર જેમની પાસે શક્તિ હોય છે ભ્રમણા ઉત્પન્ન કરવાની. એ ભ્રમણાવાદક અસુરી શક્તિએ પોતાની માયાવી ભ્રમણા વડે પોતાની જાતને કોકિલાના સ્વરૂપે રજુ કરી હતી પણ કવિતા પાસે ઈશીત્વમ હતી જે એવી અનેક ભ્રમણાઓને આસાનીથી ખુલ્લી પાડી શકે તેમ હતી….

એ આકૃતિ એકમાંથી ચારમાં વહેચાઈ.. હવે કવિતા સામે એક નહિ પણ ચાર અલગ અલગ આકૃતિઓ હતી.  એક આકૃતિ દરવાજા સુધી પહોંચવાનો પ્રયાસ કરવા લાગી પરંતુ કવિતા દરવાજા અને તેના વચ્ચે ઊભી હતી.

એ રાખમાંથી બનેલ હોય તેવી આક્ર્રુતીએ એક શેતાન જેવા હાસ્ય સાથે કહ્યું,  “તું અમારી સાથે લડી ન શકે.. કોઈ એક માણસ અમને ન મારી શકે કેમકે અમે રિવલર્સ છીએ.”

“તમે સંદીપને મારવા આવ્યા… તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેં તમને મારી નાખ્યા હતા… પણ એ ભવિષ્યની વાત છે એટલે તમને નહિ સમજાય.. લાગે મારે એ કામ ફરી કરવું પડશે.” કવિતાએ કહ્યું, “તમને યાદ નથી.. મેં તમને આજ ઘરના દરવાજા પાસે ધૂળમાં મેળવી દીધા હતા?”  કવિતાએ એક હાસ્યબાણ છોડ્યું. તેના હાસ્યમાં એક વ્યંગ હતો.

પહેલી આકૃતિ કવિતા તરફ ગુસ્સા સાથે આગળ વધી પણ એકાએક કોઈ અદ્રશ્ય બળ દ્વારા તે આકૃતિ જમીન પરથી ઊંચકાઈ અને  દુર ફેંકાઈ. તે આકૃતિ ફરીથી ઊભી થઈ અને મુખ્ય દરવાજાની તરફ જોયું ત્યાં કવિતા બીજી આકૃતિ  સાથે લડી રહી હતી.  એ આકૃતિને નવાઈ લાગી કેમકે કવિતા તેની સામે પણ હતી અને તેનાથી થોડેક દુર કવિતા બીજી આકૃતિ સાથે પણ લડી રહી હતી.

એ આકૃતિએ ઘરમાં પ્રવેશવાનો માર્ગ શોધવા આમ તેમ નજર ફેરવી. તેનું ધ્યાન બારી તરફ ગયું. તે ત્યાંથી  અંદર પ્રવેશવા માટે બારી તરફ વળી, પરંતુ કવિતા ત્યાં પણ હતી… કવિતા ત્યાં ત્રીજી આકૃતિ સાથે લડી રહી હતી. એકાએક ઘરની બહારના ભાગે થયેલ મોટા ધમાકા એ પેલી આકૃતિઓનું ધ્યાન ખેંચ્યું.  તે આકૃતિએ જોયું કે કવિતા ઘરના બહારના ભાગમાં ચોથી આકૃતિ સાથે લડી રહી હતી.. રીવીલર્સ એ અસુરી શક્તિઓ ધરાવતા ડાર્કનારના ગુલામો હોવા છતાં એમના માટે પણ એ નવાઈની વાત હતી કેમકે તેમને પણ સમજાઈ ન હતું રહ્યું કે એ કઈ રીતે શક્ય હતું?? એક સામાન્ય છોકરી અનેક રૂપ ધારણ કરી તેમની સાથે કઈ રીતે લડી શકે?? એ પણ એકલા હાથે ચાર ચાર દુષ્ટ શક્તિઓ સામે…!!

પહેલી આકૃતિએ અંદર દાખલ થવા માટે ઘરના દરવાજા પર પોતાની દુર સ્પર્શમ શક્તિનો ઉપયોગ કર્યો.. એ દરવાજો નીચેથી તૂટવાનો શરુ થયો. તે લાકડાનો દરવાજો નીચેથી ધીમે ધીમે નાના અણુઓમાં વિભાજીત થવા લાગ્યો પણ એ દરવાજો પૂરો તૂટી રહે એ પહેલા ફરી એ જ અણુઓ જોડાઈને દરવાજો ઉપરથી ફરી બનવા લાગ્યો.. એ દરવાજો કવિતાની હાજરીમાં તોડવો અશક્ય હતું કેમકે કવિતા પણ એમના કરતાય વધુ શક્તિશાળી દુર સ્પર્શમ જાણતી હતી.

બીજી આકૃતિ અહીં અને ત્યાં પથરાયેલા પથ્થરોનો ઉપયોગ કવિતા સામે લડવા માટે કરી રહી હતી… તે ટેલેકાઈનેસીસ પાવર વડે સ્ટોન્સ ઉઠાવી કવિતા પર એ સ્ટોન્સ વડે હુમલો કરી રહી હતી પણ એ સ્ટોન્સ તેના સુધી પહોંચે તે પહેલાં ફ્રેગમેન્ટ બની જતા હતા.. એ તમામ પથ્થરો નાના નાના કણમાં ફેરવાઈ ગયા અને જયારે એ આકૃતિ પાસે કોઈ સ્ટોન્સ કવિતા તરફ મોકલવા માટે ન બચ્યા ત્યારે આકૃતિ પોતે જ કવિતા તરફ આગળ વધી પણ તેનોય અંજામ એ સ્ટોન્સ જેવો જ થયો.. એ શેતાની આકૃતિ જેમ રાખમાંથી બનેલ હતી એમ જ અડધા રસ્તે પહોચતા જ રાખમાં ફેરવાઈ ગઈ અની પશ્ચિમ તરફનો પવન એ રાખને પોતાની સાથે ખસેડી ગયો…

કવિતાએ એ આકૃતિ રાખમાં ફેરવી ત્યાં સુધીમાં એના દરવાજા પાસે અને બારી પાસે લડી રહેલ કવિતા એ બીજી બે આકૃતિને પણ રાખમાં ફેરવી નાખી હતી અને કદાચ પશ્ચિમી પવન માત્ર એક નહિ પણ ત્રણ આકૃતિઓની રાખને પોતાની સાથે તાણી ગયો હતો.

ચોથી આકૃતિ એ ત્રણ આગળની આકૃતિઓ કરતા અલગ હતી કેમકે તે રીવીલર્સ ન હતી. તે હતી ડાર્કનર્સ.. એ ડાર્કનર્સ જેનાથી અંધકારને પૂજનારા પણ ભય પામે છે. એ આકૃતિ માત્ર ત્યારે જ કોઈકને મારવા જતી જયારે સ્વામી તેને આદેશ આપતો. અને કદાચ એ દિવસે પણ સ્વામીએ જ તેને સંદીપના મમ્મી પપ્પાની હત્યા કરવાનો આદેશ આપેલ હતો.

ચોથી આકૃતિએ પોતાની કાળી શક્તિનો ઉપયોગ કર્યો અને અચાનક ઘરની બહાર વ્રુક્ષ નીચે પાર્ક થયેલ સુરેશભાઈની કારના બધા ભાગો એકબીજાથી અલગ થઈ ગયા. કારના  બધા દરવાજા અલગ થઇ કવિતા તરફ ધસ્યા.. કવિતાએ એક દરવાજાથી પોતાની જાતને બચાવવા ડાઈવ કરી લીધી અને બીજી પળે  તે હવામાં તરતી હતી… જો તેણીએ એક પળની પણ  રાહ જોઈ હોત તો એ દરવાજાએ તેના બે ટુકડા કરી નાખ્યા હોત!!!

કવિતાએ હવામાં જ બીજા દરવાજોને લાત મારી.. તેની કિક એટલી સખત હતી કે તે દરવાજો જે વેગથી કવિતા તરફ આવ્યો હતો તેના કરતા બમણા વેગમાં એ આકૃતિ તરફ પાછો ફર્યો.. એ આકૃતિએ ત્રીજા દરવાજાથી પોતાની જાતને બચાવી ત્યાં સુધીમાં કવિતાએ ચોથા દરવાજા સાથે હવામાં જ મેનેજ કરી લીધું હતું.. જ્યારે કવિતાના પગ જમીનને અડક્યા ત્યારે કારનો ચોથો દરવાજો તેના હાથમાં હતો. તે બધું માત્ર એકાદ સેકંડમાં થઈ ગયું  હતું. કવિતાએ એ દરવાજો કોઈ કાગળ ફેક્તી હોય એમ ફેક્યો. દરવાજો કદાચ કલાકના સો માઈલ કરતા પણ વધુ ઝડપે એ આકૃતિ તરફ આગળ વધ્યો અને એ આકૃતિ પોતાની જાતને બચાવવાનો કોઈ પ્રયાસ કરે તે પહેલા દરવાજાએ તેના વચ્ચેથી બે ટુકડા કરી નાખ્યા.

એ દરવાજો એ આકૃતિના બે ટુકડા કર્યા બાદ પણ ન અટક્યો… તે તેમાંથી પસાર થઇ તેની પાછળ રહેલ એક વ્રુક્ષના થડમાં ઊંડે સુધી ઉતરી ગયો

હવે ત્યાં કોઈ દુશ્મન ન હતું, ન રીવીલર્સ ન ડાર્કનર્સ…!

કવિતાએ ઘરની આસપાસ જોયું. બધું તેની  જગ્યાએ હતું એમ ગોઠવાઈ ગયું.. તમામ વૃક્ષો કોઈ પણ નુકસાન વિના ઉભા થઈ ગયા..  કવિતાએ કાર તરફ જોયું અને કારના તમામ ભાગો ભેગા મળી ગયા અને કારનું પુનઃનિર્માણ કરવા માટે ફરીથી ગોઠવાઈ જવાનું શરૂ કર્યું. પહેલા કારનો એક દરવાજો કારમાં ગોઠવાયો ત્યાર બાદ બે અન્ય દરવાજા પણ તેમાં ગોઠવ્યાં. હજુ પણ કારમાં એક બારણું ન હતું. કવિતાએ દીવાલ પર જોયું જ્યાં એક દરવાજો દીવાલમાં ઘૂસી ગયો હતો અને તે દિવાલમાંથી બહાર આવવા લાગ્યો અને કારમાં ફરીથી ગોઠવ્યો. કદાચ કવિતા એ જે દરવાજાને કિક મારી હતી એ દરવાજો હતો. તમામ સ્ક્રેચેસ કાર પરથી અદ્રશ્ય થઇ ગયા.

તેણીએ ઘર તરફ જોયું… બધા દરવાજા અને બારીઓ ફરીથી ખુલ્યાં અને ફરીથી કવિતા એક ફ્લેશ સાથે ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ.

ટેલિપૅથિક વિઝ્યુઅલ મેસેજ સમાપ્ત થયો.

“અને પછી?” તુષારે પૂછ્યું, “પપ્પા હવે તે ક્યાં છે? કવિતા હવે ક્યાં છે?”

“તે એક જૂના ઘરની નજીક પહોંચી ગઈ છે.” ફરીથી રીશીકુમારે તુષારના મનમાં ટેલિપેથિક વિઝ્યુઅલ મેસેજ મોકલ્યો.

બીજો દ્રશ્ય ટેલિપેથિક સંદેશ:

9-10 વર્ષની ઉમરનો એક છોકરો ઘરની અંદરની જગ્યામાં સાયકલ ચલાવી રહ્યો હતો. તેણે ઘરની બહાર જઇને સાયકલ ચલાવવા માટે જીદ કરી.. તેની મમ્મીએ અનિચ્છાએ પણ પ્રવેશ દ્વાર ખોલ્યું. તે બાળકે રોડ પર તેની સાયકલ પર સવારી કરી, પરંતુ તે રોડની બીજી ધાર(સામી કિનાર) પર પહોંચી શકે તે પહેલાં તેણે પોતાની સાયકલ પરનું નિયંત્રણ ગુમાવી નાખ્યું અને તેની સાયકલ સાથે રસ્તા પર પડી ગયો.  તેની મમ્મી એ જોતા જ તેની તરફ દોડવા લાગી કારણકે એ બાળક દુરથી પુર ઝડપે આવતી એક કારથી અજાણ હતો પણ તેની મમ્મીએ એ કારને નોધી લીધી હતી. તે પોતાના બાળકને ઝડપી કારથી બચાવવા માટે તેના તરફ દોડી. કાર ડ્રાઇવરની ઇચ્છા વગર તેની કાર છોકરાને બચાવવા આકસ્મિક બીજી તરફ વળી ગઈ.. માત્ર ત્યારે જ ડ્રાઈવરના ધ્યાનમાં આવ્યું કે એક મહિલા બાળક તરફ દોડી રહી હતી અને તે મહિલા સીધી જ કારની અડફેટે આવી જાય તેમ હતી.. તેણે કારને વિરામ(બ્રેક) લાગુ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બ્રેક કામ નથી કરતી. એવું લાગતું હતું કે કાર તે મહિલાને કચડી નાખશે. તેનો રોટલો કરી દેશે. પરંતુ કાર મહિલા સુધી પહોંચે તે પહેલાં કાર ત્યાંથી અદ્રશ્ય થઇ ગઇ અને તે કાર બીજી જ પળે ત્યાંથી એક દુરના સ્થળે દેખાઈ.. કાર ટેલીપોર્ટેડ થઇ દૂર નીકળી ગઈ. એ મહિલા તે બધુ જોઈ આઘાત પામી.. તેને નવાઈ લાગી.. તેના બાળકને પણ આઘાત લાગ્યો હતો પરંતુ મહિલા તેના પુત્રને જીવંત જોઈ ખુબ ખુશ હતી.

મહિલાએ તેના પુત્રને ઉચકી લીધો અને તેને ચુંબન કર્યું. બંને માતા અને પુત્ર ઘર તરફ જવા લાગ્યા. એ માતા પુત્ર અન્ય કોઈ નહિ તુષાર અને તેની મમ્મી હતા. જયારે તુષાર બાર વર્ષનો હતો અને તેને બહાર રોડ પર સાયકલ ચલાવવા જીદ કરી હતી એ સમયે તેની મમ્મીનો અકસ્માત થયો હતો એ અકસ્માત કવિતાએ ભૂતકાળમાં જઈને રોકી નાખ્યો..  કવિતાએ તુષારને આપેલા વચન મુજબ તુષારની મમ્મીને બચાવી લીધી. મા પોતાના બાળકને લઈને ઘરની પ્રેમીસમાં દાખલ થઇ અને ઘરની પ્રેમીસનું પ્રવેશદ્વાર બંધ કરી દીધું…

માતા અને પુત્રે ઘરમાં દાખલ થતા પહેલા એક નજર પાછળ રોડ પર કરી જ્યાં અકસ્માત થવાનો હતો તેમણે જોયું કે ત્યાં  10-12 વર્ષની એક નાની છોકરી રસ્તાની અન્ય (સામેની) કિનારે ઉભી હતી. તે નાની છોકરીએ તેમના તરફ તેનો હાથ હલાવ્યો અને તેમના તરફ જોઈ રહી… તે છોકરો પણ તેના તરફ હાથ હલાવવા લાગ્યો અને બંને એ એકબીજા સાથે સ્મિત વિનિમય કર્યો અને બંને માતા અને પુત્ર ઘરની અંદર ચાલ્યા ગયા.

“કવિતાએ મમ્મીને બચાવી લીધી.. તેણીએ વચન પૂરું કરી નાખ્યું.. મમ્મી અક્શ્માંતમાં બચી ગઈ…” તુષારે સમગ્ર સંદેશને જોયા વગર ઉછળી પડતા કહ્યું, “કવિતાએ મારી મમ્મીને  બચાવી લીધી છે પણ પપ્પા ત્યાં કોઈ રિવીલર નથી..?”

“હા…. ત્યાં છે…. ત્યાં પેલી કારના ટેલિપોર્ટેશન દરમિયાન કોઈ પણ વ્યક્તિના ધ્યાનમાં ન આવે તેવી એક ધૂળ કે રાખની બનેલ હોય તેવી એક આકૃતિ જે કારમાં ડ્રાયવર સીટની બાજુની સીટ પર બેઠેલ હતી તેને સોનેરી ડસ્ટમાંથી બનેલ હોય તેવી કોઈ નાની છોકરીએ મારી નાખી હતી…” રીશીકુમારે કહ્યું.

“તે કવિતા હતી… રોડની પેલી તરફ ઉભેલ મારા તરફ હાથ હલાવતી નાનકડી છોકરી કવિતા હતી?” તુષારે કહ્યું, “તે હવે ક્યાં છે?”

“તે દરેક જગ્યાએ છે. સી ઈઝ એવીરીવેર… તેની પાસે ઈશીત્વમ છે એટલે કે પાવર ઓફ ગોડ.” રીશીકુમારે કહ્યું.

“તેણીએ તેના મમ્મી પપ્પાને અને વર્ધમાનને બચાવ્યા??” તુષારે પૂછ્યું. “કવિતાએ તેના મમ્મી પપ્પાને બચાવવાની જરૂર નથી કેમકે તેના મમ્મી પપ્પાની હત્યા કરનારા રીવીલર્સ અને ડાર્કનર્સને તેણીએ ભૂતકાળમાં જઈને મારી નાખ્યા છે માટે તેના મમ્મી પપ્પાની હત્યા થવાની જ નથી..” રીશીકુમારે કહ્યું.

“મતલબ હવે એ અકસ્માત થશે જ નહી જેમાં કવિતાના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા અને આપણે એમણે એકલા મુકીને ભાગ્યા હતા….”

“ના થશે જ નહી નહી એ થયો જ નથી…. કારણકે ભવિષ્ય બદલાઈ ગયું છે….” રિશી કુમારના ચહેરા ઉપર કોઈ ગજબની ચમક હતી.

“અને વર્ધમાન..” તુષારે કહ્યું. “વર્ધમાનને કવિતાએ બચાવી લીધા છે જે વ્યક્તિએ વર્ધમાનને જોઈ લીધા હતા અને તેની ખબર સ્વામીને આપવા જઈ રહ્યો હતો તેની કારનો અક્ષમાત થઇ ગયો છે એ વ્યક્તિ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે અને વર્ધામના ક્યાં છે એ ખબર ક્યારેય સ્વામીને મળી જ ન હતી.” રીશીકુમારે કહ્યું.

“ઈશીત્વમ કોઈને આટલી શક્તિઓ કઈ રીતે આપી શકે છે?” તુષારે પૂછ્યું. તુષારે જરાક અલગ પ્રશ્ન પૂછ્યો કેમકે હવે બધા બચી ગયા હતા અને સહી સલામત હતા એ તો એ જાણી ચુક્યો હતો આથી બસ તેની પાસે પૂછવા માટે કદાચ આ એક જ પ્રશ્ન બચ્યો હતો.

“દરેક સામાન્ય માનવ પોતાના જીવન દરમિયાન પોતાના મગજના બે પાંચ ટકા ભાગનો જ ઉપયોગ કરે છે. કોઈક અત્યંત ટેલેન્ટેડ વ્યક્તિ હોય તો મેકસીમમ સાતથી આઠ ટકા પણ કદાચ કોઈ વ્યક્તિ પોતાના મગજના સો ટકા ભાગનો ઉપયોગ કરવા લાગે તો..??? શું ન થઇ શકે??? અને ઈશીત્વમ એ જ શકતી પૂરી પાડે છે. તે વ્યક્તિને તેના મગજની સો ટકા શક્તિઓનો ઉપયોગ કરતા શીખવે છે.. તને કદાચ ખયાલ નહિ હોય પણ જો આપણું મન આપની માંસપેશીઓ પર નિયંત્રણ ન રાખતું હોય તો એક સામાન્ય શરીર ધરાવતો વ્યક્તિ પણ એક ભારે કારને એક હાથથી ઊંચકીને ફેકી શકે તેટલી શક્તિ તેનામાં હોય છે પણ મગજ એ બધી શક્તિઓને નિયંત્રણમાં રાખે છે. જયારે ઈશીત્વમ એ એવી સિદ્ધિ છે જે મગજને નિયંત્રિત કરતા શીખવે છે અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે એ મુજબ ઇફ યુ કેન કન્ટ્રોલ યોર કોન્સિયસ યુ કેન કંટ્રોલ ધ વર્લ્ડ. સ્વામી વિવેકાનંદે યોગ વિશે કહેલ એક એક શબ્દ સાચો છે. તેમણે કહ્યું હતું કે અનકોન્સીયસ ઈઝ થાઉંઝંડ ટાઈમ ફાસ્ટર ધેન કોન્સીયસ જે આપણે જોઈ ચુક્યા છીએ.” રીશીકુમારે સમજાવ્યું.

“શું કોઈ પણ વ્યક્તિ ઈશીત્વામ મેળવી શકે છે?” તુષારે ફરી સવાલ કર્યો.

“ના.. જેના મનમાં જન્મથી જ આપર શક્તિઓ હોય તે જ ઈશીત્વમ મેળવી શકે છે અને હવે સવાલ જવાબ બહુ થઇ ગયા ચાલ આપણે સમય સર ઘરે જવું પડશે તારી મમ્મી ડીનર માટે આપણી રાહ જોઈ રહી હશે. અને જો મોડા પડીશું તો તને ખબર નથી એનો ગુસ્સો કેવો છે?” રીશીકુમારે કહ્યું.

“શું..? મમ્મી ડીનર માટે રાહ જોઈ રહી હશે..?” તુષારને કાઈ સમજાઈ ન હતું રહ્યું.

“હા, ભૂતકાળ બદલાઈ ગયો છે… તારી મમ્મી અક્શ્માંતમાં બચી ગઈ છે માટે અત્યારે જીવિત છે. અલબત આપણે બધા વર્ષોથી સાથે રહીએ છીએ..” રીશીકુમારે કહ્યું.

“તો મને કેમ કાઈ યાદ નથી..? મને કેમ મમ્મી યાદ નથી.?” તુષારે કહ્યું.

“તારા મનમાં હજુ જુના ભૂતકાળની યાદો છે થોડાક સમયમાં તે ધુંધળી થઇ જશે અને તેની જગ્યા બદલાયેલા ભૂતકાળની નવી યાદો લઇ લેશે ત્યાં સુધી તને યાદ નહિ હોય.. ત્યારબાદ તને બધું યાદ આવી જશે..” રીશીકુમારે કહ્યું.

આનંદ બંને પિતા પુત્રની વાત સાંભળીને મલક્યા.

“થેંક્યું આનંદ…..” રીશી કુમારે ઉભા થઈને આનંદને કહ્યું.

“બસ હવે…..” કહેતા આનંદ રિશી કુમારને ભેટ્યા “તને પરિવાર મળી ગયો, વર્ધમાન પણ બચી ગયો…..”

“એ બચ્યો કે બધાને બચાવ્યા? આખું આયોજન તો એનું જ હતુંને…” ને બંને ફરી હસી પડ્યા.

તુષાર પણ આનંદ કુમારને ભેટ્યો. રીશીકુમાર અને તુષાર બન્ને બિલ્ડિંગમાંથી બહાર નીકળી કાર સુધી પહોચ્યા. તુષાર ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો અને તેના પપ્પા તેની બાજુની સીટ પર ગોઠવાયા..

તેણે કાર શરૂ કરી, ગિયર બદલ્યો અને પછી સ્પીડ.. સ્પીડ.. સ્પીડ……..  કાર મુખ્ય માર્ગ તરફ પુર ઝડપે દોડવા લાગી… કદાચ કોઈ સામાન્ય દિવસ હોત તો રીશીકુમારે એને એટલી સ્પીડ કરવા બદલ ધમકાવી નાખ્યો હોત પણ તેઓ જાણતા હતા કે તુષારનું મન મમ્મીને મળવા ઉતાવળું હતું અને એ ઉતાવળ સામે કારની સ્પીડ કાંઈ જ ન હતી… રીશીકુમાર ખુલ્લી બારીમાંથી બહારની તરફ જોઈ રહ્યા..

તુષાર તેની મમ્મી જીવિત છે અને પોતે મમ્મીને મળવા જઇ રહ્યો છે એ બાબતને લઈને ખૂબ ખુશ હતો અચાનક તેને કંઈક યાદ આવ્યું….. તેણે તેના પપ્પા તરફ જોયું અને પૂછ્યું, “એક છેલ્લો પ્રશ્ન પપ્પા.. મને જવાબ આપો….. ”

“હા, પણ હવે આ છેલ્લો? હું જવાબો આપીને થાકી ગયો છું.” રીશીકુમારે હસીને કહ્યું.

“મને નવા ભૂતકાળની યાદો મળશે એ સાથે જ હું જુના ભૂતકાળને ભૂલી જઈશ…”

“હા..”

“મતલબ હું કવિતાને ભૂલી જઈશ કેમકે નવા ભૂતકાળ મુજબ તો સંદીપના મમ્મી પપ્પાની હત્યા થઇ જ નથી સંદીપ કોમામાં ગયો જ નથી.. એવું કઈ થયું જ નથી અને કવિતા અમદાવાદમાં હશે જ નહિ.. હું તેને મળીશ જ નહિ…” તુષારે બેબાકળા થઇ કહ્યું..

“હા એ શું આપણે પણ અમદાવાદમાં શું કામ હોઈએ…?? તારી મમ્મીની હત્યા થઇ જ નથી અને આપણે કોઈ દુશ્મનોથી ભાગતા ફરતા જ નથી.. હું કોઈ પુસ્તકના ત્રીજા પ્રકરણને શોધવા બુક બાઈન્ડર હોવાનું નાટક પણ નથી કરી રહ્યો… આપણે આપણા વતનના શહેરમાં જ રહીએ છીએ..”

“મતલબ મને કવિતા થોડાક સમય બાદ યાદ જ નહિ હોય..” તુષારે કહ્યું, “મતલબ હું એને ફરી ક્યારેય નહિ મળું?”

“કેમ નહિ? તને કાઈ યાદ નહિ હોય પણ કવિતાને બધું જ યાદ હશે કેમકે તેની પાસે ઈશીત્વમ વશીત્વમની શક્તિ છે. એ આપણને શોધી લેશે.” રીશીકુમારે કહ્યું અને તે તુષાર તરફ જોઈ હસ્યા.

તુષારે પણ એ જ સ્મિત તેમની તરફ વળતું ફરકાવ્યું અને ફરી સામે રોડ પર જોઈ ધ્યાન પૂર્વક કાર ચલાવવા લાગ્યો… કદાચ બે ધ્યાન હોય અને સ્પીડને લીધે અક્ષમાત થઇ જાય તો..? ના, એવો કોઈ ડર ન હતો.. અક્શમાત થાય તો કવિતા હતી જ ભૂતકાળને બદલવા અને આમ પણ ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન અલગ અલગ નથી પણ એક જ છે ગમે ત્યારે ગમે થઇ શકે છે બસ કૈક કરવા માટે ઈચ્છા હોવી જોઈએ… સમય પણ બદલાઈ શકે છે જો કોઈ સમય સાથે બદલાઈ જવા તૈયાર ન થાય તો..!!!

માઈન્ડ ઈઝ એ ફંક્શન વેન યુ યુઝ ધેન ઈટ ઓપન્સ. – સ્વામી વિવેકાનંદ.

*****  કવિતાની સફર પૂરી થઇ…… સમાપ્ત *****

લેખક : વિકી ત્રિવેદી અને મહેન્દ્ર ત્રિવેદી…..

મિત્રો લગભગ આવી વાર્તા તમે નહી જ વાંચી હોય. આ નવલકથા તમને ગમી હોય તો તમે લેખકની મહેનતને બિરદાવવા માટે મારી “સંધ્યા સુરજ” બુક ખરીદીને મારા લેખન કાર્યને પ્રોત્સાહન આપી શકો છો….. સફર નવલકથાની જેમ જ સંધ્યા સુરજ પણ મારી લાંબી મહેનતને અંતે લખાઈ છે જેમાં લખાણની એક અલગ જ ટેકનીક વાપરી છે. સંધ્યા સુરજની કિંમત 200 રૂપિયા છે જેમાં ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ છે. માત્ર ૧૫૦ રૂપિયામાં ૧૮૪ પેજની સંધ્યાની કહાની તમને ઘરે બેઠા કેશ ઓન ડીલીવરી મળી શકે છે…. અભાર……. સંધ્યા સુરજ ઓર્ડર કરવા માટે માત્ર મારા વોટસેપ નંબર ૯૭૨૫૩૫૮૫૦૨ ઉપર મેસેજ કરીને તમારું નામ અને સરનામું મોકલવાનું રહેશે. અલબત સફર કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો….. જય શ્રી કૃષ્ણ……

One Reply to “સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -26) ધ એન્ડ…..”

Comment here