safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -22)

હપ્તો 21     હપ્તો 20     હપ્તો 19

 

“અંકલ અને આન્ટી શું વિચારશે?” કવિતાએ સંદીપ તરફ જોઈ કહ્યું. હજુ તેઓ શાળામાંથી પરિણામ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.

“કેમ..? તું કેમ એવું વિચારે છે કે મારું પરિણામ તારા લીધે નીચું આવ્યું છે?”

“તારા મમ્મી પપ્પા  મારા માટે ભગવાન બરાબર છે. તેમણે મારા પરિવાર માટે હજાર ઉપકાર કાર્ય છે… અમારી હજારો તરફેણ કરી છે.. મારા જેવી એક ઠોઠ છોકરીને પોતાના હોશિયાર પુત્ર કરતાં આગળ નીકળી જતી જોઈ તેમને કેટલું દુઃખ થશે? તેઓ કેટલા નાખુશ થશે?  મારા પ્રત્યેનો તેમનો પ્રેમ અદશ્ય થઇ જશે. ઓહ ભગવાન! આ શું થયું? આ કેવી રીતે થયુ? આજ સુધી મારી બુદ્ધિનો અભાવ મારા માટે શાપ હતો પરંતુ હવે મારી બુદ્ધિ મારા માટે શાપ છે. મારે તારા કરતા ઊંચું પરિણામ ન આવવું જોઈએ.. અલબત મારે હોશિયાર બનવું જ નહોતું જોઈતું.” કવિતાએ કહ્યું.

“ચાલો ઘરે જઇએ.” સંદીપે એની વાત ઉપર ધ્યાન આપ્યું જ નહી.

“ના, હું નહીં… અંકલ અને આંટી સામે નહિ આવું… મારામાં તેમની સામે ઊભા રહેવાની હિંમત નથી. મારામાં એ હિમ્મત નથી… સંદીપ… હું જીવનમાં દરેક વ્યક્તિ, મને મળેલ પ્રત્યેકની આંખમાં મારા માટે  ધિક્કાર અને તિરસ્કાર સહન કરી ચુકી છું પણ  મારા માટે તે ઘણું દુઃખ દાયક નહોતું કેમકે એ લોકો મારા માટે કાંઈજ ન હતા અને હું તેમના માટે કાઈ ન હતી પરંતુ હું તારા મમ્મી પપ્પાની આંખોમાં તિરસ્કાર સહન કરી નહિ શકું કેમકે તેઓ મારા માટે ભગવાન છે. એમને જયારે ખબર પડશે કે એક મામુલી છોકરીને આગળ વધારવામાં તેમનો પોતાનો હોશિયાર છોકરો પાછળ પડી ગયો તેમને કેટલું દુખ થશે? તેમનો મારા પ્રત્યેનો પ્રેમ નફરતમાં બદલાઈ જશે… જે હું સહન નહી કરી શકું..” કવિતાની આંખો ચૂવા લાગી હતી. તે સાચે જ એ બધા માટે પોતાની જાતને જવાબદાર માનવા લાગી હતે કેમકે તે હકીકત જાણતી ન હતી.

કવિતાના શબ્દો સાંભળીને સંદીપના ચહેરાએ પોતાનો રંગ બદલી નાખ્યો, એ ફિક્કો ચહેરો વધુ ફિક્કો બની ગયો.. ઉદાસીએ તેના ચહેરાને ઢાંકી દીધો.

“તારા શબ્દો મારા માટે પેઇન છે.. એ શબ્દોએ મને દુખ પહોચાડ્યું છે.. કવિતા.. મારી મમ્મી તને પોતાની દીકરી સમજે છે એ હમેશા એમ સમજીને મા તરીકે તારા સાથે વર્તે છે… શું તને લાગે છે કે માતા તેની પુત્રીની પ્રગતિથી ઇર્ષ્યા કરી શકે છે? શું તને મારી મમ્મીની આંખોમાં માનો પ્રેમ દેખાતો નથી? શું એક મા માટે દીકરા અને દીકરી બેમાંથી કોઈ એકને ઊંચું પરિણામ આવે તો એ દુઃખ દાયક હોઈ શકે? કદાચ તે અમને ક્યારેય પોતાના સમજ્યા જ નથી.. કવિતા કદાચ તે હજુ અમને પારકા જ માન્યા છે એટલે જ તને એ માની આંખોમાં નફરત દેખાવાનો ડર છે… બાકી માની આંખો તો ક્યારેય પ્રેમ સિવાય કઈ બતાવી જ નથી શકતી.. જેટલું દુખ મને શાળામાં અન્ય બાળકોની હાંસી અને શિક્ષકની આંખમાં રહેલ નફરત જોઇને થયું હતું એના કરતા પણ વધુ દુખ મને તારા શબ્દોથી થયું છે.” સંદીપની હજુ સુધી કોરી રહી ગયેલ આંખોમાં આંસુ ઉભરાયા.

કવિતા પાસે સંદીપના પ્રશ્નો માટે કોઈ જવાબ નહોતો.

તેણીએ પોતાની લાગણીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું એ બદલ તેને પસ્તાવો થયો. તેને થયું ખરેખર સંદીપનો પરિવાર અન્ય લોકો જેવો ન હતો પણ એ શું કરી શકે? આજ સુધી દુનિયાએ તેની સાથે એવો જ વ્યવહાર કર્યો હતો એટલે તેને બધાથી ડર લાગવા માંડ્યો હતો. સાચું કહીએ તો એને પોતાની તકદીરથી ડર લાગતો હતો.

“આઈ એમ સોરી સંદીપ..” કવિતાએ કહ્યું.

“ઇટ્સ ઓકે… નો સોરી નો થેન્ક્સ ઈઝ રૂલ્સ ઓફ ફ્રેન્ડ શીપ.. એક વરસથી તારી પાસે મિત્રો છે હવે તો તને મિત્રતાના નિયમો સમજાઈ જવા જોઈએને?” સંદીપે તેની તરફ જોઈ એક હળવું સ્મિત આપ્યું, તે સ્મિત ફિક્કું હતું.

“શું કરું કોઈ પણ ચીજ શીખતા કે સમજતા બહુ વાર લાગે છે…” કવિતાએ રડમશ અવાજે કહ્યું.

આખરે તે સંદીપ સાથે તેના ઘરે જવા માટે તૈયાર થઇ. તેઓ બંને ઘરે પાછા ફર્યા. બંને પરિવારો ભેગા મળી તેમની રાહ જોઈ રહ્યા હતા.  કવિતાના ચહેરા પર તરતી ઉદાસીના કારણે મીનાબેનને એનો ચહેરો જોતા જ થયું કે કદાચ કવિતાનું પરિણામ નીચું આવ્યું હશે તો!!!

“શું થયું, કવિતા? તારું પરિણામ શું છે? શું તારું પરિણામ તમારી અપેક્ષા પ્રમાણે નથી? ” મીનાબેને કેટલાક પ્રશ્નો પૂછ્યા કારણ કે તે કવિતા માટે ચિંતિત હતા.

“મારું નહી…. સંદીપનું પરિણામ, તેનું પરિણામ એકદમ ઓછું છે. “કવિતાએ કહ્યું.

“મારા 60 ટકા જેટલા ટકાવારી સામેં તેણીની 92 ટકા જેટલા ઊંચા પરિણામને લીધે તે નિરાશ છે અને મારા ખરાબ પરિણામ માટે પોતાને દોષ આપે છે.” સંદીપે આગળ વધી કહ્યું.

“કવિતા..” મીનાબેનના મોમાથી શબ્દો નીકળી પડ્યા.

કવિતાએ આંખો બંધ કરી નાખી… તે પોતાની જાતને ફરી એક વાર પોતાને ચાહવાવાળા અને સારી રીતે રાખવાવાળા માણસોથી દુર થતી કલ્પવા લાગી.

સંદીપે મમ્મીને કહેવું શરૂ કર્યું, “ કવિતા પોતાને તેના માટે જવાબદાર માનતા તે રસ્તામાં પણ રડી રહી હતી… અડધા માર્ગ પર રુદન કરવાનું શરૂ કર્યું હતું મેં એને માંડ સમજાવીને અહી લાવી છે.”.

મીનાબેને ગુસ્સાથી કવિતા તરફ જોયું… કવિતાએ આંખો ખોલી અને તેની આંખો મીનાબેનની આંખોથી મળી… તે આંખોમાં થોડો ગુસ્સો જોયો પણ એને જેમ લાગતું હતું તેમ તિરસ્કાર કે નફરતના ભાવ ન દેખાયા.

“મૂર્ખ ન બન કવિતા.” મીનાબેને કહ્યું, “મારા માટે તું અને સંદીપ સમાન છો… સંદીપને દર વરસે સારું પરિણામ આવે છે. આ વખતે પેપેર ચેક થવામાં કોઈ મિસ્ટેક થઇ હશે પણ તારું સારું પરિણામ આવ્યું એ મહત્વનું છે કેમકે તારો આ પહેલો પ્રયત્ન હતો અને એમાં જો તારું પરિણામ તારી મહેનત મુજબનું ન આવ્યું હોત તો તું હિમ્મત ગુમાવી બેસત… તારા આત્મવિશ્વાસ માટે તારું આ પરિણામ જરૂરી હતું.”

કવિતાને હંમેશા બધાથી પૂર્વગ્રહ અને અદેખાઈ અનુભવાઈ હતી. જે  બન્યું તે પછી પણ મીનાબેનના વર્તનને જોતા તે દંગ રહી હતી. તે આનંદ, ઉદાસી અને આશ્ચર્યજનક મિશ્રણની લાગણી સાથે મીનાબેનને ભેટી પડી અને થોડાક સમય બાદ એ જ લાગણીઓ સાથે ઘરે ગઈ.

*

બીજા દિવસથી મીનાબેને તેમને વિજ્ઞાન પ્રવાહમાં જોડાવા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું. ઉનાળુ રજાઓ દરમિયાન ધ્યાન, એકાગ્રતા અને યોગની અન્ય પદ્ધતિઓના પદ્ધતિસરના જ્ઞાન વડે તેમણે કવિતાની સ્મૃતિને ફોટો ક્રોમિકમાં ફેરવી દીધી હતી. આધુનિક વિજ્ઞાન નબળા મનને તેની નબળાઇના આધારે નકારી કાઢે છે કારણ કે વિજ્ઞાન મનને બદલી શકતું નથી. પરંતુ યોગ તે કરી શકે છે. યોગ કવિતાના મનને મજબૂત બનાવી દે છે. કવિતા શૈક્ષણિક હેતુ માટે યોગ શીખે છે મીનાબેન તેની પ્રગતિ જોઈ ખુશ હતા.  વેકેશન અંત સુધીના ટૂંકા ગાળા દરમિયાન કવિતા સ્વામી વિવેકાનંદની થીયરી મુજબ યાદદાસ્ત એટલી તેઝ મેળવી ચુકી હતી કે તેના માટે કોઈ પણ પુસ્તક એક વાર વાંચ્યા બાદ તેને સંપૂર્ણ યાદ રાખી લેવું સામાન્ય બાબત હતી… બંને પરિવારો ખુશ હતા….પણ કહે છે ને ખુશી કાયમ ટકવા માટે હોતી જ નથી…!

*

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે કવિતા અને સંદીપે સ્ટ્રીમની પસંદગી કરવા માટેનો દિવસ હતો. તે દિવસે સંદીપે પોતાને આગળ અભ્યાસ નથી કરવો એ ફેસલો કર્યો… એના એવા નવાઈ પમાડતા ફેસલો કરવાથી બંને પરિવારોને આઘાત લાગ્યો.

દરેક વ્યક્તિએ તેને સમજાવવાનો.. ફરીથી તેને શાળામાં જતો કરવાનો.. ગયા વર્ષે નીચું પરિણામ આવ્યું એ બાબત ભૂલી જઇ શાળામાં જોડાવા સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તમામ પ્રયાસો નિરર્થક હતા. છેલ્લે બંને પરિવારે કવિતાને વિજ્ઞાન પ્રવાહમાં મોકલવાનું નક્કી કર્યું. અને સંદીપને તેની મરજી મુજબ જે કરવું હોય તે કરવાની છૂટ આપવામાં આવી કેમકે મીનાબેન કે સુરેશભાઈ બેમાંથી એક પણ તેને જબરદસ્તી શાળામાં મોકલવા માંગતા ન હતા.

સુરેશભાઈ કવિતા અને તેના પિતાને તેમની XUV-500માં શાળાએ ડ્રોપ કરવા ગયા અને તેમને છોડી દીધા પછી તેઓ તેમની કંપની ઓફિસમાં ગયા

*
સેંટ અન્ના સ્કૂલ ખાતે થોડીક ભીડ હતી કારણ કે તે શહેરની પ્રખ્યાત શાળા હતી અને એ દિવસે ઉચતર માધ્યમિકમાં એડમીશન લેવા બાળકો અને વાલીઓના ટોળા ઉમટી પડેલ હતા.. કવિતા અને તેના પપ્પાને પ્રવેશની ઔપચારિકતા પૂર્ણ કરતા લગભગ બે કલાક લાગ્યા. કવિતાને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળ્યો – એ તેનું કાયમનું સપનું હતું… એ છેક ઠોઠ વિધાર્થી હતી ત્યારથી સપનું જોતી કે એક દિવસ તે હોશિયાર બનશે અને હોશિયાર બાળકો જેમ વિજ્ઞાન પ્રવાહમાં જોડાશે. એનું સપનું પૂરું થયું હોવા છતાં તે ખુશ નહોતી કારણ કે સંદીપના શાળામાં ન જોડાવાના નિર્ણયથી તેના હૃદયની ચમક મંદ થઈ ગઈ હતી. એડમીશનની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેઓ ઓટોમાં મીનાબેનના ઘરે પરત ફર્યા. મીનાબેને કવિતાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું, “સંદીપે તેનો નિર્ણય બદલ્યો છે તે તારી સાથે જ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરશે.”

કવિતા સંદીપના નિર્ણય બદલવાના સમાચારથી છક થઇ હતી. તેણે માત્ર બે કલાકમાં તેના મગજમાં ફેરફાર કર્યો હતો. કવિતા એટલી ખુશ હતી કે તે શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ ન હતું કારણ કે તે હૃદયથી જ અનુભવી શકાય છે.

*

“તે સમયે તેનું મન વાંચ… શા માટે તેણે તેનો નિર્ણય બદલ્યો છે તે જાણ..? ” હાલના – વર્તમાનમાં રીશી કુમારે કવિતાને કહ્યું.

“ઓ.કે.. અંકલ… સંદીપની મમ્મીએ તેની સાથે વાત કરી તેને સમજાવે છે કે શાળામાં જોડાઈ જા. મીનાબેન સંદીપના મનમાં રહેલ હકીકતથી અજાણ હતા જ્યાં  સુધી સંદીપે તે તેમની સાથે શેર ન  કરી.” કવિતાએ કહ્યું

“શું? આ કેવી રીતે શક્ય છે? ” આનંદ પણ ગૂંચવાઈ ગયા.

“જ્યારે અમે મારા પ્રવેશ માટે ગયા અને સંદીપની મમ્મીને પૂરતો સમય મળ્યો… મીનાબેન તેના રૂમમાં ગયા અને તેને આગળ અભ્યાસ કરવા સમજાવ્યો.”

“મને બધું વિગત પૂર્વક જણાવ… તમારા ગયા બાદ મીનાબેન અને સંદીપ વચ્ચે શું વાત થઇ?? બધું રહસ્ય જીણી જીણી બાબતોમાં છુપાયેલ હોય છે અને તું ત્યાં ભૂતકાળની એ જીણી વિગતો જાણવા માટે છે જે કોઈ ધ્યાનમાં નથી લેતું અને એટલે જ પોલીસ કે ડિટેકટીવ પણ હજુ સુધી એ હત્યાઓ ઉકેલી શક્ય નથી.” આનંદે કહ્યું.

“તમે મારા મનમાંથી દરેક વિગત મેળવી શકો છો.” કવિતાએ ફરી આનંદને પોતાનું મન વાંચવાની એક્સેસ આપી.

આનંદ કવિતાના મને શાળાએથી એડમીશન લઇ પાછા આવ્યા બાદ સંદીપના મનમાં રેહલ જે વિગતો મેળવી હતી તે સમજવાનું શરુ કર્યું.

“બેટા… કૃપા કરીને મને કહે શા માટે તું આગળ અભ્યાસ કરવા નથી માગતો?” મીનાબેને સંદીપના રૂમમાં જઈ તેની પાસે તેના બેડ પર બેસતા કહ્યું.

સંદીપે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો પરંતુ કેટલાક સમય પછી તેણે વિચાર્યું. જો હું મારી મમ્મીને બધું જ કહીશ તો તે મેં બનાવેલ ચિત્રોને સમજવામાં મને મદદરૂપ થશે.

થોડો સમય વિચાર્યા પછી તેણે કહ્યું, “મમ્મી, મજબૂત રહેજે કારણ કે હવે હું તને જે કહી રહ્યો છું તે તારા માટે ખૂબ જ આઘાતજનક છે.”

“ઓકે બેટા…. પ્રોમિસ…”

“આ બધુ ત્રણ મહિના પહેલાં શરૂ થયું. એકવાર, ધ્યાન દરમિયાન મને એક ભયાનક અને સંપૂર્ણપણે અલગ અનુભવ થયો હતો.” સંદીપે કહ્યું.

“શું?” મીનાબેને આઘાતજનક અવાજે પૂછ્યુ.

“ઊંડા ધ્યાનની સ્થિતિમાં, મારુ સભાન મન કોઈ ખલેલ વગરની, કોઈ પણ હિલચાલ વિના સ્થિર પાણી જેવું બન્યુ હતું. મેં વિચાર્યું કે તે સમાધિ છે  જેના વિશે તે મને ઘણી વખત કહ્યું હતું. મારુ સભાન મન એક તળાવ જેવું હતું, એક તળાવના કોઈ પણ ખલેલ વિનાના સ્થિર જળ જેવું હતું.  એક ક્ષણ માટે મારું મન  કોઈ ગતિ વિનાના એક તદ્દન શાંત તળાવ જેવું હતું તો તે પછીની ક્ષણે તે પર્વતોમાં વહેતા એક ઝડપી પ્રવાહ જેવું હતું. તેમાં સરળતા અને અનિશ્ચીતતા બંને હતા.. મારા મનમાં યુદ્ધ અને શાંતિ બંને હતા.. હું મારા મગજમાં માત્ર એક જ ચીજ અનુભવી શકતો હતો કોઈ અદમ્ય ઉર્જા… એક અજીબ પ્રકાશ… પરંતુ આગળની ક્ષણે એ પ્રકાશ અને અંધકાર વચ્ચે એક મહાન યુદ્ધ શરુ થયું હતું. અંધકાર એક ક્ષણ માટે પ્રકાશ સામે હારી ગયો…. હું મારી જાતને પ્રકાશના કેન્દ્રમાં જોઈ રહ્યો હતો… જ્યાં સુધી મને લાગે છે ત્યાં પ્રકાશનું સિંહાસન હતું… તે મારા આસપાસ હતું…. મારા આસપાસ માત્ર અને માત્ર અજવાળાનું સામ્રાજ્ય હતું પણ તે લાંબા સમય સુધી ટકી ન શક્યું… એક જ પળમાં એ પ્રકાશના સિંહાસનને ઉખેડી નાખવામાં આવ્યું.. એ અજવાળું ક્યાંક અદશ્ય થઇ ગયું જાણે અંધકાર એને ગળી ગયો હોય… મારી આસપાસ અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું.. ચારે તરફ ક્યાંકથી અંધકાર આવી ગયો. અચાનક હું અંધારામાં પડી ગયો. હું અંધારાની ખીણમાં પડ્યો હતો જેની ઊંડાઈનો કોઈ અંત ન હતો. અંધકાર મને ક્યાંય લઇ જઈ રહ્યો હતો.. અંધારામાં મને લાગ્યું કે મારું સભાન મન અશક્ત છે. મારા સભાન મનને કાઈ જ  યાદ ન હતું.. તે પછી શું થયું એ મને હજુ પણ યાદ નથી… બસ.. હું અચાનક ધ્યાન બહાર આવી ગયો.. મારું ધ્યાન તૂટી ગયું પણ એ ધ્યાનની ધાર પર, છેડા પર  મારા સભાન મનમાં એક અસ્પષ્ટ દ્રશ્ય હતું, જાણે કે એ કોઈ જૂનો અને અસ્પષ્ટ ફોટોગ્રાફ હોય!”

“તારા મને એ અસ્પષ્ટ દ્રશ્યમાં શું જોયું..?” મીનાબેને બેબાકળા થઇ પૂછ્યું.

“તે દ્રશ્ય મારા માટે  આઘાત જનક હતું પણ તે એટલું ધૂંધળું અને ઝાંખું હતું કે મને કાઈ સમજાયું નહિ.. તે દિવસથી મારા ધ્યાનનો હેતુ એ દ્રશ્યની ઝાંખી દૂર કરવાનો  હતો  અને દિવસે દિવસે એ અસ્પષ્ટ બ્લર ફોટો વધુ અને વધુ સ્પષ્ટ બનવા લાગ્યો હતો. દરેક ધ્યાનના અંત પછી હું તેને કોરા કાગળ પર દોરવા લાગ્યો… બે મહિનાની અંદર મને ઉચ્ચ પિક્સેલના આધુનિક કેમેરા દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફની જેમ એ પેપર પર સ્પષ્ટ ચિત્રો મળ્યા.” સંદીપે કહ્યું.

“એ ચિત્રો ક્યાં છે?” મીનાબેન એ ચિત્રો જોવા માંગતા હતા.

સંદીપે પોતાના સ્ટડી ટેબલનું  ડ્રોવર ખોલી, એક ફોલ્ડર બહાર કાઢ્યુ અને તે તેની મમ્મીને સોંપ્યુ.. તેની પાસે પચાસ કરતાં વધુ ડ્રોઇંગ્સ હતા. મીનાબેન તે ચિત્રોને  જોવા લાગ્યા.. એ જોવું તેમના માટે આઘાત જનક હતું. અલબત તેમને આઘાત લાગ્યો પણ ખરો. તેમણે તે રેખાંકનો (સ્કેચ) પહોળી આંખો સાથે એક પછી એક જોયા. પ્રથમ ચિત્ર એ માત્ર અસ્પષ્ટ ચિત્ર હતું. તેમાં એક રૂમના ફ્લોર પર બે મૃત શરીર હતા. બીજો…. ત્રીજો…. ચોથા… અને પાંચમો….. અને ત્રીસમાં ચિત્ર સુધી કઈ સ્પષ્ટતા ન હતી.. પણ ધીમે ધીમે એ રેખાકનો સ્પસ્ટ થવા લાગ્યા.. ચિત્રકામ માતૃછયાના ફોયરના સ્થાનના હતા… સુરેશભાઈનો મૃતદેહ તેના ગળામાં ઊંડા ઘા સાથે કોચ પાસે હતો.. ફ્લોર પરની તેમની આસપાસની કાર્પેટ તેમના લોહીથી ભીની થઈ હતી. મીનાબેનનો મૃતદેહ ઘા સાથે તેમના બેડરૂમના દરવાજા પાસે પડેલ હતો.. તેના નજીક તેમના જ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયેલ હતું… ચિત્ર સ્પષ્ટ હતું. કોઈ જ ગુંચવણ ન હતી બધુજ સ્પષ્ટ હતું.

“શા માટે તે આ બધા જ ચિત્ર બનાવ્યાં?” મીનાબેને પૂછ્યું.

“ગુમ થયેલ વિગતો જાણવા માટે… મેં ઘણાં ડ્રોઇંગનો પ્રયત્ન કર્યો છે, પછી મને અંતિમ ચિત્રમાં સ્પષ્ટતા મળી પરંતુ કેટલીક વિગતો હજુ સુધી ખૂટે છે.” સંદીપે જણાવ્યું. તેણે અંતિમ ડ્રોઇંગ મીનાબેનને બતાવ્યું અને સમજાવ્યું, “આ ચિત્ર દિવાલનું સ્પષ્ટ દ્રશ્ય છે, દીવાલ પરનું કૅલેન્ડર બતાવે છે – તારીખ અને તારીખની વિગત જે આ ચિત્રમાં છે તે પૂર્વના તમામ  ચિત્રોમાં ખૂટતી હતી.. મેં પચાસથી વધુ પ્રયત્નો કર્યા… મેં એ ઝાંખા ચિત્રને ધ્યાનમાં લઇ અનેકવાર જોયું અને દરેક વખતે મને કઈક અને કઈક નવી વિગત મળતી ગઈ.. હું તમારી હત્યાની ચોક્કસ તારીખ ખબર પાડવા માંગતો હતો તેથી આપણે તેને રોકવા પ્રયાસ કરી શકીએ…” સંદીપે મીનાબેનને સમજાવ્યું.

“આ ચિત્રો તારા મનનો ભ્રમ પણ  હોઈ શકે છે…. કદાચ તે હેલ્યુસીનેશન કે ઈલ્યુંશન હોઈ શકે…” મીનાબેને કહ્યું

“ના.. મમ્મી… આ ભ્રમ નથી, કે ભ્રમણાત્મક નથી.”

“તું કેવી રીતે કહી શકો છો?”

“મેં તે જાતે સાબિત કર્યું છે. હું સેંટ અન્ના હાઇ સ્કૂલમાં ગયો ત્યારે મેં જોયું કે મેં એ શાળાને પહેલા પણ દ્રષ્ટિ (વિજન)માં જોઈ હતી. પછી મેં મારી ધ્યાન દરમિયાનની દ્રષ્ટિમાં કવિતાને જોઈ અને મારી મુલાકાત શાળામાં કવિતા સાથે એ જ પથ્થરની બેંચ પર થઇ જ્યાં મેં વિજન દરમિયાન અમને બંનેને એકસાથે જોયા હતા.. એક મહિના પહેલાં મને એક બીજી ઘટનાની વિજન થઇ હતી… મેં સ્કૂલ નજીક એક કાર અકસ્માત જોયો અને કેટલાક દિવસ પછી મારી આંખોની સામે એ થયું – મેં શાળા આગળના એ જ સ્થળે અક્ષમાત થતા જોયો જ્યાં મેં વિજનમાં જોયો હતો. હું જાણું છું કે મારા અભાન મન ભવિષ્યની ઘટનાઓ જોઈ શકે છે અને તે ઘટનાઓ તે મારા ચેતન મનને વિજન સ્વરૂપે મોકલી આપે છે. હું મારી ઇચ્છા મુજબ કંઈ જોઈ શકતો નથી.. હું દ્રષ્ટિ પર કોઈ નિયંત્રણ રાખી શકતો નથી પણ મને ખાતરી છે કે મને મળતી વિજન એ જ ભવિષ્ય છે. એ કોઈ ભ્રમણા નથી.. હું ક્યારેય હાર નહિ માનું. મમ્મી, આપણે હત્યાના સમય અને ખૂનીના હેતુ વિશે જાણવું જોઈએ. આ બધું કરવા માટે મારી પાસે ઘણો સમય નથી તેથી મેં અભ્યાસ અને શાળામાં મારો સમય બગાડવાનો નિર્ણય લીધો નથી. હું શાળાએ જવાને બદલે ઘરે જ રહી સતત ધ્યાનમાં જઇ ખૂટતી વિગતો મેળવી આ બધું રોકવા માંગું છું.” સંદીપે કહ્યું. તેની આંખમાં આંસુ હતા.

મીનાબેને પુત્ર પર ગૌરવ અનુભવ્યો હતો કે તેણે એક દુઃસ્વપ્ન જેવા ખરાબ ભવિષ્યને જોયા બાદ પણ તેની સામે લડવા માટે આત્મવિશ્વાસ મેળવ્યો હતો… જે દુસ્વપ્ન કોઈ બહાદુર હૃદયને પણ તોડી શકે તેવા દુસ્વપ્ન સામે એ બાળક હોવા છતાં લડવા તૈયાર થયો હતો.. તે ખૂબ જ બહાદુર અને મજબૂત હતો.. તેના નાનકડા હૃદયમાં એટલી હિમ્મત જોઈ કોઈને પણ આશ્ચર્ય થાય તેમાં કોઈ બે મત ન હતા.. અંધકારમય વાતાવરણમાં તે જીવનને ઉજાળવાના પ્રયાસો કરી રહ્યો હતો… અંધકાર સામે લડી રહ્યો હોવા છતાં તેની આંખોમાં અજાણ્યી ચમક હતી. અને તે ચમક કોઈ આશાના કિરણ જેવી હતી.

“તારી ભવિષ્યની દ્રષ્ટિ(વિજન) મુજબ આપણે ફક્ત ધારણા જ કરી શકીએ છીએ.” મીનાબેને કહ્યું

“શું ધારણા… મમ્મી..?” સંદીપે આતુરતાપૂર્વક પૂછ્યું.

“એવું લાગે છે કે તને આંશિક રૂપે પ્રીકોગ્નીજેશન ઍક્સેસ મળ્યું છે પણ તું તેના પર સંપૂર્ણ ઍક્સેસ મેળવવા માટે અસમર્થ છો. જેમ જેમ તારું મન પરિપૂર્ણ થતું જશે તેમ તેમ તારુ સભાન મન તારા અચેતન મનને નિયંત્રિત કરવામાં સક્ષમ બનશે. તારા સભાન મનને તારા અચેતન મનમાંથી માહિતી મળે છે પણ તે સપૂર્ણ માહિતી મેળવે તે પહેલાં મેમરી રીસીવ કરવાના ભારને કારણે તારા સભાન મન અને અભાન મન વચ્ચેનો સેતું તુટી જાય છે. એટલે કે દરેક ધ્યાન પછી તારી પાસે હંમેશાં એક અસ્પષ્ટ સ્નેપશોટ હોય છે. તારું ચેતન મન સંપૂર્ણ સમાધિની સ્થિતમાં જઇ શકતું નથી… ધ્યાન ધારણા અને સમાધિ એ અષ્ઠ અંગી યોગના અંતિમ ત્રણ અંગો છે. તું ધ્યાન દરમિયાન ઊંડો જઇ શકે છે અને ભવિષ્યની ધારણા લગાવી શકે છે પણ તું સમાધિની સ્થિતમાં જઇ શકતો નથી આથી તને એકાદ ક્ષણ કરતા વધુ સમાધિની સ્થિતિમાં રહેવાની એક્સેસ મળતી નથી.. તેનાથી વધુ યાદ રાખવાની કોઈ ઍક્સેસ નથી. તારી ઉંમરે કોઈ પણ વ્યક્તિને પ્રીકોગ્નીજેશન પર સંપૂર્ણ  કાબુ મેળવવો અશક્ય છે. હું હજુ પણ આશ્ચર્યમાં છું કે તું કેવી રીતે એક અસ્પષ્ટ દ્રશ્ય પણ યાદ કરી શકો છો ….? ફ્યુચર દ્રષ્ટિ ટેલિપથી અને ટેલિકાઈનેસીસ કરતાં વધુ અદ્યતન સિદ્ધિ છે, જે લાંબા અને શક્તિશાળી અને પરિપક્વ મન સાથે યોગની પ્રેક્ટિસ પછી પ્રાપ્ત કરી શકાય છે. પ્રેક્ટિસ અને વર્ષોની તાલીમ, પછી ટેલેપથી અને ટેલીપોરટેશન મળી શકે છે. હું વર્ધમાન અને કેટલાક સાધુઓને જાણું છું જે ટેલેપથી અને ટેલેકાઈનેસીસ પર કાબુ ધરાવતા હતા પરંતુ ભવિષ્યનો દ્રષ્ટિકોણ (પ્રીકીગનીજેશન) તેમના માટે પણ એક સ્વપ્ન હતું.” મીનાબેને કહ્યું.

“તો પછી હું આ શક્તિ કેવી રીતે મેળવી શકું છુ? શા માટે મને ભાવિ દ્રષ્ટિ શક્તિ મળી છે? “સંદીપે પૂછ્યું.

“મહર્ષિ પતંજલિનો સિદ્ધાંત અહીં લાગુ છે. પતંજલિના યોગ સૂત્ર iv.1 માં, ‘જનતા અસુધિ મંત્ર તપહ સમમાહ સિદિહ્યા’ મુજબ કહયુ  છે આ શ્લોક મુજબ સિધ્ધિઓ (સિદ્ધિ)  જડીબુટ્ટીઓ, રસાયણ, સ્વ-શિસ્ત અથવા સમાધિનો ઉપયોગ કરીને પ્રાપ્ત થઈ શકે છે. પણ એ સાથે સાથે પૂર્વ જન્મના સંસકારોને લીધે પણ યોગની કેટલીક સિધ્ધિઓ મળી શકે છે અને કદાચ તને પૂર્વ જન્મના સંકારોને લીધે જ આ સિધ્ધિઓ મળી છે બાકી યોગના મહાન સાધકો માટે પણ ભવિષ્ય જોવું એ સિદ્ધિ એક સપના સમાન હોય છે.” મીનાબેને કહ્યું.

“શું વિજ્ઞાન એવું માને છે, મમ્મી?” સંદીપે  પૂછ્યું.

“આધુનિક વિજ્ઞાન માને છે કે બેભાન અથવા અર્ધજાગ્રત મનમાં આવેલી યાદોને પુનઃ પ્રાપ્ત કરવી શક્ય છે. અર્ધજાગ્રત મનમાં છૂપાયેલા પાછળના જીવનની સૂક્ષ્મ યાદ દાસ્ત…. તે પુનઃપ્રાપ્ત કરી શકાય છે. જો આપણા સભાન મનને તેની અચાનક જરૂર હોય તો પણ તને આપવામાં આવેલ મેડિટેશનની ટ્રેઈનીગ સામાન્ય યોગ પ્રેક્ટિશનર્સની યોગ વર્ગોમાં તેમના વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ જેવી હતી. એમના સમાન હતી. એ તાલીમ વડે એ શક્ય નથી. તને આ માટે તાલીમ આપવામાં આવી ન હતી. તે પ્રાપ્ત કરેલ ધ્યાનનું સ્થાન જે મેં તને શીખવ્યું તે કરતાં હજારો ગણું વધુ ઊંચું સ્થાન છે. મારા સંશોધનના કાર્ય દરમિયાન મેં ઘણા યોગીઓ અને સાધુઓની મુલાકાત લીધી હતી પરંતુ કોઈએ પણ આવી શક્તિ હોવાનો દાવો કર્યો નહોતો. મને લાગે છે કે હાલના સમયમાં આવી શક્તિનો પુરાવો મેળવો લગભગ અશક્ય છે. આધુનિક વિજ્ઞાનીઓ અને મનોવૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયેલ છે કે જો  અર્ધજાગ્રત મન સક્રિય હોય તો જીવનના કોઈ પણ તબક્કામાં અર્ધજાગ્રત મન નિષ્ક્રિય સ્મૃતિઓના સિદ્ધાંત મુજબ તે(સુક્ષ્મ યાદો) મેળવી શકે છે. તે આધુનિક વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા સાબિત થયેલ છે. તારા અર્ધજાગ્રતને એ જ પરિસ્થિતિ મળી છે, ધ્યાનની અવસ્થામાં તારુ સભાન મન તેની સભાનતા ગુમાવી નાખે છે અને અભાન સ્થિતિમાં તે ધારણા (યોગનો 7 માં પરિબળ)માંથી પસાર થાય છે અને તે જ સમાધિ તરફ જવાનું પગથીયું છે. જો તારું સભાન મન સમાધિની તે અવસ્થામાં અજાણતા જાય તો તે તેમાંથી ક્યારેય પાછું નહીં આવી શકે.. જેને સામાન્ય ભાષામાં કોમાની સ્થિતિ કહે છે.. તારા અર્ધજાગૃત મને છેલ્લા જીવનની સૂક્ષ્મ યાદો અને જ્ઞાનનો ઉપયોગ કરીને અર્થઘટન કર્યું હશે અને તું કોમામાં પહોચી જાય તે પહેલા તે પ્રક્રિયા બંધ કરી દીધી હશે. આ રીતે, તારુ સભાન મન સભાનતા પાછી મેળવી શક્યું હશે.. ધ્યાન પછી  જ્યારે તારું મન અભાન અવસ્થામાંથી બહાર નીકળ્યું ત્યારે તને માત્ર એક જ દ્રશ્ય યાદ હશે જે તે જોયું હતું. જ્યારે તારું સભાન મને અભાન અવસ્થામાંથી તેની સભાનતા પાછી મેળવી હતી. એ સમયે સમયના સૌથી નાના તબક્કા દરમિયાન દેખાયેલ એક સ્નેપશોટ તારા સભાન મને મેળવ્યો હશે જે  સ્નેપશોટને તું યાદ કરી શકો છો.” મીનાબેને જે સમજાવ્યું તે સંદીપ માટે જરાક અઘરું હતું.

“પરંતુ દરેક ધ્યાન પછી શા માટે હું માત્ર એક જ દ્રશ્ય યાદ રાખી શકું છું?”

“તે કરેલા દરેક પ્રયત્નોમાં, તારા અર્ધજાગ્રત મને એક જ તબક્કે તને સમાધિમાં પહોચતો અટકાવી પ્રક્રિયા બંધ કરી દીધી હશે અને દરેક વખતે તને એક જ દ્રશ્યનો વધુ સ્પષ્ટ સ્નેપશોટ મળ્યો હશે.”

“હું વધુ ઍક્સેસ મેળવી શકુ છું?”

“ના, તું ન કરી શકે…. તું વધુ એક્સેસ ન મેળવી શકે.. જો તું વધુ પ્રયત્ન કરીશ અને તારા મનને દબાણ કરીશ તો તે તારા મનને કોમા તરફ દોરી શકે છે… જો તારું અર્ધજાગ્રત મન તારા સભાન મનને અભાન બનવાની પ્રક્રિયાને રોકવામાં નિષ્ફળ જાય તો તું કાયમ માટે કોમામાં જઇ શકે છે અથવા યાદદાસ્ત ગુમાવી શકે છે. તારે મને વચન આપવું  જોઈએ કે તું  હવે પ્રયત્ન કરીશ નહીં…” મીનાબેને કહ્યું કારણ તેઓ જાણતા હતા કે જો આ ઉમરે સંદીપ એ પ્રયત્ન કરશે તો કોમામાં જશે..

“ના, મમ્મી…. હું તને વચન આપી શકતો નથી હું મારા જીવનનું જોખમ લઈશ, પણ હું તમને બચાવીશ.”

“જીવનનું જોખમ લેવાની તારી તૈયારી ભવિષ્યને બદલી શકતી નથી. જ્યાં સુધી આપણે ભૂતકાળમાં ફેરફાર ન કરીએ ભવિષ્ય બદલાઈ શકે નહિ… આપણી પાસે ભૂતકાળને બદલવાનો કોઈ ઉપાય નથી બેટા. હું  તારા પપ્પાને મૃત્યુ પહેલાં મૃત્યુના ભય હેઠળ  જીવતા જોવા નથી માંગતી. આપણે એમને કઈ જ નહિ કહીએ… આપણે કશું બન્યું નથી એવો ડોળ કરવો જોઈએ જેથી તારા પપ્પા તેમના છેલ્લા દિવસ સુધી સુખ પૂર્વક જીવી શકે.. આપણે આપણી લાગણીઓ છુપાવવી જોઈએ.. શાળામાં ન જોડાવવાના તારા નિર્ણયને લીધે તારા પપ્પાને ખુબ દુખ પહોચ્યું છે, તારા પપ્પા એમના અંતિમ દિવસો સુખ અને સંતોષ પૂર્વક જીવી શકે તે માટે તેમની જે ઈચ્છા છે એ આપવા માટે તારે શાળામાં જોડાવું જોઈએ. ભવિષ્યમાં, તારી પાસે તારી શક્તિઓ પર સંપૂર્ણ કાબુ હશે. તું તારી શક્તિનો ઉપયોગ કરીને અમારી હત્યાના રહસ્યને હલ કરી શકશો. ભવિષ્યમાં, તને એન.પી.એફ. મેળવવાનો રસ્તો મળશે, અને એન.પી.એફ.નો ઉપયોગ કરીને તું ભૌતિકશાસ્ત્રના તમામ નિયમોને તોડવામાં અને ચોથું પરિમાણમાં એટલે કે સમયમાં મુસાફરી કરવામાં સફળતા મેળવિશ. મને ખાતરી છે કે તું તે કરી શકશો. તારા નિર્ણયથી કવિતા અને તેના માતા-પિતાને પણ દુખ  થયું છે. કવિતા અમને તેના ભગવાન માને છે. હવે જરાક વિચાર કે અમારા મૃત્યુના દિવસ પછી તેનું અને તેના પરિવારનું શું થશે. તેમની માનસિક સ્થિતિ વિશે અનુમાન કર. તેમના મનની સ્થિતિ શું હશે? કવિતા અને તેના માતા-પિતા અમારા મૃત્યુના આંચકા પછી પોતાની જાતને પુનઃપ્રાપ્ત કરી શકશે નહીં. તે અને તેણીના કુટુંબની સંભાળ રાખવાની તારી જવાબદારી છે. તારે તેમની સાથે રહેવાનું છે. તું એમની સાથે સુરક્ષિત રહેશે અને  તેઓ તને જીવંત જોઈને અમારા મૃત્યુ નું દુખ અને આ દુઃસ્વપ્ન ભૂલી જઈ શકશે. તારે આપણી કંપનીમાં તેમની નોકરી સુરક્ષિત રાખવી પડશે.” કહેતા કહેતા મીનાબેન ક્યારે ઉભા થયા અને સંદીપ નજીક ગયા એ બેમાંથી એકેયને ખ્યાલ પણ ન રહ્યો એટલા ડૂબી ગયા હતા.

“મમ્મી, આ બધું હું એકલો ન કરી શકું…”

“પરંતુ હું તારા પર  વિશ્વાસ કરું છું. ભગવાને તને ભવિષ્ય દેખાવાની શક્તિ આપી છે મતલબ ભગવાન પણ તારામાં માને છે. તેમણે તને ભાવિ દ્રષ્ટિ આપીને તને એક મોટી જવાબદારી આપી છે અને તેથી તે બાકીની તમામ કામ કરવાની શક્તિ પણ તને આપશે. જો બેટા અમે મરતા પહેલા પોતાના એકના એક દીકરાને કોમામાં જોઇને જવા નથી માંગતા… મને વચન આપ કે તું ફરીથી એ દ્રશ્ય જોવાનો પ્રયાસ નહિ કરી… મને વચન આપ કે તું શાળાએ જશે અને એવી રીતે જીવશે જાણે કશું થયું જ નથી.” મીનાબેને સંદીપને સમજાવતા કહ્યું.

“હા… મમ્મી હું વચન આપું છું હું અંતિમ સમયે તમને દુખી નહિ થવા દઉં અને હું ભવિષ્યમાં એન.પી.એફ. મેળવીશ અને ચોથા પરિમાણમાં પરવાનગી મેળવીશ.” સંદીપે કહ્યું.

“તારે તારા મામા વર્ધમાનને શોધવા પડશે અને ત્રીજું પ્રકરણ ક્યા છે એ પતો લગાવવો પડશે… એ ત્રીજું પ્રકરણ તને ભૂતકાળમાં જવાની પરવાનગી આપશે.” મીનાબેને કહ્યું.

“ત્રીજું પ્રકરણ??? એ શું છે મમ્મી..?”

“એ જયારે તું મામાને શોધી લઈશ ત્યારે તને સમજાઈ જશે.” મીનાબેને કહ્યું.

“તો આપણે અત્યારે મામાને શોધી લઈએ તો આ બધું રોકી ન શકાય?” સંદીપના અવાજમાં આશાનું કિરણ હતું.

“ના એ શક્ય નથી… મામા ક્યા છે એ કોઈને ખબર નથી. તેમના ગુરુ સાથેની લડાઈ બાદ તેઓ મને એકવાર મળ્યા હતા અને ત્યારબાદ અદ્રશ્ય થઇ ગયા છે. હું છેલ્લા એક વર્ષથી મારા રીસર્ચ માટે અલગ અલગ સ્થળે ફરતી રહી છું. હું કેટલાય લોકોને મળી છું જે વર્ધમાનને જાણતા હતા પણ કોઈ પાસેથી મને એના સમાચાર મળ્યા નથી.” મીનાબેને કહ્યું.

“તો હું એમને કઈ રીતે શોધી શકીશ?” સંદીપે ઉદાસ સ્વરે કહ્યું.

“જયારે તું પ્રીકોગનીજેશન પર સંપૂર્ણ કાબુ મેળવી લઈશ ત્યારે તું તારી વિજનમાં મામાને જોઈ શકીશ અને એમને શોધી શકીશ પણ એ કરવા માટે તારી ઉમર હજુ નાની છે… તારું મન પરિપક્વ નથી કમ-સે-કમ તું વીસ વર્ષનો થાય એ બાદ જ એ શક્ય છે.” મીનાબેને કહ્યું.

“હા, મમ્મી હું મામાને શોધીશ અને ભૂતકાળમાં પાછો આવીશ.” સંદીપે આત્મવિશ્વાસ સાથે કહ્યું.

*

હાલમાં વર્તમાન સમયે:

“હું તેના મનને હવે વધુ વાંચી શકતી નથી.” કવિતાએ આંખમાં આંસુઓ સાથે કહ્યું.

તુષારે જોયું કે તેના પિતાની આંખો પણ ભીની થઇ ગઈ હતી.. તેના પિતા, એક બહાદુર વ્યક્તિ હતા જે ક્યારેય કોઈ પણ દુખ સામે તૂટે એમાના વ્યક્તિ ન હતા છતાં સંદીપ અને તેની મમ્મી વચ્ચેની વાતચીત સાંભળ્યા બાદ તેઓ જાણે ટુકડાઓમાં તૂટી ગયાં તે જોઈને તુષારને પણ આઘાત લાગ્યો.

“આપણે આ પરિવારને બચાવવો જ જોઈએ.” રીશીકુમારે કહ્યું. તેમણે પ્લાસ્ટિક બોટલ હાથમાં લીધી અને પોતાની જાતને સ્વસ્થ બનાવવા થોડુક પાણી પીધુ. બોટલને જમીન પર ફેંકી દીધી અને તે જમીન પર પડેલ બોટલને એક હાર્ડ લાત આપી. તુષાર તેમની માનસિક સ્થિતિ સમજતો હતો.. તેને ખયાલ આવી ગયો કે પપ્પા ગુસ્સામાં છે.

રિશી કુમાર વિચારોમાં ડૂબી જાય છે, “ફક્ત એક અશક્ય હકીકત… પૂર્વજ્ઞાનની શક્તિ વગર મીનાબેને કેવી રીતે દેવાનામ સહ ક્રીડા અનુદર્શનમની સાચી મેથડ નિષ્ફળ પ્રયોગોમાં છુપાવી હશે?”

“તે જાણવા માટે આપણી પાસે માત્ર એક જ રીત છે.” આનંદે પોતાના વિચારોમાંથી બહાર આવતા જણાવ્યું.

“શું?” કવિતાએ કહ્યું.

“ભૂતકાળને બદલાવો પડશે… જ્યાં હું કહું ત્યાં કવિતાએ ભૂતકાળમાં થોડાક ફેરફાર કાળજીપૂર્વક કરવા પડશે…”

રિશી કુમારે તેમને ચેતવણી આપતા કહ્યું, “આનંદ તારી લાગણીઓને નિયંત્રિત કર… હાર્મની.. આપણે તેને તોડી શકતા નથી.”

“હું નિયમો જાણું છું રિશી.. તે નિયમો  મારા માટે અજાણ નથી.. ભૂતકાળમાં થોડોક ફેરફાર મહાન મદદ કરી શકે છે. કંઈપણ બદલ્યા વિના આપણે કંઈપણ મેળવી શકતા નથી, કોઈ પણ માહિતી જેની આપણને જરૂર છે એ ભૂતકાળ બદલ્યા વિના મળી શકે તેમ નથી..”

રિશી કુમારે એ તેને સમજાવતા કહ્યું, “પણ આપણે હજુ સમજવું પડશે કે દુશ્મન કોણ છે?”

“દુશ્મનને હું ઓળખી ચુક્યો છું… એ સ્વામી છે.. વર્ધમાન ગુમ થયો એ પહેલા તેનો ગુરુ એક કૌભાંડમાં પકડાયો હતો… વર્ધમાન સ્વામીને ભગવાન સમાન માનતો કેમકે સ્વામી પાસે યોગની સિધ્ધિઓ હતી પણ જયારે સ્વામીના જ આશ્રમમાં એક મહિલા કે જેના પર સ્વામીનું યોગબળ ન ચાલી શક્યું તેણીએ બળવો કર્યો અને પોલીસ તથા સી.બી.આઈ.ને એ મહિલાએ પ્રૂફ આપ્યા કે સ્વામી પાસે એક ભોયરામાં બસો જેટલી મહિલાઓ કેદ છે ત્યારે સ્વામીની ધરપકડ કરવામાં આવી અને વર્ધમાનને સ્વામીની સચ્ચાઈ ખબર પડી… સ્વામી સામે એ મહિલાએ વિડીયો પ્રૂફ રજુ કર્યા હતા માટે તેનું જીવનભર જેલ બહાર આવવું અશક્ય હતું અને તે બહાર આવવા એક જ ચીજ કરી શકે તેમ હતો જો તે ભૂતકાળને બદલે અને એ મહિલાને તેણીએ પોલીસ અને સી.બી.આઈ.ને પ્રૂફ સોપ્યા એ પહેલા જ મારી નાખે. પણ એ માટે એને જરૂર હતી ત્રીજા પ્રકરણની. અને સ્વામીએ એ પ્રકરણ મેળવવા માટે પોતાના સૌથી હોનહાર અનુયાયી વર્ધમાનને મુક્યો પણ વર્ધમાન સ્વામીની હકીકત જાણી ગયો હતો એટલે એને એ શેતાન ક્યારેય જેલના સળિયામાંથી બહાર ન આવી શકે એ માટે જે દસ કોપીઓ એ પુસ્તકની આ દુનિયામાં હયાત હતી એ બધામાંથી ત્રીજું પ્રકરણ ગાયબ કરી નાખ્યું.. તેણે એ માહિતી કોઈ અજ્ઞાત સથળે છુપાવી નાખી. પણ સ્વામીના અન્ય અનુયાયીઓ વર્ધામાનની શોધમાં નીકળી પડ્યા અને એક દિવસ વર્ધમાન તેમના હાથમાં સપડાઈ ગયો અને તેમણે વર્ધમાનને મારી નાખ્યો.” આનંદે કહ્યું.

“તો પછી સ્વામીના અનુયાયીઓએ મારી પત્નીને કેમ મારી? તેઓ મારા પરિવાર પાછળ કેમ છે? અને સંદીપના પરિવારને કેમ મારી નાખ્યો?” રીશીકુમારે કહ્યું.

“એ જાણવા ભૂતકાળ બદલાવો પડશે.” આનંદે કહ્યું.

“હા, હું ભૂતકાળ બદલવા તૈયાર છું.” કવિતાએ કહ્યું, “ક્યારે અને મારે ત્યાં શું બદલવું જોઈએ?”

“ભૂતકાળમાં જઇ યોગ્ય સમય સુધી રાહ જો, હું તને જાણ કરીશ તારે ક્યાં શું બદલવાનું છે.” આનંદે કહ્યું.

કવિતા ફરી એક વાર ભૂતકાળમાં સ્વીચ થઇ ગઈ. તુષાર, રિશી કુમાર અને આનંદ ત્રણેય હજુ આઘાતમાં હતા…. જે થયું એ બધું અશક્ય જેવું હતું છતાં હકીકત હતી….. સંદીપનું રહસ્ય હવે આનંદ અને રિશી કુમારને પણ સમજાઈ ગયુ. એ બધા પાછળ વર્ધમાન રહસ્ય હતા… વર્ધમાન સંદીપના મામા હતા.

લેખક : વિકી ત્રિવેદી અને મહેન્દ્ર ત્રિવેદી….

ક્રમશ: વધુ આવતી કાલે.

One Reply to “સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -22)”

Comment here