પછી યાદ આવ્યું


ચમકતી ચાંદનીએ મને છેતર્યો હતો
ચાંદનેય છે એક દાગ, એ પછી યાદ આવ્યું

આકાશમાં એ ઉઘાડે મને છેતર્યો હતો
સૂરજ તો છે એક આગ, એ પછી યાદ આવ્યું

મહેંકતા ફૂલોએ મને છેતર્યો હતો
ડાળીનેય હોય કાંટા, એ પછી યાદ આવ્યું

રિમઝીમ ઝડીએ મને છેતર્યો હતો
કાદવમાં ઉડે છે છાંટા, એ પછી યાદ આવ્યું

સાગરની લહેરોએ મને છેતર્યો હતો
ઉતરો તો ડૂબાય, એ પછી યાદ આવ્યું

નિર્દોષ સ્મિતે મને છેતર્યો હતો
ચહેરા તો બદલાય, એ પછી યાદ આવ્યું

સંબંધની ફૂટતી કૂંપળે મને છેતર્યો હતો
એ હતા અપરિચિત, એ પછી યાદ આવ્યું

ગુંજતી મહેફિલે મને છેતર્યો હતો
હું હતો ઉપેક્ષિત, એ પછી યાદ આવ્યું

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

2 Replies to “પછી યાદ આવ્યું”

Comment here