નેન્સી કીડનેપીંગ કેસ

                    મેજર ત્રિવેદી – ધ સ્પાય નેકસ્ટ ડોર

           

                                       2. નેન્સી કીડનેપીંગ કેસ

    મુંબઈની ભીડભરી સડકો ઉપર ગાડીઓ ગાંડાની જેમ દોડી રહી હતી! એવું લાગતું હતું જાણે કે દરેક કાર એકબીજા સાથે હરીફાઈમાં ઉતરેલ હોય અને કોઈ મોટી રકમનું ઇનામ જીતનારને મળવાનું હોય એવી તેઝ ઝડપે સોફરો એ કારોને હંકારી રહ્યા હતા પણ મુંબઈની સડકો પર કોઈ રેસ ન લગાવે એ દેખીતી વાત છે. હા, એ સડકો પર કાયમી રેસ જ લાગેલી હોય પણ પેલી નક્કી રકમ જીતવાની રેસ નહી પણ જીંદજી સાથે લગાવેલી ક્યારેય ખતમ ન થાનારી રેસ, કોઈ ચાલક દર્દીને દવાખાને પહોંચાડવા ઉતાવળે ગાડી દોડાવી રહ્યો હોય તો કોઈ સોફર તેના માલીક ડોક્ટરને ઓપરેશન થિયેટરે સમયસર પહોંચાડવા રોડ સાથે રેસ લગાવી રહ્યો હોય, કોઈ ચોર પોલીસ સાથે રેસ લગાવી રહ્યો હોય તો ક્યાંક પોલીસ ચોર સાથે રેસ લગાવી રહી હોય!

મુંબઈની સડકને રેસનું મેદાન તો કહીજ શકાય પણ ખાલી ગાડીઓની જ રેસ નહીં માનવોની પણ ખરી! આ સડકો પર રોજ લાખો લોકો રેસ લગાવતાં હોય છે. બધાજ કંઈ ને કંઈ મેળવવાની રેસમાં લાગેલા હોય છે.

એ દિવસે પણ મુંબઈની એક સડક એવીજ રેસમાં વ્યસ્ત હતી. વાહનો તેમની રેસમાં વ્યસ્ત હતા ને માનવો તેમની રેસમાં મશગુલ હતા. કોઈ શોપિંગમાં તો કોઈ સેલીગમાં, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈને એકબીજા તરફ જોવાની પણ દરકાર ન હતી. માણસો જીવતા ભૂતની જેમ પૈસા પાછળની દોટમાં મશગુલ હતા. એ પાગલ દોડમાં બસ એક વ્યક્તિ કોઈ અન્ય માટે ચિંતિત હોય એવું લાગતું હતું એ હતો ઇન્સ્પેક્ટર ભૈરવ. એ ગ્લોબ ફોર યુ મોલ આગળ ઉભો હતો, તેની નજર મોલ આગળની પાર્કિંગ માટેની જગ્યા પર હતી, એની સૂકી લાલ આંખો એ જગ્યાને જોઈ રહી હતી, આસપાસ ભીડ હતી પણ બધા એ વાતને ભૂલી ગયા હતા કે આજ પાર્કિંગ લોટમાંથી ત્રણ દિવસ પહેલા નેન્સી અગ્રવાલ લાપતા થઈ હતી. મુંબઇમાં છાસવારે હત્યાને આત્મહત્યા થતી રહે છે. લોકો એ ભૂલી જાય છે ને આ ઘટના તો એમના માટે સામાન્ય હતી. મુંબઈના લોકો બધુ ભૂલી જાય છે એમની યાદદાસ્ત ખુબજ કમજોર હોય છે. અગર કોઈ નહોતું ભુલ્યું તો એ હતો ઇન્સ્પેકટર ભૈરવ. એની જગ્યાએ બીજો કોઈ પોલીસ અધિકારી હોત તો એ પણ આ વાતને ભૂલી ગયો હોત પણ ભૈરવ જાતનો રજપૂત હતો ને ફરજ પ્રત્યે વફાદારી એના લોહીમાં હતી. એના બાપ દાદા એ શિવાજીની ફોજમાં કામ કરેલું, એના લોહીમાં મરાઠા રાજપૂતની વફાદારી વહેતી હતી. એનો ચહેરો કરડો હતો ને એના પર રહેલ વાંકડી મૂછો એને એજ એના પૂર્વજો, શિવાજીની અણનમ સેનાના સિપાહી જેવો દેખાવ આપતી હતી. સામાન્ય લોકો તો શું પણ એનાથી ઉપરી અમાલદારોએ એનાથી જરાક દૂર રહેવામાંજ પોતાનું હિત જોતાં. એ તેને સાચી લાગતી વાત કહેતા જરાયે સંકોચ ન રાખતો પછી ભલે એ સામે વાળાને ગમે એટલી કડવી જ કેમ ન લાગે! એની જીભ તિર જેવી હતી અને કોઈ એવું ન ઈચ્છે કે તિર આવીને તેની છાતીમાં ઘૂસે. દુઃખને નોતરું આપવાનું કોઈ પસંદ નથી કરતું ને એથીજ કોઈને એ વાતની ફિકર  ન હતી કે નેન્સી અગ્રવાલનું અપહરણ થયુ છે પણ બધાને એ વાતની ફિકર હતી કે ક્યાંક ભૈરવની નજરે ન ચડી જવાય એટલે બધા સંભાળીને એનાથી દુર જ ચાલતા હતા ને એટલેજ આટલી ભીડ વાળી જગ્યા વચ્ચે ઉભા રહીને પણ મડર સ્પોટનું નિરીક્ષણ કરવામાં એને કોઈ તકલીફ ન હતી પડતી. બાકી બીજા કોઈ અધિકારી એ આજ કામ કરવું હોય તો આ જગ્યા પર બધે પોલીસ લખેલ રીબન્સ બાંધવી પડત ને લોકોને દૂર રાખવા ચાર હવાલદારોને ડ્યુટી પર લગાવવા પડત!

ભૈરવ એ ઘટના સ્થળને જોઈ રહ્યો હતો, આજે તેની કોરી આંખો જરાક ભીની લાગતી હતી, એના સુસ્ક લાલ રંગમાં એક લાલાશ અલગ તરી આવતી હતી. એ લાલાશ હતી લાગણીઓની, આજે એ કોરી આંખોમાં લાગણીઓની ભીનાશ છલકી રહી હતી. નેન્સી તેના મિત્ર વિનય અગ્રવાલ ની એકને એક દીકરી હતી. વિનય એની સાથેજ પોલીસમાં કામ કરતો હતો. લગભગ આઠેક વરસ પહેલાં ગાયો ભરીને કતલ ખાને જતી ટ્રકની માહિતી પોલીસના ખબરી જગલા વાઘરીએ આપેલી, જગલો આમતો દારૂડિયો પણ દેવીપૂજકનો દીકરો એટલે ગાયને માતા સમજતો. એણે પોલીસને માહિતી આપેલી ને એ માહિતીને આધારે ભૈરવ અને વિનય એ ટ્રકને પકડવા માટે બ્રિજ પર રોડ વચ્ચે જીપ મૂકીને આડા ઉભા રહ્યા હતા પણ ટ્રક ડ્રાઇવરે ગાડી રોકવાને બદલે જીપ ને ટક્કર મારીને ટ્રક દોડાવી મૂકી હતી. વિનયે ધક્કો મારીને ભૈરવને તો બચાવી લીધો હતો પણ એને ગંભીર ઇજાઓ થઈ અને ભૈરવ એને દવાખાને લઇ જય એ પહેલાજ મૃત્યુ પામ્યો હતો. ભૈરવ એને બચાવી તો નહતો શક્યો પણ એને વચન આપ્યું હતું કે એ નેન્સીને પોતાની દીકરીની જેમ સાચવશે, એને ભણાવસે અને સારા ઘરે પરણાવશે. પણ એના બધા વચન જુઠ્ઠા પડી ગયા હતા એ નેન્સીને બચાવી ન હતો શક્યો. આજે એ અહીં ઉભો હતો. શુ એ સપોટ ને ફરી જોવા આવ્યો હતો? ના એવું તો ન હતું એ અહીં આવી બધુજ તપાસી ગયો હતો, ડિટેકટિવ શર્મા અને તેની ટીમ પણ આવીને ગઈ હતી પણ કોઈને કોઈ કલુ મળ્યો ન હતો.આજે એ અહીં કોઈની રાહ જોઈ રહ્યો હતો મેજર ત્રિવેદીની, એ મેજર ત્રિવેદીની રાહ જોઈ રહ્યો હતો. તમને થશે કે મેજર તો ભૂત છે એને શોધવો અશક્ય છે તો ભૈરવે એને બોલાવ્યો કેવી રીતે?

બે વરસ પહેલાં મુંબઇમાં બોમ્બબ્લાસ્ટ કરવાના હેતુથી આતંકવાદી ગ્રુપના કેટલાક માણસો આવેલા ને એમને પકડવાનું કામ મેજરને મળેલું. એ સિક્રેટ મિશન હતું પણ ભૈરવની ઈમાનદારી પર હોમમિનિસ્ટરને ભરોસો હતો એટલે મેજરની સાથે એનેય મુકવામાં આવ્યો હતો. આમતો મેજર ક્યારેય ટીમમાં કામ નથી કરતો પણ એ વખતે એને ભૈરવ સાથે કામ કરેલુ એટલે ભૈરવથી એને મિત્રતા થઈ ગયેલ અને મેજરને શોધવો મેજરના મિત્રો માટે આસાન છે. મિત્રોને મદદની જરૂર હોય ત્યારે મેજરને શોધવોજ નથી પડતો એમ કહો તોય ચાલે. મેજર એવું ભૂત છે જે ગુનેગારો અને મિત્રો શુ કરી રહ્યા છે એ તે હંમેશા જાણતો જ હોય!!!!!

અચાનક ભૈરવનું ધ્યાન સામેની કોફી શોપ પર ગયું. એક ખડતલ અને મજબૂત બાંધાનો વ્યક્તિ ટેબલ પર બેસી કોફી પી રહ્યો હતો એના કાળા જાકીટ અને નેબલર સુઝ જોતાજ  ભૈરવ એને ઓળખી ગયો. એ મેજર હતો પોતાની સપોર્ટ કેપ વડે પોતાનો ચહેરો અડધો ઢંકાઈ જાય એમ માથું જરાક નમાવી મેજર કોફીની ચૂસકીઓ લઇ રહ્યો હતો.
થોડાક સમય પછી મેજર અને ભૈરવએ કોફીશોપ પાછળની ખુલી જગ્યામાં હતા.
“નેન્સી કિડનેપ થઈ ગઈ છે.” ભૈરવે શરૂઆત કરી.
“ક્યાંથી?” મેજરે સવાલ કર્યો. કોણ  ભૈરવી? એવો સવાલ ન કર્યો એનો અર્થ એ હતો કે એ જાણતો હતો કે નેન્સી કોણ છે. મેજર અજાણ્યા વિશેય બધું જાણી લે છે તો ભૈરવ તો એનો મિત્ર હતો એના મિત્રના પરિવાર વિષે એ ન જાણતો હોય એવું બને જ કેવી રીતે?

 

“હું જ્યાં ઉભો હતો એ મોલ આગળથી?” ભૈરવે જવાબ આપ્યો.
“ક્યારે?”
“બે દિવસ પહેલા 21 તારીખની સાંજે.”
“કયા સમયે?”
“એકજેટ સાતને તેવીસે.”
“જ્યારે એ કિડનેપ થઈ એ સમયે તારે એનાથી ફોન પર વાત ચાલુ હતી?”
“હા, પણ તને કઈ રીતે ખબર?”
તે સાતને તેવીસ નો એકજેટ સમય બતાવ્યો એ પરથી.” મેજરે પોતાના હાથમાં રહેલ કેટલાક કાગળો નીચે ફેંકતા કહ્યું.

“એ મારા માટે મારી દીકરી થિયે વધુ છે એને શોધવી…”
ભૈરવ તેનું વાક્ય પૂરું કરે એ પહેલાજ તેને વચ્ચે અટકાવી મેજરે કહ્યું, “તારી પાસે કયો ફોન છે?”
“ઇન્ટેક્સ એકવા ફાઈવ.” ભૈરવે મોડેલ નામ સુધી ડિટેલ આપી.

“મને તારો ફોન આપ અને નિરાંતે ઘરે જઈ સુઈ જા. તારી આંખો પરથી લાગે છે કે તું બે રાતથી ઊંઘેલ નથી.” મેજરે કહ્યું.

“શુ વાત કરે છે યાર? હું કેવી રીતે ઊંઘી શકું ? મારી દીકરી કોણ જાણે શુ હાલમાં હશે?” ભૈરવની આંખોમાં આંસુ આવી ગયા.

“કાલે સવારે તું જાગીશ એ પહેલાં નેન્સી ઘરે પહોંચી ગઈ હશે. સવારે ઉઠીને એના હાથની ચા પીજે, બસ હવે શાંતિ?”  મેજરે તેની પીઠ પર હળવી ટપલી મારતા કહ્યું.

ભૈરવે પોતાનો મોબાઈલ મેજરને આપ્યો. મેજરે તેને સિગાર લાવવા કોફીશોપ પાસેના એસ.ક્યુ. પાર્લર મુક્યો અને ત્યારે તે પાછો આવ્યો મેજર ત્યાંથી ગાયબ હતો. મેજર જાણતો હતો કે ભૈરવ તપાસમાં તેની સાથે આવવાની જીદ કરશે અને પુત્રીથી દૂર થયેલ ભૈરવ ગુસ્સામાં મિશનને જોખમમાં મૂકી શકે. આમેય મેજરની કામ કરવાની રીત જરાક અલગ જ હતી! ભાગ્યે જ કોઈ પોલીસ ઓફિસરને એ રીત પસંદ આવે એમાય ભૈરવ જેવા ઈમાનદાર અધિકારી કે જેને દરેક કામ કાનૂનની હદમાં રહી કામ કરવાનું ભૂત વળગેલ હોય એને તો મેજરની રીત પસંદ ન જ હોય.

એટલે મેજર એકલોજ નીકળી પડ્યો ગુનેગારોની તપાસમાં.

મેજર જ્યારે ગુનેગારોની તપાસમાં નીકળે ત્યારે તેનું મગજ સામાન્ય કરતા ચાર ગણી ઝડપે વિચારતું. એ હોટલ નયાબીની પાછળ આવેલ રોડ પર પહોંચ્યો. કદાચ એને શાંત અને સુમશાન સ્થળની જરૂર હતી. એને ભૈરવનો ફોન પોતાના જાકીટના ખિસ્સામાંથી બહાર કાઢ્યો અને પોતાની લેધર બેગમાંથી એક મીની વોકમેન કાઢી તેની સાથે જોઈન્ટ કરી નેન્સીએ કરેલ કોલને વોકમેનમાં રેકોર્ડિંગ કરી લીધો. મેજરે એકવાર એ રેકોર્ડિંગને ધ્યાનથી સાંભળ્યું ત્યારબાદ એ વોકમેનની નીચે ડાબી તરફ રહેલ બટનને દબાવ્યું જેના પર બી લખેલ હતું. એણે ફરી વોકમેનનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું આ વખતે વોકમેનમાંથી ભૈરવ અને નેન્સીનો અવાજ એકદમ ધીમો સંભળાતો હતો. જ્યારે નેન્સીને કિડનેપ કરવા આવેલ માણસોનો અવાજ ક્લિયર સંભળાતો હતો. એ વોકમેન મિલિટરીના સીક્રેટ મિશન દરમિયાન વપરાતા ગેજેટસ માનુ એક હતું જેમા મેઈન ઓડીઓ ને ડાઉન કરી બેકગ્રાઉન્ડ વોઇસને લાઉડ કરવાનું ફંકશન હતું. મેજર પાસે સીક્રેટ મિસનમાં વપરાતા મોટા ભાગ ગેજેટ્સ હોય છે ને એનું કારણ એ છે કે મિલિટરીમાં જ્યારે પણ કોઈ મહત્વનું ઓપરેશન કરવાનું હોય ત્યારે પ્લાન બનાવવા માટે મેજરને જ બોલાવાય છે. મિલિટરીના મોટાભાગના ઓપરેશનમાં મેજરની જ સ્ટ્રેટેજી અપનાવાય છે. એટલેજ ત્રિવેદી એક્સ મેજર હોવા છતાં એની પાસે દરેક લેટેસ્ટ હથિયાર હોય છે.

રેકોર્ડિંગ સાંભળ્યા બાદ મેજર સમજી ગયો કે કિડનેપ કરવા આવનાર લોકોમાં જે બધાને ઓર્ડર આપતો હતો અને નેન્સીનો ફોન ચાલુ હતો એ જોઈ બોલ્યો હતો કે કરલે અપને બાપસે આખરીબાર બાત તુજે તેરા બાપ મુજસે બચા નહીં પાયેગા. નેન્સી પણ હોશીયાર હતી એ લોકો જ્યારે એને કિડનેપ કરી રહ્યા હતા ત્યારે બુમો  પાડીને ફોનમાં સંભળાય એમ કહ્યું હતું કે એ ચાર લોકો છે ને એમાંથી બે ના હાથ પર માછલીનું ટેટુ બનાવેલ છે. નેન્સીને એમ કે એના સહારે ભૈરવ અંકલ એને શોધી લેશે પણ જ્યારે બુમો પાડી ત્યારે એ ફોનથી બહુ દૂર હતી ફોન મોંલના પગથિયાં પાસે પડ્યો હતો. એ લોકો એને પકડીને રોડ તરફ દૂર મેટાડોર પાસે લઈ ગયા હતા. ભૈરવ પાસે બેકગ્રાઉન્ડ વોઇસ ચેક કરવાનું ડિવાઇઝ નહિ હોય કે પછી તણાવમાં એ ચેક કરવાનું ભૂલી ગયો  હશે. જે હોય તે હવે અહીં મેજર હતો ને એને એ રેકોર્ડિંગ સાંભળી લીધું હતું.

કિડનેપર્સની વાતચીત અને ભાષા પરથી મેજર સમજી ગયો કે એ સ્કિન ટ્રેડમાં જોડાયેલ ગેંગના સાગરીતો હોવા જોઈએ અને માછલીનું ટેટુ એ કોઈ ગેંગની નિશાની હતી બસ જાણવાનું એ હતું કે એ કઈ ગેંગની નિશાની હતી. પણ એ કામ મેજર માટે કોઈ મુશ્કેલ કામ ન હતું. બસ એક જ વાત સમજવામાં જરાક મુશ્કેલ હતી કિડનેપર્સને આદેશ આપનાર બોસ એ કોણ હતો એ જાણવું જરાક મુશ્કેલ હતું કેમકે એની ભાષા મરાઠી હતી ને એણે બોલેલા વાક્યો બહુ ટૂંકા હતા. કોઈજ કલુ મળી શકે નહીં એટલે ટૂંકા! એણે નેન્સીને મેટાડોરમાં ધક્કો મારી કહ્યું હતું વેલકમ પણ એની વેલકમ બોલવાની રીત લંડનમાં રહેતા ટેક્ષી ડ્રાઈવર જેવી હતી. એ બ્રિટનમાં પ્રચલિત અને લંડનમાં ખાસ બોલાતી અંગ્રેજીની એક ડાયલેક્ટનો ઉપયોગ કરતો હોય એવું લાગ્યું. એનાથી વધુ કોઈજ કલુ નહીં પણ મેજર માટે એ કલુ પૂરતો હતો મેજર ત્યાંથી કેબમાં બેસી મિડનાઈટ કલબ આગળ ગયો. એ વિસ્તાર સ્કિન ટ્રેડ માટે જાણીતો છે. તમને રોડની બંને તરફ રૂપલલનાઓ જોવા મળી રહે! એમના પહેરવેશ અને પર્સ પરથીજ એ તમને ઓળખાઈ જાય એટલે મેજરને કઈ ખાસ મહેનત કરવી ન પડી. મેજર એક બ્લુ જીન્સ અને પિંક ટોપમાં સજ્જ ખભા પર બ્લેક પર્સ લટકાવેલ લલના(વેશ્યા) પાસે ગયો એ લગભગ છવીસેક વરસની હતી. મેજરને જોતા જ એણીએ પોતાનો  રોજનો ગ્રાહકને લુભાવવાનો પેતરો અપનાવ્યો. એણીએ મેજર પાસે ફોન માંગ્યો. એ એનો રોજનો પેતરો હતો પણ એની ઉંમર છવીસ હતી એ જાણતી નહતી કે એ પોતેજ મેજરના પેતરામાં ફસાઈ ચુકી હતી!

મેજરે તેને ફોન આપ્યા બાદ પાછો લેતી વખતે એ ફોન જાણી જોઈને રોડ પર પડી જવા દીધો પેલી લલના ગભરાઈ ગઈ એણીએ નીચા નમી તરત ફોન ઉઠાવ્યો પણ ફોનની સ્ક્રીન તૂટી ગઈ હતી. મેજર એની સાથે ફોન  બાબતે બોલાચાલી કરવા લાગ્યો. મેજર જાણતો હતો કે જેવો એ લલના સાથે માથાકૂટ કરશે જે ગેંગ લલના પાસે એ કામ કરાવતી હશે એ ગેંગનો કોઈ વ્યક્તિ આસપાસ હશે જે એને લલનાથી દુર ભગાડવા આવી પહોંચશે. ને સાચે એમજ થયું રોડની પેલી તરફ પાર્ક કરેલ બ્લેક ઇકો સપોર્ટમાંથી એક બ્લેક શર્ટ પહેરેલ વ્યક્તિ નીચે ઉતર્યો ને મેજર તરફ આવવા લાગ્યો મેજરે એ ગાડી તરફ એક નજર કરીને જોઈ લીધું કે એમાં બીજા બે વ્યક્તિઓ હતા જેમનો એક તેના દેખાવ પરથી આ ગેંગનો બોસ હોય એમ લાગતું હતુ. પેલો બ્લેક શર્ટવાળો વ્યક્તિ મેજર પાસે આવ્યો મેજરે તેના હાથ પર ધ્યાનથી જોયું એનો અંદાજ સાચો પડ્યો એ બ્લેક શર્ટના હાથ પર માછલીનું ટેટુ હતું. એણે આવીને મેજરને કોલરથી પકડી હચમચાવી નાખ્યો . મેજરે તેની પકડમાંથી છૂટવા માટે ફાફા મારતા હોય એવો દેખાવ કર્યો અને એ દરમિયાન એ બ્લેક શર્ટ વાળાના શર્ટના બટન પર બટન થીયે નાનો માઈક્રોફોન લગાવી દીધો. પેલા વ્બ્યક્તિ એ ત્યારબાદ મેજરને એક ધક્કો મારી દુર ખસેડી કહ્યું, “બીજી વાર આ એરિયામાં દેખાયો તો જાનથી મારી નાખીશ.  મેજર સોરી બોલી માફી માંગી ત્યાંથી ચાલ્યો ગયો.

ત્યાંથી ચાલતા બીજી ગળી સુધી આવી મેજરે ફરી એક કેબ ભાડે કરી તેમાં બેસી ગયો. તેણે ડ્રાઈવરને કહ્યું કે આજની આખી રાત માટે ટેક્ષી ભાડે કરે છે બસ સોફરે એ કહે એ મુજબ કરવાનું છે. સોફર એ માટે તૈયાર થઇ ગયો. મેજરે ટેક્ષિને ત્યાજ પડી રખાવી અને બેક સીટ પર બેસી પેલા વોકમેન સાથે  હેડફોન લગાવી પેલા બ્લેક શર્ટ અને ઈકો સપોર્ટમાં બેઠેલ વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીત સંભાળવા લાગ્યો. લગભગ પંદરેક મિનીટ વાતચીત સાંભળ્યા બાદ મેજરને અંદાજ આવી ગયો કે સ્કીન ટ્રેડ માટેની છોકરીઓને છુપાવીને રાખવા માટેનું સ્થળ મીલેનીયમ માર્કેટ છે.

“મીલેનીયમ માર્કેટ ક્યાં છે?” થોડીક વાર બાદ મેજરે હેડફોન નીકાળી  ડ્રાઈવરને પૂછ્યું.

“સાહેબ એ માર્કેટ નથી એ એક મોટું કોમ્પ્લેક્ષ છે જેનું કામ છેલાં ચાર વરસથી ચાલી રહ્યું છે પણ ચારે બાજુ ઝૂપડપટ્ટી વિસ્તાર છે એટલે એકપણ શોપનું ટોકન મની મળ્યું નહિ ને ડેની સેઠને પુરતી રકમ મળી નહિ એટલે ધીમે ધીમે એનું કામ જેમ જેમ પૈસા આવે તેમ ચલાવી રહ્યા છે. બીજો કોઈ હોત તો કામ બંધ કરી નાખ્યું હોત પણ દિનેશ સેઠ વિદેશ રહેતા હતા ત્યાંથી ઘણા રૂપિયા કમાઈને અહી લાવેલા છે  એ રૂપિયામાંથી કામ ચલાવ્યે જાય છે. માર્કેટનું બાંધકામ હજુ ચાલુ છે છે સાહેબ.”

“આ ડેની સેઠ લંડન રેહતા હતા એજ ને?” મેજરે અન્ધારામાં તીર છોડ્યું.

“હા સાહેબ એજ. આપના પરિચિત લાગે છે.?”

“જુનો મિત્ર.” મેજરે ટુકો જવાબ વાળ્યો. “સોફર ગાડી એ માર્કેટ લઇ લે.”

“માફ કરજો સાહેબ, ડેની સેઠ તમારા પરિચિત છે છતાં કેહવું પડે એ એરિયા ખરાબ છે ત્યાં રાતે હું નહિ જાઉં, હું શું કોઈ ટેક્ષી ડ્રાઈવર નહિ જાય કેમકે સેઠ એમના માર્કેટમાં રાતે ગોરખ ધંધા ચલાવે છે ને દિવસે એ કમાઈમાંથી માર્કેટનું કામ પૂરું કરે છે.” ડ્રાઈવરે કહ્યું.

“તો શું પોલીસ એમને અટકાવતી નથી?” મેજરે જાણકારી મેળવવા સવાલ કર્યો.

“શું સાહેબ તમેય? મુંબઈમાં નવા લાગો છો? પોલીસ તો ઊલટાની એમની મદદ કરે છે. ને પી.આઈ. રાઠોડ તો એમનો ચમચો છે. સારું થયું એની બદલી થઇ ગઈ.” સોફરે કહ્યું.

“તો નવો પી.આઈ. એ કેવો છે?” મેજરે કહ્યું.

“હજી રાઠોડને ગયાને બેજ દિવસ થયા છે એની જગ્યાએ હજુ કોઈ જ આવ્યું નથી. ને આવશે તોયે શું ફેર પડે? એનોય હપ્તો નક્કી થઇ જશે ડેની સેઠ ને ત્યાં.”

 

“હા હું સમજી શકું છું. મને ખબર છે એની. ડેની છેકથી એવોજ હતો, તું એક કામ કર મને ઉતારીને ચાલ્યો જજે.” મેજરે કહ્યું.

“ભલે સાહેબ પણ હજાર રૂપિયા ભાડું થશે એરિયા જોખમી છે.” સોફરે કહ્યું.

“ભલે.” મેજરે હા માં જવાબ આપ્યો.

લગભગ પચ્ચીસેક મિનીટ બાદ ટેક્ષી ડ્રાઇવરે મેજરને મીલેનીયમ માર્કેટ આગળ ઉતાર્યો. ટેક્ષીનું ભાડું ચૂકવી મેજર સીધો એ બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો. પાંચેક મિનીટમાં મેજર બિલ્ડીંગના દરવાજે પહોંચી ગયો. ત્યાં ઉભેલા બે વ્યક્તિઓએ તેની અટકાવી પૂછ્યું “ કિસકા કામ હે?”

“ડેની સેઠકા.”

“યહા કોઈ ડેની નહિ હે, કટ લે યહાસે.” બેમાંના એક ખડતલ વ્યક્તિએ કહ્યું. એને શિયાળાની ઠંડી રાતમાં એ આર્મિ કાર્ગો પર માત્ર બનીયન પહેરેલ હતું કદાચ એ એના મસલ્સનો શો કરવા માંગતો હતો!

“મુજે રાઠોડને ભેજા હે કલ સે મેરી યહા પોસ્ટીંગ હે શેઠ સે કમિસન કે બારે મેં બાત કરની થી, આગે તુમ્હારી મરજી.” મેજરે સોફર પાસેથી તાજી મળેલી માહિતીનો જોરદાર ઉપયોગ કર્યો. મેં તમને કહ્યું જ હતુંને કે મેજર મિસન પર નીકળે ત્યારે એનું મગજ ચાર ગણી જડપે દોડે છે.

“એક મિનીટ રુકો સાબ.” કહી પેલા બેમાંથી એક અંદર ગયો જયારે બીજો બનીયન વાળો મેજરને ધુરીને જોતોજ રહ્યો. પેલો વ્યક્તિ થોડીક વારમાં અંદરથી પાછો આવ્યો અને કહ્યું, “રઘુ સાબ કો અંદર ભેજ દે શેઠને બોલા હે.”

“તુમ જા શકતે હો.” પેલા બનીયન ધારી એ મેજર તરફ જોઈ કહ્યું.

મેજર અંદરની તરફ જવા લાગ્યો એ ધીરે ડગલા ભરી દરેક વસ્તુનો તાગ મેળવતો જતો હતો. અંદર એક ટેબલ પર ત્રણ જણ તાસની બાજી રમી રહ્યા હતા મેજર એમની પાસે ગયો.

એ ત્રણમાંથી બોસ જેવા લગતા એક સફેદ ખમીસ વાળા ચાલીસેક વરસના વ્યક્તિએ મેજરને હાથના ઇશારે ચોથી ખાલી ખુરસી પર બેસવા કહ્યું. મેજરે ખુરસી જરાક પોતાના તરફ ખેચી એના પર બેઠો અને કહ્યું, “ડેની શેઠ કોન હે?”

“હમ સાબ દેની શેઠ હે.” પેલા સફેદ ખમીસ ધરીએ કહ્યું.

“કોઈ બાત નહિ મેં નયા પી.આઈ. માથુર મુજે રાઠોડને શેઠ સે મેરા કટ ફિક્સ કરને  ભેજા હે.”

ત્યાર બાદ  મેજર અને તેમના વચ્ચે ધંધાને લગતી કેટલીક શરતો અને કમિશન નક્કી થયું.

કમિશન નો રેટ પતાવી મેજર ખુરસી પરથી ઉઠ્યો અને આભાર કહી દરવાજા તરફ પલટ્યો

“વેલકમ, વેલકમ ઇન ફીશેર ગેંગ.” પેલા સફેદ ખમીસ વાળા એ કહ્યું.

એજ અવાજ જે મેજરે ફોન પર સાંભળ્યો હતો, એજ બોલવાની બ્રિટન ઈંગ્લીશ ડાયલેક્ટ એજ ક ને ખ ની જેમ બોલવાની લંડન ઇન્ક્લીનેસન.

“ડેની” મેજરે પાછા ફરી કહ્યું. “બે દિવસ પેહલા ગ્લોબ ફોર યુ મોલ પાસેથી જે છોકરીને તે કિડનેપ કરી છે એ મારા મિત્રના પરિવારમાંથી એક છે,”

ડેની કઈ સમજી ના શક્યો કે શું થઇ રહ્યું છે ને એને સમજાયું અને એને પોતાની પિસ્તોલ કાઢી ત્યાં સુધીમાં તો મેજર તેની એકદમ નજીક પહોચી ગયો હતો! મેજરે એક પળમાં તેના હાથમાંથી પિસ્તાલ જડ્પાવી લીધી અને બીજી પળે  એ સફેદ ખમીસ ધારીના કપાળે કાણું પડી મેજરની ગોળી ભીતમાં ઘુસી ગઈ હતી. બાકીના બેમાંથી એકે ઉભા થઇ સામેના ટેબલ પર પડેલ શોટગન તરફ દોટ મૂકી પણ એ મોડો પડ્યો એના હાથ શોટગન સુધી પહોંચે એ પહેલા મેજરની બુલેટ તેના સુધી પહોંચી ગઈ. જયારે ત્રીજાને તો એ ટેબલ પરથી ઉઠવાનો મોકોય ના મળ્યો.

એ પીસ્તાલનો અવાજ સાંભળી દરવાજે ઉભા રખાયેલ પેલો બનીયન ધારી અને તેનો સાથી પણ અંદર આવી પહોચ્યા હતા પણ તેઓ ત્યાં આવ્યા ત્યારે બધાજ મરેલા પડ્યા હતા!! ડેની શેઠ તેના બે માણસો અને મેજર બધાજ ફ્લોર પર પડ્યા હતા.

એ બંને અંદર આવ્યા અને અંદર ડેડ બોડી સિવાય કઈ ના દેખાયુ!  આમતેમ કોઈ છે કે નહિ એ તપાસ કરી ને પોત પોતાની પિસ્તલ કમરે ખોસી  દીધી. બનીયન ધારીએ દોડીને ડેની શેઠને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો જયારે તેનો બીજો સાથી તેમના અન્ય માણસોને તપાસવા લાગ્યો.

“સબ ખલાસ હો ગયે હે.” એકે કહ્યું અને મેજરની ડેડબોડી તપાસવા એની નજીક ગયો ત્યાજ મેજરે તેની છાતીમાં ગોળી ધરબી દીધી.

મેજરે એમને એમ જમીન પર પડ્યા પડ્યા જ બીજાનેય પૂરો કરી નાખ્યો. ત્યારબાદ મેજર ઉભો થઇ એ બિલ્ડીંગના બેસમેન્ટમાં ગયો અને ત્યાંથી માત્ર નેન્સી જ નહિ બાકીની છોકરીઓને પણ મુક્ત કરાવી.

બહાર નીકળી મેજરે ખભામાં ઉતરેલ બુલેટ તરફ જોયું અને પોતાની જાતને જ કહ્યુ, “મોત નઈ આવે હજુ!!!! હજુ તો માર્કોને શોધવાનો બાકી છે.” રાત દિવસ મેજર ને માર્કોની તલાસ હોય છે. ઊંઘે છે તો માર્કોનું એ જ ભયંકર સપનું એને ચેનથી સુવા નથી દેતું………..!!!!!!

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત’

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of the author.

Comment here