ખબર


વાતો સાંભળી છે ઘણી એ જાહોજલાલીની
પણ શુ હોય છે સ્વર્ગ? એ મરનારને જ ખબર !

પુણ્યની મહત્તા પુસ્તકમાં ભરી છે
મળે શુ અર્થ ? એ પુણ્ય કરનાર ને જ ખબર !

નદીઓ તો સુંદર લાગે કિનારેથી જ દોસ્તો
ડૂબવાનો ડર શુ ? એ તો તરનાર ને જ ખબર !

શબ્દો ગમે છે ઉપેક્ષિતના બધાને આમ તો
કલમ કેટલી રડી? એ લખનાર ને જ ખબર !

વિદાય આપો છો હસતા મોઢે મહેમાન ને તમે
પગ કેમ ઉપડે ? એ તો જનાર ને જ ખબર !

જુલ્યા કરે છે ડાળીએ હજારો પર્ણ આમ તો
છુટા પડ્યાની વેદના બસ ખરનાર ને જ ખબર !

‘ઉપેક્ષા’ ક્યાં લાંબો કે અઘરો છે સમજવામાં ?
શબ્દનો અર્થ તો ઉપેક્ષિત થનાર ને જ ખબર !

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here