gujarati-varta-niyati

નિયતિ

જૂનાગઢ, એક રળિયામણું શહેર. ધર્મ ની ધજા જ્યાં ફરકે છે અસંખ્ય મંદિરો ને ગરવો ગિરનાર શોભે છે ત્યાંના લોકો ધાર્મિક તો ખરાજ સાથે આધુનીક, શોખીન,ને ક્લાપ્રેમી.

આવા જૂનાગઢ માં ઝાંઝરડા રોડ પર બહુમાળી ઇમારત ના 5 માં માળ પર 3,બેડ,હોલ,કિચન ,ના ફ્લેટ માં એક પરિવાર વસે છે. સામાન્ય મધ્યમ થી થોડા વધુ સધ્ધર એવા યોગેશ ભાઈ નું પરિવાર. પરિવાર માં યોગેશભાઈ ના પત્નિ ને 2 બાળકો,એક દીકરો એક દીકરી,દીકરી નિયતિ મોટી છે ને દીકરો વલય નાનો.

યોગેશભાઈ ને તેમના પત્ની સરોજા બેન બંન્ને  સંતાનો નો સારો ઉછેર કરી રહ્યા હતા.સારો અભ્યાસ ને સુસંસ્કાર આપી કેળવ્યા હત્તા. યોગેશભાઈ જિલ્લાપંચાયત કાર્યાલય માં સારા હોદા પાર હતા ,તેથી આવક પણ સારી હતી.

નિયતિ ને વલય ની દરેક નાની- મોટી જરૂરિયાત  ચપટી વગાડતા પુરી કરતા, કહી શકાય તેવું ખુશ ને સુખી પરિવાર હતું એમનું.

આજ નિયતિ થોડી અસ્વસ્થ હતી ,માનસિક ગડમથલ તેને ગૂંગળાવતી હતી છતાં અરીસા માં જોય પુરી તકેદારી રાખી એ સુંદર રીતે તૈયાર થઈ રહી હતી, સુંદર ,કાળા , લાંબા વાળ સરખા કરી છુટાજ રાખ્યા , આછા પીળાં રંગ ના પંજાબી ડ્રેસ સાથે મૅચિંગ સિલ્વર જવેલરી ,ને નાનકડી બિંદી લગાવી એ અરીસા માં જોય રહી , પોતાનું પ્રતિબિંબ જોય વિચારમાં ગરકાવ થઈ ગઈ, શું ખરેખર હું એજ નિયતિછુ જેને પપ્પા મમ્મી માંગે એ આપતા અચકાટ નહોતા, હું કવ ત્યાં વસ્તુ હાજર કરતા તો આજ મારી ઈચ્છા વિરુદ્ધ આ છોકરો જોવા નું કાર્ય કેમ થોપી રહ્યા છે મારા પર, આંખમાં પ્રશ્નાર્થ લય સાથે એકધારી અરીસા માં જોતી હતી ત્યાં સરોજા બેન રૂમ માં આવ્યા ને બોલ્યા નિયતિ મહેમાન તારી રાહ જોવે છે ચલ.

નિયતિ એ એક નિશ્વાસ લીધો ને ઉભી થઈ મમ્મી ની પાછળ ચાલવા લાગી, લિવિંગ રૂમ માં આવી , ત્યાં બેઠેલા દરેક ની નજર નિયતિ ઉપરજ હતી, ખાસ તો સલીલ ની, તે તો આભો બની જોયજ રહ્યો નિયતિ ને. નિયતિ આવી ને સોફા પર બેઠી થોડી ઔપચારિક વાતો થઇ ને સલીલ ના મમ્મી એ કહ્યું બન્ને ને એકાંત માં બેસી એકબીના સાથે વાત કરવાની તક મળવી જોય નય, બધા સહમત થયા એટલે નિયતિ ને સલીલ ને રૂમ માં એકાંત માં વાત કરવા ની તક આપી,

સલીલ  અંદરથી ખૂબ ખુશ હતો ,એણે તો સીધું જ બધુ નિયતિ ને પૂછવા નું ને કહેવા નું શરૂ કર્યું  નિયતિ ટૂંકા પણ સચોટ શબ્દ માં સાચા ઉત્તર આપી રહી હતી, સલીલ ને એ ગમ્યું.

એકાએક નિયતિ એ સલીલ ને કહ્યું તમે આ સબન્ધ ની ના કહી દો. અચાનક થયેલ આ વાતથી સલીલ ડઘાઈ ગયો ને પછી જરાક સ્વસ્થ થઈ કારણ પૂછ્યું , નિયતિ એ જણાવ્યું આજ સુધી મેં મારા પિતા પાસે જે માંગ્યું એ એમણે મને આપ્યું પણ આજ એ મારા જીવન ના એક માત્ર સ્વપ્ન ને પૂરું કરતા અટકાવી રહયા છે ,મારે પરણી ને મારા સ્વપ્ન ને તોડવું નથી.

સલીલે પૂછ્યું એ સ્વપ્ન શું છે આપનું બસ એ જણાવી દયો પછી તમે જે કહેશો એમ કરીશ, ને નિયતિ હરખાય ને બોલી પડી મારે વાઇલ્ડ  લાઈફ ફોટોગ્રાફી માં કેરિયર બનાવવું છે હું છોકરી  છૂ માટે પિતાજી ના પાડે છે. સલીલ ધ્યાન થઈ સાંભળી રહ્યો હતો નિયતિ બોલ્યે જતી હતી હું ડિસ્કવરી ચેનલ પર આજ બધું જોવ છું ત્યાં છોકરા છોકરી એવું કસું નથી બસ લગન થી સવ કામ કરે છે, આપણા ગીર માજ લેડીઝ ફોરેસ્ટ ઓફિસર છે એ પણ પરણેલી ને ગ્રામ્ય વિસ્તાર ની, તો મારા પિતાજી મને કેમ રોકે છે એ સમજાતું નથી જ્યારે એ ભણેલા ને સમજુ વ્યક્તિ છે.

સલીલ ને નિયતિ સારો સમય વાત કરી પછી છુટા પડયા , ને બન્ને પરીવાર પણ , નિયતિ ને એમ કે સલીલ હવે ના કહી દેશે ને એને સમય મળશે પપ્પા ને સમજાવા નો, થોડા દિવસો વીતી ગયા ને અચાનક સલીલ ના પરિવાર ના સભ્યો આવ્યા ને સગાઈ ની વિધિ કરવા માટે કહ્યું નિયતિ આ વાત થી અજાણ હતી પણ એના પિતાજી જાણતાં હતા એ સહમત થઈ ગયા ખૂબ ઉતાવળ થી સગાઈ થઈ ગઈ.

સગાઈ પતિ પછી સલીલ એ એક ગિફ્ટ બોક્સ નિયતિ ને આપ્યું ને એકાંત માં ખોલવા કહ્યું  નિયતિ થોડી શરમાય પણ બોક્સ લય લીધું , એ રાત્રે એણે એ બોક્સ ખોલ્યું ને જોય અચરજ પામી બોકસ માં લેટેસ્ટ કેમેરો હતો ને સાથે એક ચિઠ્ઠી જેમાં લખ્યું તું તું તારું સ્વપ્ન પરણ્યાં પછી પણ પૂરું કરી શકે છે.

નિયતિ એ રાત્રે સુઈ નો શકી, પોતાના ભાગ્ય પર એને વિશ્વાસ નોતો બેસતો , પછીના દિવસો માં જ્યારે સલીલ તેને મળવા આવતો તયારે તેને ફરવા ના  બહાને  નજીક ના પ્રાકૃતિક સ્થાન માં લઇ જતો  ને નિયતિ ને ક્લિક લેતા શીખવતો ને નિયતિ શીખતી  એક વાર ગીર ના વસન ની મુલાકાત લેતા એક હરણ માદાને બચ્ચા ને જન્મ આપતી કેમેરામાં કેદ કરી જુદા જુદા સાત એન્ગલ થી નિયતિ એ એટલા ક્લાસિક ક્લિક લીધા કે જેનું વર્ણન અદ્વિતીય હતું.

થોડા સમય માં સલીલ નિયતિ પરણી ગયા  હવે સલીલ એ નિયતિ ના  લીફહેલ ક્લિકસ નો પોર્ટફોલિયો બનાવડાવ્યો ને વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી  સ્પર્ધા માં મોકલ્યો.

એક અચરજ વચ્ચે પેલા માદા હરણ વાળા 7 ક્લિક માંથી 1 ને બેસ્ટ ફોટો નું ઇનામ મળ્યું , જાણીતા ફોટોગ્રાફર માં નિયતિ નું નામ થયું . આમ નિયતિ પરણ્યાં પછી ફેમસ થઈ ,સલીલ ને કારણે એક છૂપું ટેલેન્ટ બહાર આવ્યું , આજ ના માતા પિતા ને અને યુવાનો એ શીખ લેવી જોય કે ફિમેલ ટેલેન્ટ ને દબાવવા ને બદલે સહકાર આપવો જેથી સમાજ માં એ એક મક્કમ સ્થાન મેળવે.

ચિંતલબેન જોશી (ગોંડલ)

2 Replies to “નિયતિ”

Comment here