યાદ આવે હો જી

યાદ આવે હો જી

મારી પાયલની ઘૂંઘરી રણકી
કે શ્યામ તારી યાદ આવે હો જી
હું થાકી જોઈને તારી વાટ
શ્યામ હવે ફરિયાદ આવે હો જી

મારી મહેંદી હાથોમાં જરા મલકી
કે શ્યામ તારી યાદ આવે હો જી
હું સંભારું તારી બધી વાત
પણ કોઈ તાગ ન આવે હો જી

હાય શ્રાવણની હેલી જાય વરસી
કે શ્યામ તારી યાદ આવે હો જી
હું સંભાળું કેમ મારી જાત
અંતરમાં આગ ફરી જાગે હો જી

ધરતી પીધી ને હું રહી તરસી
કે શ્યામ તારી યાદ આવે હો જી
આ પૂનમની આવી હો રાત
શ્યામ હવે ફરિયાદ આવે હો જી

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here