ઈશ્વર અગર મળે

ન જોઈએ મને કોઈ દોલત કોઈ નામ
શોધું છું એ સ્થળ જ્યાં તારું ઘર મળે

ન જોઈએ મને ટોળા માનવ કેરા
હું શોધું એવો સાથ જ્યાં દુઃખ માં કર મળે

હું ચાહું કે ધિક્કારું એને તોય
માત્ર સ્મિત જ હોય એવા કોઈ અધર મળે

ન માંગુ જાજું કાઈ તારી પાસે બસ
હૃદય એક મળે પણ એ લાગણી સભર મળે

સાંભળ્યું તો એવું છે મેય દૂધ ઠરે ને તર વળે
ઉપેક્ષિત થયો, થાઉં સફળ ઈશ્વર અગર મળે

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here