દિલની આ જમીન

Broken heart

ભૂલી નથી શકાતા એ દિવસો પ્રેમના
એ ગયા છોડી હૃદયને તડપતું
હવે સુનું સુનું અહીં મંજર છે
કોઈ આવે છે દિલાસો આપવા
પણ હવે પ્રેમના એ શબ્દો
ફરી દિલને માટે ખંજર છે

કરો છો આજે તમે એકરાર અમને
કર્યો’તો એણે પણ વર્ષો પ્યાર અમને
પણ હવે આ દિલની જમીન
ફરી પ્યાર માટે બંજર છે
હવે પ્રેમના એ શબ્દો
ફરી દિલને માટે ખંજર છે

ન શણગારશો સપના
ન બનાવશો મહેલો
છે આ આગનો દરિયો
નથી માર્ગ કાઈ સહેલો
તુજ પ્યાર માટે બેશક
માન દિલની અંદર છે
પણ હવે આ દિલની જમીન
ફરી પ્યાર માટે બંજર છે

બની બંધ છે એ બેઠું
દિલને દિલની જેલ છે
તમે પ્યાર જે કહો છો
બસ બે પળનો ખેલ છે
ઉપેક્ષિતે જ આજે કોઈને
હમણાં ઉપેક્ષિત કરેલ છે
પણ શું કરું ?
પ્રેમના એ શબ્દો
હવે દિલને માટે ખંજર છે
ને દિલની આ જમીન
ફરી પ્યાર માટે બંજર છે………

વિકી ‘ઉપેક્ષિત’

2 Replies to “દિલની આ જમીન”

  1. thanks for this poem….
    i read this second time.. and i found all the answers..
    u r very experienced person about life..

Comment here