કેમ છે…..?

આવી કોઈએ પૂછ્યું ‘વિકી’ કેમ છે
કહી દીધું છું મજામાં
હવે જૂઠું બોલવાની નેમ છે

લોકો માની લે છે હું જે કહું તે
કે પછી એય મારો એક વે’મ છે

કોઈ કરાવે યાદ ક્યારેક કાઈ
ભૂતકાળ કરી યાદ કહું ‘એમ છે’

એનેય નથી સમજાતું કે હું
સમજુ થયો કે પછી કેમ છે

બધા કહે છે દિલ તૂટી જાય છે
મારુ તો એની પાસે હેમખેમ છે

કોઈ કહે મહેરબાની છે તમારી
ઉપેક્ષિત કહે ખુદાની રહેમ છે…..

વિકી ‘ઉપેક્ષિત’

Comment here