કાગળને કહી દીધું…..

જીવ ઘણો દુભાયો મારો
પણ તમે ધ્યાન ફેરવી લીધું
કહી ન શક્યો હું તમને
તો મેં થોડું રડી લીધું

આંસુ હતા સ્પષ્ટ આંખોમા મારી
પણ તમે નેત્ર ફેરવી લીધું
કહી ન શક્યો હું તમને
તો મેં બધું સહી લીધું

આહ નીકળતી રહી મારી
પણ તમે નજરઅંદાજ કરી દીધું
રોકી ન શક્યો હું તમને
તો મેં દર્દ પી લીધું

હૃદય તડપતું જ રહ્યું મારુ
પણ તમે પારકાને પોતાના કહી દીધું
અર્થ ન હતો કહેવાનો તમને
તો મેં ખુદાને કહી દીધું

થયો છે સોદો લાગણીઓનો મારી
મોકો મળ્યોને પડખું બદલી દીધું
કહીદે ચેતીજાય જગતને
અમે તો સઘળું સમજી લીધું

થઈ છે ઉપેક્ષા ઘણી મારી
પણ મેં તો હસી લીધું
ન થાય બીજા ‘ઉપેક્ષિત’ હવે
તે ખાતર કાગળને કહી દીધું…..

વિકી ‘ઉપેક્ષિત’

One Reply to “કાગળને કહી દીધું…..”

Comment here