અમે ગુજરાતી

અમે ગુજરાતી

 

એક ગુજરાતી કાકા એક વાર મુબઈ ગયા. ટ્રેનમાંથી ઉતર્યા એટલે એક યુવાન સાથે ભટકાઈ ગયા!

“અબે અંધા હે ક્યાં ?” પેલો યુવક બરાડ્યો. એનો અવાજ સાંભળી સામેથી સિગરેટ પિતા પિતા એના ત્રણ બીજા મિત્રો આવી ગયા. મિત્રોને જોઇને વટમાં પેલા યુવકે કાકાને બોચીથી જાલ્યા!

“મને એકલાને વૃદ્ધ જોઇને તમે દાદાગીરી કરો છો એ યોગ્ય નથી.” કાકાએ કહ્યું. “હું એકલો અને તમે ચાર!”

એ સાંભળી યુવાનોનો વીરપુરુષ જાગી ઉઠ્યો….. બે યુવાન કાકા તરફ આવીને બોલ્યો, “કાકા, અમે તમારી સાથે. બોલો હવે ન્યાય થયો?”

કાકાએ  કહ્યું, “ના, હવે આપણે ત્રણ થઇ ગયા અને પેલા બે જ છે. આ તો અન્યાય કે’વાય.”

પેલા બે યુવાન માથું ખંજવાળતા બોલ્યા, “કાકા તમે જાઓ યાર, પેલા ય બે અને અમે પણ બે લડી લઈશું. બોલો હવે તો ન્યાય થયો ને?”

કાકા કઈ બોલે એ પહેલા તો બેય સાવજો ની ટોળી બાખડી પડી!

કાકા સરસ ફિલ્મ જોઈને ઘરે ગયા!

 

આને કહેવાય ગુજરાતી !!!!! ગમે તો સેર કરજો………..

6 Replies to “અમે ગુજરાતી”

Comment here