શ્યામું અને વીનું !

                                     1. શ્યામસુંદરની યજમાનવૃતિ

 

1. શ્યામસુંદરની યજમાનવૃતિ
1. શ્યામસુંદરની યજમાનવૃતિ

 ટ્યુશન પતાવીને હું ઘરે તરફ નીકળ્યો. વૈશાખ મહિનાની લુ માંથી મારું સ્કુટર પસાર કરીને ઘર સુધી આવતા તો પરસેવો અંગે અંગમાંથી સ્ફુરિત થવા લાગ્યો!  ઘરે આવીને પ્રથામ કામ જળ સમાધિનું જ કરવું યોગ્ય લાગ્યું પણ અચાનક ‘બા’ના સબ્દો યાદ આવી ગયા ‘ગરમ ડીલે(શરીર) હોય તો ના’વું નહિ નીતર શરદગરમ (શરદી અને તાવ) લાગી જાય.’ શરદી અને તાવથી મને ભયંકર બીક! માત્ર માત્ર હાથ મો ધોઈ લેવાના નિર્ણય ઉપર આવીને મેં એ જ કર્યું.

હાથ મો ધોઈને મેં બા ને ચા બનાવવા કહ્યું ત્યારે જ મારો પાડોશી શ્યામસુંદર ઘરના બારણેથી અંદર પ્રવેશ્યો! આને ચાની સુગંધ આવતી હશે કે કેમ?! જે હોય તે પણ માંસ લાખ રૂપિયાનો છે! શ્યામસુંદર જાતે બ્રાહ્મણ. એના પિતાજી યજમાનવૃત્તિનું કામ કરતા પણ બે મહિના પહેલા બાપુજી ગુજરી ગયા પછી એ જવાબદારી શ્યામું ઉપર આવી પડી હતી! જવાબદારી તો આવી પડી પણ શ્યામૂને એકેય વિધિ આવડતી નહોતી! શ્યામસુંદરને હું શ્યામું જ કહેતો. આમ તો બ્રાહ્મણના દીકરાને તુકારો ન અપાય પણ હુયે બ્રાહ્મણ એટલે હું આપી શકું!  એટલે એ મારી પાસે પતે બેસવાની વિધિ અને લગનના ફેરાની વિધિ શીખવા આવેલ! આમ તો મનેય એ કામ આવડતું નહોતું પણ સદભાગ્યે એકાદ બે મિત્રોના લગનમાં આમંત્રણ મળેલું તેથી એ બધી વિધિ જોવાનો અવસર મને મળેલો!

શ્યામસુંદરે આવતા જ કહ્યું, “સાહેબ, એક મદદ કરવી પડશે. મારા ગમે એક કન્યા પરણાવવાની જવાબદારી મારા માથે આવી ચડી છે!” શ્યામું મને માંન આપતો અને સાહેબ કા’તો લેખક સાહેબ કહેતો! જોકે અમારી ઉમરમાં ખાસ ફેર નહોતો! બેય જુબાનીમાં જ હતા હજુ!

હું ઘડીભર વિચારમાં પડી ગયો. લખવું હોય કે ભણાવવું હોય તો અલગ વાત છે પણ આ મંત્રો ભણવા જરાક અઘરું છે. “શયામું હું આમાં તારી કોઈ મદદ કરી શકું એમ નથી, માફ કરજે.”

“તમે શિક્ષક છો અને લેખક પણ, તમારા માટે વળી કઈ અઘરુજ હોતું હશે? ને આમેય વિધિ તો હું જ કરીશ તમારે બસ સ્ટેપ યાદ રાખવાના છે અને એકાદ મંત્ર બોલવાનો છે.” શ્યામુંએ મને થ્યોડો વધારે પડતો જ વખાણી દીધો હોય એમ મારી છાતી ફૂલી ગઈ!

હજુ કઈ બોલું એ પહેલા બા ચા લઈને આવી. આમ તો બા શ્યામૂને હાલચાલ પૂછ્યા વગર રહે નહિ પણ એ દિવસે કોઈ કામ બાકી હશે એટલે કપ રકાબી મને આપી ને ચાલી ગઈ! મેં રકાબીમાં ચા કાઢીને શ્યામૂને આપતા પૂછ્યું, “સારું ક્યારે જવાનું છે?”

“આજે રાતે જ મુહુર્ત છે.” કહેતો ચા ના મોટા ઘૂંટડા ભરી શ્યામસુંદર બધી જવાબદારી મારા ઉપર નાખીને ભાગી નીકળ્યો! એ દાદર સુધી પહોંચે અને અદ્રશ્ય થઇ જાય એ પહેલા જ મેં એણે અટકાવીને કોઈ પંડિતની સલાહ લેવાનું સુચન કર્યું.

“એક બ્રાહ્મણ થઈને હું પંડિતને પૂછું તો ક્ષોભ પડશે સાહેબ.” કહી શ્યામુએ વાત ટાળી દીધી.

“હા, એ પણ ખરું છે.” મેં કહ્યું. અચાનક મને મારો એક મિત્ર યાદ આવી ગયો. મેં અમૃત શાસ્ત્રીને ફોન કર્યો. મેં એને બધી વાત સમજાવી અને એક જોડી શાસ્ત્રીના કપડા લઇ આવવા કહ્યું!

“લે કામ થઇ ગયું શ્યામું…..” જંગ જીત્યો રે મારો કાણીયો જેવી રાહત મને થઇ. અમે થોડીવાર બેઠા અને અમૃતલાલ આવે ત્યાં સુધી વાતો કરી.

અમૃતલાલ સીડીઓ ચડીને હાફ્તા હાફ્તા પોતાનું મોટું પેટ પકડીને આવ્યા!

“ક્યાં છે તમારા મિત્ર?” જાણે શ્યામૂને જોયો જ ન હોય એમ અમૃતલાલ પોતાનું પીતામ્બર સરખું કરતા બોલ્યા, “કોને શાસ્ત્રી બનાવવાના છે?”

મેં શ્યામસુંદર તરફ ઈશારો કરતા કહ્યું, “આ રહ્યા ભૂદેવ?”

અમૃતલાલે અંગ્રેજી આલ્ફાબેટ O જેવું મોઢું ખોલીને કહ્યું, “હે!!!!! આ શું છે?????” જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરેલ શ્યામૂને જોઇને અમૃતલાલ ભડક્યા! દરવાજા તરફ દોટ મુકવાની તૈયારી કરી લીધી પણ મેં એમને શાંત પડતા કહ્યું, “શ્યામૂને બધા યજમાન ઓળખે છે. અરે પૂજે છે!”

મારા શબ્દો ઉપર ભરોષો કરીને અમૃતલાલ શાંત થયા અને શ્યામુએ હાશકારો લીધો! અમૃતલાલે અમને લગ્ન વિધિ સમજાવી.

મને કે શ્યામૂને ધોતી પહેરતા આવડતી નહોતી! અમૃતલાલ મારી આ હરકત જોઇને મને મુર્ખ સમજશે એ તો નક્કી જ હતું છતાં મેં હિંમત કરીને અમૃતલાલને ધોતીજ્ઞાન આપવા કહ્યું!!!!!

અમૃતલાલને ફરી પરસેવો વાળ્યો! છતાં મને માઠુ ન લાગે એ ખાતર એમણે ધોતીજ્ઞાન આપવા પણ તૈયારી બતાવી દીધી! અમૃતલાલે શ્યામૂને ધોતી, જબ્ભો અને પીતામ્બર વીટાળી તૈયાર કરવા લાગ્યા! ત્યાં સુધી મેં લાગ્નની વિધિ એક કાગળમાં લખી અને મોબાઈલમાં ફોટો પડી દીધો…..

જ વાર મને અમૃતલાલ શકની નજરે જોઈ રહ્યા! મને એ વિધિ લખતા અને ફોટો પડતા જોઇને અમૃતલાલને લાગ્યું નક્કી મારું ચશ્કી ગયું છે!

શ્યામું એ મારા સામે જોઇને કહ્યું, “કા માસ્તર સા’બ, લાગુ છું ને હવે પંડિત?” શ્યામું સાવ બદલાઈ ગયો! એનું એ રૂપ જોઇને તો હું પણ દંગ રહી ગયો!

શ્યામુના પ્રશ્નનો હકારમાં જવાબ આપવા માથું ધુણાવી મેં બા ને ચા મુકવા કહ્યું પણ અમૃતલાલે મને વચ્ચે જ અટકાવી દીધો….. “વૈશાખ છે માસ્તર, મારે ઘણા લગન છે, ફરી ક્યારેક…..” એક જ સાથે બધું બોલી પોતાના મોટા પેટને લીધે ગોથું ખાઈ જશે એ બીક પણ ભૂલી જઈને અમૃતલાલ જટાજટ દાદર ઉતરી ગયા…..!!!!!  શ્યામું પણ આરામ કરી લેવા પોતાના ઘરે ગયો.

આ અમૃતલાલ હવે ક્યારેય મારા ઘરે નહિ આવે એ મને ખાતરી થઇ ગઈ…… છતાં એક કામ પાર પડ્યું એનો આનંદ એ દુખ ઉપર છવાઈ ગયો અને આનંદ જીતી ગયો!  હું અધુરી મુકેલી ભદ્રંભદ્ર વાંચવા લાગ્યો!!!!!

સાંજે સાત વાગે શ્યામું આવ્યો, ‘રાત્રે નવથી બારનું મુહુર્ત છે સાહેબ ચાલો.”

હું કપડા બદલીને તૈયાર થઇ ગયો….. પરને થવું પડ્યું!!!!! યુદ્ધમાં લડવા જતા લડવૈયાને જેમ સજ્જ કરે એમ મને બા એ કુમકુમ ચાંદલો લગાવ્યો! આવનારી આફત સામે રક્ષણ મળી રહે એ સાટું શ્યામું પણ બા ને પગે લાગી આશીર્વાદ લઇ લીધા.  બા એ અમને બંને ને આશીર્વાદ આપ્યા છતાં મારા પગ ડગમગતા હતા! મનમાં વિચાર ઘૂમરી લઈને મારું મનોબળ ભૂંસવા લાગ્યા! ‘કન્યા પક્ષવાળા માટે તો શ્યામૂ મા’રાજ છે પણ જાનૈયાઓ શ્યામસુંદર માટે ગોરભાવ રાખશે કે કેમ? કોઈ સ્ટેપનો ગોટાળો થયો તો ગામડા વિસ્તારમાંથી ભાગવું કઈ રીતે?’

ગમેતેમ કરી મન મનાવી મિત્ર માટે હિમત એકઠી કરી બા ને વિદાય આપી અમે નીકળ્યા. શ્યામુએ બાઈકની વ્યવસ્થા કરેલી જ હતી. જો કે એ વ્યવસ્થા કુવ્યવસ્થા વધારે હતી! બે માંથી એકેય ને બાઈક બરાબર આવડતું નહોતું!

“આટલા દુર સુધી બાઈક ઉપર જવું ઠીક રહેશે ખરું શ્યામું?” મેં પૂછ્યું….. પૂછી ગયું…..

“એ બધી બીક મેલી’દો સાહેબ. મેં ડ્રાઈવર માટે વીનું ને બોલાવ્યો છે. વિનુને તો તમે જાણો જ છો ને? એની ડ્રાઈવિંગમાં ભૂલ ન આવે!”

વીનું નું નામ સાંભળી ને જ મારું કાળજું હેઠું બેસી ગયું…..! વીનું એટલે આફતનું પડીકું…..!!!!! “હા…..” મેં કહ્યું, “એની ડ્રાઈવીંગમાં તો ભૂલ નઈ આવે પણ એના વર્તનમાં અને આંખોમાં ?????? જો કોઈ લોચો થશે તો?”

“ના….ના….. માસ્તર કઈ ન થાય વીનું હવે સુધરી ગયો છે એ કોઈને ય પ્રેમ પત્રો લખતો નથી હવે…..” શ્યામુએ ગર્વથી કહ્યું.

કૂતરાની પૂછડી વાળી કહેવત મનમાં આવી ગઈ ને એ સાથે જ વીનું બીક લઈને આવી ગયો…..!!!!! બાઈકમાં આગળનો લેમ્પ અને પાછળ જોવાનો અરીસો પણ ગુમ હતો!!!!! કઈ સાજુ હોય તો એ હતી માત્ર સીટ!!!!!

“વિચારો મા માસ્તર, ભગવાન બધા સારા વાના કરશે, તમ તમારે બેસોને…..” બાઈક ઉપર બેસતા શ્યામુએ કહ્યું…..

હું પણ બા ને યાદ કરીને બેસી ગયો! બાઈકની સવારી તો ઘણીવાર કરી હતી પણ આ સવારી અલગ જ હતી! હોર્ન ઓટોમેટીક હતું એની ઈચ્છા હોય તો જ વાગે અને જો કોઈ વછે આવે ત્યારે તો ન જ વાગે!

મને સતત બા નું સ્મરણ થવા લાગ્યું! આ ભયંક મુસાફરીનો અંત આવે એ પહેલા અમારા ત્રણેયનો અંત આવી જાય એવી પૂરી શક્યતા હતી! વિનુની સ્પીડ જોઇને મેં એને ઠપકો આપ્યો!

શ્યામું પણ ડરતો હતો છતાં વટ રાખવા બોલ્યો; “કાઈ ન થાય અમારો તો રોજ નો ધંધો છે! શું કેવું વિનિયા…..?????”

“નહિ તો શું?” વીનું એ ટાપસી પૂરી.

હું ભાગ આયા નસીબ કહેવત યાદ કરીને આંખો બંધ કરી બેસી રહ્યો! અંતે અમે ભાટાવાડા ગામે પહોંચ્યા. ગામના પાદરે કેટલાક યુવાનો દુધની બરણીઓ ઉંધી મુકી ઉપર બેસી ગપ્પા મારી રહ્યા હતા!

“શંકરલાલનું ઘર કઈ બાજુ છે ભાઈ?” યુવાનોની નજીક જઈને શ્યામુએ પૂછ્યું.

એક આલીશાન, કદાચ ગામમાં કોઈનેય ન હોય એવા ઘર તરફ ઈશારો કરતા એક છોકરાએ કીધું, “આ સામે ર’યું એ જ શંકા કાકાનું ઘર.”

અમે એ ઘરે પહોંચ્યા. દરવાજે પહોંચ્યા ત્યાં જ બે ત્રણ બાળકો દોડીને આવ્યા “મા’રાજ” “મા’રાજ”….. એક ધોતીવાળા કાકા અમને જોઇને તરત નજીક આવ્યા, “પાય લાગુ મા’રાજ!” કહીને શ્યામૂને પગે લાગ્યા.

રાજીના રેડ થઇ ગયેલા શ્યામસુંદર મા’રાજે વારાફરતી વીનું અને મારી સામે જોયું. અમે સમજી ગયા હતા કે એ શું કહેવા માંગતો હતો “જોયો આપડો વટ………!!!!!!!” એના મનમાં કદાચ એ જ શબ્દો ફરતા હશે એવું મને લાગ્યું….. મને એક જ વાત નો દર હતો કે ક્યાંક આ હરખપદુડો પ્રથમ વાર મા’રાજ બન્યો છે એટલે કોઈ ફિલ્મી ડાયલોગ બોલી ન બેશે એટલે મેં એને ઈશારો કર્યો.

“સુખી થાવ…..” કહી અમે અંદર ગયા….

એક ખાટલા ઉપર બબ્બે રજાઈઓ પાથરીને અમને માનભેર બેસાડ્યા. અમે બેઠા, થોડો આરામ કર્યો પછી તો શ્યામુથી નો રેવાણું! “જો વિનિય આપણો કેવો વટ પડે છે અહિયાં…..!!!!!!”

“હા….. મા’રાજ હા….” ટૂંકાક્ષ્રરિ જવાબ આપી વિનુ ડાફેરા મારવા લાગ્યો. એટલામાં અમારા માટે ચા આવી. ચા પીને અમે તાજા થયા એટલે એક યુવાનીયો આવ્યો અને બીડીનું પડીકું આઘું કરતા બોલ્યો “મા’રાજ બીડી?”

શ્યામુના હાથ આગળ વધે એ પહેલા જ મારી કોણી એના પડખામાં ધબ દઈને અડી….. “બેટા, મા’રાજ બીડી ન પીવે…..!!!!!” મેં હસીને પેલા યુવાનીયાને આઘો કાઢ્યો…..

શ્યામસુંદર પડખું દબાવતો બેઠો હતો ત્યાં કન્યાના બાપુ આવ્યા’ “મા’રાજ પાટે બેસવાની વિધિ કરો ચાલુ, જાનૈયાઓ કલાકમાં તો આયા કે આયા!”

“ભલે…..” શ્યામસુંદરે યજમાન સામે જોઈ આડંભમાં કહ્યું અને પછી મારી સામે જોઈ કઈ પણ બોલ્યા વગર એના મનથી મારા સુધી એક ઈલેક્ટ્રોનિક મેસેજ મુક્યો “સાહેબ સ્ટેપ …… સ્ટેપ……”

મેં હકારમાં ડોકું ધુણાવ્યું અને અમે ઘરમાં ગયા. આંગણે જઈને મેં મોબાઈલ કાઢ્યો, ગેલેરી ખોલી અને જોયું પેલો ફોટો અકબંધ હતો….. હજુ હું મોબાઈલમાં દેખું એ પહેલા તો એક દસેક વર્ષનો છોકરો આવ્યો અને જાપટ મારીને મોબિલ લઈને ભાગ્યો…..!!!!! એ જોઈ વીનું એ છોકરા પાછળ ભાગ્યો. પેલો છોકરો સ્ત્રીઓના ટોળામાં ઘુસી ગયો વીનુંને ભાગતા કાઈ ભાન રહ્યું નહિ અચાનક એક કન્યા એક હાથમાં થાળી અને એક હાથે ઓઢણીનો છેડો પકડીને ઉછળતી કુદતી વચ્ચે આવી ગઈ!!!!! વીનું અને એ કન્યા બેય ભટકાઈને હેઠા પડ્યા….. !!!!!

પડવાથી વિનુને ખાસ્સું એવું વાગ્યું. વીનું કાળજાળ ગુસ્સામાં આવી ગયો અને અથડાનાર વ્યક્તિને ગાળો ભાંડવા જતો હતો ત્યાં એની નજર અચાનક ઉભી થઈને ઓઢણી સરખી કરતી એ કન્યા ઉપર ગઈ……. વિનુનો ચહેરો મને એટલા દુરથી પણ એકાએક બદલાઈ જતો દેખાયો…..!!!!! ગુસ્સો એટેલે શું એ જાણે વિનુના ચહેરાને ખબર જ ન હોય એવો માસુમ ચહેરો લઈને વીનું ઉભો રહ્યો!!!!! ગામઠી વસ્ત્ર શૈલીમાં સજ્જ એ કન્યા જાણે કોઈ સ્વર્ગની ભૂલી પડેલી અપ્સરા જોઈલ્યો……..!!!!!!! મેકઅપ વગરનો એટલો સુંદર ચહેરો વિનુએ પહેલી જ વાર જોયો હશે, કદાચ મેં પણ…..!!!!

મને થયું નક્કી કૈક લોચો થશે! વીનું એનું પ્રેમ પ્રકરણ શરુ કરે એ પહેલા જ હું અને શ્યામું દોડી ગયા! અમે ગયા. શ્યામુએ વિનુને પૂછ્યું, “વાગ્યું તો નથીને??????”

“વાગ્યુંને!”

“ક્યાં?”

“દિલ ઉપર!!!!!!!!!!!!!!!” હોઠના ખૂણા ગાલમાં ખુંટી જાય એટલી એક બાજુની સ્માઈલ ખેંચીને વીનું બોલ્યો!

ફિલ્મી ડાયલોગ સાંભળીને પેલી કન્યા તો શરમાઈને ચાલી ગઈ પણ લોકો સાંભળે તો અમારું નીકળવું મુશ્કેલ બની જાય. અમે વિનુને ખેંચીને એક બાજુ લઇ ગયા.

“દેખ શ્યામું, જો વીનું આવી હરકત કરશે તો હું એકપળ પણ રોકાવાનો નથી.” મેં સ્પસ્ટ શબ્દોમાં કહી દીધું.

“શાંતિ રાખ ગાંડા મારું કામ થવાદે પછી….”

“શ્હું પછી????????? તું એણે સપોર્ટ કરે છે??????” હવે તો હું એક મિનીટ પણ નથી ઉભો રહેવાનો….” મેં છંછેડાઈને કહ્યું…..

શ્યામુએ મને આંખના ઈશારે સમજાવ્યો કે ટે વિનુને બનાવે છે એટલે હું શાંત થયો.

શંકરલાલ પેલા છોકરાને પકડીને લઇ આવ્યા અને મને મોબાઈલ આપ્યો. અંતરમાંથી એક હાશકારો થયો પણ બીજી પળે જ કાળજું ફળ્કવા લાગ્યું! મેં ત્રણવાર ગેલેરી ખોલી પણ પેલો ફોટો ક્યાય મળ્યો નહિ! હું સમજી ગયો કે પેલા છોકરાએ જોવામાં જ ફોટો ડીલીટ કરી દીધો છે…..!!!!!

ફોટો મૃત્યુ કાંડ શ્યામૂને કહેવા માટે મેં ઉંચી નજર કરી ત્યાં તો શ્યામું છેક ઘરમાં પહોંચી ગયા હતા. “મુહુર્ત આવી ગયું મા’રાજ…… જલ્દી કરો.” યજમાનના શબ્દો મને સંભળાતા હતા. હું જઈને ધ્રુજતા પગે ઉભો રહ્યો. મને ડર હતો કે આજે આવી બનશે પણ યજમાન બધા અનુભવી હતા. મા’રાજ કરતા વધારે કામ યજમાનોએ જ કરી દીધું. આમ પણ પાટે બેસાડવાની વિધિમાં કઈ જાજુ હતું નહી એટલે અમે બચી ગયા!

વિધિ પતાવીને અમે અમારા ખાટલે જઈને બેઠા. મારા કપાળે પરસેવો વાળ્યો હતો એ લૂછ્યો!

“હાસ! એક કામ તો પત્યું…..” શ્યામુએ બગાસુ ખાતા કહ્યું.

“વહુ ચલે તબ જાણીયો!” મેં કહ્યું.

“એટલે?”

“એટલે ફોટો ડીલીટ થઇ ગયો છે!!!!!”

મને એમ હતું કે ફોટો ડીલીટ થયો એ સાંભળી શ્યામુંનું બહેર મારી જશે પણ એના ચહેરા ઉપર હાસ્યના ભાવ અકબંધ રહ્યા!

“તમે નાહકની ચિંતા ન કરો માસ્તર.” ગજવા માંથી એક કાગળ કાઢતા એ બોલ્યો, “તમે જે વિધિ લખી એ કાગળ મેં લઇ લીધું હતું…….”

મને શાંતિ થઇ અને મેં પગ લબાવ્યા. મારી આંખ મળી ગઈ. જયારે હું જાગ્યો ત્યારે શ્યામું કે વીનું એકેય મને નજરે ચડ્યા નહિ! મેં આસપાસ નજર કરી તો શ્યામું ખૂણામાં બેઠો બેઠો બીડી ફૂંકતો હતો! બીજી તરફ વીનું જેમ હરણના ટોળામાં નબળા હરણને સિંહ શોધતો હોય એમ પેલી કન્યા ને શોધતો હતો! અમારું ખાસ્સું કામ અવરોધ વિના જ પાર પડ્યું હતું એટલે હવે હું જોખમ ઉઠાવી લેવા માંગતો નહોતો.

મેં જઈને વિનુને બાવડેથી પકડી કહ્યું, “વીનું આ ગામ છે શહેર નથી જો આ વસ્તી આ પ્રજા દયા રાખશે ત્યાં સુધી રાખશે પણ જો ખોટું કામ કર્યું તો આખી જિંદગી ખાટલામાં જ રે’વું પડશે…..”

“જબ જબ પ્યારપે પહેરા લગા હે પ્યાર ઓર ભી ગહેર……”

સપનામાં આંટા મારતા વિનુને મેં ચેતવ્યો, “સંજય દત્તની પથારી ફરી ગઈ હતી યાદ છે ને?”

“તમે ન સમજો માસ્તર, આતો લવ એટ ફર્સ્ટ સાઈટ છે!”

“તારે સોસાયટીમાં પણ દર નવરાત્રીએ લવ એટ ફર્સ્ટ સાઈટ થાય છે સાલું આ તારું ફર્સ્ટ ક્યારેય સેકંડ થતું જ નથી!!!!!!” મારા મોઢે ન શોભે એવી ભાષા આવી ગઈ!

“તમે ટાટીયો ના ખેંચો યાર માસ્તર…..” કહી દુર ખસી ગયો.

મને થયું આ વીનું માનવાનો નથી અને ગામની વસ્તી અમને છોડવાની નથી…..મેં જઈને શંકરભાઈ પાસેથી થોડું અફીણ લાવ્યું. વિનુને બોલાવીને એ અફીણ બતાવી કહ્યું, “વીનું આ અફીણ ખાય એને ચક્કર આવે!”

“માસ્તર તમે વ્યસન નથી કરતા એટલે કુછ ભી?????? ” વિનુએ કતક્ષ કરતા કહ્યું…..

મારું તીર બરાબર વાગ્યું હતું. “તો ખાઈને જો!” મેં કહ્યું…..

“ચેલેન્જ?”

“હા ખુલ્લો પડકાર!”

મારા શબ્દો સંભ્લ્ત્ગા જ વિનુની ખોપડી છટકી અને વિનુએ અફીણ લઈને મોઢામાં મૂકી દીધું….. મારું કામ થઇ ગયું થોડી જ વારમાં વીનું ઘેન ચડીને સુઈ ગયો!!!! હાસ હવે એક બાળ તો ટળી…..

થોડીવારમાં જાનૈયાઓ ફટાકડા ફોડતા આવી ગયા. જાનૈયાઓના કદાવર શરીર જોઈ મને ફરી પરસેવો છૂટ્યો!!!!! મેં શ્યામૂને ત્રણ વાર એ સ્ટેપ્સ વંચાવ્યા. વિધિ ચાલુ થઇ એટલે ચાતક નજરે અને ધબકતે કાળજે હું ચોરીમાં ઉભો રહ્યો…… ફેર ચાલુ થયા એટલે મેં શ્યામૂને મંત્રો બોલવા ઈશારો કર્યો પણ “ઓમ મંગલમ ભગવાન………” એથી વિશેષ એ કઈ બોલી શક્યો નહિ….. એની નજર ચોરીમાં ઉભા ખડતલ માણસો ઉપર જ જતી હતી! ગભરાયેલો શ્યામું કન્યાને પકડીને આખા ફેર ફેરવવા લાગ્યો એ જોઈ મનમેં થયું કે હમણાં ચોરીમાં જ કામ તમામ થઇ જશે….. બીજા ફેરે મેં કાનમાં કહ્યું, “લગન વર કન્યા ના છે તમારા નહિ ફેરો અર્ધો ફરો તમે યાર…..”

ધ્રુજતા પગે અદ્ધર જીવે અમે લગ્નની વિધિ પતાવી. બા ના આશીર્વાદથી અમને કોઈ ખરાબ પ્રસંગ નડ્યો નહિ! અમે અમારું સાહસ પાર પડ્યું!!!!! શ્યામસુન્દરને યજમાને અગિયારસો રૂપિયા દક્ષિણા આપી અને અમને રાત વસો ત્યાં જ કરાવ્યો.

બીજા દિવસે અમે જગ્યા ત્યારે સવારે ચા આપવા પેલી કન્યા જે વીનુંને ભટકાણી હતી એજ આવી હતી! ખબર નહિ કેમ? અમે ચા પી લઈને વિદાય લીધી.

રસ્તામાં મેં ફરીથી શ્યામું સાથે યજમાનવૃત્તિ માટે ન જવાના મનોમન સોગંધ લીધા! વિનુની એ બુલેટ કલાકમાં તો અમને ઘરે લઈને આવી ગઈ!

એ વાતને આજે તો બે મહિના વીતી ગયા છે છતાય જયારે વીનું અમને મળે છે ત્યારે એક જ વાત પૂછે છે, “એટલી સ્ત્રીઓ એટલા પુરુષો હતા છતાં ચા આપવા એજ સ્વપ્ન સુંદરી કેમ આવી હશે?”

***

ફરી મળીશું વીનુંના ઇન્ટરવ્યુંમાં….. ત્યાં સુધી ઈન્ટરવલ…..

વિકી ત્રિવેદી “ઉપેક્ષિત”

All rights are reserved. No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of the author.

One Reply to “શ્યામું અને વીનું !”

Comment here