safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -9)

હપ્તો – 1…..      હપ્તો – 2…..      હપ્તો – ૩…..      હપ્તો – 4…..      હપ્તો – 5…..      હપ્તો – 6…..      હપ્તો – 7…..     હપ્તો – 8…..

 

તુષાર પ્લાસ્ટીકના હાથ મોજા પહેરેલ એ ચાલાક વ્યક્તિને થાપ આપી બહાર નીકળી ગયો. બહાર નીકળી તુષારે મુખ્ય દરવાજાને બહારથી લોક કરી નાખ્યો. જરાક વિચિત્ર લાગે છે પણ તુષારે એમને પોતાના જ નિવાસ સ્થાન પર કેદ કરી નાખ્યા. તેને ફરી એક વાર પપ્પાએ કહેલ નિયમો યાદ આવ્યા.

નિયમ#1-પપ્પા અને તે માત્ર બે જાણ જ નિવાસ સ્થાન પર રહેવાની પરવાનગી ધરાવતા હતા.

નિયમ#2-પપ્પાને કહ્યા વિના ક્યારેય ઘર છોડીને ન જવું.

નિયમ#૩-કોઈ અજાણ્યા માણસને ઘરમાં ન આવવા દેવો કે કોઈ અજાણ્યા માણસને ભરોષે ઘર અને સામાન મૂકી ન જવું, ખાસ પેલા પુસ્તકો ભરેલ બેગ.

સોરી, પપ્પા, તુષારે વિચાર્યું. હજુ તે ટીનએજર હતો માટે એક તરુણની જેમ જ વિચારતો હતો આવી ગંભીર સ્થિતિમાં નિયમો તોડવા પડ્યા એ બદલ પણ એ મનોમન પસ્તાવો કરી રહ્યો હતો. પપ્પા હું આજે બધા જ નિયમો તોડી રહ્યો છું મને માફ કરજો. એ જ સમયે એને એક ગન ફાયર સંભળાયો. કદાચ અંદર રહેલ વ્યક્તિએ ગુસ્સામાં આવી એ ફાયર કર્યો હશે કેમકે તે વ્યક્તિ અંદર ફસાઈ ગયો હતો અને બહાર આવી શકે તેમ ન હતો.

તુષારે દોડવાનું શરુ કર્યું કેમકે તે જાણતો હતો કે અંદર રહેલ વ્યક્તિ પાસે ગન છે માટે તેને અંદરથી લોક તોડીને પણ બહાર આવતા વાર નહિ લાગે.

તેણે દોડતા જ બહારની દીવાલ કુદી લીધી, લાયબ્રેરી બહારની પાંચેક ફૂટ ઉંચી દીવાલ કુદવી એના માટે જાણે કોઈ સામાન્ય બાબત કે છોકરાઓનો ખેલ હોય તેમ તેનું શરીર હવામાં ઉચકયું અને જરા પણ સમતોલન ગુમાવ્યા વિના તે દીવાલની પેલી તરફ લેન્ડ થયો. તેના પગ જયારે આસ્ફાલ્ટથી બનેલ રોડને અડક્યા ન અડક્યા તે સાથે જ તેણે ફરી તેની તેજ ઝડપે દોડવાનું શરુ કરી નાખ્યું હતું. જાણે વર્ષોથી વિઘ્ન દોડ કરવા ટેવાયેલ કોઈ ખેલાડી હોય તેમ તેને દીવાલ કુદ્યા બાદ પણ પોતાની સ્પીડ જાળવી રાખી એ જરાક ઓડ લાગી રહ્યું હતું.

તેણે મુખ્ય દરવાજાથી આઠેક મીટર દુરના ભાગેથી દીવાલ કુદી હતી. કદાચ તે જાણતો હતો કે બે માણસો અંદર આવ્યા હતા તો મુખ્ય દરવાજાથી બહાર નીકળવું ન જોઈએ. રિશી કુમારે શિખવેલ નિયમોમાંથી એક નિયમ એ પણ હતો કે ક્યારેય ભાગવા માટે મુખ્ય એન્ટ્રેન્સનો ઉપયોગ ન કરવો કેમકે ત્યાં તમારી રાહ જોઇને કોઈને કોઈ અવશ્ય ઉભું હોય છે. તુષાર પપ્પાના શબ્દોને ચકાસવા માંગતો હોય તેમ તેને મેઈનગેટ તરફ નજર કરી ત્યાં એક એસ.યુ.વી. પાર્ક કરેલ હતી અને તેની બાજુમાં એવા જ કાળા રંગના સૂટમાં સજ્જ એક વ્યક્તિ ઉભો હતો.

તુષાર અને એની નજર મળી એ સાથે તેણે પોતાના કોટમાંથી ગન બહાર નીકાળી તુષાર તરફ નિશાન સાધ્યું. પહેલો શોટ તુષારના ચહેરા સાથે ટકરાયો હોત જો તુષાર સમયસર ખસી શક્યો ન હોત તો!!! પણ સદભાગ્યે તે દિવસના અજવાળામાં પણ ગન ફાયર ને પોતાના તરફ આવતા જોઈ શકતો હતો. તેની કુંડળીની શક્તિઓ જાગૃત થયેલ હતી આથી તે બુલેટના હવામાં પસાર થવાથી ઉદભવતા મુફલડ ઈમ્પેક્ટ જેવા સુક્ષમ અવાજો પણ સાંભળી શકતો હતો અને આથી જ તે પહેલા ગન શોટમાંથી બચાવમાં સફળ રહ્યો હતો કદાચ હવે તેને સમજાઈ રહ્યું હતું કે કેમ રિશી કુમાર હમેશા તેને ટ્રેનીંગ આપતા રહેતા હતા અને કેમ તેઓ વારે વારે શહેર બદલતા રહેતા હતા.

ગોળી સનન કરતી પસાર થઇ ગઈ !! તુષારે એ કાળા સુટ ધારી વ્યક્તિની પાસે જાણે હવામાંથી ઉત્પન્ન થયા હોય તેમ બે બીજા વ્યક્તિઓને એવા જ રંગના સુટમાં દેખ્યા. તેઓ એસ.યુ.વી. પાછળ છુપાયેલ હશે અને પોતાના સાથીને ગોળી છોડતો જોઈ તેની મદદે આવી પહોચ્યા હશે એમ તુષારે અંદાજ લગાવ્યો.

તુષાર ખુસ હતો કે ભલે ટ્રેનીંગ દરમિયાન પપ્પાને ખુશી મળે તેવું પરફોર્મન્સ એ ક્યારેય કરી નહોતો શકતો, ભલે તે પપ્પાને લડાઈમાં માત કરી નહોતો શકતો પણ આજે પહેલીવાર જયારે એ પોતાની પ્રેક્ટીસને રીઅલ પ્રેકટીસમાં મૂકી રહ્યો હતો ત્યારે તેને લાગી રહ્યું હતું કે ખારેખર કલારીપુકામ એ કોઈ સામાન્ય યુદ્ધ કળા નથી જ!! પ્રાચીન સમયની એ કલાની મદદથી શું નથી થઇ શકતું??? જો હાથમાં બંદુક ધારી હુમલાખોરોના હુમલાથી વિના હથીયારે તમને કોઈ કળા બચાવી શક્તિ હોય તો એ કળા સામાન્ય છે તેમતો ન જ કહી શકાય ને ?

આકશમાં વાદળો છવાયેલ હતા છતાં દિવસનું અજવાળું ચારે તરફ ફેલાયેલ હતું. તુષાર ભલે હાઈલી ટ્રેન્ડ હતો છતાં તે તરુણ હતો બિન અનુભવી હતો અને આથી તે ડરની લાગણી અનુભવી રહ્યો હતો. હવાની સ્મેલ પણ સલ્ફર સાથે ફરતી હોય તેમ તેને લાગી રહ્યું હતું. તે જે હવા શ્વાસમાં લઇ રહ્યો હતો તેમાંથી ગન પાવડરની વાસ અનુભવી રહ્યો હતો. તેને ઠંડી લાગી રહી હતી એટલી હદે હવા ઠંડી પડી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું જાણે કે તેના નોસ્ટ્રીલ ફ્રોઝ થઇ ગયા હોય પણ તે પોતે તો ફ્રોઝ ન જ થયો.

સદભાગ્યે એટલા ડર અને નવા અનુભવ છતાં તુષારના પગ જમીન સાથે જડાઈ ન ગયા. તે પોતે ફ્રોઝ નહોતો થયો. પેલા ત્રણ કાળા શૂટવાળા માણસોએ ફરી પોતાના ટ્રીગર પર પોતાની આંગળીઓ પુશ કરી એ પહેલા તુષાર તેની બાજુમાં રહેલ એક રેડ વોલ્વો પાછળ ક્રોચ કરી ચુક્યો હતો. તેને ગન શોટને કારના પાછળના ભાગે અથડાતા સાંભળ્યા. ગન ફાયર થવાના અવાજ અને ગન શોટના બોનેટ સાથે ડક થવાના અવાજો બહેરા બનાવી નાખે તેવા તીવ્ર હતા. તુષારને પોતાને જ સમજાઈ ન હતું રહ્યું કે પોતે એ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકતો હતો.

તે કુદીને રેડ વોલ્વોની પાસે પાર્ક કરેલ ઈલેન્ટરાની પાછળ પહોચી ગયો અને સદભાગ્યે જયા ઈલેન્ટરા પાર્ક કરેલ હતી ત્યાંથી જ મુખ્ય રોડ સાથે એક ડ્રાઈવ-વે જોડાયેલ હતો. જયારે કાળા શૂટ પહેરેલ એ ત્રણ કાતીલો પહેલા વોલ્વો અને ત્યારબાદ તેની આડસમાં થોડીક વાર છુપાઈ રહ્યા બાદ ઈલેન્ટરા સુધી પહોચ્યા ત્યાં સુધીમાં તુષાર એ ડ્રાઈવ-વેમાં ગાયબ થઈ ચુક્યો હતો.

***

 

 

“હેલો!!! પપ્પા. વેર આર યુ???” તુષારે રિશી કુમાર સાથે ફોન મળતા જ કહ્યું.

“ઇન માર્કેટ. શું થયું તારા અવાજ પરથી તું જરાક ગભરાયેલ હોય એમ લાગે છે?” અનુભવી રિશી કુમારે અવાજની તીવ્રતા પળમાં પકડી લીધી.

“હા, પપ્પા. લાયબ્રેરી પર કોઈ અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો હું ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો છું પણ તમે માર્કેટથી કામ પત્યાં બાદ લાયબ્રેરી ન જતા તે લોકો હજુ પણ ત્યાં આપણી રાહ જોઈ રહ્યા હશે.”

“તું અત્યારે ક્યાં છે?” રીશીકુમારના અવાજમાં ચિંતાના વાદળો ઉમટેલા વર્તાઈ રહ્યા હતા.

“ડ્રાઈવ-વે. હું સલામત છું  હું એમને હાથ તાલી આપી નીકળી ગયો છું, લગભગ થોડીકવારમાં હું ડ્રાઈવ-વે પાર કરી માર્કેટમાં નીકળીશ. બસ તમે લાયબ્રેરી ન જતા એ કહેવા માટે જ ફોન કર્યો હતો. હું સલામત છું. આપણે માર્કેટમાં જે સ્થળેથી કિચનવેર ખરીદ્યું હતું એ સ્થળે મળીશું.” દોડતા દોડતા જ તુષાર બધું બોલી ગયો. એના શ્વાસ ધમણ જેમ ફુલાઈ ગયા હતા. ઠંડીમાં પણ શરીર ઉપર પરસેવાના બિંદુઓ ઉપસી આવ્યા એના કપડા લગભગ ધોયા પછી નીચોવેલા કપડા જેટલા ભીના થઇ ગયા હતા. પહેલા ડર, પછી સ્ટીક ફાઈટ, પછી બુલેટથી સંતાવું, પોતાના ચહેરા સામે બુલેટ જોવી અને આખરે એટલું દોડવું કોને ન થકવી દે?

“એ હુમલા ખોર કોણ હતા એનો કોઈ અંદાજ ?”

“ખાસ અંદાજ તો નથી પપ્પા પણ એ લોકો કોઈ સામાન્ય ચોર કે ક્રિમીનલ ન હતા કેમકે લાયબ્રેરી અંદર દાખલ થનાર બે માંથી એક વ્યક્તિ પાસે સ્તમ્ભન શક્તિ હતી. તેણે મારી એસકરીમાં સ્ટીકને હવામાં જ રોકી રાખવામાં સફળતા મેળવી હતી. જયારે બહાર રહેલ ત્રણ માણસો પાસે પણ ગન હતી. કદાચ એ લોકો એજ હતા જેમનાથી આપને બચવા પ્રયાસ કરી રહ્યા છીએ.”

“તને ખબર હતી કે એ લોકો કોણ છે એમના પાસે કેવી શક્તિઓ છે છતાં તું એમની સાથે લડવા કેમ રહ્યો તારે ત્યાંથી માત્ર ભાગવાનું હતું.”

“પણ પપ્પા પરિસ્થિતિ જ કઈક એવી બની ગઈ હતી કે લડ્યા વિના બહાર નીકળવું અશક્ય હતું.”

“હા, પણ હવે તું માર્કેટ ન આવીશ એ સ્થળ તારા માટે સલામત નથી.”

“કેમ?”

“કેમકે હું માર્કેટમાં નથી હું માર્કેટથી જરાક દુર છું માટે તારે કોઈ અન્ય સલામત સ્થળ શોધવું પડશે.”

“હું કવિતાના ઘરે ચાલ્યો જાઉં એનું ઘર અહીંથી નજીક જ છે?”

“હા, હું તને લેવા સીધો ત્યાજ આવીશ હું આવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. અને અત્યારે કોઈને આ હુમલા વિશે જાણ ન કરીશ.”

“ઓકે પપ્પા.” કહી તુષારે ફોન કાપી નાખ્યો.

ફોન ડીસકનેક્ટ કર્યા પછી દસેક મિનીટ બાદ તે ડ્રાઈવ-વે છોડી ચુક્યો હતો. હવે તેને કદાચ કોઈ તેનો પીછો કરી રહ્યું હશે એ ડર પણ નહોતો રહ્યો કેમકે હવે તે ફરી મુખ્ય રોડ પર હતો જ્યાં અમદાવાદની રોજની મેદની અને ટ્રાફિક હતી, ઠેર ઠેર પોલીસ અને સી.સી.ટી.વી. લગાવેલ હતા માટે હવે ફરી હુમલો થવાનો કોઈ ડર નહોતો.

કવિતાના ઘરે જતા પહેલા તે ઘરે છે કે નહિ તે જાણી લેવું યોગ્ય રહેશે એવા વિચાર સાથે તુષારે ફરી પોતાનો ફોન બહાર નીકાળ્યો, દોડવાનું બંધ કરી અને કોન્ટેક્ટ લીસ્ટમાંથી કવિતા ગાલાનો નંબર ડાયલ કર્યો.

“કવિતા ગાલા???”

“યસ, તુષાર.”

“વેર આર યુ?? આઈ વાંટ ટુ મિટ યુ. આપણા વચ્ચે હમણાં જ વાત થઇ હતી.”

“મેં અડધા કલાક સુધી રાહ જોઈ હતી પણ તું ન આવ્યો એટલે હું આર્ટ ગેલેરી ગઈ છું.”

“ઓકે વાંધો નહિ હું પણ આર્ટ ગેલેરી નજીક જ છું હું તને ત્યાજ મળી લઈશ.”

“હા, હું ગેલેરીમાં તારી રાહ જોઉં છું.”

“બાય.” કહી તુષારે ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો.

તેણે આસપાસ નજર દોડાવી, તે કવિતા સાથે જુઠ્ઠું બોલ્યો હતો બાકી ખરેખર તો તે આર્ટ ગેલેરીથી પાંચેક કિલોમીટર દુર હતો.

“હેય, ચાંદખેડા આર્ટ ગેલેરી?” તેણે રસ્તાની બાજુ પર  ઉભા રહી એક ઓટો ને રોકતા કહ્યું.

“હા, ચાંદખેડા પણ છેક ગેલેરી સુધી નહિ જાય હું તમને સર્કલ પર ઉતારી દઈશ. ત્યાંથી ગેલેરી નજીક જ છે ચાલતા પણ માત્ર દસેક મીનીટનો રસ્તો છે.”

“ભલે, હું મેનેજ કરી લઈશ.” કહી તુષાર ઓટોમાં ગોઠવાયો.

અમદાવાદમાં ઓટો ડ્રાયવરો કોઈ અજબ ઉતાવળમાં હોય છે અને એમાં પણ તુષાર જે ઓટોમાં હતો એમાં એના સિવાય માત્ર બે જ સવારી હતી એટલે ડ્રાયવર માટે ઓટોને ટેક્સીની ગતિએ ચલાવવાનું કામ મુશ્કેલ ન હતું. તુષારે ધાર્યું હતું એનાથી પણ ઓછા સમયમા ઓટો એ તેને ચાંદખેડા સર્કલ પર ઉતારી દીધો.

ઓટોમાંથી ઉતરી તેણે પોતાનો હાથ જીન્સ પોકેટમાં ફમ્બલ કર્યો અને સદભાગ્યે તેનો હાથ તેના વોલેટ સાથે બહાર આવ્યો. ડ્રાયવરને ભાડું આપી તે ચાલતો જ ગેલેરી તરફ જવા લાગ્યો. તેને ખુસી થઇ કે તેનું વોલેટ તેની જીન્સના પોકેટમાં હતું નહીતર તેણે ભાડું ચુકવવા માટે ફાંફા પડી જાત. આમ પણ તેને રિશી કુમાર તરફથી સુચના મળેલ જ હતી કે હમેશા પુરા કપડામાં રહેવાનું આખી બાયનો શર્ટ કે ટી- શર્ટ અને જીન્સ, પગમાં ફરજીયાત કેનવાસ શૂજ હોવા જ જોઈએ, પોતાનું વોલેટ, મોબાઈલ અને માર્શલ નાઈફ ને ક્યારેય પોતાની જાતથી અલગ ન થવા દેવા. આજે તેને સમજાઈ રહ્યું હતું કે કેમ પપ્પા એ બધી સૂચનાઓ આપતા રહેતા હતા, વારંવાર આપતા રહેતા.

કદાચ રિશી કુમારે શિખવેલ દરેક ચીજ તેના જીવતા રહેવા માટે કેટલી જરૂરી હતી તે તેને હવે સમજાઈ રહ્યું હતું. તેને ફરી એક વાર પોતાની ચારે તરફ નજર કરી આસપાસ ચાલતા લોકો તરફ જોઈ લીધું પણ તેને કાંઈજ શંકાસ્પદ લાગ્યું નહિ, તેને કાઈ શંકાસ્પદ લાગ્યું નહિ કે કોના પર શંકા કરવી એ તે નક્કી કરી શકતો ન હતો એ પણ ચોક્કસ કહી શકાય તેમ ન હતું કેમકે તેણે દુશ્મનોને ક્યારેય જોયેલ જ ન હતા, બસ એ પહેલી મુલાકાતમાં કેટલાક ચહેરા જોયા હતા પણ હજુ કેટલા ચહેરા અંધારામાં છે તે જાણતો નહોતો.

કદાચ કોઈ અજાણ્યા વિસ્તારમાં જવાનું હોત તો તેને કોઈને માર્ગ પૂછવાની જરૂર પડી હોત પણ આર્ટ ગેલેરી અને લાયબ્રેરી એક જ માલીકના હતા અને એ માલીક રિશી કુમારનો મિત્ર હતો આથી તે ગેલેરી જવાનો રસ્તો તેને ખબર હતો બાકી એ શહેરમાં આવ્યાને એને હજુ એક અઠવાડિયું પણ માંડ થયું હતું એ શહેર એના માટે અજાણ્યું જ હતું.

દસેક મિનીટ ચાલ્યા બાદ ખરેખર પેલા ઓટોવાળાએ જાણે ચાલતા ગેલેરી સુધી જઈને રસ્તો માપેલો હોય તેમ તુષારને પોતાની આંખો સામે આર્ટ ગેલેરીનું વિશાળ મકાન દેખાયું. એના દેખાવ પરથી એમ લાગતું હતું કે આઝાદી પહેલા કોઈ રાજ મહેલ તરીકે વપરાતું એ સ્થળ હવે ગેલેરી તરીકે રીનોવેટ કરવામાં આવ્યું હશે. તેના બહારના દેખાવ પરથી એ જરાય ગેલેરી જેવું લાગી રહ્યું ન હતું.

આર્ટ ગેલેરીમાં પ્રવેશ્યા બાદ પણ તુષારે કવિતાને શોધવા માટે ખાસ પૂછ પરછ કરવી પડી નહિ અને એના બે કારણ હતા એક તો આર્ટ ગેલેરી કહી શકાયત તેવી વિશાળ પણ ન હતી અને બીજું એ કે એની બાંધકામની રીત જરા પણ ટ્રીકી ન હતી, કદાચ કોઈ અંગ્રેજ ઇજનેરના હાથે તેનો નકશો તૈયાર થયેલ હોય તો ના ન કહી શકાય કેમકે ત્યાના મોટા ભાગના જુના બાંધકામોમાં ડોમ્સ આર્કિટેક સ્ટાઈલ વપરાયેલ હતી જયારે આ ઈમારત હેક્ઝાગોનલ વિન્ડો પેટર્ન ધરાવતી હતી જે ખાસ અંગ્રેજી બાંધકામોમાં જ જોવા મળે છે, કદાચ તે ભારતમાં બ્રિટીશ શાશનની હજુ સુધી જોવા મળતી અસરોમાની એક અસર હતી.

તુષાર અંદર પર્વેશ્યો કે તરત જ રીશેપ્નીસ્ટ તરીકે બેઠેલ એક યુવતીના ડાબી તરફના ભાગે લાગેલ કેટલાક પ્રાચીન ચિત્રો સામે મિટ માંડીને ઉભેલ કવિતા તેને નજરે પડી. તેના જમણા હાથમાં પકડેલ મગમાંની કોફી એમજ ઠંડી થઇ રહી હતી પણ તેનું જાણે કોફી તરફ ધ્યાન જ નહોતું તે પેલા ચિત્રને જોઈ કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલ હતી. જોકે ચિત્ર જોઈ ગમે તેને નવાઈ લાગે તેમ હતી કેમકે એવું ચિત્ર કોઈ મ્યુજીયામમાં હોવું જોઈએ, એ ચિત્ર એક આર્ટ ગેલેરીમાં શું કરી રહ્યું હતું તે સમજાય તેવી બાબત ન હતી. કદાચ આર્ટ ગેલેરીના માલીકને એન્ટીક ચીજોનો શોખ હશે અથવા આજ કાલ એન્ટીક ચીજો લટકાવી સ્ટેટ્સ બતાવાય છે તે હેતુથી એ ચિત્ર દીવાલ પર ટાંગવામાં આવ્યું હશે.

“હાય, કવિતા. એમ આઈ લેટ?” તુષારે એની પાસે પહોચતા કહ્યું.

“હાય, નોટ હિયર બટ એટ હોમ, સ્યોર.”

“આઈ એપોલોજાઈઝ ફોર ઈટ.”

“ઇટ્સ ઓકે, કેન આઈ ગેટ યુ અ કપ ઓફ કોફી?”

“સ્યોર” તુષારે કહ્યું, “ગ્રેટ, નો ક્રીમ, નો સુગર.”

કવિતાએ પોતાના હાથમાં રહેલ કપ નજીકના ટેબલ પર મુક્યો અને પછી કોફી મશીન તરફ જવા લાગી. તેણીએ એક કપમાં પોટમાંથી ક્રીમ લેસ કોફી પોર કરી.

કવિતા ફરી એજ ગતિથી તુષાર પાસે પહોચી અને કપ તેના હાથમાં આપ્યો.

“થેંક યુ.”

“યુ આર વેલકમ.” તેણીએ કહ્યું અને એક સ્માઈલ આપી, તેના હોઠ અને ચહેરા બંને વડે અપાયેલ તે સ્મિત હતું. તેની આંખો સવારનું સ્વાગત કરતા સુરજ જેવી વેલ્કમીંગ હતી.

“તો, તું મને રૂબરૂ મળવા માંગતી હતી?”

“હા, એ બધું પછી પણ તું આમ એકાએક શહેર છોડીને??”

“મને ખબર છે એ બહુ વિચિત્ર લાગે છે પણ મારા જીવનમાં બધું અસામાન્ય જ થાય છે. મને પોતાને યાદ નથી મેં કેટલા શહેર બદલ્યા છે.” તુષારે કોફીનો ઘૂંટ લેતા સ્વસ્થ થઇ કહ્યું.

“સોર્રી, આઈ કેન સી ઈટ.”

“ઇટ્સ ઓકે મારા માટે એ હવે સામાન્ય ઘટના જેવું બની ગયું છે. પણ તને શું કામ હતું? કોઈ ખાસ વાત?”

“હા, આપણે મારી કેબીનમાં બેસી વાત કરીએ તો સારું.”

“એઝ યુ વીશ.” તુષાર સમજી ગયો કે કવિતા કોઈ ખાનગી વાત કરવા માંગે છે માટે તે પોતાની કેબીનમાં લઇ જવા માંગે છે.

બંને કેબીન તરફ જાય છે. કેબીનમાં પ્રવેશતા પહેલા તુષાર ચારે તરફ એક નજર કરે છે રીસેપ્નીસ્ટ પર બેઠેલ મહિલા હજુ તેના ટાઈપીંગ વર્કમાં બીઝી હતી અને તેનાથી ત્રીજા નંબરના ડેસ્ક પર બેઠેલ વ્યક્તિ કોઈ વીજીટરને કઈક સુચન કરી રહ્યો હતો. આર્ટ ગેલેરીની મુલાકાતિઓમાં પણ એને કોઈ શંકાસ્પદ દેખાયું નહિ. તુષારની આદત હતી કે એ કોઈ પણ સ્થળમાં દાખલ થતા પહેલા પોતાની આસપાસ એક વાર જોઈ લેતો અને એને ત્યાં દાખલ થતા કોણ કોણ જોઈ રહ્યું છે એ જાણી લેતો. રિશી કુમાર તરફથી એને મળેલી દરેક સૂચનાનું એ પાલન કરતો, ચુસ્ત પાલન કરતો એમ કહો તો પણ ચાલે.

“હેવ અ સીટ પ્લીઝ.”

“થેન્ક્સ, ઓફીસ બહુ સારી છે.”

“હા, પણ હું કાયમ માટે અહી નથી. આજે મારો છેલ્લો દિવસ છે હું નોકરી છોડી રહી છું.” કવિતાએ બેસતા કહ્યું.

“કેમ? એ પુસ્તકની શોધ પૂરી થઇ ગઈ કે પછી ફરી કઈક નવું શોધવા નીકળવું છે?” તુષારે મજાકમાં કહ્યું.

“હા, કઈક શોધવા જ નીકળવું છે પણ આ વખતે કઈક એવું છે જે એ પુસ્તક કરતા પણ વધુ મહત્વનું છે.”

“એ શું છે?” તુષારને લાગ્યું કે પોતે મજાકમાં પુછેલ સવાલને કવિતાએ ગંભીર પણે લઇ લીધો હતો.

“મારા ભાઈને.”

“વોટ?? ભાઈને?”

“હા, મારો ભાઈ બે દિવસથી મિસિંગ છે. હું એને શોધવા જવા માંગું છું.”

“પણ તું એને ક્યા શોધીશ??? તારી પાસે એના કોઈ સમાચાર છે?”

“સમાચાર તો નથી પણ કદાચ એની શોધમાં નીકળીશ તો કોઈ કલુ મળી જશે.”

“હા, હું સમજી શકું છું પોતાના લોકોને ખોવાનું દુ:ખ શું છે મેં પણ મમ્મીને ગુમાવી છે પણ સોરી આમ કોઈ ખબર કે ટ્રેસ વગર કોઈને શોધવું અશક્ય છે.”

“જાણું છું પણ મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી, મેં એની સલામતીનું કોઈને વચન આપેલ છે.”

“કોઈને વચન?”

“હા, કોઈને.”

“કોને?”

“એના મમ્મી પપ્પાને.”

“એના મમ્મી-પપ્પાને??? મતલબ એ તારો ભાઈ નથી….!!!” તુષારનું બીજું વાક્ય પણ વિધાન કરતા પ્રશ્નાર્થ વધુ હતું.

“હા, એ મારો ભાઈ નથી પણ મારા માટે મારા સગા ભાઈ કરતા પણ એ વધુ છે આજે હું જે કાઈ છું, આજે મારો પરિવાર જે કઈ છે એ બધું માત્ર એના અને એના મમ્મી પપ્પાને લીધે છે.”

“પણ તું આ બધું મને કેમ કહી રહી છે?” તુષારને નવાઈ લાગી રહી હતી કે કોઈ વ્યક્તિ માત્ર બે ચાર મુલાકાતમાં આટલું મોટું રહસ્ય પોતાની સામે કેમ ખુલ્લું કરે.

“કેમ કે કદાચ બીજું કોઈ નથી જેને હું આ બધું કહી શકું.”

“મારું પણ કઈક એવું જ છે અમે સતત કોનાથી ભાગતા ફરીએ છીએ એ પણ હું નથી જાણતો. અને મારા પરિવારને નામે માત્ર મારા પિતા છે અને મિત્રને નામે માત્ર તું.”

“હું જાણું છું માટે જ તો આ બધું તને કહી રહી છું બાકી હું અને મારા મમ્મી-પપ્પા સિવાય કોઈ આ વાત નથી જાણતું.”

“શું તને એન.પી.એફ. અને પી.એસ.આઈ. કોડ લેન્ગવેજ વીશે કાઈ નોલેજ છે?”

“પી.એસ.આઈ. કોડ લેન્ગવેજ વિશે ખાસ નથી પણ એન.પી.એફ. વિશે હું જાણું છું. ભૌતિક વિજ્ઞાનના જે પ્રાચીન રહસ્યો આપણા જુના ગ્રંથોમાં કેદ છે તેના વિશે મેં ખુબ જ સંભાળેલ છે. જોકે એ કહેવુ મુશ્કેલ છે કે ભારતીય વિજ્ઞાન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના મૂળ રચયિતા કોણ છે, ભારતીય વેદોમાં એ માહિતી સાચવાયેલ છે જેના પ્રથમ પગથીયા સુધી પણ હજુ પશ્ચિમી વિજ્ઞાનીકો પહોચી નથી શક્યા જોકે દુખની વાત એ છે કે હાલના મોટા ભાગના પ્રિન્ટેડ ગ્રંથોમાં જે માહિતી મળે છે એ સાચી નથી રહી પ્રાચીન શ્લોકો સાથે કોઈ કારણ સર ચેડા કરવામાં આવ્યા છે અને એનો કોઈ કારણ સર નાશ કરવામાં આવ્યો છે.” કવિતાએ કહ્યું, “પણ આ બધું તું અત્યારે કેમ પૂછી રહ્યો છે? એને સંદીપના શોધવા સાથે શું મતલબ છે?”

“હા, મતલબ છે હું ફરીને એજ મુદ્દા પર આવી રહ્યો છું પણ જો સીધો જ એ મુદ્દા પર આવીશ તો મારી વાત સાંભળી તને હસવું આવશે અને કદાચ તું મને પાગલ પણ માનીશ.” તુષારે કહ્યું.

“ઓકે તને પ્રસ્તાવના બાંધવી હોય તો છૂટ છે”

“સ્યોર હું પ્રસ્તાવના બંધીસ કેમકે એ જરૂરી છે તે કહ્યું તે મુજબ આજ મોટા ભાગની માહિતીના સ્ત્રોતો અવિશ્વાશનીય બની ગયા છે શું સાચું છે અને શું ખોટું છે તે અંદાજ લગાવવો મુશ્કેલ થઇ ગયું છે પણ કેટલીક માહિતી તો અત્યારે પણ ભરોષા પાત્ર છે જેમકે મુર્હત, આપણા જ્યોતિષીઓ આજે પણ પ્રાચીન ગ્રંથોમાં દર્શાવેલ નિયમોના ઉપયોગ વડે તૈયાર થયેલ પંચાંગની મદદથી મુર્હત નીકાળે છે અને મને લાગે ત્યાં સુધી એ મુર્હત કેટલેક અંશે સચોટ હોય છે. જેમકે પંચાંગમાં દર્શાવવામાં આવે છે કે આ દિવશે આ સમયે અને દુનિયાના આ ભાગમાં સૂર્ય ગ્રહણ કે ચંદ્રગ્રહણની અસર દેખાશે અને પંચાંગની માહિતી ક્યારેય ખોટી પડતી નથી.” કહી તુષારે દરવાજા તરફ એક નજર કરી. ઓટોમાં ફૂંકાતા પવનને લીધે એના કપડા સુકાઈ ગયા હતા પણ હજુ તેના ધબકારા તેજ હતા. જોકે કવિતાને શું થયું હશે એનો જરાય અણસાર આવ્યો હોય એમ લાગતું નહોતું.

“હા મેં પણ વાંચ્યું છે કે એન્સાઈન્ટ ઋષિઓએ કેલેન્ડરના નિયમો બનાવ્યા છે જેમાં આજ સુધી ચૂક નથી થતી અને પ્રાચીન ગ્રંથો પર વિશ્વાસ કરવાનું સૌથી મોટું કારણ હોય તો તે છે ઋષિ મુનીઓ દ્વારા કરવામાં આવેલ સૌર મંડળ વિશે ની રીસર્ચ. જયારે દુનિયાના અન્ય લોકોને ગ્રહ કે ઉપગ્રહ જેવા શબ્દોનું જ્ઞાન પણ ન હતું એ સમયે આપણા ઋષિઓએ ગ્રહો વિશે જાણકારી મેળવી લીધી હતી અને કદાચ એ કામ માટે એમને કોઈ ખગોળીય દૂરબીનની પણ જરૂર ન હતી પડી. ગણિતશાસ્ત્રમાં આપણા ઋષીઓનું જે યોગદાન છે એ તો સૌથી મહત્વ નું છે. દુનિયાને સંખ્યા જ્ઞાન આપ્યું છે,” કવિતાએ તેની વાતમાં ટેકો પૂર્યો અને કદાચ એટલે જ તુષાર પ્રસ્તાવના બાંધી આગળ વધવા માંગતો હતો.

“હા, પણ એ બધું જ્ઞાન સમય સાથે ભુલાતું ગયું અને સૌથી દુખદ ઘટના એ થઇ કે કેટલાક લેભાગુ લોકો જે કહેવાતા વિદ્વાનો હતા એમને એ સાચા જ્ઞાનમાં પોતાનું બનાવટી જ્ઞાન ઉમેરી નાખ્યું જેથી લોકો એ ખોટા જ્ઞાનને અનુસરવા લાગ્યા અને દિવસે દિવસે લોકોનો એ જ્ઞાન પરથી વિશ્વાસ ઉઠતો ગયો બાકી પતંજલિ યોગસુત્ર, પિતામહ થીયરમ, વશિષ્ઠ થીયરમ, રોઅમક થીયરમ, પાવાલીક થીયરમ, વરાહ મિહિરની થીયરી અને આર્યભટ્ટનું યોગદાન જોતા એમ લાગે છે કે એ સાચી માહિતી ગુપ્તકાળ સુધી સચવાયેલ હતી પણ ત્યારબાદ વિદેશી આક્રમણકારોના સમય દરમિયાન, એમના શાસન દરમિયાન યા તો એમના વડે અથવા આપણા જ લોકો વડે એ માહિતી વિદેશીઓના હાથે ન લાગી જાય તે માટે તેનો નાશ કરી દેવામાં આવ્યો અને એને બદલે ખોટી માહિતી ધરાવતા પુસ્તકો આગળ ધારી દેવામાં આવ્યા.” તુષારે કોફી પૂરી કરી મગ બાજુના ટેબલ ઉપર મુક્યો.

“મતલબ જે ગુપ્ત કાળને આપણે સાહિત્યનો સુવર્ણ યુગ સમજીએ છીએ એ યુગમાં ખરેખર નવું સાહિત્ય લખવાને બદલે જુનું સાહિત્ય છુપાવવાનું અને બનાવટી સાહિત્ય તૈયાર કરવાનું કામ થયું હતું?” કવિતાએ નવાઈ પામી હોય તેમ પૂછ્યું.

“હા, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી એ સાચું છે. કેમકે એના પહેલાના સમય દરમિયાન આપણા પાસે બધું જ હતું. તને ખબર છે કે વારાણસી, નાલંદા, તક્ષશિલા, અને વલભી જેવા સ્થળો વિધાના ધામો હતા, જયારે વિદેશના લોકો યુનિવર્સીટીની ડેફીનેશન પણ ન’તા જાણતા આપણા દેશમાં વિશ્વવિધ્યાલયો ધમધમતા હતા, કદાચ તને ખબર હોય તો નાલંદામાં ધર્મગંજ નામનું એક વિશાળ પુસ્તકાલય હતું, હાલ પાકિસ્તાનના રાવળપીડી એટલે તે સમયની તક્ષશિલામાં ચોસઠ વિધાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું અને આ બધુ કાઈ ખાસ જુનું નથી, આ બધું સાતમી સદી સુધી અકબંધ હતું. આયુર્વેદમાં પારાની ભસ્મનો ઔષધી તરીકે ઉપયોગ થતો હતો જેમાં નેનો પાર્ટીકલ્સ હતા. જયારે નેનો કાણની શોધ તો પશ્ચિમના વિજ્ઞાનીકોએ વીસમી સદીમાં કરી છે. પરંતુ આપણા આર્યુવેદ્બાના નિષ્ણાતો જાણતા હતા કે મીણબતીની મેશ અને આકાશની વીજળીમાં કુદરતી રીતે જ નેનો કણનું અસ્તિત્વ હોય છે અને તેના પરથી જ તેમને ભસ્મમાં એ નેનો કણ માનવનિર્મિત રીતે બનાવ્યા હતા. તો આ બધું જ્ઞાન એકાએક સાતમી સદી બાદ ગાયબ કઈ રીતે થઇ ગયું? ધર્મગંજ નામનું પુસ્તકાલય ક્યા ગયું અને એ ચાર વિશ્વવિધ્યાલયો શું રાતોરાત નાશ પામ્યા?” તુષાર હવે ખુલીને પોતાનું જ્ઞાન કહેતો હતો.

“તું કહેવા શું માંગે છે?” કવિતાએ કહ્યું, “મને કાઈ સમજાઈ નથી રહ્યું?”

“એ જ કે આ બધું કાઈ રાતોરાત તો નાશ ન પામે ને?? કમસેકમ એ મહાનગરો ને ચાર વિશ્વીધ્યાલયો અને મહાન પુસ્તકાલયને નાશ પામતા અનેક વર્ષો થયા હશે. મને લાગે ત્યાં સુધી સાતમી સદી સુધી એ અકબંધ હતું તો એટલી મોટી ઉપલબ્ધીને ખતમ થતા સો બસો વરસ તો થયા જ હશે? એટલે કે દસમી સદી સુધીમાં તે નાશ પામી રહ્યું અને ત્યારબાદ ફરી અગિયારમી સદીમાં એકાએક સાહિત્ય અને કલાનો સુવર્ણ યુગ આવી ગયો??? ના કદાચ ગુપ્ત યુગમાં એ સમયની બચી ગયેલ માહિતીને ગુપ્ત બનાવવાનું કામ થયું હતું.” તુષાર અંદાજ લગાવી રહ્યો હતો.

“એનો અર્થ એકે અત્યારે પણ એ નિષ્ણાતોનું લખેલ સાહિત્ય ક્યાંક સચવાયેલ છે અને એ લોકો એનો ઉપયોગ કરી નવા સંશોધન કરતા રહે છે. પણ એક વાત નથી સમજાતી એ લોકો હજુ નેનો કણનો ઉપયોગ તબીબી ક્ષેત્રે કેમ કરી નથી રહ્યા?””

“કેમકે એ સાહિત્ય મોટાભાગે સંસ્કૃતમાં અને એ પણ શ્લોકોમાં લખાયેલ હતું. લાખો શ્લોક જે માત્ર બણાવટી માહિતી આપતા હોય તેમાંથી સાચા શ્લોકો શોધવા મુશ્કેલ છે વળી તે શ્લોકો પૂરી સમજ આપવાને બદલે માત્ર પહેલીની રીતે માહિતી આપતા હોય છે એનામાં બધું એક કોડની જેમ કહેલ હોય છે અને મને નથી લાગતું હાલના જમાનામાં કોઈ એવો કોડ બ્રેકર હોય જે પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ કોડને ડેસીફર કરી શકે. શું તને નથી લાગતું એ લોકોએ વેદોનું અંગ્રેજી ભાષાંતર કેમ કર્યું હશે??? કેમ એ લોકો સંસ્કૃતને મુખ્ય વિષય રાખી પી.એચ.ડી. કરવા ભારતના વીધ્યાલાયોમાં આવે છે? સંસ્કૃત દુનિયામાં બિલકુલ ચલન ન ધરાવતી ભાષા હોવા છતાં એ લોકો કેમ એને શીખી રહ્યા છે. શું તને નથી લાગતું કે જુના પુસ્તકોમાંથી કેટલીક માહિતી ગાયબ છે જેમકે વિમાન પર્વનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રોમાં કેમ નથી?? કેમકે વિમાન પર્વની માહિતી પરથી જ પશ્ચિમના સાયન્ટીસ્ટ વિમાન બનાવવામાં સફળ રહ્યા છે. તેમને જાણ છે કે સંસ્કૃત તેમના માટે કેટલી ઉપયોગી છે, જેઓ જાણે છે કે એક સમયે સંસ્કૃત ભાષા બોલનારા ભારતીય લોકો ટેકનોલોજી અને વિજ્ઞાનમાં તેમનાથી આગળ હતા અને એટલે જ તેઓ સ્વીકારે છે કે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કોમ્યુટર લેન્ગવેજ તરીકે થઇ શકે તેમ છે. તેમના લીન્ગીસ્ટીક અને અન્ય વૈજ્ઞાનિકોનું માનવું તો એવું છે કે સંસ્કૃત ભાષા બોલવાથી ઉચ્ચારણ શકતી વધે છે અને કોઈ વ્યક્તિને અમુક શબ્દો બોલવામાં તકલીફ પડતી હોય તો તે પણ તેનાથી ઠીક થઇ શકે છે. મતલબ કે માત્ર સંસ્કૃત ભાષા બોલવી એ સ્ટેમીંગ (જીભ અટકાતી હોય એવી બીમારી)નો ઉપચાર હોઈ શકે તો અન્ય કેટલા રહસ્યો એ ભાષામાં છુપાયેલા હશે એનો તો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.” તુષાર વધુને વધુ ધારણાઓ બાંધતો હતો જેમાં લોજીક અને સત્ય હતું જ. કવિતા પણ એને ધ્યાનથી સાંભળી રહી હતી.

“હા, હું એ બધામાં વિશ્વાસ રાખું છું એટલા સુધી કે મેં પ્રાચીન પુસ્તકોનો અભ્યાસ કરીને એક થીયરી પણ તૈયાર કરી છે જેની મદદથી હું સંદીપને ઠીક કરવા માંગતી હતી પણ એ પહેલા જ હું એને ખોઈ બેઠી.”

“પરંતુ મારી પાસે એનાથી પણ આગળની એક થીયરી છે જેના ઉપયોગથી બધુ જ ઠીક થઇ શકે તેમ છે. જો આપણે એ પુસ્તક મેળવી લઈએ તો?”

“પણ ત્રીજા પ્રકરણનું શું?”

“બસ એ ત્રીજું પ્રકરણ આપણે શોધવું રહ્યું. કેમકે એનામાં એક ભૌતિક વિજ્ઞાનના એ નિયમો છે જે આજકાલ જાપાનીઝ અને અમેરિકન વિજ્ઞાનીકો ક્વોનટમ ફીજીક્સને નામે ઓળખાવે છે. એલબર્ટ આઈન્સટાઈને જે નિયમોના આધારે કહ્યું છે કે સમય યાત્રા શક્ય છે બસ એના માટેના કેટલાક નિયમોની આપણે શોધ કરવી પડે તેમ છે. મારા માનવા મુજબ કદાચ તેમાં એજ નિયમો છે.” અંતે તુષારે વર્ષોથી મનમાં રાખેલી વાત કહી દીધી.

“એ તલાશ તો હું વર્ષોથી કરી રહી છું. સંદીપના મમ્મી યોગના અભ્યાસુ હતા અને સંસ્કૃતના જાણકાર હતા એમણે જ મને એ બધી માહિતી આપી હતી પણ એ બધું જ્ઞાન હોવા છતાં એમની હત્યા થઇ ગઈ અને એમનું એ જ્ઞાન એમને કાંઈજ કામ ન લાગ્યું.” કવિતા એટલું બોલતા ઉદાસ થઇ ગઈ.

“કેમકે એમને માત્ર એ પુસ્તક અને પ્રકરણ વિશે માહિતી હતી, તેમના હાથમાં એ પુસ્તક ક્યારેય આવ્યું જ નહી હોય.” તુષારે ચેરમાં ટેકો લીધો.

એકાએક કવિતાના ફોનની રીંગ વાગે છે.

“એસ્ક્યુઝ્મી હું ફોન રીસીવ કરી લઉં.” કહી કવિતાએ ફોન ઉઠાવી કાને ધર્યો.

“હા, પપ્પા?”

“બેટા સંદીપના સમાચાર મળ્યા છે તું જલદી ઘરે આવ, આપણે બહાર જવાનું છે.” સામે છેડેથી રાકેશ ગાલાનો અવાજ સંભળાયો.

“એ ઠીક તો છે ને?”

“હા.”

“પપ્પા તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, એ મળી ગયો હોય કે એ ક્યાં છે એના સમાચાર મળ્યા હોય તો તમારો અવાજ આમ રડમસ ન હોય. શું થયું છે મને સાચું કહો?”

“કાંઈજ નથી થયું બેટા બસ તું ઘરે આવ હું તને બધું જ સમજાવીસ. મારે થોડુક કામ છે હું ફોન મુકું છું.”

“હલો, પપ્પા.” કવિતાએ કહ્યું પણ પપ્પાએ ફોન મૂકી દીધો હતો.

“શું થયું?” તુષારે પૂછ્યું.

“પપ્પાનો ફોન હતો, સંદીપ મળી ગયો છે એમ કહ્યું પણ એ મારાથી કઈક છુપાવી રહ્યા છે એમના અવાજ પરથી નથી લાગતું કે બધું બરાબર છે. મારે જવું જોઈએ.”

“હું પણ સાથે આવીશ.”

“હા, આમ પણ મને કોઈની જરૂર છે કોઈ એવાની જેને હું મિત્ર કહી શકું.”

“આઈ સી.” તુષારે કહ્યું અને બંને આર્ટ ગેલેરીની બહાર નીકળી ગયા.

લેખક : વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ અને મહેન્દ્ર ત્રિવેદી ‘દેવ’

ક્રમશ: વધુ આવતી કાલે…..

Comment here