safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -7)

હપ્તો 1  હપ્તો 2   હપ્તો ૩   હપ્તો 4   હપ્તો 5   હપ્તો 6  આગળના હપ્તા બાકી હોય એ લોકો માટે….. અને કોમેન્ટમાં તમારા અભિપ્રાય જણાવજો કે વાર્તા કેવી લાગે છે???

સંદીપ એક અંધારા સ્થળે ઉભો હતો. તેની આસપાસ રહેલ ઉંચી અને બહુમાળી ઇમારતોમાં અત્યારે ક્યાય કોઈ જીવન હોય તેવું લાગતું નહોતું કેમકે રાત્રીનો સમય હતો અને માત્ર એ વિસ્તારમાં માનવ વસ્તી છે એનો એક જ પુરાવો એ બહુમાળી ઇમારતોમાં જગારા મારતી લાઈટો સિવાય ક્યાય ન હતો. તેને એ પણ ખયાલ ન હતો કે તે પોતે કોણ છે કે? ક્યા છે?? એ કયા સ્થળે હતો અને એ સ્થળે એ કેમ હતો? એ પણ એને ખયાલ ન હતો. તે પોતે ક્યાં ઉભો છે તે જાણવા તેણે આસપાસ નજર દોડાવી પણ તેને પોતાની જમણી તરફ એક ડમ્પ્સ્ટર અને પોતાના પગ નીચે આસ્ફાલ્ટની બનેલ કાળી રાતથી પણ ઘેરી સડક તથા એ સડકને કિનારે પુલ ઓફ કરેલી કેટલીક કાર અને મોટર સાયકલ સિવાય કશુ જ ન દેખાયું. એ ચીજો પરથી તે પોતે ક્યા છે એનો અંદાજ લગાવવો તેના માટે મુશ્કેલ હતો.!

હું ક્યા છું? હું અહી કઈ રીતે આવ્યો? હું અહી કેમ આવ્યો? શું મને અહી કોઈ લાવ્યું છે? કે હું પોતે જ  અહી આવ્યો છું? તેના મનમાં વીજળી વેગે સવાલો દોટ લગાવી રહ્યા હતા.

એ શૂન્ય બની ઉભો હતો કદાચ તેને એમ લાગી રહ્યું હતું જાણે તે ટેલીવિઝન પર કોઈ ફિલ્મ ચાલી રહ્યું હોય અને તે ફિલ્મનું પાત્ર બની ગયો હોય. કોઈએ એકાએક કનેક્શન કેબલ ખેચી લીધો હોય અને પરદા પર રહેલ વ્યક્તિ તેના સ્થળે ચોટી ગયેલ હોય. બસ હવે એ કનેકશન પાછુ ન મળે ત્યાં સુધી પોતે કાંઈજ કરી શકવા અસમર્થ હોય તેમ લાગી રહ્યું હતું.

તે કોઈ લાગણી ન અનુભવી રહ્યો હોય તેમ એને લાગી રહ્યું હતું કદાચ કોઈ લાગણી તેના મનમાં દોડી રહી હતી તો પણ એ લાગણીને કોઈ નામ આપવા તે અસમર્થ હતો કેમકે કઈ લાગણીને શું નામ આપી શકાય તે પણ તે નહોતો જાણતો.!!!! તે શું હતો??? કાંઈજ નહિ. તે કોણ હતો??? કોઈજ નહિ. તે બસ એક મરેલ માણસથી કઈક જ વધુ હતો કદાચ એના અને એક મૃત્યુ પામેલ વ્યક્તિ વચ્ચે એક જ તફાવત હતો કે ડેડબોડી શ્વાસ નથી લેતી જયારે એ જોર જોરથી હાંફી રહ્યો હતો.

શું હું બીમાર છું???

સંદીપના મનમાં એક સવાલ ઉદભવ્યો અને એ સાથે જ તેના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. એ લખલખું શિયાળાની ઠંડી રાતને લીધે પસાર થયું હતું કે તેનો થીજી ગયેલો ભય તેને ધ્રુજાવી રહ્યો હતો તે તેને સમજાઈ નહોતું રહ્યું. કદાચ દરેક યાદદાસ્ત ગુમાવી નાખનાર વ્યક્તિની સ્થિતિ એવી જ થતી હશે તો કઈ નવાઈ ન કહેવાય !!!

કદાચ હું બીમાર છું એમ એણે માની લીધું પણ બીજી જ પળે થયું કે જો હું બીમાર છું તો હું આ બધું વિચારી કેમ શકું છું???

માનસિક બીમાર વ્યક્તિ ક્યારેય વિચારી શકતો નથી, એમાય પોતાની મેન્ટલ બીમારી વિશે તો નહિ જ કેમકે એને જાણ જ નથી હોતી કે તે માનસિક બીમાર છે. તેનું મન લોજીકલ રીઝન આપવા સક્ષમ હતું અને એનો અર્થ એ હતો કે તે બીમાર ન હતો. સંદીપ જાણતો હતો કે કોઈ માનસિક બીમાર વ્યક્તિ કોઈ ચીજ લોજીકલી સમજી શકતો નથી કે કોઈ ચીજ લોજીકલી સમજાવી શકતો નથી જયારે તે પોતે તો પોતાની જાતને જ લોજીકલી સમજાવી રહ્યો હતો જે કદાચ દુનિયામાં સૌથી અઘરું કામ છે કેમકે માનસિક સ્થિતિ સારી હોય તેવા માણસો પણ પોતાની જાતને કોઈ કોઈ વાર લોજીકલી કોઈ ચીજ સમજાવવામાં નિષ્ફળ જતા હોય છે. કદાચ માનવ મન હોય જ છે એવું!!

સંદીપ અને મૃત્યુ પામેલ વ્યક્તિ વચ્ચે એક જ તફાવત હતો તે જીવી રહ્યો હતો અને ડેડમેનને એવી કોઈ ઈચ્છા નથી હોતી. પણ સંદીપ જીવવા માંગતો હતો. તે જાણવા માંગતો હતો કે તે કોણ છે? તે ક્યા છે? અને કેમ છે??? તે જાણતો હતો કે મરી જવું મતલબ બધુ જ ખોઈ નાખવું પણ એની પાસે ખોવા માટે ક્યાં કશું હતું જ??? છતાં પણ એનું મન મરવા ન હતું ઇચ્છતું એને આશા હતી કે એ જાણી લેશે કે તે કોણ છે??

તેને પોતાના હ્રદયના ધબકારા સંભળાઈ રહ્યા હતા તેનો અર્થ હતો કે તે જીવિત હતો પણ તેને કોઈક બીજા અવાજો પણ સંભળાઈ રહ્યા હતા. કેટલાક અજાણ્યા અવાજો કદાચ એવા અવાજો જેમનાથી એ બિલકુલ પરિચિત ન હતો. કદાચ એવા અવાજો જે એના માટે એકદમ અજાણ્યા હતા. એવરીથીંગ વોઝ વેઇરડ!!!

સંદીપે એ અવાજો ને ચોખ્ખા સાંભળવાનો પ્રયાસ કર્યો. પણ કાંઈ જ સાફ સંભળાઈ ન હતું રહ્યું. તે જાણે કોઈ અંધકારના સમુદ્રમાં તરી રહ્યો હતો!!!!! શું તે તરી રહ્યો હતો??? ના, કદાચ તે અંધકારના સમુદ્રમાં ડૂબી રહ્યો હતો. તેની ચારે તરફ રહેલ અંધકાર વધુને વધુ ઘેરો થઇ રહ્યો હતો. તેને એક નજર આકાશ તરફ કરી કદાચ તે ભગવાનને કોઈ ફરિયાદ કરી રહ્યો હતો, કેટલી અજીબ વાત છે માણસ પોતાની જાતને ભૂલી જાય છે પણ એને ભગવાન તો યાદ જ હોય છે કદાચ ભાષા જ્ઞાન અને ભગવાન આ બે ચીજ મગજમાં કોઈ એવી જગ્યાએ સંગ્રહાયેલ હોય છે કે જેના પર યાદદાસ્ત ચાલ્યા જવાની કોઈજ અસર થતી નથી માટે જ યાદદાસ્ત ગુમાવી નાખેલ વ્યક્તિને પોતાનું નામ સુધ્ધા ખબર નથી હોતી પણ એનું ભાષાનું જ્ઞાન અકબંધ રહે છે. યાદદાસ્ત ગુમાવ્યા પહેલા તેની પાસે જેટલી ભાષાનું જ્ઞાન હોય છે તેટલી જ ભાષાઓ તે યાદદાસ્ત ગુમાવ્યા બાદ પણ બોલી અને સમજી શકે છે. પણ આવું કેમ? કદાચ વિજ્ઞાન માટે પણ આ વાત એક પડકાર રૂપ છે?

તેને લાગી રહ્યું હતું જાણે તે ફરીથી જન્મ્યો હતો અને તેની પાસે એક નવા જન્મેલા બાળકની જેમ કોઈ પણ યાદો વિનાનું મન હતું. બસ અહી ફરી એક જ તફાવત હતો નાના બાળક પાસે ભાષા જ્ઞાન નથી હોતું અને તેની પાસે ભાષા જ્ઞાન હતું.

તેની દ્રષ્ટિ જાંખી પડી રહી હતી. તેને એમ લાગી રહ્યું હતું જાણે તે તૂટેલા કેલિડોસ્કોપની આરપાર જોઈ રહ્યો હતો. તે પોતાની આસપાસની ચીજ અને તેની વચ્ચે પાણીથી ભરેલો સ્વીમીંગ પુલ બાધા બનીને રસ્તો રોકી રહ્યો હોય તેવું અનુભવી રહ્યો હતો. કદાચ ઝાંખપને લીધે બધું શોર્ટ સાઈટ થયેલ હતું.

તે પોતાની આસપાસના વાતાવરણને અનુભવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પોતાની આપપાસ દેખાતા રંગોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની આસપાસ ઉંચી બીલ્ડીગોનો અને કોન્ક્રીટથી બનેલ માળખા દેખાઈ રહ્યા હતા એને એમ લાગી રહ્યું હતું જાણે તેની ચારે તરફ ઉભેલ ગગનચુંબી ઈમારતો તેને નવાઈથી જોઈ રહી હતી. તે કોઈ એક અજાણ્યી શેરીમાં ઉભો હતો. તેની જમણી તરફ એક ડમ્પસ્ટર પોતાની દુખદ કહાની સંભળાવી રહ્યું હોય તેમ આડું પડેલ હતું.

એકાએક તેનું ધ્યાન તેનાથી થોડેક દુર ઉભેલ એક વ્યક્તિ તરફ ગયું. એ વ્યક્તિ તેની તરફ જોઇને બુમો પાડી રહ્યો હતો. સંદીપની આંખો હવે એ અંધકારમાં જોવા માટે ટેવાઈ ગઈ હોય તેમ તેને એ વ્યક્તિ દેખાયો પણ દરેક વખતની જેમ તેની સામે ઉભેલ વ્યક્તિ તેને માટે એકદમ અજાણ્યો હતો તે એ વ્યક્તિને પહેલી વાર જોઈ રહ્યો હતો જોકે તેને તો એમ જ લાગી રહ્યું હતું કે તે પોતાની જાતને પણ પહેલી વાર જ જોઈ રહ્યો હતો.

સંદીપે તે વ્યક્તિને વધુ સારી રીતે જોવાનો પ્રયાસ કર્યો. તેને તેનું વધુ અવલોકન કરવાનો પ્રયાસ કર્યો જેથી કદાચ તેને કઈક એવું દેખાઈ જાય જેનાથી એ તે અજાણ્યા વ્યક્તિને ઓળખી શકે. તેને એવું તો કાંઈજ ન દેખાયું જેનાથી એ વ્યક્તિને ઓળખી શકાય પણ તે વ્યક્તિના હાથમાં રહેલ ગન જોઈ તે સમજી ગયો કે તે વ્યક્તિ જે હોય તે દુશ્મન હતો કેમકે કોઈ દોસ્ત તમારી સામે ટેલર સૂટમાં સજ્જ થઇ તમારી તરફ ગન એન કરીને ઉભેલ નથી હોતો.

સંદીપે જોયું કે તે વ્યક્તિ તેને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ તે પોતેય ડરેલ હોય તેમ લાગી રહ્યું હતું કેમકે તેનો ગન પકડેલ હાથ ધ્રુજી રહ્યો હતો અને તે સંદીપથી ખાસ્સું એવું અંતર જાળવી રહ્યો હતો. તે તેની તરફ જોઇને સતત બુમો પાડી રહ્યો હતો. તે વાર વાર તેની ગનને તેની તરફ પોઈન્ટ કરી રહ્યો હતો.

સંદીપે ગનના મઝલ તરફ નજર કરી તેની પર સપ્રેશર લગાવેલ હતું. સંદીપને પોતાને નવાઈ લાગી કે તેને ગન પર લગાવેલ એ ચીજની ઓળખ કઈ રીતે હોઈ શકે????? તે પોતે યાદદાસ્ત ગુમાવી ચુક્યો હતો તેને પોતાનું નામ પણ યાદ ન હતું તો એને એ ખયાલ કઈ રીતે હોઈ શકે કે ગનની મઝલ પર લગાવેલ એ નાનકડી ચીજ સાઉન્ડ મોડેરેટર કે સાયલેન્સર હતું..???

તે સાઉન્ડ મોડેરેટર વિશે કઈ રીતે જાણતો હતો એ વિચારવાનો સમય ન હતો કેમકે એ જાણી ચુક્યો હતો કે એ શા માટે હોય છે? તે જાણતો હતો કે સાઉન્ડ મોડેરેટર શું કહી રહ્યું હતું.?

હું પ્રોફેશનલ છું.

હું નિર્ણય કરીને નીકળેલ છું. અને હું સારી રીતે જાણું છું કે હું શું કરવા જઈ રહ્યો છું.

અને એ ત્રણ ચીજો પરથી એટલું તો નક્કી જ હતું કે તે વ્યક્તિનો ઈરાદો શું હતો.

ગન જોઈ ડરવું જોઈએ એવી મને ખબર કઈ રીતે પડી??? સંદીપને થયું. હું કઈ રીતે જાણી શકું કે કોઈ વ્યક્તિ તમારી સામે ગન એન કરે ત્યારે તમારે શું કરવું જોઈએ???

તે વ્યક્તિ હજુ સંદીપ તરફ ગન એન કરી જોર જોરથી કઈક બોલી રહ્યો હતો પણ સંદીપને કાંઈજ સમજાઈ ન હતું રહ્યું. કદાચ સંદીપ તેની વાતને સમજી ન હતો રહ્યો એના લીધે એ વ્યક્તિ વધુ ગુસ્સે થયેલ હતો અને બની શકે તેટલી વધુ કોશીશ તેને ડરાવવાની કરી રહ્યો હતો.

“મને કાઈ સંભળાઈ નથી રહ્યું.” સંદીપે તેની તરફ જોઈ કહ્યું.

સંદીપના શબ્દો સાંભળતા જ એ વ્યક્તિના ચહેરા પરનો ડર વધુ ઘેરો બની રહ્યો હતો. સંદીપ પણ સમજી ચુક્યો હતો કે તે વ્યક્તિ સંદીપથી ડરી રહ્યો હતો બસ તેને સમજાઈ નહોતું રહ્યું તો એ જ કે તે વ્યક્તિ કેમ ડરી રહ્યો હતો???

સામે વાળો વ્યક્તિ ડરી રહ્યો હતો તે બાબત સંદીપને એકદમ નવાઈ પમાડે તેવી લાગી રહી હતી અને એ બાબત હતી પણ નવાઈ પામવા જેવી જ. હાથમાં ગન સાથે ઉભેલ વ્યક્તિ તેની સામે ઉભેલ ખાલી હાથ ટીનએજ છોકરાથી ડરવા લાગે એ વાત જરા ન સમજાય તેવી તો હતી જ.

ફરી તે ગન વાળો ટેઈલર શૂટ ધારી વ્યક્તિ કઈક બબડ્યો. હવે તેના અવાજ પરથી એમ ન હતું લાગી રહ્યું કે તે સંદીપને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય પણ એમ લાગી રહ્યું હતું કે તે પોતેજ ડરી રહ્યો હતો.

સંદીપે ફરી તેના હોઠ ફફડતા જોયા પણ તેને કાંઈજ બરાબર સમજાયું નહિ. તે કોઈ લીપ રીડર ન હતો. તેને અવાજો સંભળાઈ રહ્યા હતા પણ બધુજ ફૂઝી હતું. બધુજ ડીસ્ટોરટેડ હતું. કશુ જ કલીયર ન હતું., એમ લાગી રહ્યું હતું જાણે તે કોઈ ખરાબ થઇ ગએલ ઓડિયો કેસેટ સાંભળી રહ્યો હોય.

સંદીપ વિચારી રહ્યો હતો કે કેમ તે કાઈ સાંભળી શકતો ન હતો. શું તે ભાષાજ્ઞાન ભૂલી ચુક્યો હતો??? ના, એવું તો ન હતું કેમકે તે પોતાના મન સાથે વાતચીત કરી રહ્યો હતો અને તેની પાસે કોઈ એક ભાષાનું જ્ઞાન તો અકબંધ હતું જ જોકે તે કઈ ભાષા હતી તે બાબતથી તે અજાણ હતો.

કદાચ…???? કદાચ ટેઈલર સુટ કોઈ એવી ભાષા બોલી રહ્યો હોય જેની મને જાણ ન હોય?? સંદીપને થયું.

તેને પોતાના મનમાં એક દોડ લગાવી કદાચ કઈક એવું મળી આવે જેનાથી તેની સામે ઉભેલ એ વ્યક્તિને કે તેની ભાષાને જાણી શકાય. તેણે પોતાની યાદોને ફમ્ફોસવાનો પ્રયાસ કર્યો પણ તેને એજ યાદ ન હતું કે એ કેવી રીતે અને ક્યાંથી એ અંધારી ગલીમાં આવી ચડ્યો હતો તો એનાથી વધુ કાઈ જવાબ મળવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો.

“હું કોણ છું??? શું તું મને ઓળખે છે???” સંદીપે એ વ્યક્તિ તરફ જોઈ કહ્યું.

કદાચ કોઈ અન્ય વ્યક્તિ એ સ્થિતમાં હોય તો એમ પૂછત કે તું કોણ છે??? પણ સંદીપના સવાલો જરાક અજીબ હતા તે સામેવાળી વ્યક્તિને પૂછી રહ્યો હતો કે હું કોણ છું??

પેલો વ્યક્તિ એકદમ ગભરાઈ ગયો. તેની આંખની કીકીઓ એવી રીતે ફરી રહી હતી જાણે કે તે ભૂત ભાળી ગયો હોય….! અહી કદાચ તેને એમ લાગી રહ્યું હતું કે તે કોઈ ભૂત સાથે વાતચીત કરી રહ્યો હોય. તેના હાથ ધ્રુજવા લાગ્યા. એકાએક તેણે પોતાની જાતને સંભાળી લીધી હોય તેમ ગન પરની પોતાની પકડ મજબુત બનાવી. તેનો ગન પકડેલ હાથ હવે ધ્રુજી ન હતો રહ્યો, તેણે સંદીપ તરફ ગન એન કરી અને એ સાથે જ એક ધડાકો થયો.

એ ધડાકા બાદ એક પળમાં બધું શાંત થઇ ગયું પણ એ ધડાકો એ ગનથી ન હતો થયેલ, કેમકે ગનમાં સાઉન્ડ મોડેરેટર લગાવેલ હતું તેથી ગન શોટનો આવાજ થવાનો કોઈ પ્રશ્ન જ ન હતો.

એ ધડાકો એ વ્યક્તિ ઉછળીને તેની પાછળ રહેલ ડમ્પસ્ટર સાથે અથડાવાને લીધે થયો હતો. તે વ્યક્તિ કોઈ અજીબ રીતે, કોઈ મોટા વાવાજોડામાં કોઈ વ્યક્તિ દુર ફંગોળાઈ જાય તેમ ફન્ગોળાઈને તેની પાછળના તે મેટલના ડબ્બા સાથે અથડાયો હતો.

સંદીપ દોડીને તેની પાસે ગયો.

“હું કોણ છું???” સંદીપે તેની તરફ જોઈ પ્રશ્ન કર્યો પણ કોઈ અર્થ ન હતો તે વ્યક્તિ પોતાની ચેતના ખોઈ ચુક્યો હતો. તે વ્યક્તિ બેભાન થઇ ગયો હતો. કદાચ મેટલના ડબ્બા સાથેની અથડામણને લીધે તેના માથાના પાછળના ભાગમાં ઈજા થઇ હતી. કદાચ એનું નાનું મગજ બહેર મારી ગયું હોય…!!

સંદીપ જાણી ચુક્યો હતો કે હવે તે વ્યક્તિને વધુ પુછતાછ કરવાનો કોઈ અર્થ ન હતો કેમકે તે પણ પોતાની જેમ જ કઈ જ જવાબ આપવા માટે અસમર્થ બની ચુક્યો હતો. સંદીપ તેની પાસેથી ઉભો થયો અને ગલીમાં બીજા છેડા તરફ જવા લાગ્યો. થોડીક વાર ચાલ્યા બાદ સ્ટ્રીટ લાઈટો આંધળી થઇ ગયેલ હતી કે ત્યાં સ્ટ્રીટ લાઈટ હતી જ નહી કેમ પણ સંદીપ એ અંધકારમાં ગરકાવ થઇ ગયો અને દેખાતો બંધ થઇ ગયો.

***

મિસ્ટર રીશીકુમાંરની કાર હાઈવે પર સ્પીડથી દોડી રહી હતી. તુષાર તેમની બાજુની સીટ પર બેસવાને બદલે આ વખતે તેમની પાછળની સીટ પર બેઠેલ હતો. તે હજુ વર્ધમાન કોણ હતો અને તેને એ કાગળો ક્યા છુપાવ્યા હશે એ જ વિચારોમાં ખોવાયેલ હતો.

“તુષાર ઘરે પહોચતા જ ફટાફટ પેકિંગ કરી લેજે ત્યાં સુધીમાં હું એક નવી કાર લઇ આવીશ મને લાગે છે કે હવે આ જૂની કારણે ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે.” રિશી કુમારે પાછળ જોયા વિના જ કહ્યું.

“પણ કોઈને હજુ ખબર ન નથી પડી કે આપણે ક્યા છીએ તો આ જગ્યા છોડવાની જરૂર શું છે? જુઓ કોઈ આપણો પીછો પણ નથી કરી રહ્યું.”

રીશીકુમાર સાયલંટ રહ્યા.

“હું આ સ્થળ છોડીને નથી જવાનો. માત્ર ધારણાઓ અને કલ્પનાઓના આધારે તો નહિ, હવે આમ માત્ર સ્પેક્યુલેસનના આધારે તો નહિ જ.” તુષારે મક્કમ બનતા કહ્યું.

રીશીકુમારે એકદમ નવાઈ પામ્યા હોય તેમ તુષાર તરફ જોયું અને ત્યારબાદ કશું જ બોલ્યા વિના તેમણે કારને રસ્તાની બીજી તરફ લઇ  પુલ ઓફ કરી.

“મને ખુશી છે કે તે કોઈને મિત્ર બનાવ્યા છે અને હું વિચારું છું કે કવિતા એક સારી મિત્ર છે પણ આપણે અહી રહી શકીએ તેમ નથી. આ સ્થળ છોડવું જ પડશે.” રિશી કુમારે કહ્યું.

“આ બધું કવિતા માટે નથી. બસ હું જાણવા માંગું છું કે કોઈ કારણ વિના હું કેમ એક શહેરથી બીજા શહેર ભટકતો રહું છું…??” તુષાર ખરો ત્રાસી ગયો હતો.

“કેમકે હું ઈચ્છું છું.” રિશી કુમારના અવાજમાં જરાક કડકાઈ ઉમેરાઈ. અંદર ક્યાંક પિતાના નિર્ણય તારે માનવા જ પડે એવી ઝલક છુપાયેલી હતી.

“પણ તમે એવું કેમ ઈચ્છો છો?”

“કેમકે આજ સુધી મારા એ બધા નિર્ણયને લીધે જ આપણે સલામત છીએ.”

“પણ અહી આપણે સલામત જ છીએ ને?”

“નથી, તેઓ આપણા સુધી પહોચ્યા નથી પણ એનો અર્થ એ નથી કે તેઓ બહુ દુર છે. તેઓ બહુ જ નજીક હોય તેવું હું અનુભવી રહ્યો છું. કદાચ બની શકે કે તેઓ આપણો પીછો ન કરી રહ્યા હોય પણ આપણે પોતે જ એમની નજીક આવી ગયા છીએ આટલી મોટી વાત મારા ધ્યાન બહાર કઈ રીતે રહી ગઈ એજ મને નથી સમજાતું.”

“કઈ વાત??”

“એ જ કે વર્ધમાન અહીથી નજીકના શહેરમાં જ મૃત્યુ પામ્યા હતા.”

“વોટ?? તેઓ તો ઉતરપ્રદેશમાં મ્રત્યુ પામ્યા હતા.”

“નો અમે ઉતર ગુજરાત માટે ઉતરપ્રદેશનો કોડ વાપરી વાત કરી રહ્યા હતા.”

“વોટ ધ હેલ આર યુ ટોકિંગ. ધે ડાઈડ હિયર.!!” તુષાર જાણે એકદમ ડઘાઈ ગયો.

“યસ, ધેટ ઈઝ લાઈક હેલ. ટ્રુથ ઈઝ ઓલવેઝ લાઈક હેલ. હવે ધ્યાનથી સંભાળ હું તને લાયબ્રેરી ઉતારી શહેર જઇ લોટમાંથી કોઈ જૂની કાર ખરીદી આવીશ ત્યાં સુધીમાં તું પેકિંગ કરી લેજે. મને નથી ખબર પણ કેમ મને લાગે છે કે તેમણે ટ્રેકિંગ માટેની કોઈ નવી ટેકનોલોજી આપનાવી છે જેના વિશે પણ આપણે માહિતી મેળવવી પડશે. મને લાગે આપણને એ નવી ટેકનોલોજીની મદદથી શોધી લેતા વાર નહિ લાગે એ જયારે આપણને શોધી લેશે વિ વિલ ડાઈ.” રીશીકુમારે ફરી કાર હાઈવે પર દોડાવવા માંડી.

“પણ આપણે એમની સામે લડી કેમ ન શકીએ. હવે તો હું લગભગ બધી રીતે તૈયાર છું સ્તમ્ભન પર પણ મેં કાબુ મેળવી લીધો છે.”

“તું હજુ તૈયાર નથી. કમસેકમ એમની સામે લડવા માટે તો નહિ જ. મને ખબર છે તારી શક્તિઓ વધી રહી છે પણ હજુ તું એ લેવલમાં નથી પહોચ્યો જે લેવલમાં આવ્યા બાદ પણ તારી મમ્મી ને એ લોકોએ મારી નાખી હતી.”

“મમ્મીને મારી નાખી હતી??? એ એક રોડ એક્સીડેન્ટ હતો. મને બચાવતા મમ્મીની જીવ ગયો હતો. ઈટ વોઝ માય ફોલ્ટ.” તુષાર જોરથી બોલ્યો.

“ઈટ વોઝ નોટ યોર ફોલ્ટ. તને બચાવતા મમ્મીનો જીવ ગયો હતો તે બરોબર છે પણ એને તું રોડ અક્ષમાત સમજતો હતો તે બરાબર નથી.” રિશી કુમારે હળવે રહીને અસલ વાત તુષારને જણાવવા માંગતા હતા જેથી આઘાત ન લાગે.

“શું થયું હતું?”

“એજ જે ચાલ તેઓ દરેક સાથે રમે છે. તેમણે એક સ્પિડીગ કારના ચાલકનું માઈન્ડ હેક કરી તેને તારા તરફ રવાના કર્યો અને જયારે મમ્મી તને બચાવવા આવી અને એ કાર ચાલકનું માઈન્ડ તેમના કાબુમાંથી મુકત કરવામાં પોતાના મનની શક્તિ વાપરવામાં વ્યસ્ત હતી તેજ સમયે બીજી કાર કે જેના ચાલકનું માઈન્ડ પણ હેક કરેલ હતું તે એને ટારગેટ બનાવી ગઈ. ઈટ વોઝ અ માઈન્ડ જેકર ગેમ. અ ગેમ ઓફ માઉસ એન્ડ કેટ. ધ મર્ડર ગેમ. થેંક ગોડ કે તારી મમ્મી પણ માઈન્ડ હેકર હતી એટલે આજે તું મારી સામે સલામત છે તને નથી ખબર કે આટલા વર્ષ તને જીવિત રાખવા કેટલા લોકોએ કુરબાની આપી છે?.”

“વોટ?? મમ્મી માઈન્ડ હેકર હતી???” તુષારની આંખો ફાટી ગઈ.

“હા, અને આ વાત આજ સુધી તારાથી છુપાવી કેમકે એ બધું સાંભળવા માટે તું તૈયાર ન હતો પણ મને લાગે છે કે હવે તું એ બધું સાંભળવા માટે તૈયાર છે. અને તારે એ બધું જાણવું જોઈએ.” કહેતા લાયબ્રેરીના દરવાજે રીશીકુમારે કાર પુલ ઓફ કરી.

“ગેટ ડાઉન. અને પેકિંગ કરી રાખજે. હું હમણાં જ આવું છું.” રિશી કુમારે કહ્યું.

તુષાર અનીચ્છાએ દરવાજો ખોલી નીચે ઉતર્યો અને લાયબ્રેરીમાં જવા લાગ્યો. તે એ સ્થળ છોડી જવા ન હતો માંગતો. તેને જીવનમાં પહેલી વાર કોઈ મિત્ર મળ્યું હતું – કવિતા. તે કવિતાને છોડીને જવા ન હતો માંગતો. તો બીજી તરફ તેનું મન કહી રહ્યું હતું કે મમ્મીએ મને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એ જીવન કોઈ નાદાન પ્રેમ કે દોસ્તી માટે ખોઈ નાખવું યોગ્ય નથી કદાચ તે હજુ કસમકસમાં હતો કે કવિતા તેના માટે એક મિત્ર હતી કે મિત્રથી વધુ કઈક બની ગઈ હતી.????

વિચારોમાં ને વિચારોમાં તે એ લોખંડનો ગેટ વટાવી લાયબ્રેરી હોલની પ્રેમીસનો પેસેજ પાર કરી લાયબ્રેરીના મુખ્ય દરવાજા સુધી પહોચી ગયો હતો તેનો તેને અંદાજ પણ ન હતો રહ્યો. કદાચ તેનું મન કોઈ નિર્ણય પર નહોતું પહોચી શકે તેમ અને તે વિચારોમાં ડૂબેલ હતો એટલે જ તેને જીવનની સૌથી મોટી ભૂલ કરી નાખી તે લાયબ્રેરી હોલના લાકડાના દરવાજાને બંધ કર્યા વિના જ અંદર ચાલ્યો ગયો.

વિચારોમાં ખોવાયેલ તેના મગજને ખયાલ જ ન રહ્યો કે તે નિયમ નંબર એકને ભૂલી ગયો હતો – હમેશા બધા દરવાજા અને બારીઓ અંદરથી બંધ રાખવી, એકલા હોઈએ ત્યારે તો ખાસ. કદાચ આજ તેને પહેલીવાર રીશીકુમારે કહેલ નિયમોના પાલનમાં કોઈ ભૂલ કરી હતી. પણ કહે છે ને કે બચવા વાળાને રોજ નસીબની જરૂર પડે છે પણ મારવા વાળાનું નસીબ એક દિવસ કામ કરી જાય તો પણ બચવા વાળાના નસીબે કાયમ સાથ આપ્યો હોય તેનો કોઈ જ અર્થ નથી રહેતો અને કદાચ આજે એજ દિવસ હતો!!!!

તે લાયબ્રેરીહોલમાં પહોચી તે અને કવિતા પેહલીવાર જયા મળ્યા હતા તે સ્થળે થોડીકવાર ઉભો રહ્યો, તેની આસપાસના સેલ્ફમાં રહેલ અગણિત પુસ્તકો તરફ એક નજર કરી. કેટલું અજીબ હતું એક પુસ્તક માટે પોતાને આવા લાખો પુસ્તકોની મૈત્રી છોડીને જવું પડી રહ્યું હતું.?

તુષાર માટે એ લાલ અને ભૂરા રંગના કાપડમાં બાઈન્ડ કરેલ પુસ્તકો પણ મિત્રોથી કમ ન હતા કેમકે જીવનભર તેનો કોઈએ સાથ આપ્યો હોય તો તે હતા એ પુસ્તકો, તેને યાદ આવ્યું તે નાનો હતો ત્યારે પપ્પાએ જાતે જ કોટનના કપડામાં બાઈન્ડ કરેલ બત્રીસ પુતળીની વાર્તાઓ તેને વાંચવા માટે આપી હતી અને તેણે એ દરેક વાર્તા રસ પૂર્વક વાંચી હતી તેને થઇ રહ્યું હતું કે તેનું પોતાનું જીવન પણ એ વાર્તાના નાયકથી કેટલું મળતું આવે છે બસ ફરક એટલો જ કે તે રાજા નહોતો કે તેની મદદ કરવા માટે કોઈ વેતાળ નહોતો. તેને વિક્રમ રાજા પોતાના કરતા વધુ નસીબદાર લાગી રહ્યો હતો જોકે તે એક વાત પર સહમત હતો કે તેણે વિક્રમ રાજા જેટલા દુ:ખ અને તકલીફો કે એના જેટલી મુશ્કેલીઓનો સામનો ન હતો કર્યો.

આખરે વિચારોમાંથી બહાર આવી, બધા અન્ય વિચારોને ફંગોળી દઈ તેને એક જ વિચારને મનમાં સ્થાન આપ્યું કે આ સ્થળ છોડીને જવું જ પડશે અને ત્યારબાદ અંદરના એ રૂમ કે જ્યાં તેમણે પોતાનો સામાન ગોઠવ્યો હતો ત્યાં જઈ પેકિંગ કરવા લાગ્યો.

લેખક : મહેન્દ્ર ત્રિવેદી (દેવ) અને વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here