safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -5)

હપ્તા 1 ની લીંક…..  હપ્તા 2 ની લીંક…..  હપ્તા ૩ ની લીંક….. હપ્તા 4 ની લીંક…..  આગળના હપ્તા બાકી હોય એ માટે…..

 

રિશી કુમારની કાર લાયબ્રેરી ગ્રાઉન્ડ છોડી બહાર નીકળી. રીશીકુમાર ડ્રાઈવર સીટ પર હતા અને તુષાર એમની બાજુમાં બેઠેલ હતો, તુષારના ચહેરા પર નવાઈના ભાવ ચોખ્ખા દેખાઈ રહ્યા હતા.

“પપ્પા આમ એકાએક આપણે ક્યા જઈ રહ્યા છીએ?” તુષારે તેના પપ્પાના ચહેરાનું અવલોકન કરતા પૂછ્યું જેથી પપ્પા ખોટો જવાબ આપે તો તેને ખબર પડે. તુષાર રીશીકુમારના ચહેરા પરથી જાણી જતો કે તેઓ ક્યારે સાચું બોલી રહ્યા છે અને ક્યારે ખોટું બોલી રહ્યા છે, કોઈ પણ વ્યક્તિ પોતાનાથી કાઈ છુપાવી રહ્યો હોય તો એ તુષારને ખબર પડી જ જતી એમાય તેના પપ્પાની તો ખાસ.!!

“બસ એક જુના મિત્રને મળવા?” કારને હાઈવે પરથી ડાબી તરફના લેન પર વાળતા રીશીકુમારે કહ્યું.

“આમ એકાએક કોઈને મળવા??? તમે તો લેધર મંગાવ્યું હતું અને કોઈ બુકને સ્પેશિયલ બાઉન્ડ કરવાના હતાને?”

“હા, પણ એને મળવાનું મને વધુ ખાસ લાગ્યું એટલે…..” રિશી કુમારે ફરી જવાબ આપ્યો પણ હજુયે નજર રોડ પર જ રાખી હતી, તેઓ તુષાર તરફ જોઈ ન હતા રહ્યા કદાચ તેઓ કાળજી પૂર્વક સંભાળીને કાર ચલાવવા માંગતા હતા કે કદાચ તેમને ડર હતો કે જો તેઓ તુષાર તરફ જોશે તો તુષાર એમના ચહેરા પરથી જાણી જશે કે તેઓ અર્ધ સત્ય બોલી રહ્યા હતા.

“હા, પણ તમે સામાન્ય સંજોગો કરતા વધુ ઝડપથી કેમ ચલાવી રહ્યા છો?”

“કેમકે થોડાક સમયમાં એ મિત્ર એક લાંબી યાત્રા પર નીકળી જવાનો છે અને એ પહેલા આપણે તેને મળી લેવાનું છે.”

“શું હું એ ખાસ મિત્ર વિશે કાઈ ખાસ જાણી શકું?”

“હા, કેમ નહી? એ એક લેખક છે જેનાથી મળવું તને ગમશે.”

“લેખક!!” તુષારના મો માંથી એક ઉદગાર સરી પડ્યો. તુષાર ક્યારેય એક લેખકને મળ્યો ન હતો તે હમેશાથી એક લેખકને મળવા ઈચ્છતો હતો.

રિશી કુમાર સામાન્ય કરતા વધુ સ્પીડથી કાર ચલાવી રહ્યા હતા. કદાચ તેઓ જે સ્થળે પહોચવું હતું ત્યાં પહોચવા ખુબ જ ઉતાવળા હતા. એકાદ કલાક એ લેન પર ચાલ્યા બાદ તેમની કાર એક સાંકડા રસ્તા તરફ વળી. એ મારગ આગળ જતા ધૂળિયા મારગમાં પરિણમી ગયો.

ચારે તરફ ઘાસથી છવાયેલ ટેકરીઓ તેમનું સ્વાગત કરી રહી હતી. સુરજ ટેકરીઓની પાછળ સંતાઈ જવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું હતું.

“આપણે હજુ કેટલું દુર જવાનું છે?” તુષાર એ લાંબી મુસાફરીથી કંટાળી ગયો હોય તેમ લાગતું હતું.

“બસ પહોચવા જ આવ્યા છીએ.”

લગભગ ટેકરીઓનું સામ્રાજ્ય પૂરું થવા આવ્યું હતું અને હવે ચારે તરફ સામાન્ય ગામડાના મકાનો દેખાવા લાગ્યા હતા. એક નજરે જોતા જ ખ્યાલ આવી જાય તેમ હતો કે એ ગ્રામ્ય વિસ્તાર હતો.

“શું એ લેખક અહી રહે છે?” તુષારે નવાઈ પામતા કહ્યું.

“કેમ એક લેખક માટે તને આ સ્થળ યોગ્ય નથી લાગતું?”

“ના, એમ નહી પણ….?”

“પણ શું…?? શું લેખકને તેની કલ્પના માટે કુદરતની જરૂર નથી પડતી?”

“ચોક્કસ પડે છે, પણ શું તેઓ કાયમ માટે ત્યાં રહે છે?”

“ના…..”

“તો….?”

“એનું કોઈ પરમાનેન્ટ સ્થળ તો નથી બસ ક્યારેક ક્યારેક કોઈ એક સ્થળે બૂક લખવા માટે અમુક સમય સુધી રહે છે.”

રિશી કુમારે પોતાના ખિસ્સામાંથી એક કાગળ બહાર કાઢી કેટલીક રેખાઓથી બનેલા નાનકડા નકશાને જોઈ કાર ફરી ડાબી તરફ લીધી.

ફરી રોડ પર માત્ર અને માત્ર હરીયાળીનું સામ્રાજય શરુ થઇ ગયું ફરી એજ ટેકરીઓ અને એજ તેને ઘેરીને રહેલા વ્રુક્ષો. રસ્તાની બંને બાજુ કુદરતે છુટા હાથે સુંદરતા વેરી હોય તેમ લાગી રહ્યું હતું.

થોડાક સમયબાદ ફરી કાર ગામમાં પ્રવેશી અને ફરી કેટલાક છુટા છવાયા ઘરો દેખાવા લાગ્યા, એમાંના મોટાભાગના ઘરો નળિયા વાળા હતા. માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ એ પ્રકારના મકાનો જોવા મળે છે. કદાચ આજ કાલ શહેરી છોકરાઓને નળિયા એટલે શું એ ખબર ન હોય તો એ નવાઈ પામવા જેવું ન ગણી શકાય.

તેઓ જેમ જેમ ગામમાં આગળ વધતા ગયા, એક ચોરાહા બાદ એકાએક વસ્તી વધી ગઈ હોય તેમ કાચા રસ્તાની બંને તરફ હારબંધ મકાનો દેખાવા લાગ્યા. કેટલાક ડઝન ઘરો ત્યાં કોઈની રાહ જોઇને ઉભા હોય તેમ લાગી રહ્યું હતું. ત્યાંથી થોડેક દુર એક મંદિર દેખાઈ રહ્યું હતું એ મંદિર પાસે જઈ રીશીકુમારે કાર રોકી.

“શું આપણે પહોચી ગયા?” તુષારે નવાઈથી કહ્યું. એ કદાચ લેખકને મળવા માટે અધીરો બની ગયો હતો.

“હા, લગભગ બસ અહીંથી આગળનો રસ્તો આપણે ચાલીને જવું પડશે ત્યાં કાર જઈ શકે તેમ નથી.” રિશી કુમારે કહ્યું.

તુષાર કારમાંથી બહાર આવ્યો અને દરવાજો લોક કર્યો.

“યુ કેન લીવ ધ કાર અનલોક.” રિશી કુમારે તેની તરફ જોઈ કહ્યું.

“કેમ?”

“કેમકે અહી કોઈ જોખમ નથી.”

“ચોરીનું પણ નહિ?”

“ના.”

“યસ, ઓલ રાઈટ.” તુષારે જવાબ આપ્યો.

તુષાર એવા ઘણા લોકોને મળ્યો હતો જેમને પુસ્તક ગમતા હતા, એવા ઘણા લોકોને એ જાણતો હતો જે પુસ્તકને પ્રેમ કરતા હતા, એવા ઘણા લોકોથી પરિચિત હતો જે પુસ્તકને ચાહતા હોય, સાચવતા હોય, વેચતા હોય, ખરીદતા હોય, સંઘ્રહ કરતા હોય કે પછી તેના પપ્પાની જેમ તેને બાઈન્ડીંગ કરતા હોય, ઇવેન તેને પુસ્તકને પ્રિન્ટ કરનારા લોકોને પણ જોયા હતા, તે ઘણીવાર રીશીકુમાર સાથે અમુક પબ્લીશરને પરફેકટ બાઈન્ડીંગમાં મદદ કરવા ગયેલ હતો. તે પપ્પા જેવા પુસ્તકના રક્ષકો( બાઈન્ડીંગ કરીને તેમને સુરક્ષા પૂરી પાડનારા લોકો) વિશે જાણતો હતો પણ તે કોઈ એવા વ્યક્તિને નહોતો જાણતો જે પુસ્તકને શબ્દોથી ભરી દેતો હોય, સાચું કહો તો એ એવા કોઈ વ્યક્તિને આજ સુધી મળ્યો જ ન હતો જે પોતાની કલ્પનાને કાગળ પર ઉતારી પુસ્તકો ભરી દેતો હોય. એને તો એણે વાંચેલ ઘણી વાર્તાઓ અને નવલકથાઓના લેખકોના નામ પણ ખબર નહોતા.!!

તે પુસ્તકમાંના અનેક પાત્રોને ઓળખાતો હતો. તે પોતાની ફેવરીટ બુકના પુસ્તકના પાત્રોને કોઈ વ્યક્તિ પોતાના ખાસ મિત્રને ઓળખે એટલી સારી રીતે ઓળખતો હતો પણ એવા કોઈ વ્યક્તિને નહોતો ઓળખતો જે માત્ર પોતાની કલમ અને કલ્પનાની મદદથી એવા પાત્રોને એ પુસ્તકોના પન્નાઓમાં કેદ કરી દેતો હોય!!!

તુષાર ક્યારેય કોઈ લેખકને નહોતો મળ્યો. જોકે વર્ષોથી એ કોઈ લેખકને મળવા માંગતો હતો, કદાચ એક લેખકને રૂબરૂ મળવું તેનું સપનું હતું તેમ કહો તો પણ ચાલે. બસ રિશી કુમાર પાસેથી એણે સાંભળ્યું હતું કે એણે વાંચેલ મોટાભાગના પુસ્તકના લેખકો મૃત્યુ પામ્યા હતા અથવા તો તેઓ હવે એટલા વૃદ્ધ હતા કે લખવાની ક્ષમતામાં નહોતા રહ્યા.

રીશીકુમાર અને તુષાર એક મોટા લાકડાના મકાનના દરવાજે પહોચ્યા. તે નાળીયાવાળું મકાન બિલકુલ ન હતું, તે મકાન પરથી એમ જરાય નહતું લાગતું કે એ કોઈ ગ્રામીણ વિસ્તારનું મકાન હોય!

રિશી કુમારે ડોરબેલ વગાડી. હા, એ વિસ્તારના મકાનમાં ડોર બેલ હતી. કદાચ તુષાર એક લેખકને મળવાના ધ્યાનમાં હતો નહીતર એને મકાનના આગળના ભાગમાં રહેલા એક ઝાડ પર છુપાવેલ સી સી ટી વી કેમેરાને પણ જોયો હોત અને એને નવાઈ લાગી હોત કે એ ગ્રામીણ મકાનના એક સામાન્ય મકાનમાં સી સી ટી વી કેમેરો શું કરી રહ્યો હતો???

તુષાર દરવાજો ખોલનારની રાહ જોવા લાગ્યો, તેણે મનોમન વિચાર્યું કે દરવાજો ખોલનાર કોઈ વૃદ્ધ કે અશકત માણસ હશે, કેમકે એણે જે પણ પુસ્તકો વાંચ્યા હતા એમાંના મોટા ભાગના પુસ્તકના પાછળના પેજ પર સફેદ વાળ વાળા વૃદ્ધ વ્યક્તિનો ચહેરો જ જોયો હતો…!!

રિશી કુમારે બીજી વાર ડોરબેલ વગાડી, દરવાજો ખુલ્યો પણ દરવાજો ખોલનાર વ્યક્તિ કોઈ વૃદ્ધ માણસ નહિ પણ યુવાન વ્યક્તિ હતો. તેના ચહેરા પર ત્રણસો વર્ષના કાચબા જેવી કરચલીઓ ન હતી. તેના વાળ ઘેરા કાળા રંગના અને લાંબા હતા. તેના ચહેરા પર એ સમયે ચિંતાના ભાવ હતા બાકી સામાન્ય સંજોગોમાં એ ચહેરાને જોઈ એમ જ લાગે કે એ વ્યક્તિ કોઈ લેખક નહી પણ કોઈ કહાનીનું પાત્ર છે…!! એનામાં કોઈ નવલકથાના નાયક જેવી સુંદરતા હતી. નવલકથાના નાયક જેવી સુંદરતા એ માટે કે એક કાલ્પનિક પાત્રમાં સુંદરતા ઉમેરવા લેખક તેના ચહેરા માટે જેવા નાક કાન આંખ અને સુંદર હોઠોની કલ્પના કરે તે દરેક ચીજ ખરેખર તેના ચહેરામા હતી.

એક પળ માટે તુષારને થયું કે કદાચ એ વ્યક્તિ લેખક હોય તો તેને સુંદર ચહેરાનું વર્ણન કરવામાં જરા પણ મુશ્કેલી નહિ પડતી હોય એ પોતાના ચહેરાને અરીસામાં નિહાળી તેનું વર્ણન કાગળ પર ઉતારી દેતો હશે. જોકે હજુ તુષારનું મન એ વ્યક્તિને લેખક તરીકે સ્વીકારવામાં ખચકાતું હતું, એને એ વ્યક્તિ કોઈ લેખક જેવો નહોતો લાગી રહ્યો કેમકે તેના મનમાં લેખક માટે એક વયોવૃદ્ધ વ્યક્તિનું ચિત્ર તૈયાર થયેલ હતું.

“જીત આચાર્ય.” રીશીકુમારે દરવાજો ખોલનાર વ્યક્તિ સાથે હાથ મિલાવતા કહ્યું.

“રીશીકુમાર, તમે સમયસર આવ્યા છો.” જીત આચાર્યના શબ્દો લેખક જેવા હતા, “આ યુવાન?”

“તુષાર, મારો પુત્ર એની એક લેખકને મળવાની ઈચ્છા હતી માટે એને પણ સાથે લઇ આવ્યો છું.” રિશી કુમારે હસીને તુષારની ઓળખ આપી.

“અંદર આવો.” લેખકે ચારે તરફ એક નજર દોડાવતા કહ્યું.

રીશીકુમાર અને તુષાર જાણે એના વેલ્ક્મીંગ વર્ડ્સની જ રાહ જોઈ રહ્યા હોય તેમ ઉતાવળે અંદર દાખલ થયા અને એ લાકડાનો દરવાજો બંધ થઇ ગયો.

“આ પુસ્તક જ ને?” દરવાજો બંધ થતા જ લેખકે પોતાના કોટના ખિસ્સામાંથી એક પુસ્તક બહાર કાઢ્યું.

“ઈશીત્વમ.” તેના પર લખેલા શબ્દો તુષારે વાંચ્યા.

“હા, આજ પુસ્તક. પણ શું એનું પ્રકરણ ત્રણ સલામત છે?” રીશીકુમાંરના મુખમાંથી સનાતન પ્રશ્ન સરી પડ્યો.

“ત્રીજું પ્રકરણ તો નથી પણ…?” લેખકે પોતાનું વાક્ય અધૂરું છોડ્યું.

“ત્રીજું પ્રકરણ નથી એ બાબત તમે મને સંદેશમાં કેમ ન કહી.?”

“કેમકે એ બાબત હું જણાવત તો તમે મને ક્યારેય મળવા ન આવત.” જીત આચાર્યના ચહેરા પર સ્મિત હતું.

“અને તમે પણ કહી વાક્ય અધૂરું છોડ્યું એનો શો અર્થ??”

“પણ એ પાના કોણ લઇ ગયું છે એ હું જાણું છું…..”

“કોણ?” રીશીકુમાર બેબાકળા બની ગયા હોય તેમ લાગ્યું.

“વર્ધમાન.”

“વ…ર્ધ…મા…..ન……..?” રિશી કુમારના મુખેથી છુટા છવાયા શબ્દો નીકળ્યા જે આંચકો લાગ્યો હોવાનું સૂચન કરતા હતા, “એ વ્યક્તિ તો વરસો પહેલા મૃત્યુ પામેલ છે એ વ્યક્તિ હવે કેમ પુસ્તક ચોરવા આવી શકે?”

“હા વર્ધમાન નથી રહ્યા, પણ એમણે એ પાના વરસો પહેલા ચોર્યા હતા.”

“કેમ?”

“એ તો ફક્ત એ જ કહી શકે?”

“પણ હવે એ આ દુનિયામાં નથી…..” રીશીકુમારે ઉદાસ થતા કહ્યું, “અને તમને કોણે કહ્યું કે એ પાના વર્ધમાન લઇ ગયા હતા.?”

“પિતાજીએ દુનિયા છોડતા પહેલા આ રહસ્ય મને કહ્યું અને એ તમને જણાવવાનું વચન પણ માંગ્યું હતું.” જીત આચાર્યની આંખોમાં ઉદાસી વર્તાઈ રહી હતી.

“મને દુ:ખ થયું એમના વિશે સંભાળીને અમે બંને સારા મિત્રો હતા.”

“અને વર્ધમાન??” લેખક કદાચ પહેલી વાર કઈક જાણવા માટે આતુર હતો બાકી હમેશા લોકોને પોતાની કહાનીઓ વિશે જાણવા આતુર બનાવનાર વ્યક્તિ હતો.

“એ મારા ગુરુ અને આચાર્ય સાહેબના મિત્ર હતા.” રિશી કુમારે જવાબ આપ્યો.

“તો શુ હવે એ પાના શોધવાનો કોઈ રસ્તો નથી?” લેખકે કહ્યું.

“જો એ પાના વર્ધમાન લઇ ગયા હોય તો મને નથી લાગતું કે એમના મૃત્યુ બાદ હવે એ પાનાઓ સુધી પહોચવાનો કોઈ માર્ગ હોય.” રિશી કુમારના અવાજમાં પણ હતાશા દેખાઈ રહી હતી.

“કદાચ કોઈ એવું હોય જેને વર્ધમાને મરતા પહેલા એ પાના સાચવવા આપ્યા હોય?” ક્યારનોય ચુપચાપ ઉભેલ તુષાર બોલ્યો.

“હા, કદાચ કોઈ પોતાના વ્યક્તિને એ પાના અને રહસ્ય સાચવવા આપ્યું હોય જેમ મારા પિતાએ મને એ રહસ્ય તમારા સુધી પહોચાડવા અકબંધ રાખ્યું હતું.” જીત આચાર્યના શબ્દોમાં એક આશાનું કિરણ દેખાયું.

“પણ વર્ધમાનના જીવનમાં કોઈ એવું હતું જ નહિ જેને એ કોઈ રહસ્ય કહે. મરતી વખતે એમની પાસે એમનો કોઈ શિષ્ય ન હતો અને એમના પરિવારને નામે કોઈ ન હતું. હું એમને બહુ સારી રીતે જાણતો હતો.” રિશી કુમારે એ આશાના કિરણને ભૂસી નાખતા કહ્યું.

“તેઓ કયા સ્થળે મૃત્યુ પામ્યા હતા?” જીત આચાર્યના મનમાં કોઈ વિચાર આવ્યો હોય તેમ કહ્યું.

“એ કયા સ્થળે મૃત્યુ પામ્યા એને એ રહસ્યથી શું સંબંધ?” રીશીકુમારે કહ્યું.

“આમ તો કોઈ સંબંધ નથી પણ જો એક લેખક પોતાની કલ્પના શક્તિથી કોઈ બે દૂરની ચીજો વચ્ચે સંબંધ શોધવા માંડે તો એને વાર નથી લાગતી.”

“મને કઈ સમજ ન પડી?” રીશીકુમાર થોડાક ગૂંચવાયેલા લાગતા હતા.

“વર્ધમાન જે સ્થળે મૃત્યુ પામ્યા એ સ્થળને એ રહસ્ય સાથે જરૂર કોઈ સંબંધ હશે, ભલે આપણે જાણતા નથી પણ જ્ઞાન કરતા કલ્પના વધુ શક્તિશાળી છે. કહે છે ને કે જ્ઞાન માર્યાદિત છે પણ કલ્પનાની કોઈ મર્યાદા નથી હોતી. કદાચ એ સ્થળે તેઓ કોઈને એ રહસ્ય સોપવા જ ગયા હોય તો?”

“પણ તેઓ તો ઉતરપ્રદેશમાં મૃત્યુ પામ્યા હતા. એટલે દુર તેઓ કોઈને રહસ્ય આપવા કેમ જાય?”

“કેમ નહી?? કદાચ એમને ખબર પડી ગઈ હોય કે તેમની પાસે બહુ ઓછો સમય છે અને એ માટે તેઓ ત્યાં ગયા હોય અથવા એ પણ શક્ય છે કે તેઓ ત્યાં ગયા અને ત્યારબાદ તેમને ખબર પડી હોય કે કદાચ એ છેલ્લું સ્થળ હતું જેને તેઓ જોઈ રહ્યા હતા અને આથી પોતાની સાથે જ એ રહસ્ય દફન ન થઇ જાય તે માટે તાત્કાલીક કોઈ એવી વ્યક્તિ શોધી લીધી હોય જેને તેઓ રહસ્ય સાચવવા આપી શકે?”

“હા, પણ એ બધી માત્ર થીયરી જ છે આપણે એ શક્યતાઓને સાબિતી કેમ કરી શકીએ?”

“લેખકનું કામ માત્ર સંભાવના અને સંબંધ શોધવાનું છે બાકી સાબિતી તો તમારે શોધવી જ રહી.”

“તો અમે હવે રાજા લઈશું?” રિશી કુમારે કહ્યું, ખાલી હાથ પાછા ફરવાનું થયું એ બાબતનું દુ:ખ તેમના ચહેરા પર ચોખ્ખું દેખાઈ રહ્યું હતું.

“હા, અને તમે ચાહો તો આ પુસ્તક લઇ જઈ શકો છો.”

“એમાંથી પ્રકરણ ત્રણ ગાયબ છે માટે એ કોઈ જ કામનું નથી.”

“પણ એનું મુખપુષ્ઠ હજુ એમનું એમ છે જે તમને માહિતી આપી શકે તેમ છે.”

જીત આચાર્યના શબ્દો સાંભળી જાણે રિશી કુમારમાં એક નવી જ ચેતનાનો સંચાર થયો હોય તેમ લાગ્યું.

***

 

 

સંદીપ જાગ્યો.

વેર એમ આઈ? તેણે વિચાર્યું.

જેવો તે જાગ્યો, તેણે અનુભવ્યું, તેના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ રહી હતી. તે કાંપી રહ્યો હતો.

શ્રેડસ….!!!

વેર એમ આઈ??? હાઉ ધ હેલ ડીડ આઈ ગેટ ઇન ધીસ રૂમ???

હી બેગન ટુ પેનિક.

તે એક નવા અને અજાણ્યા બેડમાં જાગ્યો હતો, તેના માટે એ જગ્યા એકદમ અજાણ્યી હતી. ઈટ વોઝ અ ટોટલ સ્ટરેન્જ પ્લેસ ફોર હીમ!!! એવું લાગી રહ્યું હતું જાણે એ બહુ લાંબા સમયથી સુતો હોય, પણ તેના મનમાં એમ લાગી રહ્યું હતું જાણે એક ક્ષણના અમુક ભાગ જેટલો સમય જ હજુ વીત્યો હોય. તેના મગજમાં કન્ફયુઝન કોઈ દીવાલની માફક ખડું થઇ ગયું હતું. અને એ દીવાલ એટલી ઉંચીને ઉંચી બની રહી હતી કે તેના અને કોઈ ચોક્કસ ફેસલાની વચ્ચે એ સૌથી મોટું વિઘ્ન બની ગઈ હતી. તે કોઈ એક નિર્ણય પર આવવા અસમર્થ હતો. તે ભયને લીધે પેરેલાઈઝ્ડ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું હતું.

તેણે બેડમાંથી ઉભા થવાનો પ્રયાસ કર્યો પણ એ નિષ્ફળ રહ્યો, તેનું શરીર તેની આજ્ઞા માનવા તૈયાર ન હતું. પોતાના હાથને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કર્યો પણ તેને નિષ્ફળતા જ સાંપડી. પોતાના હાથની મુઠ્ઠીઓ વાળી જેથી તે કઈક વધુ જોર લાગવી શકે પણ તેને એવું લાગ્યું જાણે તેની હથેળીઓ પરસેવાથી ભીની અને ચીકણી થઇ ગઈ હતી..!!! તે પોતાના હાથની મુઠ્ઠીઓ બંધ કરવામાં પણ નિષ્ફળ રહ્યો. તેણે પોતાની જાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ બધું નકામું હતું, તે જેટલો શાંત બનાવાનો પ્રયાસ કરી રહ્યો હતો એટલો તે વધુ આતુર બની રહ્યો હતો, એરકન્ડીશનર રૂમમાં પણ તેના કપાળ પરના પરસેવાના બિંદુઓમાં સતત વધારો થઇ રહ્યો હતો જે બતાવી રહ્યા હતા કે તેના મનમાં કેટલી મોટી લડાઈ તે લડી રહ્યો હતો. તેના અને તેના મન વચ્ચે કોઈ મોટું યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું.

તેણે પોતાની આંખો ખોલવામાં સફળતા મેળવી અને પોતાની આસપાસ નજર દોડાવી. તે હોસ્પિટલ બેડ પર હતો.

હું હોસ્પીટલમાં કેમ છું???

મને શું થયું છે???

મને અહી કોણ લાવ્યું??

હું કોણ છું???

શું મારી સાથે કોઈ છે???

કેટલાય અવનવા સવાલો તેના મનને ઘેરી વળ્યા. પણ બસ તેને એક ફાયદો થયો જયારે પોતાની જાતને હોસ્પિટલ બેડ પર જોઈ તે જાણી ગયો કે તે કોઈ જોખમમાં નથી. પોતે કોઈ જોખમમાં નથી એની જાણ થતા જ મનમાં રહેલ ફીયર એક પળમાં જ પીગળી ગયો. કમસેકમ તેને એટલું તો સમજાઈ જ ગયું કે તેની સાથે કઈક થયું છે જેથી તેને કશું યાદ નથી. તેને ડાબે અને જમણે એક નજર કરી કોઈ ચીજ એવી ન દેખાઈ જેનાથી એને ડરવું જોઈએ, તેણે ઉપર નીચે જોયું, તેના શરીરમાં કોઈ અજબ શક્તિનો સંચાર થયો હોય તેમ તેણે બેડ પર જ બેઠા થવામાં સફળતા મેળવી.

તેણે બેડ પર બેઠા થવામાં સફળતા મેળવી અને તેની આંખો એ રૂમની જીણવટ ભરી તપાસ કરવા લાગી પણ હજુ તેનું શરીર હિસ્ટેરીકલી ધ્રુજી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ તેના માથા પર થીજી જવાય તેવા ઠંડા પાણીનું આખે આખું ગેલન ઊંધું વાળી દીધું હોય!!!

તે પોતાની બંને હથેળીઓને એકબીજા સાથે ઘસી રહ્યો હતો. કદાચ એને એમ લાગી રહ્યું હતું કે એનાથી એ ઠંડી ચાલી જશે. સંદીપ એકાએક કુદીને બેડ પરથી નીચે આવી ગયો. તેણે ફરી એક નજર રૂમમાં ચારે તરફ ફેરવી અને છેલ્લી વાર ખાતરી કરી કે કોઈ પરિચિત ચીજ કદાચ દેખાઈ જાય પણ કોઈ મતલબ ન હતો એની આંખો એવી કોઈ પણ ચીજ એ રૂમમાં ન શોધી શકી જેનાથી એ પરિચિત હોય. તેને ખાતરી થઇ ગઈ કે તે જગ્યાએ એ પહેલા ક્યારેય નહોતો આવેલ. તે એના માટે એકદમ અજાણી જગ્યા હતી.

તે જમીન પર ઉભો હતો, તેના ખુલ્લા પગ ભોયતળીયાની ટાઈલ્સની ઠંડક અનુભવી રહ્યા હતા જે તેના માટે જરા પણ ફાયદામંદ હોય તેમ ન હતું લાગી રહ્યું, તેનાથી તેના શરીરની ધ્રુજરીમાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું.

તેણે પોતાના જ ગાલ પર બે ત્રણ થપ્પડ મારી લીધી. કદાચ એવી આશામાં કે એનાથી એને કઈક યાદ આવી જશે પણ કોઈ ફાયદો ન થયો એનું મન શાળા શરુ થયા પહેલા વર્ગમાં લટકી રહેલ કાળા પાટિયા જેવું હતું જેમાં એક અક્ષર પણ ન હતો જે વાંચી ને કઈક જાણી કે સમજી શકાય.

શું થઇ રહ્યું છે???

સંદીપની આંખો ફરી એક આશા સાથે એ રૂમના દરેક ખૂણાને તપાસવા લાગી કદાચ કોઈ સંકેત મળી જાય જેનાથી તેને સમજાય કે તે કોણ છે અને તે ક્યા છે??? પણ તેને ચારે તરફ માત્ર ખાલીપણા સિવાય કઈજ મળ્યું નહી. ન મમ્મી, ન પપ્પા, ન ભાઈ, ન બહેન, ન કોઈ સગા, ન કોઈ સંબંધી. તેને કોઈ દેખાયુ નહી….. કોઈ તેને યાદ પણ ન હતું આવી રહ્યું. કદાચ તેનું કોઈ હતું કે નહી એ પણ એને યાદ નહોતું આવી રહ્યું. બસ માત્ર તે અને એક અજાણ્યો રૂમ હતો.

શું મેં કોઈ નશો કર્યો હતો???? શું મેં કોઈ ડ્રગ્ઝ લીધા હતા??? તેના મનને અધીરું કરી નાખે તેવો પ્રશ્ન તેના મને તેની સામે ધરી નાખ્યો. ભલે તમારી યાદ દાસ્ત ચાલી જાય પણ તેનાથી તમે મુર્ખ બની જતા નથી જો તમે યાદદાસ્ત ચાલ્યા ગયા પહેલાથી જ મુર્ખ ન હો તો!!!

મેં ડ્રગ્ઝ લીધું હતું કે કોઈ નશો કર્યો હતો એ જાણવા માટે મારે મારી ઉમર જાણવી જોઈએ. માત્ર મારી ઉમર જ મને કહી શકે કે હું એ બધું કરી શકું તેમ હતો કે નહિ?? સંદીપના મનમાં વિચાર આવ્યો. એનો અર્થ એ હતો કે એ યાદદાસ્ત ગુમાવ્યા પહેલા મુર્ખ તો ન જ હતો.

પોતાના શરીર પર એક નજર કરી. તેના હાથ પગ અને શરીર જોયા બાદ તેને લાગ્યું કે તે કમસેકમ વીશેક વર્ષથી વધુ વયનો હશે અને એનો અર્થ એ જાણતો હતો. કદાચ કોઈ નશો કર્યો પણ હોય!

છતાં વધુ ખાતરી કરવા માટે તે રૂમમાં કોઈ આયનો હોય તો??? બાબત તપાસવા લાગ્યો. જરાક નજર ફેરવયા બાદ એની નજર બંધ દરવાજા પર જડાઈ ગઈ. રૂમનો દરવાજો બંધ હતો અને એના પાછળના ભાગ પર એક નાનકડી સાઈઝનો આયનો લાગેલ હતો.

એ આયનાની નજીક સરક્યો. તે આયનાથી થોડેક નજીક જઈ અટકી ગયો. તેને તેના લાંબા અને કાળા વાળ અનુભવ્યા. તેને પોતાની આંખો, નાક, કાન, હોઠ દરેક ચીજ તપાસી જોઈ. તેને પોતાના ચહેરાનું પૂરું અવલોકન કરી જોયું. દરવાજાની બેક સાઈડ પર લાગેલ આયનામાં એ ચહેરાને વાંચી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું.

એકાએક તેને કઈક અજીબ લાગ્યું હોય તેમ પોતાના બંને હાથ પોતાના ચહેરા પર ઢાંકી દીધા. તે પોતાના ચહેરાના આકારને હાથથી તપાસી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. પણ કોઈ રીતે તેને એ ચહેરો પરિચિત નહોતો લાગી રહ્યો. એણે ફરી આયનામાં જોયું અને અનુભવ્યું કે એ ચહેરો પહેલા ક્યારેય જોયેલ ન હતો.

એ ચહેરો મારો નથી. એના મનમાંથી ભય અને આશ્ચર્યનું એક મોજું પસાર થઇ ગયું. તેના શરીરમાં ફરી એકવાર ધ્રુજારીનું પ્રમાણ વધવા લાગ્યું અને તેના મનના ડરનું પ્રમાણ પણ એટલી જ ઝડપથી વધી રહ્યું હતું.

હું શું કરું??? તેને થયું.

પોતાની જાતને પહેલા ક્યારેય એ પરિસ્થિતિમાં નહોતી જોઈ અથવા કદાચ તેને યાદ ન હતું કે તેને પોતાની જાતને પહેલા ક્યારેય એવી કટોકટીની સ્થિતિમાં જોઈ હોય….. જે હોય તે તેના માટે એ સ્થિતિ ડરવાની અને ગુંચવણમાં મૂકી દેનાર હતી.

હું શું કરું??? કઈ રીતે જાણું કે હું કોણ છું??? કઈ રીતે આ પરીસ્થીતીમાંથી બહાર આવું???

તે અંધકારમાં હતો. તે કોઈ રસ્તો શોધવામાં અસફળ હતો. કદાચ તેના મનનો અંધકાર તેના તનને ઘેરી રહ્યો હતો. અને તેણે પોતાની જાતને જમીન પર ફસડાઈ જતી જોઈ.

એકાએક એ અંધ બની ગયો હતો. ના, તે જોઈ શકતો હતો પણ તેનું મન અંધ બની ગયું હતું. તેં બધું જોઈ શકતો હતો પણ બસ તેનું અંધ મન તે શું જોઈ રહ્યો છે તે કહેવામાં નિષ્ફળ બની રહ્યું હતું. કદાચ એનો ડર એને અંધ બનાવી રહ્યો હતો. તેની આંખો ખુલ્લી હતી પણ જાણે કશુ જ દેખાતું નથી.

તેને તેનો પોતાનો ચહેરો જ અજાણ્યો લાગી રહ્યો હતો, તેને તેનું પોતાનું શરીર જ અપરિચિત લાગી રહ્યું હતું ત્યાં અન્ય કોઈ ચીજને ઓળખવાનો તો પ્રશ્ન જ ક્યા હતો???

હવે તેના મનમાંથી હું કોણ છું?? અને હું ક્યા છું?? એ સવાલો ગાયબ થઇ ગયા હતા અને માત્ર એક સનાતન સવાલ રહ્યો હતો હું હું નથી…? હું કોઈ અન્ય છું???? કે પછી કોઈ અન્ય હું બની ગયું છે??

એને એવું લાગી રહ્યું હતું જાણે તેનો આત્મા તેના પોતાના શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હોય અને કોઈ અન્ય વ્યક્તિના શરીરમાં પૂરી દેવામાં આવ્યો હોય, કોઈ એવા અજાણ્યા વ્યક્તિ કે જેને એણે પહેલા ક્યારેય જોયેલ પણ ન હોય.  તે પોતાના બંને હાથમાં પોતાનો ચહેરો પકડીને બેસી ગયો પણ…???

અલાસ!!! તેનો કોઈ ફાયદો ન હતો. તે હાથ જાણે તેના હતા જ નહિ, હવે તે હાથ પણ તેને અજાણ્યા લાગી રહ્યા હતા અને કોઈના અજાણ્યા હાથ તે ચહેરો તેનો પોતાનો છે કે કોઈ અન્યનો એ કેવી રીતે કહી શકે??? તેણે પોતાના બંને હાથની મુઠ્ઠીઓ વાળી અને જમીન પર પછાડી. તે જાણતો ન હતો કે તેની એ પ્રક્રિયાની પ્રતિક્રિયા શું થઇ રહી હતી. કદાચ તેના ગુસ્સે થવાની રૂમ પર શું અસર થઇ રહી છે તેનું તેને બિલકુલ ભાન હતું જ નહિ. હાથ પછાડવાથી તેને દર્દ જરૂર થયું પણ તે દર્દ એટલું ઊંડું ન હતું કે તેની કોઈ પણ યાદને જીવંત કરી શકે.

તેના મનમાં એટલી ખેચતાણ ચાલી રહી હતી કે તેને એમ લાગી રહ્યું હતું કે તેનું હૃદય જાણે હમણા છાતીમાંથી ધસીને બહાર આવતું રહેશે. કદાચ શ્વાસ લેવું પણ એના માટે એક ચેલેન્જ બની ગયું હતું. શું યાદો વિના જીવવું આટલું મુશ્કેલ હોય છે??? શું પોતે કોણ છે એ જાણ્યા વિના જીવી નથી શકાતું??? તેના મનમાં અનેક સવાલો ઉદભવી રહ્યા હતા. તે શ્વાસ લેવા માટે પણ સ્ટ્રગલ કરી રહ્યો હતો. તેના ફેફસા સુધી પુરતો ઓકસીઝન પહોચી ન રહ્યો હોય તેમ તે ગુંગળામણ અનુભવી રહ્યો હતો. તેની દ્રષ્ટી જાંખી થઇ રહી હતી.

મને શું થઈ રહ્યું છે??? તેને કાઈ સમજાઈ ન હતું રહ્યું. શું વિચારવું અને શું ન વિચારવું??? શું કરવું અને શું ન કરવું??? તે નક્કી કરી શકે તેમ ન હતો.

તેની ચારે તરફ માત્ર અને માત્ર અંધકાર દેખાઈ રહ્યો હતો. જોકે તે જાણતો હતો કે રૂમમાં દિવસના જેટલું અજવાળું હતું પણ એ ઉજાસ તેના માટે કોઈ કામનો જ ન હતો. કદાચ તેને એમ લાગી રહ્યું હતું કે તે મરી રહ્યો છે.

દર્દ… કદાચ આ શબ્દ તેની સ્થિતિ દર્શાવવા માટે યોગ્ય કહી શકાય તેમ હતો. તેને એમ લાગી રહ્યું હતું કે જાણે તે મરી રહ્યો છે અને છતા મરવાનું દુ:ખ એના ચહેરા પર જરાય ન હતું કેમકે કોણ મરી રહ્યું છે એ જ તે નહોતો જાણતો. તેના માટે મરી રહેલ વ્યક્તિ એકદમ અજાણ્યો હતો. તે પોતાની જાતને ઓળખાતો જ ન હતો તો એ જાત ના મરવાથી એને કેમ ડર લાગે??

તેણે એક નજર પોતાના શરીર તરફ કરી કદાચ કઈક કલુ મળી જાય અને અંતિમ ક્ષણ પહેલા તેની આશા ફળતી હોય તેમ તેની નજર તેના ગાળામાં લટકતા હોસ્પીટલના આઈ ડી કાર્ડ પર પડી. તેના પર તેને એજ ચહેરો દેખાયો જે તેણે થોડાક સમય પહેલા આયનામાં જોયો હતો. એ ચહેરો તેનો પોતાનો જ હતો અને તેની નીચે નામ લખેલ હતું સંદીપ ગાલા.

હું… હું.. સંદીપ ગાલા છું.??? જે ક્ષણે તેણે તેનું નામ વાંચ્યું તેને એક આઘાત લાગ્યો. તેને એ નામ અજીબ અને ડીફીકલ્ટ લાગ્યું. કદાચ એ નામ તેણે પહેલા ક્યારેય સાંભળ્યું કે વાંચ્યું ન હતું. તે એ નામ વિશે કઈજ ન હતો જાણતો.

તે પોતે સમજી શકે કે ગયા અકસમાતમાં જેમ તેને પોતાની યાદો ગુમાવી નાખી હતી તેમજ ફરી એકવાર તેના મને યાદોને ખોઈ નાખી હતી. છેલ્લા કેટલાક સમયમાં તેના પરિવારની મહામહેનતે તેના મનમાં ભરેલ બધી બાબત તે ભૂલી ચુક્યો હતો. તે કઈક સમજી શકે તે પહેલા તે બેભાન થઇ રહ્યો હોય તેમ એને લાગ્યું. તેની આસપાસ રહેલ અંધકારની ચાદર કોઈએ તેને ઓઢાડી નાખી હોય તેમ તે એ અંધકારને ઓઢીને સુઈ ગયો.

લેખક : મહેન્દ્ર ત્રિવેદી (દેવ) અને વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here