રાત જાણે પીગળીને પાણી થઇ ગઈ હતી અને એનું સ્થાન દિવસ લેવા માંડ્યો હતો. ભવ્ય સૂર્યનો પૂર્વ તરફ ઉદય થયેલ દેખાઈ રહ્યો હતો. લાલ રંગના નાજુક અને કેસરી રંગના કોમળ કિરણો ક્ષિતિજ તરફથી જમીન પર આવવા દોટ લગાવી રહ્યા હતા. કિરણોની કોમળતા અને નાજુકતા જોતા એમ લાગી રહ્યું હતું જાણે એમને ગાળીને એમાંથી કોઈએ ગરમી દુર કરી નાખી હતી કદાચ એ ગરમી દુર કરવાના ગાળણ પાત્રનું કામ વાદળોએ કર્યું હતું.
ચાંદખેડાની અંદર અને બહાર રહેલ વ્રુક્ષો કુમળા કિરણોમાં ચમકી રહ્યા હતા, માત્ર વ્રુક્ષો જ નહિ પણ કોલોનીમાં ક્યાંક ક્યાંક ઉગી નીકળેલ લોન અને ઘાસનું એક એક પેટલને કિરણો ચમકાવી રહ્યા હતા. હજુ દિવસની શરૂઆત હતી એટલે પ્રકાશની ગુણવત્તા જરાક ઝાંખી હતી કે પછી ધુમ્મસનું જોર વધુ હતું એ કહેવું મુશ્કેલ હતું. આખું આકાસ નિયોન પિંક અને પિંક લેવેન્ડરમાં વહેચાઈ ગયું હતું, જોનાર ને આજે એમ્બરમાં અરોરા જોવા મળી જાય તો નવાઈ ન કહી શક્ય તેવું વાતાવરણ હતું.
તેજસ્વી દેખાતા વાદળો સવારથી વહેલા ઉઠી દરિયા તરફ દોટ લગાવી રહ્યા હતા. તે આહલાદક સવાર હતી પણ એને સ્લો સવાર કહી શકાય તેમ ન હતું કેમકે સવાર ક્યારેય સ્લો હોતી નથી. એ ઝાંખી ગુણવતાના પ્રકાશના કિરણોને તીવ્ર અને તેજસ્વી બનતા ક્યાં વાર લાગે છે? ક્ષિતિજ પર ઊગેલ એ સુરજને માથા પર આવતા ક્યા વાર જ લાગે છે? પૂર્વમાં લાલી ફેલાવતા એ અગન ગોળાને આખા આકાશમાંથી અંધકારને દુર કરવામાં ક્યા વાર જ લાગે છે? કઈ રીતે કહેવું કે સવાર ધીમી હોય છે, સવાર સ્લો હોય છે, હજુ આપણે ઉઠ્યા પહેલા તો સુરજ કોઈ તોફાની બાળકની જેમ આખા આકાશને પોતાની પીંછી વડે તેજસ્વી રંગોમાં રંગી નાખે છે હવે કેમ કરી કોઈ કહી શકે કે સવાર ધીમી હોય છે!!!
તાજો અને ઠંડો કુદરતી વાયરો જાણે વિસલ વગાડી રહ્યો હોય તેમ વ્રુક્ષોમાંથી પસાર થઇ રહ્યો હતો અને વ્રુક્ષો એની વિસલના સુર સાથે તાલ મિલાવી નાચી રહ્યા હતા કે ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા એ કહેવું મુશકેલ હતું પણ સવારથી કોલોનીમાં લોકોની ચહલ પહલ જોઈ લાગતું હતું કે જો લોકો પર ઠંડીની અસર ન હોય તો આ અડીખમ વ્રુક્ષો પર ક્યાંથી હોય!!
લોકોમાં ફેલાયેલ ઉત્સાહ અને તાજગી જોઈ એમ લાગી રહ્યું હતું જાણે સવારથી જ હવામાં કોઈ અદશ્ય પરીઓ ઉત્ષા અની તાજગી વેરીને ક્યાંક ગાયબ થઇ જતી હશે નહિતર આ બધો ઉત્ષા અને તાજગી ઉનાળામાં ક્યા ચાલ્યા જાય છે?
કવિતા તેના વાદળી રંગના વેલવેટી મેંટરેસમાં જરાક સળવળી, બીજી જ પળે એને અંદાજ આવી ગયો હોય કે મોડું થઇ ગયું છે એમ ઓઢેલ બ્લેન્કેટ હટાવી કમરામાં લટકતી જહાજ જેવી ભાતવાળી ભીત ઘડિયાળ તરફ નજર કરી.
ઓહ માય ગોડ સાત વાગી ગયા છે! એના મો માંથી એક ઉદગાર વાક્ય નીકળી ગયું અને તેણીએ પોતાની બ્લેન્કેટ બાજુ પર ફંગોળી દીધી.
તે મેંટરેસમાંથી ઉભી થઇ બારી તરફ ગઈ અને સુરજની દિશામાં મો રાખી પોતાના હાથ સ્ટ્રેચ કર્યા. બારી બહાર દેખાતા વ્રુક્ષો અને બહુમાળી મકાનોના સહીયારા જંગલને જોવાનો એકાદ મિનીટ લહાવો લીધા બાદ તે વોશરૂમમાં ગઈ.
લગભગ આઠેક વાગ્યે જ્યારે તે મેડીટેશન પતાવી નીચે આવી ત્યારે કિચનમાં સંગીતાબેન ચા બનાવી રહ્યા હતા અને રાકેશ ગાલા પોતાના એજ રોજના નિયમ બુજબ સોફામાં ગોઠવાઈ છાપામાં ડોકિયું કરીને બેઠેલ હતા.
કવિતા પણ પપ્પાની પાસે જઇ સોફામાં ગોઠવાઈ.
“આજે મોડી ઉઠી હતી કે શું?” સંગીતાબેને કિચનમાંથી બહાર આવી ટ્રે ટીપોય પર મુકતા કહ્યું.
“હા.” કવિતાએ ચા નો કપ ઉપાડી લીધો.
“હવે તમે કોની રાહ જોઈ રહ્યા છો? ચા લઈલો.” સંગીતાબેને પોતાના માટે એક કપ લઇ ટ્રેમાં વધેલ છેલ્લા કપ તરફ જોઈ પતિને ટકોર કરી.
“રાહ તો કાઈ નહિ, મને એક કે આ એક છેલ્લું પાનું વાંચી લઉં પછી ચા પીશ.” રાકેશ ગાલાએ છાપામાં જ નજર ફેરવતા કહ્યું.
“અરે એ પાનું તો ક્યાય નહિ જાય, ને આતો શિયાળો એમાં રહી ગયા તો ચા ઠંડી થતા વાર નહિ લાગે.”
સંગીતાબેનની વાત વાજબી લાગી હોય તેમ રાકેશભાઈએ છાપું બાજુ પર મૂકી ચાનો કપ ઉપાડી લીધો.
“આર્ટ ગેલેરીનું કામ કેવું ચાલી રહ્યું છે?” ચાનો ઘૂંટડો ભરતા કવિતાબેને પૂછ્યું.
“બસ, હવે ત્યાં ચારેક મહિના કામ કરવું છે.”
“પછી?”
“આજકાલ ભણતા છોકરા છોકરીઓ લાયબ્રેરીમાં બહુ સમય વિતાવે છે હું ચાંદખેડામાં એક હોલ ભાડે રાખી રીડીંગ લાયબ્રેરી શરુ કરવા ઈચ્છું છું.”
“ગાંધી નગર અને અમદાવાદ જેમ પેઈડ લાયબ્રેરી?”
“હા, ગરીબ અને બી પી એલ કાર્ડ ધારક બાળકો માટે ફ્રી રાખીશું અને બીજા માટે મંથલી પંદરસો રૂપિયા. એમને રીડીંગ મટીરીયલ પણ આપણે ત્યાંથી આપીશું અને એસી હોલની વ્યવસ્થા હશે તો પંદરસો કાઈ વધુ ન કહેવાય.” એટલું કહી કવિતાએ રાકેશભાઈ તરફ ફરી પૂછ્યું, “શું કહેવું પપ્પા?”
“એ બધી તને ખબર પડે મને ઘડિયાળો અને છાપા સિવાય બીજી ક્યાં ખબર પડે છે?” રાકેશભાઈ મજાક કરતા બોલ્યો.
“હા, પપ્પા, પણ ઘડિયાળના કામમાં તમારી માસ્ટરી છે ને?”
“ના, માસ્ટર તો સુરેશભાઈ હતા….. એ ઘડિયાળ જોઈ એને ખોલ્યા વિના જ કહી દેતા કે ઘડિયાળ ક્યાં બનેલી હશે.” પોતે બોલ્યા પછી કઈક અજુગતું બોલી ગયા હોય એમ એકદમ ચુપ થઇ ગયા. કવિતા અને સંગીતાબેન પણ એકદમ ખામોશ થઇ ગયા. સુરેશભાઈ નામ પાછળ કોઈ ભયાનક ભૂતકાળ હોય એમ બધા સ્તબ્ધ થઇ ગયા.
રાકેશભાઈ ફરી છાપામાં ખોવાઈ ગયા અને એ હોલમાં અધ્દએક કલાક જેટલા સમય સુધી એક અજાન્યી ખામોશી છવાઈ ગઈ.
“બેટા મોડું થઇ ગયું છે ભાઈને પણ જગાડી ડે.” એકાએક ચાપમથી બહાર ડોકિયું કરી રાકેશે કહ્યું.
“ઓકેય, પાપા.”
કવિતા સંદીપની રૂમમાં ગઈ. એના બેડ પાસે રોજ મુજબ ઉભી રહી અને તેની બ્લેન્કેટ ચેખી.
“સંદીપ ઉઠ. વેક અપ બ્રો.”
કોઈ જવાબ ન આવ્યો.
કદાચ ઊંઘમાં હશે, કવિતાએ તેના માથા પરથી ન્બ્લેન્કેત ખેચી લીધી અને ફરી કહ્યું, “સંદીપ, ણવ વાગી ગયા છે.”
કોઈ જવાબ ન મળ્યો. કવિતાને અજુગતું લાગ્યું કેમકે સંદીપે રોજની જેમ બ્લેન્કેટ પછી પણ ન ચેખી કે મને ઉઘ્વા દેને જેવો કોઈ જવાબ પણ ન આપ્યો.
કવિતાએ એનો હાથ પકડી ખેચ્યો ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે સંદીપ બેભાન હતો.
“પપ્પા.” તેના ગળામાંથી એક ચીસ નીકળી.
“પપ્પા અહી આવો.”
રાકેશ અને સંગીતા એ રૂમમાં દોડી ગયા.
સંગીતાએ બે ત્રણ પ્રયાસો તેને જગાડવા માટે કાર્ય પણ રાકેશ સમજી ગયો કે શું કરવું જોઈએ.
રાકેશભાઈ એ પોતવા ફોનમાંથી માતૃછાયા હોસ્પિટલ નો નબર ડાયલ કર્યો. લાગભાળ પંદરેક મિનીટ બાદ માતૃછાયા હોસ્પીટલની એમ્બ્યુલન્સ તેમના દરવાજે ઉભી હતી.
***
થોડાક સમય બાદ સંદીપ માત્રુ છાયા હોસ્પીટલના એજ રૂમમાં એજ બેડ પર ભરતી હતો જ્યાં એ કેટલાક વરસો પહેલા ટ્રીટમેન્ટ માટે લવાયો હતો.
ડોક્ટર વિશ્વાસ રાખેશ ગાલા અને તેના પરિવારના પરિચિત હતા.
રાકેશ ભાઈ સંદીપના બેડ પાસે સ્ટુલ પર બેઠા હતા અને ડોક્ટર રાઠોડે સંદીપને તપાસી કહ્ય, “સંદીપને થોડાક સમય માટે હોસ્પીટલમાં ભરતી રાખવો પડશે.”
“કેટલા સમય સુધી ડોક્ટર?”
“એ ચોક્કસ તો નથી કહી શકાય તેમ પણ તેને ઓછામાં ઓછા બે ત્રણ દિવસના બેડરેસ્ટ ની જરૂર છે એ પણ ડોક્ટર ની નજર હેઠળ.”
“શું કોઈ જોખમ જેવું છે? તેને ઠીક થતા કેટલો સમય લાગશે?”
“ચિંતા કરવા જેવું ખાસ નથી. તેના બ્રેઈન ન્યુરોન્સ પર હળવું દબાણ થયું છે જેના લીધે એ આ અવસ્થામાં પહોચી ગયો છે. કદાચ પોતાની જાત વિશે એને જાણવાનો પ્રયાસ કર્યો હશે એ બધું વધુ પડતા વિચારો અને સ્ટ્રેસને લીધે થયું હોય તેમ લાગે છે.” ડોકટરે તેમને સાંત્વના આપતા કહ્યું. ડોક્ટર પહેલા પણ સંદીપની સારવાર કરી ચુક્યા હતા એટલે તેની માનસિક સ્થિતિ થી પરિચિત હતા, એમ પણ ડોક્ટર રાઠોડ એક ખ્યાતનામ ન્યુરો સર્જન હતા.
“તો આ બધું એના વધુ વિચારોને લીધે થયું હશે?”
“ચોક્કસ તો ન કહી શકાય જ્યાં સુધી એ ભાનમાં ન આવે અને તેને કેટલાક પ્રશ્નો પૂછું ત્યારબાદ જ ચોક્કસ માહિતી મ્લીશાકે પણ તેના બેભાન થવા માટે નું એક સામાન્ય કારણ હોઈ શકે જે મેં તમને જણાવ્યું. કઈક યાદ ન આવતી વાતને યાદ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે મગજ કંટાળી જાય છે અને એજ પ્રયાસ સતત ચાલુ રાખીએ તો માથું દુખવા લાગે છે પણ જે વ્યક્તિને કશુજ યાદ ન હોય અને તે બધુજ યાદ કરવા માટે પોતાના મન પર દબાણ કરે ત્યારે સ્વાભાવિક રીતે મગજના ન્યુરોન્સ પર ભારણ વધી જાય છે અને તે બેભાન થઈ શકે છે.”
“થેન્ક્સ ડોક્ટર, મને માહિતી આપવા બદલ આભાર, હું હવેથી ધ્યાન રાખીશ કે એ વધુ પડતું વિચારી પોતાના મનને હેરાન ન કરે.” રાખેશ ગાલાએ ડોકટરનો આભાર માનતા કહ્યું અને તેઓ બહાર વેઈતિંગ રૂમમાં આવ્યા જ્યાં સંગીતા અને કવિતા તેમની રાહ જોઈ રહ્યા હતા. માત્રુ છાયા હોસ્પીટલના નિયમો મુજબ દર્દીના રૂમમાં તેના કોઈ એક સગાને જ દાખલ થવા દેવામાં આવતું હતું.
“હવે તે કેમ છે?” તેની તબિયત કેમ છે” શું હું તેને જોઈ શકું? શું એનાથી વાત કરી શકું?” તેઓ બહાર આવ્યા કે તરત જ સંગીતાબેને એકસાથે ઘણાબધા પ્રશ્નો કરી નાખ્યા, કવિતા પણ જાણવા માટે એટલી જ અધીરી હતી. તેના અનેક સવાલો પ્રમાણપત્ર આપી રહ્યા હતા કે મા નું હ્રદય પોતાના બાળક માટે કેટલું ચિંતા તુર હોય છે.
“હા.” રાકેશભાઈએ કહ્યું. અને ત્રણેય રૂમ નંબર ૪૨ બી તરફ રવાના થયા.
કોરીડોરનો લાંબો રસ્તો પસાર કરી તેઓ સંદીપના રૂમમાં પહોચ્યા, હવે રૂમમાં ડોક્ટર ન હતા. સંદીપ બેડ પર બેભાન અવસ્થમાં સુતેલ હતો. તેના મો અને નાકમાં કેટલીક પાતળી નળીઓ દાખલ કરેલ હતી અને તેના હાથમાં નીડલ હતી જેની મદદથી એક બોટલમાંથી કઈક દવા એને ચડાવવામાં આવી રહી હતી.
રૂમનું અંદરનું દ્રશ્ય જોઈ સંગીતાબેન અને કવિતા બંને અસ્વસ્થ થઇ ગયા. સંદીપની દયનીય સ્થિતિ જોઈ તેઓ અંદરથી દુ:ખ અનુભવવા લાગ્યા પણ કહે છે ને કે સમય આગળ માણસ લાચાર હોય છે તેનું કઈ જ ચાલતું નથી.
એક મા માટે એ દ્રશ્ય જોવું થોડુ કઠીન હતું તે બે ત્રણ મિનીટ સુધી સંદીપને જોઈ રહી અને ત્યારબાદ એક પણ શબ્દ બોલ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગયા. રાકેશભાઈ અને કવિતા પણ તેમની પાછળ રૂમ છોડી બહાર આવ્યા.
સંગીતાબેન કોરીડોરમાં રહેલ સ્ટીલ બેંચ પર બેસી ડુસકા ભરી રહ્યા…..
“આમ હિમ્મત હારી જવાથી શું થશે? આપણે તેને આનાથી પણ વધુ દયનીય હાલતમાં જોયો છે અને એમાંથી બહાર આવતા પણ જોયો છે તારે હિંમત રાખવી જોઈએ સંગીતા.” રાકેશભાઈના શબ્દોમાં ખાસ હિંમત તો ન હતી એ પોતે પણ અંદરથી ભાંગી પડેલ હતો પણ એક પુરુષ હોવાને લીધે પોતાની જાતને બહારથી મજબુત દેખાડી રહ્યો હતો જેથી કવિતા અને સંગીતા પણ એકદમ ભાંગી ન પડે. પુરુષની એક મજબૂરી પણ અજીબ હોય છે પોતે રડી શકતો નથી !
“હા, મમ્મી ભાઈ બહુ જલદી ઠીક થઇ જશે, રડ નહિ.” કવિતાએ પણ મમ્મીને હૈયા ધારણ આપવાનો પ્રયાસ કર્યો.
“હા, જાણું છું ભગવાને એને એટલી મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધો હતો તો હવે પણ એ આપણી મદદ કરશે.” સંગીતાબેને પોતાની સાડીના પાલવથી આંસુઓને લૂછયા પણ ચહેરા પરનું દુખ લુંછાયું નહિ.!
“ચાલો હું તમને ઘરે છોડી દઉં. તમે હોસ્પીટલના નિયમો તો જાણો જ છો.” મહા મહેનતે સંગીતાબેનને સાંત્વના આપી તેમને શાંત કર્યા બાદ રાકેશભાઈએ કહ્યું.
સંગીતાબેન અને કવિતા બંને હોસ્પીટલના નિયમો જાણતા હતા. તેમને જાણ હતી કે માત્રુ છાયા જેવી મોટી હોસ્પિટલમાં પેસ્ન્ટની સાથે એક જ વ્યક્તિને રહેવાની પરવાનગી આપવામાં આવતી હતી. તેઓ સમજી શકતા હતા કે એવી મોટી હોસ્પિટલમાં દિવસે હજારો લોકોની આવજા હોય છે અને દરેકની સાથે આવનાર વ્યક્તિઓને હોસ્પીટલમાં રહેવાની છૂટ આપવામાં આવે તો હોસ્પિટલ દર્દીઓ નહિ પણ તેના સગાથી ભરાઈ જાય. તેમને જાણ હતી કે ખોટી દલીલ કરવાનો કોઈ મતલબ ન હતો હોસ્પીટલના નિયમો દરેકને માટે સરખી રીતે લાગુ પડતા હતા અને તેમનું ત્યાં રોકાવું શક્ય ન હતું.
“તમે સંદીપ પાસે રહો અમે રીક્ષા કરી જતા રહીશું.” સંગીતાબેને કહ્યું, હજુ તેમની આંખમાં આંસુ હતા અને એના ચહેરા પર દુ:ખના ભાવ ચોખ્ખા વર્તાઈ રહ્યા હતા. કવિતાનો ચહેરો પણ ઉદાસ લાગી રહ્યો હતો.
“આર યુ સ્યોર?” રાકેશભાઈએ ખાતરી કરવા પૂછ્યું.
“હા, પપ્પા તમે સંદીપ પાસે રહો અમે જતા રહીશું, કદાચ એને કોઈ દવા ગોળીની જરૂર પડી જાય….” કવિતાએ પણ સૂચન કર્યું.
“બાય, બેટા.”
“બાય ડેડ બી વિથ સંદીપ.”
“બેટા એની ચિંતા ન કરીશ, હું અહી તેની સાથે જ છું, અને ડોક્ટર તથા સ્ટાફ પણ છે જ.”
સંગીતાબેન અને કવિતા હોસ્પીટલમાંથી બહાર નીકળી રોડ પર જઈ ઓટોની રાહ જોવા લાગ્યા. થોડીક વારમાં તેમને ચાંદખેડા જવા માટે ઓટો મળી ગઈ.
***
“મમ્મી આપણી સાથે જ આ બધું કેમ થાય છે?” ઘરે પહોચતા જ કવિતાએ પોતાના મનની વાત કહી.
“ભગવાન જાણે, બેટા.”
“ભગવાનને તો તું આમાં લાવતી જ નહિ, જો ભગવાન ક્યાય હોત તો એ બધું શું કામ થાત? મીના આંટી અને સુરેશ અંકલે આત્મહત્યા કરી કે પછી એમની હત્યા થઇ? ત્યારબાદ સંદીપનું કોમામાં જવું અને તેની યાદદાસ્ત ચાલી જવી આ બધું કેમ થઇ રહ્યું છે?” તેના શબ્દો પુરા થાતા જ તેના ડુસકા શરુ થઈ ગયા, એ રડવા લાગી.
“એવું ન વિચાર બેટા, ભગવાન ક્યારેય દયા વગરનો કે અન્યાયી બનતો નથી, આ બધા પાછળ જરૂર કોઈ કારણ હશે જે આપણને આત્યારે સમજાઈ નથી રહ્યું પણ ક્યારેક સમજાશે. એક દિવસ બધું ઠીક થઈ જશે આપણે આપણી દરેક તકલીફને પહોચી વળીશું, ભગવાન શિવ આપણી મદદ કરશે.” ઘણીવાર સુધી સમજાવ્યા બાદ સંગીતાબેન પોતાની દીકરીને રડતી રોકી શકી.
થોડીકવાર સુધી બંને મા-દીકરી ચુપચાપ બેસી રહ્યા. તેમની પાસે જાણે વાત કરવા માટે કોઈ જ મુદ્દો ન હોય બને શૂન્યમનસ્ક દીવાલને તાકી રહ્યા હતા.
એકાએક વાગેલ મોબાઈલની રીન્ગથી કવિતા ચોકી ગઈ.
“હલો, કોણ?” તેણીએ મોબાઈલ કાને લગાવતા કહ્યું.
“તુષાર. કોણ કવિતા?”
“હા, હું કવિતા બોલું છું. તું કેમ છે?”
“હા, હું મજામાં છું અને તું?”
“હું પણ.” કવિતાએ સાચી વાત છુપાવતા કહ્યું.
“હું શહેર ખરીદી માટે આવ્યો હતો, હું તને મળવા માંગું છું.”
“પણ હું આજે થોડીક બીજી છું બહાર આવી શકું તેમ નથી.”
“કાઈ વાંધો નહિ, હું તને તારા ઘરે મળી લઈશ, આમેય તે મારા પપ્પાથી ઓળખાણ કરી લીધી છે હવે મને પણ તારા પેરેન્ટ્સથી ઓળખાણ કરવાનો મોકો મળવો જ જોઈએ ને?”
“હા, હા, કેમ નહિ?” કહી કવિતા એ ફોન મૂકી દીધો.
“કોઈ ફ્રેન્ડ?” સંગીતાબેને કહ્યું.
“હા, મને થોડાક દિવસ પહેલા જ લાયબ્રેરીમાં મળ્યો હતો, અમે ભેગા મળી રીડીંગ લાયબ્રેરી શરુ કરવા માંગીએ છીએ.” કવિતાએ કદાચ પહેલીવાર મમ્મી સામે જુઠ્ઠું બોલ્યું, પોતે કોઈ પુસ્તક શોધી રહી હતી એ બાબત કવિતાએ મમ્મી પપ્પાથી પણ છુપાવી હતી.
***
અડધાએક કલાક બાદ તુષાર કવિતાના દરવાજે ઉભો હતો.
“વેલકમ, તુષાર. ઘર શોધવામાં મુશ્કેલી તો નથી પડીને.” કવિતાએ તેનું સ્વાગત કરતા કહ્યું.
“ના, કોઈ ખાસ નહિ, મને અજાણ્યી જગ્યાઓ શોધવાની આદત છે.” તુષારે દરવાજામાં પ્રવેશતા કહ્યું.
“મમ્મી, અમે ઉપરના રૂમમાં બેસીએ છીએ, અમે પ્રોજેકટ માટેના ખર્ચની ચર્ચા કરવા માંગીએ છીએ.”
“હા, તમે બેસો, હું ચા બનાવી મોકલું છું.” સંગીતાબેને કહ્યું.
“થેન્ક્સ, આંટી. હું ચા કોફી નથી પીતો.”
“કઈક તો લેવું પડેને?”
“એક ઠંડા પાણીની બોટલ આપી દો, કદાચ વાતચીત દરમિયાન જરૂર પડશે.” તુષાર જાણે એ પરિવારને ઓળખતો હોય તેમ સંગીતાબેન સાથે હળીમળી ગયો.
કવિતાબેન ફ્રિજમાંથી ઠંડા પાણીની બોટલ લઇ આવ્યા અને તે બંને ઉપરના રૂમમાં જવા સીડીઓ ચડવા લાગ્યા.
“પપ્પાએ કહ્યું કે તું કાલે મળવા આવી હતી પણ હું હાજર નહોતો?” તુષારે કવિતાના રૂમમાં ગોઠવેલ લાકડાની ખુરશીમાં બેસતા કહ્યું.
“હા, હું એક પુસ્તક વિશે તારાથી વાતચીત કરવા માંગુ છું…”
“હમમ.. કયા પુસ્તક વિશે.??”
“તે કોઈ એવા પુસ્તક વિશે સાંભળ્યું છે જેની દરેક કોપીમાંથી અમુક ચોક્કસ પાનાઓ ગાયબ થયેલ છે..??”
“હા, મેં સાંભળ્યું છે. એની એક કોપી મેં જોઈ પણ છે. મારા પપ્પા પાસે ઘણા સમય પહેલા એક કોપી હતી.”
“હતી મતલબ?” કવિતાએ શબ્દ પકડી લેતા પૂછ્યું.
“એક રાત્રે અમારા પર કેટલાક અજાણ્યા માણસો એ હુમલો કર્યો હતો, ત્યારે હું માત્ર બાર વર્ષનો હતો. પપ્પાએ મને બચાવવામાં સફળતા મેળવી પણ એ પુસ્તકને બચાવી શકવામાં સફળ ન રહ્યા, હુમલાખોરોએ અમારા ઘરને આગ લગાવી દીધી જેમાં એ પુસ્તક બળી ગયું.”
“શું તને ખબર હતી કે તારા પપ્પા માટે એ પુસ્તક મહત્વનું હતું?”
“ના, મને ખબર નથી, પણ મેં પપ્પાએ તેમના એક મિત્રને લખેલ પત્રમાં વાંચ્યું હતું કે મોટાભાગના જુના પુસ્તકો સળગી ગયા છે, અમુક પુસ્તકો જ બચ્યા છે. મુખપુષ્ઠ વિનાના એ પુસ્તકને બચાવવામાં હું સફળ નથી રહ્યો. આમ પણ એ પુસ્તક નકામું હતું કેમકે તેનું ત્રીજું પ્રકરણ ગાયબ હતું. પપ્પાએ ક્યારેય મને નથી કહ્યું કે તેઓ કોઈ પુસ્તકની શોધમાં છે પણ હું જાણું છું કે તેઓ કોઈ પુસ્તકની શોધમાં છે. શું તું પણ એ જ પુસ્તકની શોધમાં છે?”
“હા, હું પણ એજ પુસ્તક શોધી રહી છું.”
“કેમ? તું અને પપ્પા કેમ એ પુસ્તક શોધી રહ્યા છો?”
“કેમકે એનામાં ભૌતિક વિજ્ઞાનના એ રહસ્યો અકબંધ છે જે હજારો લાખો વરસો પહેલા શોધવામાં આવ્યા હતા.”
“હજારો લાખો વરસો પહેલા તો પુસ્તકો જ ન હતા લખાતા, કમસેકમ આજના જેવા પ્રિન્ટ કરીને તૈયાર કરેલા પુસ્તકો તો નહિ જ.”
“હા, તારી વાત સાચી છે પણ એ પુસ્તકની માહિતી એક ભોજપત્રથી બનેલ ગ્રંથમાં સચવાયેલ હતી, અગિયારમી સદીમાં એ માહિતીને સાદા કાગળ પર ઉતારવામાં આવી હતી ત્યારબાદ મોઘલ કાળ દરમિયાન એ હસ્તલિખિત પુસ્તક ક્યાંક છુંપાવી દેવામાં આવ્યું હતું અને આખરે અંગ્રેજકાળ દરમિયાન ફરી એ પુસ્તક માટે શોધ શરુ થઈ હતી. એવું માનવામાં આવે છે કે અઢારમી સદીમાં એ પુસ્તકની વીસ નકલ તૈયાર કરવામાં આવી હતી.”
“શા માટે કોઈએ એ પુસ્તકની વીસ નકલ તૈયાર કરાવી હતી?”
“એ પુસ્તક ની વિશ પ્રિન્ટ કોઈ અંગ્રેજ અધિકારી દ્વારા કઢાવવામાં આવી હતી. તેને એ પુસ્તક વાંચ્યા બાદ પણ તેના સંસ્કૃત શ્લોકો સમજવામાં નિષ્ફળતા મળી હતી માટે તેણે તે પુસ્તકની વીસ નકલો બનાવી સંસ્કૃતના જાણકાર અલગ અલગ વિશ લોકોને તેનો અર્થ સમજવા માટે મોકલી આપી હતી.”
“શું એમાંથી કોઈ એ સમજવામાં સફળ રહ્યું હતું?”
“ચોક્કસ ખબર નથી કેટલાક લોકો એમ માને છે કે એને એ પુસ્તકના રહસ્યો સમજવામાં સફળતા મળી હતી તો કેટલાક લોકો માને છે કે તેને એ પુસ્તક સમજવામાં સફળતા ન હતી મળી અને આખરે એને લાગ્યું કે એ પુસ્તકમાંની માહિતી ખોટી છે માટે તેને એ પુસ્તકની એ કોપીઓ કોઈ પુસ્તકાલયમાં મોકલાવી દીધી હતી.”
“તો તને કેમ એવું લાગી રહ્યું છે કે એ પુસ્તકની માહિતી સાચી હશે?”
“કેમકે મેં એવા અનેક સંસ્કૃત શ્લોકોનું રહસ્ય ઉકેલ્યું છે જેને લોકો નકામા ગણે છે.”
“તારું કહેવું છે કે જુના શાસ્ત્રોમાં લખેલ બધું સાચું છે?”
“ના, દરેક નહી પણ ઘણા બધા પુસ્તકો એવા છે જેમની માહિતી સાચી છે…!”
“જેમકે?”
“જેમકે જ્યોતિષ શાસ્ત્રના અનેક પુસ્તકો, જયારે પશ્ચિમમાં અવકાશ વિજ્ઞાન એટલે શું એની પણ કોઈને જાણ ન હતી ત્યારે આપણા જ્યોતીશસ્ત્રોમાં નક્ષત્ર, ગ્રહો અને તેમની ગતિઓ, તેમની માનવ જીવન પર અસર અને ગ્રહણ જેવી બાબતો લખાઈ ચુકી હતી.”
“મતલબ એ બધા શાસ્ત્રો સાચા છે?” તુષાર વધુને વધુ જાણવા મથતો હતો અથવા તે જાણવા માંગતો હતો કે કવિતાને કેટલું જ્ઞાન છે.
“હા, જો તમારા હાથમાં એની ઓરીજનલ કોપી હોય જેમાં ખોટા ફેરફાર કે સુધારા વધારા કરવામાં ન આવેલ હોય. શું ગ્રહણ વિશે જ્યોતિષશાસ્ત્રમાંથી મળતી માહિતી સાચી નથી? એ લોકોએ કેટલાક શાસ્ત્રોમાં હજારો લાખો વરસ સુધીમાં ક્યારે સૂર્ય ગ્રહણ કે ક્યારે ચંદ્ર ગ્રહણ થશે એ લખેલ છે અને એની અસર કેટલા વિસ્તારમાં થશે એ પણ દર્શાવેલ છે. એ બધું જોતા મને એ ગ્રંથો પર શક જેવું નથી લાગતું.” કવિતાએ ખુલાસો કર્યો.
“અને ધાતુ શાસ્ત્ર? પંચભૂત વિજ્ઞાન?” તુષારે ફરી પર્શ્ન કર્યો.
“ધાતુ શાસ્ત્ર મારો વિષય નથી અને પંચભૂત વિજ્ઞાન વિશે પણ હું ખાસ જાણતી નથી. મેં ભૌતિક વિજ્ઞાન સાથે કોલેજની ડીગ્રી મેળવી છે અને મને એમાં જ રસ છે.”
“માત્ર ભૌતિક વિજ્ઞાનમાં રસ? તને ખોટું ન લાગે તો એક પ્રશ્ન પૂછી શકું?”
“કેમ તને એવું લાગે છે કે મને તારા પ્રશ્નથી ખોટું લાગશે?”
“કેમકે મેં એજ સવાલ પપ્પાને પૂછ્યો છે અને એમણે દરેક વખતે એનો જવાબ આપવાનું ટાળ્યું છે, ક્યારેક વાત બદલીને તો ક્યારેક ગુસ્સો કરીને.”
“પણ હું એવું નહી કરું, આપણે મિત્ર છીએ.” કવિતાએ ખાતરી આપવા હસીને કહ્યું.
“એક ભૌતિક વિજ્ઞાનમાં રસ ધરાવતી છોકરીને એ બુકમાં રસ હોય તે દેખીતી વસ્તુ છે પણ એને એ બૂક વિશે માહિતી ક્યાંથી મળી એ મને સમજાઈ નથી રહ્યું?”
“સમજાઈ તો મને પણ નથી રહ્યું કે કોઈ વ્યક્તિ મારી બુકને ડેસ્ક પરથી છૂટી કેમ ફેકે?” કવિતાએ એને જવાબ ન આપવા માટે કહ્યું.
“મેં કહ્યું હતું ને કે પપ્પા આજ રીતે વાત ટાળે છે અને તે વચન આપ્યું હતું કે તું વાતને ટાળીશ નહી.”
“પણ શું તું એવું વચન આપી શકે કે હું તને એ સચ્ચાઈ જણાવું ત્યારબાદ તું મને બધું સાચું કહીશ?”
“કેમ નહી?”
“ઓકે, હું કેટલાક સમય પહેલા વતનમાં રહેતી હતી જ્યાં મારો પરિચય મીનાબેન નામના એક સારા પડોસી સાથે થયો હતો જે યોગના અભ્યાસુ હતા અને હું એમની પાસે યોગ શીખવા માટે જતી. એમણે મને એ પુસ્તક વિશે કહ્યું હતું તેઓ પણ આજ પુસ્તકની તલાશમાં હતું એવું મારું માનવું છે.”
“તો તે એમને ક્યારેય પૂછ્યું ન હતું કે તેમને એ પુસ્તક વિશે કઈ રીતે ખબર હતી?”
“ના, કેમકે ત્યારે મને આ પુસ્તક મેળવવામાં રસ ન હતો.”
“પણ હવે તો છે ને? તું એમને કેમ નથી પૂછતી?”
“હવે એ લોકો આ દુનિયામાં નથી.”
“તેમની સાથે શું થયું હતું?”
“આત્મ હત્યા.”
“આઈ એમ સોરી.”
“ઇટ્સ ઓકે. બટ મને નથી લાગતું કે એ આત્મહત્યા હતી.”
“તો?”
“મને એમ લાગે છે કે કોઈએ એમની હત્યા કરી હતી.” કવિતાને તુષાર ઉપર ભરોષો આવતા સઘળી હકીકત કહેવા માંડી.
“મારા સાથે પણ કઈક એવું જ થયેલ છે, હું આઠેક વરસનો હતો ત્યારે મમ્મીને એક રોડ અકસ્માતમાં ગુમાવી હતી, મને લાગતું હતું કે એ અકસ્માત મારે લીધે થયો છે પણ ત્યારબાદની ઘટનાઓને લીધે મને શક છે…”
“કેવો શક?”
“એ જ કે કોઈએ જાણી જોઇને ઈરાદાપૂર્વક મમ્મીને મારી નાખી હતી. હું ત્યાં હાજર હતો પણ ત્યારે મારી નાની ઉમરને લીધે એ બધું સમજી સકવા અસમર્થ હતો.” તુષારે પોતાનો ખેદ વ્યક્ત કરતા કહ્યું ત્યારે એનો ચહેરો ઉતરી ગયો એ કવિતાથી અછતું ન રહ્યું.
કવિતાએ પાણીની બોટલ ટીપાઈ પરથી ઉઠાવી એને આપતા કહ્યું, “હું સમજી શકું છું, મને અફસોસ છે. પણ કેવી ઘટનાઓને લીધે તને શક થઈ રહ્યો છે?”
એક જ સાથે અરધી બોટલ ખાલી કરીને સ્વસ્થ થતા તુષાર બોલ્યો, “એ મારા જીવનનું એવું રહસ્ય છે જે મેં હજુ કોઈને નથી કહ્યું.”
“પણ હવે હું કોઈ નથી, હું મિત્ર છું અને તે વચન આપ્યું હતું…”
“હા, પણ…”
“તું ન કહેવા માંગતો હોય તો હું તને દબાણ નહી કરું.”
“ના, ના, એવું નથી.”
“તો?”
“મને જરાક ડર છે.”
“કેવો ડર?”
“તું એ માહિતી કોઈની સાથે સેર ન કરીશ.”
“પ્રોમિસ.”
“મમ્મીના અકસ્માતની રાત્રે જ અમારા ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, એ અજાણ્યા લોકોના હુમલામાં પપ્પા મને બચાવવામાં તો સફળ રહ્યા પણ ઘરને ન બચાવી શક્યા, આગન્તુકોએ ઘર સળગાવી નાખ્યું.”
“મને અફસોસ છે…” કવિતાએ અફસોસ વ્યક્ત કર્યો.
“પણ મને અફસોસ નથી?” તુષારના ચહેરા પર ફરી પેલા સખ્ત ભાવ ઉપસી આવ્યા.
“મતલબ?”
“મતલબ ત્યારબાદ અમે ઘણા ઘર સળગાવી ચુક્યા છીએ.”
“હું કઈ સમજી નહી?”
“સમજ તો મને પણ નથી પડી રહી, અમે કોઈ સ્થળે રહેવા જઈએ છીએ, અમુક સમય સુધી રહીએ છીએ અને એકાએક કોઈ શંકાસ્પદ ચીજ નજરે ચડતા પપ્પા રાતોરાત એ શહેર છોડી મને લઈ બીજે જતા રહે છે અને જતા પહેલા એ ઘર કા તો મોટાભાગના સામાનને સળગાવી નાખે છે. ત્યાં સુધી કે અમે પહેરેલ કપડા પણ અમે શહેર છોડ્યા બાદ રસ્તામાં બદલી નાખીએ છીએ અને એ કપડા, અમારા વોલેટ, રૂમાલ, આઈ ડી જેવી દરેક ચીજને રોડની બાજુ પર કાર રોકી સળગાવી દેવામાં આવે છે.”
“અને કાર?”
“તેનો રંગ હમણાં સુધીમાં દસેક વાર બદલી ચુક્યો છે, એટલી જ વાર એની નંબર પ્લેટ, એના કાગળિયાં, અમારા નામ અને આઈ ડી પણ બદલી ચુક્યા છે.”
“તે ક્યારેય તારા પપ્પાને પૂછવાનો પ્રયાસ નથી કર્યો?”
“કર્યો છે પણ એ સમય આવે કહીશ એમ કહી ટાળી નાખે છે. એટલા સુધી કે મેં એમને કહેલું કે આપણે ક્યાં સુધી આમ ભાગતા ફરવું પડશે તો એમનો એક જ જવાબ મળે છે.”
“શું જવાબ?” કવિતા આ રહસ્ય જાણવા આતુર થઇ ગઈ. પોતાના જીવન જેવી જ ઘટનાઓ બીજા કોઈના જીવનમાં પણ ઘટી છે એ પણ એવી ઘટનાઓ જે સમાન્ય માણસના જીવનમાં ક્યારેય બનતી નથી અને પોતે સાવ સામાન્ય વ્યક્તિ હોવા છતાં આ બધું જોયું એટલે એને તુષારની વાતમાં વધુને વધુ રસ પડવા લાગ્યો…
“એ જ કે જ્યાં સુધી ઈશીત્વમ વશીત્વમ જાણનાર કોઈને આપણે શોધી ન લઈએ ત્યાં સુધી આપણે આમ જ ફૂગેટીવની જેમ ભટકતા રહેવું પડશે.”
“ઈશીત્વમ – વશીત્વમ એટલે?” કવિતા એ સિદ્ધી વિશે જાણતી હતી છતાં તુષાર કેટલું જાને છે એ ખાતરી કરવા માટે પૂછ્યું. આમ બંને એક બીજાને પૂરી રીતે જાની લેવા ચકાસી રહ્યા હતા.
“એ યોગની આખરી સિદ્ધી છે, કહેવાય છે કે લાખોમાં એક પાસે એ હોય છે અને મોટા ભાગે રીસીવર ઓફ મેમરી જ તેનો હકદાર હોય છે.”
“રીસીવર ઓફ મેમરી?”
“મતલબ એવો વ્યક્તિ જે પોતાના સુસુપ્ત મનને પોતાના તાબામાં કરી શકે અને સુક્ષ્મ મેમરીને રીટ્રાઈવ કરી શકે, ટૂંકમાં પૂર્વ જનમના સંસ્કારોને લીધે યોગની અંતિમ સિદ્ધીને આપમેળે મેળવી લે છે.” તુષારે રીસીવર ઓફ મેમરીનો અર્થ સમજાવ્યો.
“શું તું યોગસુત્ર વિશે જાણે છે?”
“હા.”
“તને એમાં વિશ્વાસ છે?”
“હા. અને હવે મારે જવું જોઈએ….” તુષારે જવાની ઈચ્છા દર્શાવી.
“કેમ?”
“હું લેધર ખરીદવા આવ્યો હતો, કેટલાક પુસ્તકોને લેધરમાં બાઈન્ડ કરવાના છે… પપ્પા રાહ જોઈ રહ્યા હશે, વાતો વાતોમાં ઘણો સમય નીકળી ગયો…” તુષારે ખુરશીમાંથી ઉભા થતા કહ્યું.
બંને નીચે આવ્યા, કવિતા તેને દરવાજા સુધી વળાવવા ગઈ. તેને વળાવી પાછા ફરતી વખતે તેના ચહેરા પર જરાક ખુશી હતી કેમકે હવે તે વર્ષોથી જે પુસ્તકની શોધમાં હતી તે બહુ નજીક હોય તેમ લાગી રહ્યું હતું.
લેખક : મહેન્દ્ર ત્રિવેદી અને વિકી ત્રિવેદી…..
ક્રમશ: વધુ આવતી કાલે સવારે 9 વાગ્યે…..