કવિતા તેના પપ્પા દ્વારા અપાયેલ છેલ્લા જનમ દિવસની ભેટ – એવિએટર પર શાળામાંથી એકલા ઘરે આવી હતી કારણ કે સંદીપ છેલ્લા બે દિવસથી શાળામાં તેની સાથે જતો ન હતો.. સામાન્ય રીતે સંદીપ અને કવિતા એક જ એવીએટર પર શાળાએ જતા પણ કોણ જાણે કેમ છેલ્લા બે દિવસથી સંદીપ શાળાએ જતો ન હતો. સંદીપના છેલ્લાં બે દિવસથી શાળાએ ન જવાના કારણો વિશે વિચારતી તે તણાવમાં પોતાના એવીએટર પર ઘર તરફ જઇ રહી હતી.. તે ચાર રસ્તા પરની ભીડમાંથી પસાર થઇ અને હેપ્પી હોમ્સ સુધી પહોંચી. તેણીએ હેપી હોમ્સમાં પ્રવેશ્યા પછી સંદીપના ઘર આગળ ભેગા થયેલ લોકોની ભીડને જોઈ. એ ભીડ જોઈ એને કઈક અજુગતું થયાનો અણસાર આવી ગયો. એ ભીડ જોઈ તેને એક આઘાત લાગ્યો. શું થયું હશે? તેનું મન કેટ કેટલીય અટકળો બાંધવા લાગ્યું.
કવિતાએ એના એવીએટરને રસ્તાની બાજુ પર સ્ટેન્ડ કરી તેને વિરામ આપ્યો અને રસ્તા પર તેના એવિએટરને ઉભુ કરીને તે ઉતાવળમાં હોવાથી ઇગ્નીશનમાં કી છોડી ઉતાવળે ડગલે સંદીપના ઘર તરફ જવા લાગી.. ત્યાં શું થયું હતું તે જાણવા માટે તેના મનમાં તાલાવેલી હતી. ઘર આગળ જમા થયેલ ભીડમાંથી પસાર થવું તે ખૂબ જ મુશ્કેલ હતું છતાં કવિતાએ ભીડમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો.
પાંચ મિનિટ સુધી એ ભીડે જાણે તેને મંજૂરી ન આપવા માંગતી હોય તેમ રોકી રાખી હતી. ભીડ ભારે ઉત્તેજનામાં અંદરની ઘટના વિશે દંતકથાઓ બનાવવા વ્યસ્ત હતી. જો પોલીસ બારણે ન ઉભેલ હોત તો એ ભીડ અંદર દાખલ થઈ ગઈ હોત. કવિતાએ સ્ર્વાજે જ એક પોલીસ ઓફિસર જોયો. તેની હિંમત તેનો સાથ છોડી ગઈ! તેનું હૃદય એક ક્ષણ માટે ધબકારો ચુકી ગયું! એક ક્ષણ માટે તેના ફેફસા હવા શોષવાનું બંધ કરી દે છે પણ બીજી જ પળે કઈ નહિ થયું હોય એવા વિચારો સાથે તે તેનો કમ્પોસર મેળવી લે છે. સખત મહેનત કરી તે ભીડને ચીરી દરવાજા સુધી પહોચવામાં સફળતા મેળવે છે છતાં ઘરમાં પ્રેશાવામાં હજુ એક બાધા હતી. કોઈને પણ પ્રવેશતા અટકાવવા માટે ત્યાં ઉભેલ પોલીસના માણસે તેને અટકાવી દીધી અને કહ્યું, “તમે અંદર ન જઈ શકો.”
કવિતા તેને ઘડીભર જોઈ રહી અને પછી કરગરવા લાગી, “પ્લીઝ મને અંદર જવા દો. શું થયું છે સંદીપ અને મીનાબેનને???”
“એ તમારા શું સગા થાય છે?” પોલેસના માણસે કોઈ જ લાગણી વિના સવાલ પૂછ્યો.
“સંદીપ મારો મિત્ર છે.” કવિતાએ કહ્યું.
“મિત્રો અંદર ન જઇ શકે… કોઈ નજીકના સગાને જ અંદર જવા દેવામાં આવશે.” એણે ફરી એક સુકા અને લાગણી વિનાના અવાજે કહ્યું.
કવિતા જાણતી હતી વધુ દલીલ કરવાનો કોઈ અર્થ ન હતો… પોતે અગિયારમાં ધોરણમાં ભણતી તરુણ હતી અને એક પોલીસ અધિકારીને ક્યારેય કન્વેન્સ કરાવી શકે તેમ ન હતી કે તેનું અંદર જવું કેટલું જરૂરી હતું. તે ઉદાસ આંખે દરવાજા આગળ ઉભી રહી.
“એને અંદર જવા દો.. એ લોકો એના માટે તેનો પરિવાર હતા.” હેપી હોમ્સ રેસીડેન્સીના પ્રેસિડન્ટ અને જાણીતા વકીલ રશિકલાલ પુરોહિતે પોલીસ ઓફિસરને કહ્યું. તેઓ એ ભીડમાં સૌથી આગળ ઉભા હતા. મોટા ભાગના પોલીસના માણસો તેમને ઓળખતા હતા કેમકે તેઓ એક નામાંકિત વકીલ હતા. તેમણે વિનંતી કરી કે કવિતાને અંદર જવાદો માટે પોલીસના ત્યાં ઉભેલ માણસે કવિતા તરફ જોઈ કહ્યું, “ઠીક છે, તું અંદર જાઈ શકે છે.”
“થેંક યુ.” કવિતા દરવાજામાં દાખલ થતા બોલી.
તે અંદર દાખલ થઈ. ઘરની અંદરનું દ્રશ્ય તેના માટે દુઃસ્વપ્ન જેવું હતું. આખું ફોયર તેની આંખો સામે ગોળગોળ ફરતું હોય તેમ તેને લાગ્યું… ફોયરમાંની દરેક ચીજ તેની આસપાસ ફરવા માંડી હોય તેમ તેણીએ અનુભવ્યું. જો તે બારણાનો ટેકો ન મેળવી શકી હોત તો જરૂર તે જમીન પર ફસડાઈ ગઈ હોત..
કવિતાએ જોયું કે કોચ પાસે સફેદ કપડાથી ઢંકાયેલું મૃત શરીર મૂકવામાં આવ્યું હતું. મીનાબેનના બેડરૂમના દરવાજા પાસે પણ તેવા જ એક સફેદ કાપડથી ઢંકાયેલું મૃત શરીર હતું. ફ્લોર લોહીથી રંગાયેલ હતું. તેને લાગ્યું કે તે કોઈ અન્ય હશે સંદીપના પરિવારના લોકો નહી હોય સંદીપ નહી હોય… પણ તેનું મન જાણતું હતું કે બીજું કોઈ એમના ઘરમાં ક્યાંથી હોય? શું થયું હશે? તેણીએ વાત કરવાનો પ્રયાસ કર્યો, તે બોલવા માંગતી હતી પણ નિષ્ફળ ગઈ. તેનો અવાજ તેના ગળામાં અટકાઇ ગયો હતો. તે બોલવાની સખત મહેનત કરી રહી હતી પણ ગળામાંથી અવાજ નીકળી શકતો ન હતો. તેની મમ્મી સંગીતાબેન પણ ત્યાં હતા… તે મીનાબેનના મૃત શરીરની નજીક બેસી રડતી હતી. ત્યાં શું થયું હતું એ કવિતાએ પોતાના મમ્મી પપ્પાને ત્યાં જોયા એટલે અંદાજ આવી ગયો અને એ સાથે જ તેના ગળામાંથી એક ચીસ નીકળી ગઈ. તેની ચીસે તેની તરફ મમ્મીનું ધ્યાન ખેંચ્યું. સંગીતાબેને તેના તરફ જોયું પરંતુ ઊભા ન થઈ શક્યા. સંગીતાબેને તેમની આંખોમાં દુખનાના સમુદ્ર સાથે કવિતા તરફ જોયું અને તેની તરફ હાથ લંબાવ્યો. કવિતા દોડીને તેના પાસે જઇ બેસી ગઈ. “આ કેવી રીતે થયું છે?”
તેના પ્રશ્નનો કોઇ જવાબ ન મળ્યો કારણ કે કોઈનામાં તેને કહેવા માટે હિંમત નહોતી કે ત્યાં શું થયું હતું. કવિતા ઊભી થઈ, કોચની નજીક રહેલ મૃત શરીરની નજીક પહોંચી અને તેણે શરીરને ઉઘાડું કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના પપ્પાએ તેને અટકાવી કહ્યું, “તું એ જોઈ શકીશ નહી…. મારામાં પણ એ જોવાની તાકાત નથી તો તું કઈ રીતે એ જોઈ શકે?”
“પરંતુ આ કેવી રીતે થયું?” કવિતાએ ફરીથી પૂછ્યું.
“કોઈએ તેમને મારી નાખ્યા છે. તેમની હત્યા થઇ છે…”
“કિલ્ડ…. મારી નાખ્યા છે.. તેમની હત્યા થઇ છે??? કોઈ તેમની હત્યા કેવી રીતે કરી શકે? તેમને કોઈ શત્રુ ન હતો, તેમણે કોઈનું ખરાબ નથી કર્યું… કોઈ આ પરિવારની કેવી રીતે હત્યા કરી શકે? અને સંદીપ ક્યાં છે? ” સંદીપની ગેરહાજરી જોઈ કવિતાએ એકાએક પૂછ્યું.
“તે ક્યાં છે?” કવિતાએ તેના પિતાને ફરીથી પૂછ્યું.
તેના પપ્પા કાઈ જવાબ આપે તે પહેલા ઉભા થઇ તે સંદીપના રૂમમાં જવા માટે સીડી તરફ ચાલી પરંતુ ડિટેકટીવ શર્માએ તેને અટકાવતા કહ્યું, “મારા માણસો શોધે છે. તેઓ તેને શોધી લેશે જો તે ત્યાં હશે તો ત્યાં જ મળશે જો તે ત્યાં નહિ હોય તો નહિ મળે.. તું ઉપર નહી જઈ શકે..”
ડિટેક્ટીવ શર્માના બે જવાનો ત્યાં ઉપર સંદીપના રૂમમાં પહોંચી ગયા હતા.
“અમે બધે જ તપાસ કરી પરંતુ કંઈ મળ્યું નથી. મને લાગે છે કે ખૂનીએ તેનું અપહરણ કર્યું છે.” ડિટેક્ટીવ શર્માના એક જવાને શંકા વ્યક્ત કરી.
કવિતા સ્તબ્ધ બની એ સંભાળતી રહી.
બે માણસ ઉપરથી નીચે આવ્યા અને કહ્યું, “સર, અમને કંઇ મળ્યું નથી.”
ડિટેક્ટીવ શર્માએ પૂછ્યું, “શું તમે દરેક રૂમમાં શોધ કરી છે?”
“હા સર”. તે બે માણસોમાંથી એકે જવાબ આપ્યો.
“ભોંયતળિયું.. તમે ભોયરામાં ચેક કર્યું???.” કવિતાએ અચાનક ભોંયરા તરફ પોઇન્ટ કરતા કહ્યું.
“શું તમે તેને ત્યાં ચેક કર્યો છે? આ મકાનમાં એક બેઝમેંન્ટ છે, સંદીપ કદાચ ત્યાં હશે.” કવિતાએ ફરી કહ્યું.
“ક્યાં ….? ભોયરું ક્યાં છે? ” શર્માએ કહ્યું.
કવિતા તેમને ભોંયરા તરફ દોરી ગઈ, જે મીનાબેનના બેડરૂમની ગેલેરીમાં હતું. ભોયરામાં ઘણા રૂમાં હતા જેમાંથી એક રૂમ બહારથી લૉક કરવામાં આવેલ હતો. ડિટેક્ટીવ શર્માએ એ રૂમનું બારણું ખોલ્યું. સંદીપ રૂમની મધ્યમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો.. ડિટેક્ટીવ શર્મા તેની નજીક ગયા અને તેના પલ્સની તપાસ કરી. તેના શરીરમાં હજુ પણ કેટલાક શ્વાસ હતા. ડિટેક્ટીવ શર્માએ પોતાના માણસને ડૉકટરોને ફોન કરવા આદેશ આપ્યો.
એમ્બ્યુલન્સ હજુ પણ ઘરના દરવાજા પર હતી. ઘટનાની જાણ થઇ એ વખતે જ પોલીસના વાહન સાથે એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોચી જ ગયેલ હતી. ડૉક્ટર બે મદદગારો સાથે બેઝમેન્ટમાં આવ્યા અને તેઓ સંદીપને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. તેમની સાથે રાકેશભાઈ પણ પોતાને એમ્બ્યુલન્સમાં ગોઠવાયા કારણ કે સંદીપ સાથે રહે તેવું કોઈ બીજું હતું જ નહિ. એમ્બ્યુલન્સ શહેરની હોસ્પિટલ તરફ જવા માટે સાયરન વગાડતી નીકળી પડી..
ડિટેક્ટીવ શર્મા ભોંયરામાં હજુ પણ વિચારતા હતા કે તે રૂમ કેમ બહારથી લોક હતો? કોણે તેને બહારથી લોક કર્યો હશે?? તેમણે એ ખંડના કેટલાક ફોટોગ્રાફ લીધા. એવું લાગતું હતું જાણે એક મોટુ તુંફાન એ રૂમમાંથી પસાર થયું હતું. વિંડોઝના કાચ ભાંગી અને જમીન પર બધે ફેલાયેલા હતા. તે રૂમના ખૂણે એક ટેબલ હતું એ ઉલટું થઇ ફ્લોર પર પડેલ હતું.. દિવાલ ચિત્રો તૂટેલી ફ્રેમ સાથે જમીન પર હતા.
ડિટેક્ટીવ શર્માના માણસોએ દરેક સંકેત શોધી કાઢવા બ્રશ કર્યું પરંતુ ભોંયરામાં, ફોયર અથવા આખા ઘરમાં કોઈ ટ્રેસ ન હતા. કોઈ જ વ્યક્તિની આંગળીની છાપ પણ ન હતી.
*
સમયના વર્તમાન બિંદુ પર:
“કવિતા, કમ બેક.. હવે ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી.” આનંદે કહ્યું.
“ઠીક છે, તમને કોઈ સંકેત મળ્યો છે? શું કોઈ કલુ મળે છે?” કવિતાએ કહ્યું.
“ના.. પણ હવે ભૂતકાળમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.”
“શું…?'”
“જ્યારે તું સ્કૂલમાં હતી ત્યારે હત્યાઓ થઇ છે. તું એક કામ કર… શાળામાંથી વહેલી રજા મેળવ, ૩;૩૦ વાગ્યે શાળામાંથી છૂટી લઇ લે અને સંદીપના ઘરની નજીક રહે.”
“તે ખૂબ વહેલુ પડશે… તે હત્યા પહેલા પાંચ મીનીટે પણ ત્યાં જઈ શકે છે.” રીશીકુમારે કહ્યું.
“ખૂન થયા પહેલાં એકાદ બે કલાકથી ઘર પર નજર રાખવી જરૂરી છે. કોઈ તેમના ઘરમાં ગયું હતું કે કેમ તે જાણવા માટે ત્યાં ૩.૩૦ થી હાજર રહેવું જરૂરી છે.” આનંદે રિશી કુમારને સમજાવતા કહ્યું. આનંદ સમજી ગયા હતા કે રિશી કુમાર ગભરાઈ રહ્યા છે. કવિતાને કઈક થશે એ વિચાર એમના મનમાં ચાલે છે.
કવિતાએ પોતાની જાતને આનંદના કહ્યા અનુસાર સંદીપના મમ્મી પપ્પાની હત્યા થઇ હતી એ દિવસના બપોરના સાડા ત્રણ વાગ્યાના સમય પર ભૂતકાળમાં સિફટ કરી.
“હું સંદીપના ઘર નજીક છું.” ભૂતકાળના સ્થાન પર પહોંચ્યા પછી કવિતાએ કહ્યું
“સમય શું છે?” રીશીકુમારે પૂછ્યું.
“3 : 30…. હત્યા પહેલાં બે કલાક બરાબર.” કવિતાએ જવાબ આપ્યો
“ઘર પર નજર રાખવા યોગ્ય સ્થાન શોધ. તારી આંખો બારણા પર રાખ, કંઈ પણ ચૂકીશ નહી… સંદીપના ઘરમાં જનાર અને આવનાર દરેક વ્યક્તિ પર નજર રાખ.. ” આનંદે સુચના આપી.
“ઓહ! ગોડ !!!… હું મારી આંખોનો વિશ્વાસ કરી શકતી નથી. કોકીલાબેન, તેમના પડોશીએ તેમને મારી નાખ્યા.” કવિતાએ કહ્યું.
“તને ખાતરી છે?” તુષારે પૂછ્યું.
“હા… કોકીલાબેન તેમના ઘરમાં પ્રવેશ્યા. કોઈ દયા વગર અણઘડપણે તેમની હત્યા કર્યા પછી તે પોતાના ઘરે પરત ફર્યા. કંઇ જ થયું નથી એમ તે બધું ભૂલી ગયા અને થોડાક સમય પછી તે ફરીથી મીનાબેનના ઘરે ગયા. તેણીએ ચીસો પડવાનું અને અભિનય કરવાનું શરૂ કર્યું હતું જોણે કે તે એ બધાથી અજાણ હોય!. તેની ચીસો સાંભળીને પડોશીઓ તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા અને સંદીપના ઘરે ભેગા થયા. મહેશભાઈ તેમના પડોશીઓમાંના એકે પોલીસ પોલીસને ફોન કર્યો.” કવિતાએ કહ્યું, તે એકદમ ભાવનાત્મક બની ગઈ, “કોકીલાબેન આવા પાપી કાર્ય કેવી રીતે કરી શકે??? મીનાબેન હંમેશા તેને અને તેના પરિવારને મદદ કરતા હતા.”
રીશીકુમાર, તુષાર અને આનંદ ત્રણેય મૌન બની વિચારોમાં ડૂબી ગયા હતા.
“કંઈક ખૂટે છે.” રીશીકુમારે તેમનો મત વ્યક્ત કરવા માટે મૌન તોડ્યુ.
“કંઇક ખૂટે છે…?” કવિતાએ નવાઈથી કહ્યું.
“શું પપ્પા..?” તુષારે કહ્યું.
“બધું સ્પષ્ટ છે. કોકીલાબેન ખૂની છે. “કવિતાએ ગુસ્સામાં કહ્યું.
આનંદે સૂચવ્યું, “તે ખૂની નથી.”
“શું..? તે ખૂની નથી..? તમે કેવી રીતે કહી શકો છો? ” કવિતાને નવાઈ લાગી. અલબત તુષારને પણ કાંઈજ સમજાઈ ન હતું રહ્યું.
“તેની બીજી મુલાકાતને કારણે તેને ખૂની માનવું મુશ્કેલ છે. શું તમને લાગે છે કે કિલર ઘરની ફરી મુલાકાત લે…? ” આનંદ થોડાક સમય માટે થોભ્યા, કવિતા તરફ નજર કરી અને કહ્યું, “ફરીથી ત્યાં સ્વિચ કર અને તેની પ્રથમ મુલાકાત અને બીજી મુલાકાત વખતે કોકિલાનું મન વાંચ.”
“ઠીક છે…” ત્યાં સ્વિચ કરતા પહેલા કવિતાએ કહ્યું.
“શું તને કંઇ મળ્યું ? કોકિલાના મનમાં તેણીએ હત્યા કરી છે એ સત્ય તને જાણવા મળ્યું? તે એનું મન વાંચ્યું???” આનંદે અધીરા બની કહ્યું.
“કંઈ નથી… કોકિલાના મનમાં કઈ નથી.”
“શું?” તુષારે કહ્યું. તેના અવાજમાં તેનું આશ્ચર્ય સ્પસ્ટ દેખાઈ રહ્યું હતું.
“કોકિલાના મનમાં 5:28 થી 5:32 વચ્ચેની કોઈ સ્મરણશક્તિ નથી. તેની પ્રથમ મુલાકાતની સ્મૃતિ ખૂટે છે અને તેમની બીજી મુલાકાત વખતે તેનો હત્યાનો કોઈ ઈરાદો નથી. કોકીલાબેનને બીજી મુલાકાત વખતે યાદ જ ન હતું કે તેઓ થોડીકવાર પહેલા જ સંદીપના ઘરમાં જઇ તેના મમ્મી પપ્પાની હત્યા કરી આવ્યા છે.” કવિતાએ કોકીલાબેનનું મન વાંચીને કહ્યું.
“તે ખૂટે છે… કોકિલાના મનમાં એ યાદો ખૂટે છે.. એ યાદો ત્યાં નથી કારણ કે તે સમયે કોકિલાનું તેના પોતાના મન પર કોઈ નિયંત્રણ નહોતું.. કોઈએ તેનો માધ્યમ તરીકે ઉપયોગ કરવા માટે તેના મનને નિયંત્રિત કરી દીધું હતું. પહેલી વાર જયારે તે સંદીપના ઘરમાં ગઈ અને સંદીપના મમ્મી પપ્પાની હત્યા કરી આવી ત્યારે તેનું મન કોઈ અન્યના નિયંત્રણમાં હતું. તે જ્યારે બીજીવાર સંદીપના ઘરની મુલાકાત માટે ગઈ ત્યારે તેને પ્રથમ મુલાકાત યાદ જ ન હતી. કોકીલાબેન એ વિશે અજાણ હતી કે એ ખૂન પોતે જ કર્યા છે અને આથી જ તે લાશ જોઈ ચીસો પાડવા લાગી.. એ અભિનય નથી કરી રહી.. તેની પ્રથમ મુલાકાતની કોઈ યાદ તેના મન પાસે નથી એટલે કે કોકિલા માટે તેની બીજી મુલાકાત જ તેની પ્રથમ મુલાકાત હતી. તેની પાસે હત્યા માટે કોઈ હેતુ પણ નથી. માટે એ ખૂની નથી.. બસ ખુનીએ તેનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે… એ પણ દુરથી તેના મનને નિયંત્રિત કરીને.” આનંદે કહ્યું.
“આપણે તે હત્યારા વ્યક્તિને શોધી કાઢવી જોઈએ જેણે કોકિલાબેનનો એક સાધન તરીકે ઉપયોગ કર્યો હતો.” તુષારે કહ્યું. તેનું સૂચન યોગ્ય હતું.
“તેને શોધી કાઢવું અશક્ય છે. ખૂની ગમે ત્યાં કોઈ પણ ઘરમાં હોઈ શકે છે.” રીશીકુમારે કહ્યું.
“કોઈ પણ ઘરમાં..? કેવી રીતે..? ” કવિતાએ કહ્યું.
“હા… કોઈ પણ ઘરમાં… ખૂની પાસે કોઈના પણ મગજને નિયંત્રિત કરવાની શક્તિ છે. તે કોઈના પણ મગજમાં હેરફેર કરવાની ટેલિપેથિક શક્તિ ધરાવે છે. કોઈના મનને નિયંત્રિત કરીને ખૂની એના સગા, મિત્ર અથવા પરિવારના સભ્ય તરીકે રહી શકે છે. તે કોઈ પણ ઘરમાં છુપાયેલ હશે અને એ કયા ઘરમાં કોના સગા વહાલા કે મિત્ર બનીને છુપાયેલ હતો એ શોધવું અશક્ય છે. કેમકે જે વ્યક્તિના ઘરમાં એ છુપાયો હશે એ વ્યક્તિને એના ગયા પછી યાદ પણ નહિ હોય કે ખૂની તેના ઘરમાં હતો.” આનંદે સમજાવ્યું.
“એટલે, આપણે તેને શોધી શકીએ તેમ નથી.” ગુસ્સા અને નિરાશા સાથે કવિતાએ કહ્યું.
“ના.. નથી… તે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે પરંતુ અશક્ય નથી. આપણી પાસે હજી થોડી આશા છે.” રીશીકુમારે કહ્યું, તેમના શબ્દો કવિતાને નવી આશા અને નવી શક્તિ આપે છે.
“કેવી રીતે..?”
“આપણે તેને શોધી કાઢવાની જરૂર નથી કારણ કે તે તને શોધવા આવશે.. તેણે સંદીપના માતાપિતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એ સફળ પણ થયો.. પણ એ ચુપ નહિ બેસે… આવી સુપરનેચરલ શક્તિઓ સાથેના ખૂનીઓ તેમના લક્ષ્યને ક્યારેય ચૂકતા નથી અથવા બાકી નથી છોડતા. તેમણે સંદીપને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હશે પણ સંદીપને તેની મમ્મીએ સલામત રાખ્યો હશે અને એ એને શોધી શક્યા નહિ હોય પણ તેઓ સંદીપ માટે આવશે… તેઓ ફરી આવશે…” રીશીકુમારે કહ્યું.
“એ હત્યાઓ પછી શું થયું હતું?” આનંદે કવિતાને પૂછ્યું.
“મારા મનમાં એ બધું જ છે વાંચી લો.” કવિતાએ કહ્યું અને ફરી તેમને પોતાનું મન વાંચવાની એક્સેસ આપી.
હત્યાઓ બાદની ઘટના:
કવિતાના પિતા નિરાશ ચહેરા સાથે શહેરના સામાન્ય હોસ્પિટલમાંથી પાછા આવ્યા. સંગીતા બેને એમને સંદીપની હાલત વિશે આતુરતાપૂર્વક પૂછ્યું હતું પરંતુ તેમણે એક પણ શબ્દ બોલ્યો નહોતો, તેમને પોતાની જાતને સીધી કોચ પર ફેંકી દીધી હોય તેમ કોચ પર બેસી ગયા. એવું લાગતું હતું કે તેમની અંદર કોઈ ઊર્જા ન હતી. તે થાકેલી બેટરી સાથે રોબોટ જેવું વર્તન કરે તેવું વર્તન કરી રહ્યા હતા… તેમનું વર્તન ન સમજાય તેવું હતું. સંગીતાબેન તેમની નજીક આવ્યા. તેમનો હાથ હાથમાં લીધો અને કહ્યું, “શુ થયુ..? તમે શા માટે થાકી ગયા છો? સંદીપ કેમ છે..?”
“સિટી હોસ્પિટલના ડૉકટરે સંદીપને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો છે અને તેને અમદાવાદના અધતન હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી છે. તેથી હું તેને ત્યાં લઈ ગયો. તેને ત્યાની અધતન હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ડોક્ટર કહે છે કે તે કોમામાં છે.” રાકેશ ભાઈએ ઉદાસ સ્વરે કહ્યું.
સંગીતાબેને આતુરતાપૂર્વક પૂછ્યું, “તે કોમમાંથી ક્યારે પાછો આવશે?”
“આપણે બધી તક ગુમાવી દીધી છે તેને બચાવવા માટે આપણી પાસે પૈસા નથી. હોસ્પિટલમાં ત્રણ લાખ રૂપિયા જમા કરાવવાની જરૂર છે અને આપણી પાસે ફક્ત એક લાખ જ છે.”
“ચિંતા ન કરો… સંદીપની મમ્મીએ બધી ગોઠવણ કરેલ હતી જાણે તેમને આ બધા વિશે ખબર ન હોય… જાણે તેઓ આ બધું થવાનું છે એ જાણતા હોય એમ તેમણે બધી વ્યવસ્થા કરેલ હતી… તેમના વકીલ ગઇ કાલે તમે સંદીપ સાથે હોસ્પિટલ હતા ત્યારે આવ્યા હતા અને તેમણે મને વીસ લાખનો ચેક આપ્યો હતો. સુરેશભાઈનું નવું વિલ આપ્યું હતું જે સંદીપના મમ્મીએ તૈયાર કરાવેલ હતું.” સંગીતાબેને કહ્યું.
“નવું વિલ..? તેમાં શું છે..? ” રાકેશભાઈ એ પૂછ્યું.
સંગીતાબેન બેડરૂમમાં ગયા. તેમના હાથમાં એક ફોલ્ડર સાથે એકાદ મિનીટ બાદ પાછાં ફર્યા. તેમાંથી કેટલાક કાગળો બહાર લઇ અને તેમના પતિને આપ્યા. “નવા વિલ અનુસાર આપણે સંદીપના નવા વાલીઓ છીએ… સંદીપ અઢાર વર્ષની વયનો થાય ત્યાં સુધી આપણે તેના ગાર્ડિયન છીએ.” સંગીતાબેને કહ્યું.
રાકેશભાઈ એ કાગળોને જોઈ રહ્યા હતા. થોડીક વાર બાદ તેમણે પૂછ્યું, “કંપની વિશે શું?”
“સંદીપ અઢાર વર્ષની વયનો થાય પછી કંપનીનો માલિક બનશે પણ વકીલે મને શહેર છોડી જવાની સલાહ આપી છે કારણ કે વકીલને કંપનીના મેનેજર પર શંકા છે. મેનેજર હોસ્પિટલમાં સંદીપને જોવા નથી આવ્યો અને સંદીપના મમ્મી પપ્પાના અગ્નીસંકાર સમયે પણ દેખાયો નથી.” સંગીતાબેને કહ્યું.
“તો હવે શું..? આપણે હવે શું કરવું જોઈએ? ”
“આપણે શહેર છોડવું જોઈએ. ચેકમાં સંદીપની સંભાળ લેવા માટે પૂરતો પૈસા છે. આપણી પાસે કોઈ પણ શહેરમાં રહી શકવા માટે પૂરતા પૈસા છે. આપણને ખબર નથી ખૂની કોણ છે? આપણને ખબર નથી તે કેમ સંદીપના મમ્મી પપ્પાને મારવા ઈચ્છતો હતો? કદાચ એ સંદીપને પણ મારવા માંગતો હશે તો..? આપણે અહીં નહી રહીએ.. આપણે સંદીપને લઈને ક્યાંક દુર ચાલ્યા જઈશું..” સંગીતાબેને કહ્યું..
સંગીતા બેન તેમના પતિના ચહેરા તરફ જોઈ રહ્યા. તેઓ શું કહે છે એ તેઓ જાણવા માંગતા હતા.
રાકેશ ભાઈએ લોકોની ક્રૂરતા જોઈ હતી, તેઓ જાણતા હતા કે લોકો પૈસા માટે શું કરી શકે છે, તેઓ જાણતા હતા કે તેમનો પરિવાર અને સંદીપ ત્યાં સલામત ન હતા. તેમણે તે શહેર છોડવામા જરાય ખચકાટ અનુભવ્યો નહી, તેમણે સંગીતાબેનના સૂચનને સ્વીકાર્યું. કુટુંબ રાયગઢ છોડીને અમદાવાદમાં સિફટ થઈ ગયું.. અમદાવાદના આધુનિક તકનીકી સાધન સાથેના સારા હોસ્પિટલમાં કેટલાક વર્ષોની સારવાર કર્યા પછી સંદીપ કોમમાંથી બહાર આવ્યો પણ તેના મનમાં ભૂતકાળની કોઈ સ્મૃતિ ન હતી. તે તેના માટે શાપ ન હોવાને બદલે તેના માટે આશીર્વાદ હતો. ડોકટરે રાકેશભાઈ અને સંગીતાબેનને કહ્યું કે સંદીપને તેના ભૂતકાળ વિશે કાંઈજ ન કહે નહિતર ફરી તેને આઘાત લાગી શકે છે અને તે કોમામાં જઈ શકે છે અને આમ પણ તે તેના દુખદ ભૂતકાળ સાથે જીવે તેના કરતા તેને તેના એ ભયાનક ભૂતકાળથી અજાણ રાખવો જ યોગ્ય હતું. સંગીતાબેન અને તેમના પરિવારે સંદીપને તેના ભૂતકાળ વિશે કંઇ કહ્યું નહિ. તેઓ તેને ખોટું બોલ્યા. તેમણે ખોટી યાદોને તેના મનમાં ભરી. એમણે સંદીપને કહ્યું કે તે તેમનો જ દીકરો છે અને એક રોડ અકસ્માતમાં એની યાદદાસ્ત ચાલી ગઈ હતી.
*
લેખક : વિકી ત્રિવેદી અને મહેન્દ્ર ત્રિવેદી
ક્રમશ: વધુ આવતી કાલે…..