safar

સફર – ત્રીજું પ્રકરણ (હપ્તો -11)

હપ્તો -1      હપ્તો -2     હપ્તો -3     હપ્તો -4     હપ્તો -5       હપ્તો -6    હપ્તો -7     હપ્તો -8    હપ્તો -9     હપ્તો -10

 

બધા ભારે હ્રદયે બહાર આવ્યા, રાકેશ ગાલા અને સંગીતાબેન તેમની ફીયાટમાં ગોઠવાયા. ડીટેકટીવ શર્મા પોતાના પોલીસ વિહીકલમાં અને કવિતા રીશીકુમાર અને તુષાર સાથે તેમની અમેઝ્માં ગોઠવાઈ જેથી તે તેમને માર્ગ બતાવી શકે અને કદાચ તેને તુષાર સાથે કઈક વાત પણ કરવી હતી. અમદાવાદથી રાયગઢનો માર્ગ લગભગ એકસો પચાસેક કિલોમીટર જેટલો હતો આથી તેમને રસ્તમાં વાતચીત કરવા માટે પુરતો સમય મળી રહે તેમ હતો.

રીશીકુમારે કાર સ્ટાર્ટ કરી અને તેઓ શર્માના પોલીસ વિહિકલ પાછળ પાછળ જવા લાગ્યા.

“મને ખબર છે આ સમયે એ બધું પૂછવું યોગ્ય નથી અને તું જવાબ આપવાની સ્થિતિમાં નથી પણ રાયગઢ પહોચતા પહેલા મારે કેટલીક બાબતો જાણવી જરૂરી છે જેથી હું કઈક અંદાજ લગાવી શકું બાકી પોલીસ ક્યારેય ગુનેગારને શોધવામાં સફળ નથી થવાની હું એમના સફળ થવાની દસ વરસથી રાહ જોઈ રહ્યો છું.” રીશીકુમારે પાછળ બેઠેલ કવિતા તરફ એક નજર કરતા કહ્યું, લગભગ હજુ તેઓ હાઈવે પર માંડ પહોચ્યા હતા.

“મને કોઈ પણ જવાબો આપવામાં હવે કોઈ વાંધો નથી કેમકે હવે દુ:ખ એટલે શું એ કદાચ મને ખબર જ નથી પડતી કે પછી દુ:ખ સહન કરવાની એટલી આદત પડી ગઈ છે કે મને ખબર જ નથી પડી રહી કે હું દુ:ખી છું કે નહિ?” કવિતાએ કહ્યું.

“પપ્પા મને નથી લાગતું આ સમયે કવિતાને કાઈ પૂછવું જોઈએ.” તુષારે વચ્ચે જ કહ્યું.

“ના, તુષાર હું સંપૂર્ણ સ્વસ્થ છું, મને ખબર છે વરસો પહેલા સંદીપના મમ્મી પપ્પાની હત્યા થઇ હતી એમના કાતિલને શોધવામાં પોલીસ હજુ સફળ નથી થઇ તો  સંદીપના ગુનેગારોને એ શોધી શકશે એવું હું કઈ રીતે માની શકું??? અને કદાચ મારા જવાબોને લીધે એ કાતિલનો કોઈ અંદાજ મળી શકે તેમ હોય તો ગમે તે સમયે કોઈ પણ સવાલોના જવાબ આપવા માટે હું પુરેપુરી સ્વસ્થ છું.” કવિતાએ મક્કમતા દેખાડતા કહ્યું.

તુષાર ચુપ રહ્યો કેમકે તે પોતે પણ જાણતો હતો કે કેટલાક સવાલો જરૂરી હતા.

“સંદીપના મમ્મી પપ્પાની હત્યા કઈ રીતે થયેલ હતી?”

“તેમના ઘરમાં જ કોઈકે તેમના હાથના કાંડાની નશો કાપી નાખી હતી, પણ ત્યાંથી કોઈ પુરાવા ન હતા મળ્યા.”

“એ સમયે સંદીપ ક્યાં હતો?”

“સંદીપ એ જ ઘરમાં હતો.”

“હત્યારાઓએ એને કેમ ન માર્યો? અને જો એ હત્યારાઓ એને મારવા ન હતા માંગતા તો એમણે હવે સંદીપની હત્યા કેમ કરી એ જરાક ન સમજાય તેવું છે.”

“સંદીપ એ દિવસે એમના હાથમાંથી બચી ગયો કેમકે સંદીપ અમને ભોયારામાંથી મળ્યો હતો. પોલીસે બેઝમેન્ટમાંથી એને બેભાન હાલતમાં મેળવ્યો હતો.”

“શું બેઝમેન્ટનો દરવાજો તોડીને એને બહાર કાઢવામાં આવ્યો હતો?” રિશી કુમાર કોઈ જાસૂસની જેમ જીણી જીણી વીગતો પૂછી રહ્યા હતા.

“ના, બેઝમેન્ટનો દરવાજો બહારથી બંધ હતો. દરવાજો તોડવાની જરૂર ન’તી પડી.”

“મતલબ કે સંદીપના મમ્મી પપ્પાને ખબર હતી કે તેમની હત્યા થવાની છે.”

“વોટ? તો એમણે કોઈને કહ્યું કેમ નહિ? એમણે પોલીસની મદદ કેમ ન લીધી?” તુષારે કહ્યું.

“એ નથી સમજાઈ રહ્યું પણ એ વાત તો ચોક્કસ છે કે તેમને જાણ હતી.” રિશી કુમારે કહ્યું.

“પણ તમને કેમ એવું લાગી રહ્યું છે?” કવિતાએ કહ્યું.

“હું સમજાવું છું, તે કહ્યું હતું કે તેમની હત્યા થઇ એ જ દિવસે તારી એમના સાથે વાત થઇ હતી. તું એમને હત્યાના કેટલા સમય પહેલા મળી હતી.?”

“સવારે શાળાએ જતા પહેલા, હું અને સંદીપ એક જ શાળામાં ભણતા હતા અને સાથે જ શાળાએ જતા માટે હું તેને બોલાવવા માટે ગઈ હતી પણ એ દિવસે એણે કહ્યું કે એની તબિયત સારી નથી માટે એ શાળાએ નહિ આવે.”

“મતલબ તું એ દિવસે સંદીપને મળી હતી?”

“હા, મારી એની સાથે વાત થઇ હતી, પણ એને એ બધાથી શું લેવા દેવા છે?” કવિતાએ કહ્યું.

“લેવા દેવા છે. જયારે તું એમના ઘરે ગઈ ત્યારે સંદીપ બહાર હતો અને એમની હત્યા બાદ એ બેઝમેન્ટમાંથી મળ્યો, અને બેઝમેન્ટનો દરવાજો બહારથી બંધ હતો એનો અર્થ એક જ છે તેના મમ્મી પપ્પાને ખબર હતી કે એ દિવસે એમની હત્યા થવાની છે માટે તેમણે એમની હત્યાના સમય પહેલા તેને બેઝમેન્ટમાં બંધ કરી નાખ્યો હતો જેથી તે ફોયરમાં હાજર ન હોય અને બચી જાય…..”

“મતલબ તેમને તેમની હત્યા ક્યારે થશે એનો ચોક્કસ સમય પણ ખબર હતી?” કવિતાએ સ્તબ્ધ બની કહ્યું.

“હા, તેમને હત્યાનો દિવસ, વાર, તારીખ અને સમય બધુ જ ખબર હતી! એટલા સુધી જાણ હતી કે કાતિલ માત્ર ફોયરમાં જ દાખલ થશે તે કાતિલ બેઝમેન્ટમાં દાખલ નહિ થાય તેની પણ તેમને ખબર હતી.” રીશીકુમારે કહ્યું.

“એવું તમે કઈ રીતે કહી શકો?”

“કેમકે જયારે તું એમના ઘરે ગઈ ત્યારે સંદીપે શાળાએ આવવાનો ઇનકાર કર્યો, તેના મમ્મી પપ્પાને ખબર હતી કે એ દિવસે તેમની હત્યા થવાની છે તો તેમણે સંદીપને ઘરે કેમ રહેવા દીધો? તેઓ તેને ફોર્સ કરીને પણ શાળાએ મોકલત પણ એમણે એવું ન કર્યું કેમકે એમને ખબર હતી કે શાળા કરતા પણ તે ઘરના બેઝમેન્ટમાં વધુ સુરક્ષિત છે કેમકે તેમને ખાતરી હતી કે કાતિલ બેઝમેન્ટમાં નહિ જાય.” રીશીકુમારે કહ્યું.

“પણ એવું કઈ રીતે શક્ય છે કે કોઈને પોતાની હત્યાની ખબર હોય અને તે પોતાની હત્યા થતી રોકવાનો પ્રયાસ ન કરે.” કવિતાએ કહ્યું.

“એ વ્યક્તિ જ જેને જાણ હોય કે તે ઘટના કોઈ પણ રીતે અટકાવી શકાય તેમ નથી.” રીશીકુમારે કહ્યું.

“પણ આપણે ખાતરી સાથે એવું કઈ રીતે કહી શકીએ કે તમેને જાણ હતી?” તુષારે કહ્યું.

“એનાથી મોટી ખાતરી શું હોઈ શકે? સંદીપ પોતાની જાતને ભોયરામાં પૂરી બહારથી દરવાજો બંધ ન કરી શકે, તો કાતિલ કાઈ તેને ભોયરામાં પૂરી દરવાજો બંધ ન કરે અને જો તેના મમ્મી પપ્પાને ખબર ન હોય કે કોઈ ભયાનક ઘટના થવાની છે તો તેઓ પણ તેને ભોયરામાં પૂરી દરવાજો બંધ ન કરે.” રીશીકુમારે ગેસ સ્ટેશન પર પોલીસ વિહિકલની પાછળ જ પોતાની કાર પુલ ઓફ કરતા કહ્યું.

ગેસ સ્ટેશન પર ગેસ ફિલ કરાવ્યા બાદ ફરી આગળની મુસાફરી શરુ થઇ અને એ સાથે જ ફરી ચર્ચાનો દોર પણ શરુ થઇ ગયો. હવે તો કવિતાને પણ લાગી રહ્યું હતું કે ખરેખર રીશીકુમાર એક બૂક બાઈન્ડર ન હોઇ શકે કેમકે કોઈના ધ્યાનમાં ન આવી એ બાબત તેઓ સહેલાઈથી શમજી ચુક્યા હતા, પણ રીશીકુમાર કોણ છે એ જાણવું કવિતા માટે મહત્વનું ન હતું તેના માટે કાતિલ કોણ છે એ જાણવું મહત્વનું હતું એટલે તેણીએ રીશીકુમાંરના સવાલોના જવાબ આપવાનું પસંદ કર્યું.

“સંદીપ જયારે તમને મળ્યો ત્યારે તેના શરીર પર કોઈ જખમનું નિશાન હતું?”

“ના.”

“શું ડોકટરે તમને એના બેભાન થવાનું કારણ જણાવ્યું હતું, કોઈ દવા કે પીણું?”

“ના, ડોકટરે માત્ર એટલું જ કહ્યું હતું કે તે કોમામાં છે અને તેને અમદાવાદની હોસ્પીટલમાં ટ્રીટમેન્ટ માટે ત્રણ મહિના રાખવો પડશે માટે અમે તેને અમદાવાદ લઇ આવ્યા અને એની ટ્રીટમેન્ટ સારી રીતે થઇ શકી તે માટે અમે રાયગઢ છોડી અમદાવાદમાં જ રહેવાનું શરુ કરી દીધું. કેટલાક સમયબાદ સંદીપની હાલત સુધરી. તે કોમામાંથી બહાર આવ્યો પણ તેની યાદદાસ્ત ચાલી ગઈ હતી, તે પોતાના ભૂતકાળને ભૂલી ચુક્યો હતો અને ડોકટરે અમને કહ્યું કે તેને તેનો દર્દભર્યો ભૂતકાળ જણાવવો યોગ્ય નથી કેમકે એનાથી એના મગજ પર આઘાત લાગી શકે છે અને તે કોમામાં જઈ શકે છે પણ ધીમે ધીમે જો તેને બધું યાદ આવી જશે તો કાઈ વાંધો નહિ આવે માટે અમે તેને અમારા પરિવારનો એક સભ્ય છે એમ કહ્યું અને તેની યાદદાસ્ત એક અક્શ્માંતમાં ગઈ છે એમ કહ્યું હતું.” કવિતાએ ઉદાસ આંખે કહ્યું.

“આઈ એમ સોરી પણ તમારા અને સંદીપના પરિવાર વચ્ચે એવો શું સંબંધ હતો કે તમે એ બધું કર્યું.” રીશીકુમારે કહ્યું.

“સંદીપના મમ્મી પપ્પાએ જ અમારું જીવન બદલ્યું હતું. અમે ગરીબી અને મજબુરીમાં જીવી રહ્યા હતા એ સમયે તેમણે મારા મમ્મી પપ્પાને પોતાની વોચ કંપનીમાં નોકરી આપી અને અમને એક સારું જીવન આપ્યું હતું. તેમણે અમારું જીવન બદલ્યું હતું, તેમણે મારા ભણવાનો ખર્ચ ઉઠાવ્યો હતો. અમને સમ્માનથી જીવતા શીખવ્યું હતું.” કવિતાની આંખમાં આંસુ આવી ગયા.

“તો અમદાવાદમાં આવ્યા બાદ એકાએક આટલું મોટું ઘર લેવા માટેની રકમ તમારા પાસે કઈ રીતે આવી?” રીશીકુમારે કહ્યું.

“પપ્પા?” તુષાર વચ્ચે જ બોલી ઉઠ્યો, કદાચ એને એ પસંદ ન હતું આવ્યું કે રીશીકુમાર કવિતા અને તેના પરિવાર પર જ પરોક્ષ રીતે આક્ષેપ લગાવી રહ્યા હતા.

“નહિ, તુષાર હું દરેક સવાલના જવાબ આપવા તૈયાર છું કેમકે હું જડ સુધી જવા માંગું છું.” કવિતાએ કહ્યું.

“હું પણ જડ સુધી જવા માટે જ દરેક સવાલ કરી રહ્યો છું.” રીશીકુમારે કવિતા તરફ એક વેધક નજર કરી કદાચ તેઓ એના ચહેરાના એક્સપ્રેશન ચકાસવા માંગતા હતા.

“સંદીપના મમ્મી પપ્પાએ તેમના વકીલને વિલ અને વીસ લાખનો ચેક આપેલ હતો, વળી તેમને સંદીપના નામે કેટલીક રકમ પણ જમા કરેલ હતી. એ બધી જ રકમ અમને સંદીપના કેર ટેકર તરીકે આપવામાં આવી હતી.” કવિતાએ કહ્યું.

“એનો અર્થ એ જ છે કે તેમને પહેલેથી જ જાણ હતી કે તેમની હત્યા થશે માટે જ કોઈ એવા ફેમીલી વકીલ કે જેના પર તેમને ભરોષો હતો તેને એ રકમ અને વિલ આપીને રાખ્યા હતા.” રીશીકુમારે કહ્યું. “દરેક રીતે જોતા આ કિસ્સામાં તેમને તેમની હત્યાની જાણ પહેલેથી જ હતી એમ દેખાય છે.”

“હા, તો એમને કોઈને જાણ કેમ ન કરી? કમસેકમ પોતાના વકીલને પણ નહિ જેના પર તેમને ભરોષો હતો કે અમને પણ નહિ જેમના પર તેમને પોતાના દીકરાની કાળજી રાખવાની જવાબદારી આપી હતી.” કવિતાએ કહ્યું.

“એ નથી સમજાઈ રહ્યું માટે જ તો આ સવાલ કરી રહ્યો છું. શું કોઈ એવી ચીજ જે તમને એકદમ અલગ કે વિચિત્ર લાગી હોય તેવું કાઈ?” રીશીકુમારે કહ્યું.

“હા, સંદીપ જે બેઝમેન્ટમાંથી મળ્યો હતો તે બેઝમેન્ટમાં જાણે કોઈ તુફાન આવ્યું હોય તેમ બધી જ ચીજો અસ્તવ્યસ્ત થયેલ હતી અની જયારે એ હોસ્પીટલમાંથી ગુમ થયો ત્યાં પણ બધું એમ જ વેર વિખેર થયેલ હતું. બારીઓના કાચ પણ ફૂટેલા હતા, દીવાલો પર લગાવેલ ફોટો ફ્રેમના કાચ પણ તૂટેલા હતા.” કવિતાએ કહ્યું.

“એના પરથી કાઈ અંદાજ નથી આવી શકે તેમ? કઈક તો એવું હશે જે સંદીપના મમ્મી પપ્પા છોડીને ગયા હશે કેમકે કદાચ કોઈ વ્યક્તિને ખબર હોય કે તેની હત્યા અફર છે તો પણ તે હત્યારા વિશે કોઈક સંકેત તો છોડીને જ જાય.” રીશીકુમારે કહ્યું.

“કદાચ એવું પણ બને ને કે એવું કરવાનો સમય જ ન મળ્યો હોય?” કવિતાએ કહ્યું.

“ના, એવું શક્ય નથી એમની પાસે સમય હતો. મહિનાઓ પહેલાથી ખબર હતી કે તેમની હત્યા થવાની છે તેમને ચેક, વિલ, વીલમાં કેર ટેકરરનો ઉલ્લેખ જેવી બાબતો દર્શાવી જે બતાવે છે કે તેમને બધી જ જાણ હતી અને જો એ બધું કરવાનો સમય તેમની પાસે હતો તો માત્ર કાતિલ કોણ છે એનો એક નાનકડો સંકેત આપવાનો સમય ન હોય તેમ કઈ રીતે બની શકે? એમણે કઈક તો એવું છોડ્યું જ છે જેનાથી કાતિલ વિશે ભાળ મળી શકે બસ કોઈના ધ્યાનમાં નથી આવ્યું.” રીશીકુમારે કહ્યું.

“પણ એવું શું હોઈ શકે?? અને એ એવો સંકેત કેમ છોડે જે કોઈના ધ્યાનમાં પણ ન આવે? તેઓ ધારત તો સીધું જ એ કાતિલનું નામ પોતાની પાછળ છોડી શકતા હતા?” તુષારે કહ્યું.

“કદાચ એમના ઘરે ગયા પછી કઈક અંદાજ મળી શકે, નસીબ સાથ આપશે તો કોઈને કોઈ કલુ જરૂર મળી જશે.” રીશીકુમારે કહ્યું.

“હા, પણ શું આપણે ત્રીજા પ્રકરણ વડે બધું જ ઠીક ન કરી શકીએ?” કવિતાએ પોતાના મનમાં ક્યારનીયે ચાલી રહેલ વાત કહી.

“કરી શકીએ પણ મને લાગે ત્યાં સુધી એ ત્રીજા પ્રકરણ અને આ ત્રણ હત્યાઓને ક્યાંકને ક્યાંક કોઈને કોઈ જોડાણ છે.” રીશીકુમારે કહ્યું.

“વોટ? ત્રીજા પ્રકરણ સાથે?” કવિતા ચોકી ગઈ.

“હા, તને ત્રીજા પ્રકરણ અને એ પુસ્તક વિશે પ્રથમ જાણ કોના દ્વારા થઇ હતી?”

“સંદીપના મમ્મી, મીનાબેન પાસેથી મને એ માહિતી મળી હતી.”

“મીના બહેન પોતે શું હતા?”

“તેઓ યોગના પ્રેકટીશનર હતા, તેમને સંસ્કૃત શ્લોકોનું જ્ઞાન હતું અને તેઓ જૂની લીપીઓ પર પી.એચ.ડી. કરી રહ્યા હતા.”

“માય ગોડ!” તુષાર બોલી ઉઠ્યો…..

“ધેટ્સ ઈટ, તેઓ ત્રીજા પ્રકરણની બહુ નજીક પહોચી ગયા હતા, મને લાગે ત્યાં સુધી કદાચ ત્રીજું પ્રકરણ તેમના હાથમાં આવી પણ ગયું હોય…..” રીશીકુમારે કહ્યું.

“જો ત્રીજું પ્રકરણ તેમના હાથમાં આવી ગયું હતું તો તેઓ પોતાની હત્યા થતી અટકાવી કેમ ન શક્યા? કેમ તેમણે પોતાના મૃત્યુને સ્વીકારી લીધું?”

“કેમકે એમણે ત્રીજું પ્રકરણ વાંચ્યું હતું તેઓ જાણતા હતા કે એ સમયે મૃત્યુને ટાળવાનો કોઈ જ ફાયદો ન હતો, કદાચ મૃત્યુને ટાળવા કરતા તેને ન ટાળવાથી એમને વધુ ફાયદો થાય તેમ હતો.” રીશીકુમારે કહ્યું.

“તમે શું કહી રહ્યા છો મને કાઈ સમજાઈ નથી રહ્યું? કોઈ વ્યક્તિને મૃત્યુથી શું ફાયદો થઇ શકે?” કવિતાએ કહ્યું.

“હા પપ્પા તમે શું કહો છો કઈ સમજાતું નથી…..” તુષારે પણ નવાઈથી રીશીકુમાર સામે જોયું.

“એ તને અત્યારે નહિ સમજાય બસ એકવાર મારે એ ઘરને તપાસવું જોઈએ. મને લાગે ત્યાં સુધી કોઈને કોઈ સંકેત જરૂર છોડ્યો હશે. અને મને નથી લાગતું કે જો કોઈ સંકેત એ ઘરમાં હશે તો એ મારી નજરથી બચી શકે.” રીશીકુમારે કહ્યું.

“હું પણ એ જ ઈચ્છું છું કે કાતિલ બચી ન શકે.” કવિતાએ નિશ્વાસ સાથે કહ્યું.

“નિરાશ થવાની જરુર નથી કેમકે આપણે ત્રીજા પ્રકરણની બહુ જ નજીક છીએ. શું તને કે સંદીપને મીના બહેન ક્યારેય પહેલીઓ પૂછતાં? શું તેઓ ક્યારેય તમને કોઈ છુપાવેલી વસ્તુ શોધવાની રમત રમાડતા? શું તેઓ ક્યારેય તમારી પાસે કોયડા ઉકેલાવતા?” રીશીકુમાર જરાક ઉતાવળા લાગી રહ્યા હતા.

“હા, દરેક રજાનો દિવસ અમારા માટે હાઈડ એન્ડ ફાઈન્ડની રમત રમવાનો દિવસ હોતો, મીના બહેન કોઈને કોઈ ચીજ તેમના રાયગઢવાળા મોટા મકાનમાં છુપાવી દેતા અને અમારે તે શોધવાની હોતી, લગભગ દરેક વખતે હું સંદીપ કરતા પહેલા જ તે ચીજને શોધી લેતી. એ દિવસો દરમિયાન અમે કેટલા ખુશ હતા!!!” કવિતાના અવાજમાં તેના ભૂતકાળના દિવસો યાદ આવતા દુખ ઉભરાઈ આવ્યું.

“કોઈ કોડ કે કોડની ભાષા એમણે તને શીખવી હતી?” સ્ટેરીંગ એક હાથથી સંભાળી બીજા હાથથી ઈશારો કરતા રિશી કુમારે પૂછ્યું.

“હા, તેઓ મને શ્લોકોમાં છુપાયેલ પહેલીઓ શીખવતા અને ઘણીવાર તો તેઓ મારી પાસે અંગ્રેજી કોડને ડેસીફર કરવાની રમત પણ રમતા.”

વાતો વાતોમાં એકાદ કલાક કરતા પણ વધુ માર્ગ કપાઈ ચુક્યો હતો લગભગ હવે વાહનો રાયગઢમાં પ્રેવેશવાની તૈયારીમાં જ હતા. કવિતાની આંખો ફરી એકવાર સજળ બની ગઈ કેમકે તેને હવે એ મકાનો દુર દુર દેખાવા લાગ્યા હતા જે મકાનોની આસપાસ સાપની જેમ વીંટળાઈને રહેલી ગળીઓમાં તે સંદીપનો હાથ પોતાના હાથમાં લઈને ફરતી અને મીના બહેન તેને પોતાની કારમાં ફરવા લઇ જતા, તેના માટે અલગ અલગ ચીજોની ખરીદી કરતા. કવિતાને એ એક એક પળ યાદ આવી રહી હતી જે તેણીએ સંદીપ, મીના બેન અને સુરેશભાઈ સાથે વિતાવી હતી. પોતે કેટલી એકલવાયી અને ઇગ્નોર હતી, તેને ગટરમાંથી ગોલ્ડ બનાવનાર દેવી સમાન મીનાબેન માટે પોતે કાઈ ન કરી શકી તેનો અફસોસ તેના હ્રદયમાં સમાઈ શકે તેમ ન હતો. તે શૂન્ય નજરે કારના વિન્ડો ગ્લાસમાંથી બહાર તાકી રહી હતી.

“આપણી સાથે હમેશા એક પ્રકાશ હોય છે ભલેને પછી આપણે ગમે તેટલા તિમિરમાં ડૂબેલા હોઈએ, દુ:ખ અને દર્દ ભલેને આપણને ઘેરાયેલા હોય એ પ્રકાશ પુંજ આપણને ક્યારેય એકલા નથી છોડતું.” રીશીકુમારે કહ્યું.

“હા, આ મેં પહેલા પણ સાંભળેલ છે, મીના બહેન જયારે હું ઉદાસ હોતી ત્યારે મને આ વાક્ય કહેતા. તેઓ કહેતા કે પતંજલીએ આ વાક્ય કહ્યું છે.” કવિતાને રીશીકુમાંરની કોટ સાંભળી ભૂતકાળમાં મીનાબેને કહેલ શબ્દો યાદ આવી ગયા.

“હા, કદાચ એ વાક્ય પણ તે સાંભળ્યું જ હશે કે એવરીથીંગ ઈઝ સોરો ફોર અ વાઈઝ મેન.” રીશીકુમારે કહ્યું.

“હા, એ પણ પતંજલીએ જ કહ્યું હતું અને હવે તે મને સો ટકા સાચું લાગી રહ્યું છે.”

“એના સિવાય અન્ય કોઈ ચીજ કે શ્લોક જે પતંજલિ દ્વારા કહેવાયેલ હોય અને તે મીનાબેન પાસેથી સાંભળ્યો હોય?” રીશીકુમારે પૂછ્યું.

“હા, જન્મ, ઔષધી, મંત, તપઃ, સમાધીજાહ સીધયાહ. મીનાબેન ઘણી વાર આ વાક્ય બોલતા.”

“એનો અર્થ?”

“એજ કે સિદ્ધિ જન્મથી, ઔષધી કે હર્બના ઉપયોગથી, મંત્રથી, તાપ એટલે કે સ્વય નિયંત્રણથી અને સમાધિથી મેળવી શકાય છે.” કવિતાએ કહ્યું.

“શું તે ક્યારેય અનિમા, મહિમા, ગરિમા, લાઘીમાં, પ્રાપ્તિ, પ્રકામ્યા, ઈશિત્વ અને વશિત્વ જેવા શબ્દો સાંભળ્યા છે?” રીશીકુમાર હવે જરાક વધુ ઊંડા ઉતરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું.

“હા, તે યોગની સિધ્ધિઓ છે. મીના બહેન એના પર જ રિસર્ચ કરી રહ્યા હતા તેઓ એ તાળો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે પશ્ચિમના વિજ્ઞાનીકો જે ઔસધીઓની મદદથી સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવાની કલ્પના કરી રહ્યા છે તેનો ઉલ્લેખ તો યોગસુત્રમાં પતંજલીએ કરેલ જ છે. તેમનું માનવું હતું કે તેમણે જે સુપર પાવર ધરાવતા લોકોની કલ્પના કરી છે તે બીજું કાઈ નહિ મૂળ તો યોગની આઠ સિદ્ધિઓને આધારે થયેલ કલ્પના જ છે જેમકે અનિમા સિદ્ધિ વ્યક્તિને ગમે તેટલું નાનું સ્વરૂપ ધારણ કરવાની ક્ષમતા આપે છે તે એટમ જેટલું નાનું સ્વરૂપ ધારણ કરવાની પરવાનગી આપે છે માટે જ તે સિદ્ધિને અનિમા કહે છે પશ્ચિમના એન્ટ મેન અને અન્ય કેટલાક સાયન્ટીફીક ફિલ્મોમાં પણ એની કલ્પના કરવામાં આવી છે. બીજા નંબરની સિદ્ધિ મહિમા છે જે ગમે તેટલું મોટું સ્વરૂપ ધારણ કરવાની પરવાનગી આપે છે. જે તેમણે હલ્ક અને કેટલાક અન્ય ફિલ્મોમાં પણ કલ્પના કરી છે જે સિદ્ધી આપણા હનુમાન જઈ પાસે હતી. ત્યારબાદની ત્રીજી સિદ્ધિ ગહિમા છે જે વ્યક્તિને ગમે તેટલા હેવી ભારે બનવાની એક્સેસ આપે છે જેની કલપના પણ તેમના લોકો કરે છે. લઘિમા નામની સિદ્ધિ વ્યક્તિને લાઈટ બનાવે છે એટલે કે તે વ્યક્તિને વજન વિનાનો બનાવી દે છે અને તેના પર ગુરુત્વાકર્ષણબળની અસર નથી થતી માટે તે હવામાં રહી શકે છે જેની કલ્પના સુપરમેન જેવા ફિલ્મોમાં કરવામાં આવી છે. પ્રાપ્તિ નામની સિદ્ધિ એ અન્ય કઈ જ નહિ પણ ટેલી પોર્ટેશન પાવર છે જેની મદદથી વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ એક સ્થળથી બીજા સ્થળે પહોચી શકે છે જેની કલ્પના પશ્ચિમના એક્સમેન અને જમ્પર જેવા ફિલ્મોમાં બતાવવામાં આવી છે. પ્રાકામ્ય એ એવી સિદ્ધિ છે જેને આપણે પર ચિત અભીજનાત્વામ સાથે સરખાવી શકીએ. જયારે ઈશિત્વ વશિત્વ એ અંતિમ સિધ્ધિઓ છે જે માનવને ઈશ્વરીય શક્તિઓ પ્રદાન કરે છે.” કવિતાએ કહ્યું, તુષાર અને રિશી કુમાર એક એક શબ્દ સાંભળી રહ્યા.

“હા, પણ એ શક્તિઓ મેળવવી એ માત્ર પશ્ચિમના લોકોની કલ્પના નથી તેઓ એ શક્તિઓ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આપણા હજારો ગ્રંથોને આપણી પાસેથી છીનવી તેમણે તેમના પુસ્તકાલયોમાં સલામત રાખ્યા છે જેની મદદથી તેઓ આજે પણ અવનવી શોધો કરી પોતાને નામે પેટન્ટ કરી રહ્યા છે જે ખરેખર આપણા બાપ દાદાઓ એટલે કે ઋષીઓ દ્વારા વિકસાવવામાં આવેલ વિજ્ઞાન હતું. બસ આપણે તેને કોઈ અંગ્રેજી નામ ન હતા આપતા આપણે તેને આપણી ભાષામાં સંસ્કૃતમાં નામ આપતા હતા.” રીશીકુમારે પોલીસ વિહિકલની પાછળ જ કારને રાયગઢના રસ્તાઓ પર વાળતા કહ્યું.

“પણ એ બધાને આ હત્યોથી શું સંબંધ હોઈ શકે?” કવિતાએ કહ્યું.

“એજ કે હત્યારાઓને ત્રીજા પ્રકરણનું જ્ઞાન જોઈતું હતું, તને યોગની મુખ્ય આઠ સિદ્ધિઓની જાણકારી છે જે પતંજલિના યુગસુત્ર ચાર – એકમાં દર્શાવવામાં આવેલ છે અને એટલે જ મને લાગે છે કે  કદાચ તને યોગની દસ સેકન્ડરી સિધ્ધિઓ વિશે તો ખયાલ જ હશે જેનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યો છે.”

“હા, એજ સીધ્ધિઓ જે કપિલના સૂત્રમાં સમ્ખ્યાકારિકામાં એકાવન નંબરના શ્લોકમાં વર્ણવવામાં આવી છે.”

“હા, પણ માત્ર એ સિદ્ધિઓનો આછો ઉલ્લેખ છે અને એ જ વર્ણવવામાં આવ્યું છે કે ઉહા, શબ્દા, અધ્યાયના, સુહ્રીત્પ્રપ્તી, દાન, અધ્યાત્મિક દુખાન, અસ્ધીદૈવિક દુખાન જેવા તત્વોનો કેટલો મોટો ફાળો છે એ સિધ્ધિઓ મેળવવામાં પણ કઈ સિદ્ધિ કઈ રીતે મેળવવી તેનો કોઈ જ ઉલ્લેખ નથી પણ એવું માનવામાં આવે છે કે એ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં  ભાગવત પુરાણમાં કૃષ્ણે કહેલ યોગની પાંચ સિધ્ધિઓ જે મુખ્ય આઠ અને ગૌણ દસથી એકદમ અલગ છે અને જે મેળવવી સહેલી છે તે મેળવાવની રીતનો ઉલ્લેખ આપણે જે પુસ્તક શોધી રહ્યા છીએ તેના પ્રકરણ ત્રણમાં છે. ત્રીકાલાજાનાત્વામ. અદ્વાન્દ્વામ, પર ચિત આદી અભીજ્નાતા, અગ્નિઅર્કા અંબુ વિસા અડીનામ પ્રતીસ્તામભાહ અને છેલ્લે અપરાજયાહનો ઉલ્લેખ અને તે સિધ્ધિઓ મેળવવાની રીતો બતાવવામાં આવી છે. જેમાંથી છેલ્લી સિદ્ધિ અપરાજયાહ જેનો અર્થ છે અજીત રહેવું, જેનો અર્થ છે રીમૈનીંગ અન્કોન્ક્યુર્દ બાય અધર્સ. એની મદદ વડે હું મારી પત્નીના મૃત્યુનો બદલો એ લોકો સાથે લેવા ઈચ્છું છું જેમની પાસે યોગની કેટલીક સેકન્ડરી સિધ્ધિઓ છે અને એમની સામે લડવું એ સિદ્ધિ વિના શક્ય નથી.” રીશીકુમારે કવિતા ને આગળની બધી માહિતી આપી.

“તો શું એનામાં સમયમાં પાછા જવાની અને સમયમાં મુસાફરી કરવાની કોઈ સિદ્ધિનો ઉલ્લેખ નથી જેની મદદથી હું સંદીપના મમ્મી, પાપ્પા અને સંદીપની હત્યા થતી અટકાવી શકુ?” કવિતાએ નિરાશ થતા કહ્યું, “હું બસ એ સિદ્ધિની મદદથી બધું ઠીક કરી નાખીસ એ એક આશા પરતો જીવી રહી હતી.” તેણીએ ઉમેર્યું.

“મને ચોક્કસ ખયાલ નથી કે ત્રીજા પ્રકરણમાં શું છે કેમકે મેં શું કોઈ અત્યારે હયાત હોય તેવા વ્યક્તિએ એ ત્રીજું પ્રકરણ વાંચ્યું નથી કેમકે વર્ષો પહેલા એ તે પુસ્તકની દરેક કોપીમાંથી અદશ્ય થઇ ગયું હતું જાણે તેના શબ્દો ત્યાં રહેવા જ ન માંગતા હોય.” રીશીકુમારે કહ્યું.

રાકેશ ગાલાએ પોતાની ફિયાટ એક વિશાળ બંગલા આગળ રોકી, તેની પાછળ ડીટેક્ટીવ શર્માનું પોલીસ વિહિકલ પણ રોકાયું અને તેની પાછળ જ રીશીકુમારે પણ તેમની હોન્ડા અમેઝ્ને પુલ ઓફ કરી.

“આપણે હવે આગળની ચર્ચા ફરી ક્યારેક કરવી જોઈએ કહેતા રીશીકુમારે કારનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા. તેમની પાછળ તુષાર અને કવિતા પણ કારમાંથી ઉતર્યા. ત્રણેય કારમાંથી ઉતરી માતૃછાયાનું બોર્ડ ધરાવતા એ બંગલાના એન્ટ્રન્સ તરફ જવા લાગ્યા.

કવિતાએ એક નજર એ સાઈન બોર્ડ તરફ કરી “માતૃછાયા!!!” તેના મોમાંથી ઉદગાર શબ્દો નીકળી પડ્યા. ખરેખર તેના માટે એ સ્થળ માતૃછાયા જ હતું! તેને યાદ આવવા લાગ્યું કે અહી તેને મીના બેનનો પ્રેમ માતાની છાયાની જેમ મળ્યો હતો. તેણીએ એક નજર બંગલાની બહારની તરફ કરી અને પ્રેમીસમાં પ્રવેશી. એક સમયે એ બંગલાની પ્રેમીસ જાત જાતના ફૂલ છોડથી ભરાયેલ હતી. કવિતાને યાદ આવ્યું કે તે ઘરમાં જયારે તે પહેલીવાર સંદીપ સાથે આવી હતી ત્યારે તેને સૌથી વધુ પસંદ કોઈ ચીજ આવી હોય તો તે મીના બેનનો વેલ કેપ્ટ ગાર્ડના હતો એની જગ્યાએ હવે ત્યાં સુકા ઠુંઠા ઉભા હતા. જાણે એ ફૂલો અને તેના રંગોને કોઈની નજર લાગી ગઈ હોય તેમ એ સ્થળ શ્રાપ ભોગવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું હતું.

કવિતાની આંખો ફરી એક વાર સજળ બની ગઈ અને તેના ગળામાંથી એક નિશ્વાસ નીકળી ગયો.

લેખક : મહેન્દ્ર ત્રિવેદી અને વિકી ત્રિવેદી

ક્રમશ: વધુ આવતી કાલે…..

Comment here