પિતા

                        પિતા – એક અનોખી કહાની

 

   મારી આંખ ખુલી, લગભગ સાંજના સાતેક વાગ્યાનો સમય હશે. હું એક કારમાં હતો. એક સુમસાન સડક ઉપર, એક ભાંગેલી તૂટેલી કારમાં! એ કાર એક ઝાડ સાથે અથડાઈ હોય એમ લાગતું હતું. કારના આગળના કાચમાં જુના અવાવરું ઘર માં કરોલીયાએ બનાવેલ ઝાળ જેવી તિરાડો આવેલી હતી ને જમણી બાજુના દરવાજાને પણ ખાસ્સું એવું નુકશાન થયેલ હતું. એ દરવાજાના કાચ પર પણ એજ હોરર મુવીમાં બતાવે એવા સપાઇડર વેબ બની ગયેલા હતા!  મેં એ તિરાડો વચ્ચેથી ક્લીયર સાઈટ મેળવીને કારના વિન્ડો ગ્લાસમાંથી બહાર જોયું, સડક પર દુર સુધી નજર દોડાવી, સડક બિલકુલ ખાલી હતી, જ્યાં સુધી મારી નજર પહોંચે બધું ખાલી હતું, બધું સુમસામ હતું. સડક પર એક પણ ગાડી ન હતી, કોઈ માનવ ન હતું, અરે એક રખડતું ઢોર પણ મને એ સડક પર ન દેખાયું. કદાચ કોઈ કુતરું પણ ત્યાં મને દેખાઈ ગયું હોત તો મને જરાક રાહત થાત. બીજાની કેટલી જરૂર છે એ તમે બધાથી એકલા પાડો ત્યારેજ સમજાય!

અજવાળું અંધારા સામે અંતિમ યુદ્ધ લડી રહ્યું હતું પણ આખો દિવસ લડીને થાકી ગયું હોય એમ અજવાળું ધીમે ધીમે હાર માની રહ્યું હતું, તે પાછું પડી રહ્યું હતું, તે ઓછું થઇ રહ્યું હતું ને અંધારું પોતાના નવા જોમ સાથે આગળ વધી રહ્યું હતું, પોતાની જીત સાથે, જીતના અનેરા આનંદ સાથે. ના, પણ તેનામાં જીતની કોઈજ ખુશી કે આનંદ નહોતા દેખાઈ રહ્યા, બસ અંધકારના હૃદયમાં કોઈ ઊંડો ઘા કે કોઈ જુના ઘાનું દર્દ સળવળી રહ્યું હોય એમ લાગતું હતું. અંધકારના ચેહરા પર ક્યાય ખુશી મને દેખાતી ન હતી અને હોય પણ ક્યાંથી? એ જાણતું હતું કે એનું સામ્રાજ્ય માત્ર બાર કલાકનું જ હતું. વળી સવાર થવાની ને અજવાળું પૂરી તૈયારી સાથે આવી તેને હરાવી તેનું સામ્રાજ્ય છીનવી લેવાનું, આતો એમની કાયમની રમત હતી એનું દુખ તો અંધકારની આંખોમાં ન જ હોય તો પછી કયું દુખ હતું એની કાળી આંખોમાં? કેમ એ રાત ઉદાસ લાગતી હતી? કદાચ એ મારા માટે ઉદાસ હશે? પણ ના એવુયે ના હોઈ સકે  અંધકારની તો આદત છે અન્યને દુખી થતાં જોઈ હરખાવાની, એ એના કોઈ અલગ કારણથી જ ઉદાસ હશે પણ જે હોય તે મને એ બધામાં કઈ ખાસ રસ ન હતો. મને રસ હતો બસ હું ક્યા છું અને શું થઇ રહ્યું છે એ જાણવામાં!

મારું મન વ્યાકુળ હતું, એ કોઈ પરિણામ પર પહોચવા સક્ષમ ન હતું. મને એ ખ્યાલ જ ન હતો કે હું ક્યા છું? જે સ્થળે છું ત્યાં કેવી રીતે પહોંચ્યો? કેમ આવી અજાણી જગ્યાએ હું આવ્યો હોઇશ? એજ મને સમજાઈ રહ્યું ન હતું! મેં મારી નજર રસ્તા પરથી હટાવી કેમકે રસ્તા પર એવું કશુજ ન હતું જેનાથી મને અંદાજ આવે કે હું ક્યાં છું.  હું કારને અંદરથી ધ્યાન પૂર્વક જોવા લાગ્યો કદાચ મને કૈક યાદ આવે, કારના સ્ટેરીંગ વ્હીલ પર ‘ફોર્ડ’ લખેલું હતું અને સ્પિડોમીટરનો કાંટો ૧૨૦ પર ચોટેલો હતો. શું મારો કોઈ અકસ્માત થયો હતો? મેં વિચાર્યું અને એ સાથેજ મારું ધ્યાન મારા શરીર પર ગયું. હુ કારની ડ્રાઈવર સીટ પર બેઠો હતો મારો એક હાથ સ્ટેરીગ વિલ પર હતો અને બીજો હાથ બાજુના દરવાજાને અડેલો હતો, એ હાથ ભાંગી ગયેલો હતો, એના પર  જાપાની બનાવટની ત્રણ હાજરની કિમતની રીસ્ટવોચ એમની એમ અક્બંદ હતી. એનો કાચ પણ નહોતો ફૂટ્યો. જોનાર ને એક નજરે જ ખ્યાલ આવી જાય કે કારના દરવાજા સાથે કોઈ ભારે ચીજ અથડાઈ હશે અને એ અથડામણને લીધે દરવાજો કારમાં ઊંડો ઉતરી ગયો હશે. દરવાજો ઊંડે સુધી ઘુસી ગયો હશે એટલે એ દરવાજો વાગવાને લીધે ચાલકનો દરવાજા તરફનો હાથ તૂટી ગયો હશે. હાથની અને દરવાજાની હાલત જોતાજ ખ્યાલ આવી જાય એમ હતું કે અથડામણ કેટલી તીવ્ર ગતિથી થઇ હશે? તે કેટલી ભયાનક અને પ્રચંડ હશે?

વધુ પડતી સ્પીડના લીધે કારનું સંતુલન બગડી એ ઝાડ સાથે અથડાઈ હશે એવું મને લાગ્યું પણ બાજુનો દરવાજો કેમ કરતા ડેમેજ થયો હશે એ મને સમજાઈ નહોતું રહ્યું. ઝાડ સાથે અથડાવાથી કારનું આગળનું બોનેટ ખુબજ ખરાબ રીતે ડેમેજ થયેલું હતું, એમ કહો કે બોનેટના ફુરચા ઉડી ગયા હતા તોય ચાલે. એ ઝાડ સાથેની ટક્કરને લીધે એન્જીનનો ખાસ્સો એવો ભાગ ગાડીની અંદર ઘુસી ગયો હતો ને મારા પગ ડ્રાઇવર સીટના નીચલા ભાગના લોખંડના રોડ અને અંદર ઘુસી આવેલા અન્જીનના રેડીએટર વિરુધના ભાગ વચ્ચે ફસાઈ ગયા હતા. કદાચ મારા બંને પગ ભાંગી ગયા હતા. મારું ધ્યાન મારા શર્ટ પર ગયું એ લોહીથી ખરડાયેલું હતું. હું એ શર્ટને ઓળખી ગયો એ નેહાએ મને ગયા બીર્થડે પર ગીફ્ટ કરેલ સફેદ લીનન શર્ટ હતું, પ્યોર લીનાન જે એણીએ ચાર મહિના સુધી તેના ઘર ખર્ચના પૈસામાંથી તેરસો રૂપિયા બચાવી મારા માટે ખરીધું હતું. નેહા મારી પત્ની છે અમારા લગનને હજુ અઢી વરસ થયા હતા અને અમે એકબીજાને ખુબ ચાહતા હતા. મેં નેહાનો ચેહરો યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ હું નિષ્ફળ રહ્યો મારું મગજ મારી સામે એનો ચહેરો રજુ ન કરી શક્યું! જ્યાં સુધી મારી આંખોમાંથી આંસુ વેહવા લાગ્યા ત્યાં સુધી હું પ્રયત્ન કરતો રહ્યો પણ કોઈજ ફાયદો ન થયો, હું એનો ચેહરો યાદ ન કરી શક્યો, એ ચેહરો જેને હું જીવનમાં ક્યારેય નહિ ભૂલું એવું મેં મારી જાતને વચન આપ્યું હતું એજ ચેહરો હું યાદ ન કરી શક્યો!!!!! હું એ ચેહરાને નહતો ભૂલ્યો પણ મારું મગજ એને ભૂલી ગયું હતું.

મારા માથામાં પણ ઈજાઓ થઇ હોય એવું મને લાગી રહ્યું હતું કેમકે હું નેહાના ચેહેરાને યાદ નહતો કરી સકતો અને મારો શર્ટ લોહીથી ભીંજાયેલો હતો, મારું ધ્યાન એ લોહી પર ગયું એ હજુ ભીનું હતું હું ગભરાઈ ગયો કેમકે એ ભીનું હતું એનો અર્થ એ હતો કે અકસ્માત હમણા જ થયો હોવો જોઈએ. કદાચ એકાદ બે મીનિટ પેહલાજ!!! શું કોઈ ગાડીએ મારી કારને બાજુમાંથી ટક્કર મારીને ફંગોળી દીધી હતી? કે પછી મેં જ વધુ પડતી સ્પીડને લીધે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી નાખ્યો હતો? મેં યાદ કરવાની બહુજ કોશીશ કરી પણ બધું વ્યર્થ!!!!! મને કઈ જ યાદ ન આવ્યું. એકાએક મારા મનમાં ખ્યાલ આવ્યો, આ કઈ જ્ગ્યાછે? કેમ અહીંથી કોઈ વાહન કે કોઈ માનવ પસાર નથી થતું? હું મનોમન ભગવાનને કરગરવા લાગ્યો કે જલ્દી અહીંથી કોઈ વ્યક્તિને પસાર કર જે મને દેખે અને હોસ્પિટલ લઇ જાય. મારો અકસ્માત હમણાજ થયો હોય એવું લાગતું હતું એટલે જો કોઈ મને સમયસર દવાખાને પહોચાડીદે તો બચી જવાની શક્યતા નકારી ન શકાય. અને ગમે તેટલું વાગ્યું હોય છતાયે જીવવાની આશા કોને નહોય?

હું દસેક મિનીટ એમજ પડ્યો રહ્યો. એક જ આશામાં કે હમણાં કોઈ આવશે અને મને હોસ્પિટલ લઈ જશે. પણ કોઈજ ના આવ્યું હું રાહ જોઇને કંટાળી ગયો હતો અને મને ડર પણ હતી કે કદાચ વાર થઇ ગઈ તો? હોસ્પિટલ જવામાં મોડું થઇ ગયું તો? તો કદાચ ડોક્ટર પણ મને નહિ બચાવી શકે? મને ઠંડી લાગી રહી હતી. રાત આવી પહોંચી હતી અંધારું ધીમે ધીમે વધી રહ્યું હતું. મને ડર હતો કે આ ધુમ્મસવાળા વાતાવરણ અને અંધકારને લીધે અહીંથી કદાચ કોઈ પસાર થશે તોય મને જોઈ નહિ શકે! હું કોઈના ધ્યાનમાં જ નહિ આવું એટલે જો બચવું હોય તો મારે પોતેજ કૈક કરવું પડશે… મૃત્યુના ભયમાં હું મારી જાતને જ ઉત્સાહ આપવા લાગ્યો!!!!!

મેં કારનો દરવાજો ખોલવા મારો સ્ટેરીગ પરનો હાથ ઉઠાવી દરવાજા તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો, મારા મો માંથી એક ચીસ નીકળી ગઈ પણ એ સંભાળવા માટે ત્યાં કોઈજ ન હતું. શું એ ચીસ દર્દને લીધે નીકળી હતી? ના મને હાથ ઉઠાવવામાં કોઈજ દર્દ નહતું થયું. અચાનક મારા ધ્યાનમાં આવ્યું કે મારા પેલા ભાંગી ગયેલા હાથમાં, કચડાઈ ગયેલા પગમાં કે પછી જખમી થયેલા માથામાં ક્યાય દર્દ નહતું!!!!! તો પછી એ ચીસ શા માટે હતી? એકાદ પળ માટે હું ગૂંચવાઈ ગયો ત્યારબાદ મને ખ્યાલ આવ્યો કે મેં જયારે સ્ટેરીંગ પરથી હાથ ઉઠાવી દરવાજા તરફ લઇ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારો સ્ટેરીંગ વાળો હાથ તો ત્યાજ રહ્યો પણ એમાંથી એક આબેહુબ એ હાથ જેવોજ દેખાતો હાથ દરવાજા તરફ આગળ ખસ્યો હતો! મેં એ હાથથી દરવાજો ખોલવા પ્રયાસ કર્યો પણ એ હાથ પારદર્શક જેવો હતો, એ દરવાજામાંથી આરપાર પસાર થઇ ગયો!!!!! હું એ હાથ વડે દરવાજાને ખોલી ન શક્યો. હું સમજી ગયો કે  હું મૃત્યુ પામ્યો છું!!!!!!!!!! અને એ હાથ મારા શરીરનો નહિ પણ મારી આત્માનો છે. અને ત્યારનો હું મરી ગયા પછી કોઈ આવીને મને દવાખાને લઇ જાય એની રાહ જોઈ રહ્યો હતો!!!!! એ ખ્યાલ આવતાજ મારા મોમાંથી એક રાડ નીકળી ગઈ……

મેં સીટ માંથી બેઠા થવાનો પ્રયાસ કર્યો હું બેઠો થઇ શક્યો, હુ કારમાંથી બહાર આવ્યો મારે હવે એ દરવાજો ખોલવાની જરૂર નહતી! હું દરવાજો ખોલ્યા વિના જ બહાર આવી શક્યો! મારા પગ સીટ અને એન્જીન વચ્ચે ફસાયેલા હતા પણ મને બહાર આવવામાં એના લીધે કોઈજ તકલીફ ન થઇ હું કારમાંથી બહાર આવ્યો અને કાર તરફ નજર કરી. મારું શરીર હજુ કારમાં એમજ પડ્યું હતું, અને હું બહાર પણ હતો, હું ફરી કારમાં ગયો અને એ શરીરમાં જવાનો પ્રયાસ કર્યો પણ હું એવું ન કરી શક્યો! કદાચ એ શરીર મારા માટે હવે નકામું બની ચુક્યું હતું! હું ફરી કારમાંથી બહાર આવ્યો. અચાનક મારું ધ્યાન કારની બેક સીટ પર ગયું ત્યાં એક સ્ત્રી નું શબ પડ્યું હતું! તેનું માથું આગળની સીટ પર જુકેલું હતું ને એ લોહીમાં લથપથ હતી! મેં એના ચેહરાને ધ્યાનથી જોયો એ ચેહરો મારા માટે અજાણ્યો ન હતો. હું એને ઓળખી શક્યો, કદાચ માથા પર ચોટ લાગવાના કારણે મારી યાદદાસ્ત ચાલી ગઈ હશે એમ મને લાગ્યું એ મારી ભૂલ હતી. એ ચહેરો નેહાનો હતો, મારી પત્ની નેહા જેને હું મારા જીવથીયે વધુ ચાહતો હતો. હું કારનો પાછળનો દરવાજો ખોલી એના શબ પાસે પહોંચ્યો, મેં એના શરીરને તપાસી જોયું એ હજી જીવતી હતી. મેં એને બહાર લાવવા માટે એને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ મારા હાથ એના શરીરમાંથી આરપાર નીકળી ગયા! મારા હાથ પારદર્શક બની ગયા હતા. મારા એ હાથ જે નેહાને ઊંચકીને બગીચામાં ફરતા ને ક્યારેક એ કહેતી કે હું થાકી ગઈ છું તો મસ્તી મસ્તીમાં હું એને ઘર્મની ઉપરના ફ્લોર પર જવાની દાદરો પર ઊંચકીને ચડાવતો ને એક વખત નેહાએ મજાક માં કહેલું પણ ખરું કે આમ આજ્ઞાંકિત શ્રવણી જેમ મને ઊંચકીને ફરો છો પણ કોઈની નજર લાગી ગઈ ને આપણા પ્રેમને તો એ દિવસે મને ઊંચકીને નહિ ફરો, મને પડતી મૂકી દેશો!!! ત્યારે ક્યાં એવી ખબર હતી કે એના શબ્દો સાચા પડશે! ખરેખર અમારા પ્રેમને નજર લાગી જશે ને મારા આ હાથ જે નેહાના સ્પર્શથી સોનેરી બની જાય છે એજ નેહાને અડવાનો પણ ઇનકાર કરી દેશે!

મને મારા મૃત્યુનું દુખ હવે નહોતું રહ્યુ! કેમ કે એનાથીયે મોટું દુખ મારા પાસે હતું, મારી આંખો સામે હતું, મારા જીવથી વહાલી નેહા મોતને ભેટવા જઈ રહી હતી! અને હું લાચાર બની ત્યાં એણે ધીમે ધીમે મારતી જોઈ રહ્યો હતો!!!!! અચાનક મારું ધ્યાન નેહાના પેટ તરફ ગયું……….. અરે…………. હે ઈશ્વર……….. મારા મુખેથી એક કરુણ ચીસ નીકળી ગઈ! નેહા પ્રેગ્નેટ હતી! અમારું  બાળક છેલ્લા આઠ મહિનાથી નેહાના પેટમાં હતું! અમે બેય એના આવવાની રાહ જોતા હત!

મને બધું જ યાદ આવી ગયું. હું નેહાને લઈને હોસ્પિટલ ગયો હતો. હા મને બધું જ યાદ આવી ગયું. આજે સવારે જ નેહાને દુખાવો ચાલુ થયો હતો અને પગ ઉપર સોજા આવવા લાગ્યા હતા એટલે હું એણે લઈને હોસ્પિટલ જઈ રહ્યો હતો. મારી કારનો સ્પીડ કાંટો કેમ ૧૨૦ ઉપર હતો એ પણ મને હવે યાદ આવી ગયું. નેહાનું શરીર અશક્ત હતું! પહેલા એક વાર એ પ્રેગ્નન્ટ હતી ત્યારે અશક્તિને લીધે જ અમારું પહેલું બાળક ડીલીવરી વખતે જ……. નેહા કેટલી રડી હતી! સતત વીસ દિવસ સુધી એ ભૂખી તરસી બેસી રહી હતી! માં હતી ને !  એટલે જ હું જલ્દી હોસ્પિટલ પહોંચી જવા માટે કાર ૧૨૦ ની સ્પીડે ચલાવતો હતો…….ડોકટરે તો કહ્યું હતું કે નેહા હવે માં નહિ જ બની શકે પણ નસીબ જોગે ફરી એક વાર એ માં બની શકવાની હતી અને ત્યાજ આ અકસ્માત નડ્યો!

મારી પાસે હાથ પગ બધું છે પણ હું નેહા ને કોઈ મદદ નથી કરી શકતો. અચાનક એક કાર આવતી દેખાઈ અને મને થયું કે હવે નેહા અને બાળક બચી જશે. હું રોડ ઉપર જઈને ઉભો રહ્યો. કાર નજીક આવી પણ હળવી ન થઇ અને જોતજોતામાં તો એ કાર મારા આરપાર નીકળી ગઈ!

તો હું હવે અદ્રશ્ય પણ થઈ ગયો હતો! મારી નેહા મારું બાળક મૃત્યુ તરફ જઈ રહ્યા હતા. આમ તો દરેક પતિ દરેક પિતા પોતાના પરિવારને પોતાના સાથે જ રાખવા માંગે પણ હું તો હવે એક આત્મા માત્ર હતો હું મારા પરિવારને મારી સાથે લઇ જવા માંગતો ન હતો! હું નેહા અને મારા બાળક ને જીવતા દેખવા માંગતો હતો પણ કોઈ રસ્તો ન હતો. લોકોની વાતો સાંભળી હતી કે આત્મા કઈ પણ કરી શકે પણ એ વાત મને ખોટી લાગવા માંડી.

હું ચીસો પાડતો એ સડક ઉપર આમ તેમ ભાગવા લાગ્યો. અચાનક રસ્તાની એક તરફ એક આછું અજવાળું દેખાયું. અરે આ તો ઘર છે. હું બે ઘર તરફ ભાગવા લાગ્યો…. મને થાક નહોતો લાગતો અને મારી જડપ પણ અસાધારણ હતી. પણ અચાનક મને યાદ આવ્યું કે આ ઝુપડામાં તો પેલી ડોસીમા રહે છે જેના વિષે લોકો કહે છે કે એ ડોસીમા તાંત્રિક છે અને આત્માઓને કેદ કરીને રાખે છે! પોતાના કામ એ આત્માઓ પાસે કરાવે છે. હું ડરવા લાગ્યો કેમ કે હું પણ આત્મા હતો એ મને કેદ કરી લેશે તો ? મારા પગ અટકી ગયા……. બીજી પળે મને થયું જો હું ડરીશ તો નેહા અને મારું બાળક મારી જશે. ફરી હું એ ઘર તરફ ગયો. ત્યાં પહોંચીને હું દરવાજા આરપાર અંદર ગયો……

લોકોના કહેવા મુજબ જ ત્યાં એક ડોસીમા હતી. પેલો કાર વાળો મને જોઈ નહોતો શક્યો પણ હું જેવો ઘરમાં ગયો કે એ ડોસીમા મને જોઈ રહી…….

“હે આત્મા તું દુષ્ટ છે કે પવિત્ર ?” તેણીએ કહ્યું.

“ એ એ …… એ તો મને ખબર નથી હું હમણાં હમણાં જ મારા શરીરને છોડીને આવ્યો છું પણ તમે મારી મદદ કરો તો હું તમારા કામ કરી આપીશ….”

“મારે શું કામ હોય ?” એ ડોસીમા ખડખડાટ હસવા લાગી……… “ બે ટંકનું ખાવાનું મળી રહે એટલે બસ…..”

“તો તમે તાંત્રિક નથી ?”

“ના ….. હું તાંત્રિક નથી લોકો જેવી વાત કરે છે એવી તાંત્રિક નથી. હું રખડતા ભટકી ગયેલા આત્માઓને રસ્તો બતાવું છું…. પણ તારે શું કામ છે ? તું કેમ અહી રખડે છે ? તું જતો કેમ નથી મોક્ષ તરફ ?”

“ મારી પત્ની અને બાળક મરી રહ્યા છે હું એમને એ હાલત માં મુકીને જઈ શકું એમ નથી “

એ ડોશીમાં ગંભીર થઇ ગયા અને એક પોટકું લઇ તરત દરવાજો ખોલી મારી કાર તરફ જવા લાગ્યા. હું પણ એમની પાછલ પાછલ જવા લાગ્યો. કાર પાસે જઈને ડોસીમાએ નેહાને એ પોટકા માંથી ઔષધિઓ નીકાળીને લગાવી. ત્યાં જ એક કાર આવતી દેખાઈ. ડોશીમાં તરત જ  રસ્તા ઉપર જઈ ને કાર વચ્ચે ઉભા રહ્યા. કાર વાળાએ ભયભીત થઈને કાર રોકી … ડોશીમાં એ તરત કહ્યું હું ભૂત  નથી ડરતો નહિ.. આ બેન ને દવાખાને લઇ જવી છે કહી કાર તરફ આંગળી કરી…….

એ ભલા માણસે તરત નેહાને ઊંચકી પોતાની કારમાં બેસાડી ડોશીમાં પણ કારમાં ગોઠવાઈ ગયા. મારે તો અંદર બેસવાની જરૂર જ નહોતી ! અમે બધા હોસ્પિટલ પહોંચ્યા. ડોકટરે તરત સારવાર શરુ કરી દીધી. નેહા ધીમે ધીમે હોશમાં આવવા લાગી. પણ એના પેટમાં અતિશય દુખાવો થવા લાગ્યો. હું એના હાથ પકડી એણે સાંત્વના આપવા માંગતો હતો પણ બધું નિર્થક હતું……. હું રૂમ માંથી  બહાર નીકળી ગયો.

હું બહાર ઉભો હતો ત્યાં ડોકટરે થોડીવાર પછી આવી ને ડોશીમાં ને કહ્યું કે નેહા અને બાળક બંને સેફ છે……….. ખબર ની કેમ પણ મારા ચહેરા ઉપર એક સ્મિત ફરી વળ્યું.આત્મા ને પણ સુખ અને દુખ થાય છે એ મને ત્યારે જ ખબર પડી.  હું રૂમમાં જઈને નેહા ને જોવા લાગ્યો…….. નેહા બંધ આંખો કરીને સુતી હતી અને બાજુમાં અમારું બાળક સુતું હતું……. હું બાળકને સ્પર્શવા આગળ વધ્યો …….. ત્યાં જ હું જમીનથી ઉંચો થવા લાગ્યો…….. એક અવાજ આવી “બસ રાજ તે તારું કામ કરી દીધું હવે તારું અહી કોઈ કામ નથી……”

મેં ઉપર નજર કરી ………. સોનાના કપડામાં એક વ્યક્તિ ઉભી હતી………. એક તરફ મારું બાળક અને નેહા હતા. એક તરફ ચમકતા ચહેરા વાળા ઈશ્વર ઉભા હતા………. “ ચાલ સ્વર્ગમાં રાજ તે તારું કામ તારો ધર્મ નિભાવી લીધો…..”

“ પણ મારું બાળક…. મારી પત્ની…………”

“ એ બધા માટે પણ મેં બધું નક્કી કરેલું જ છે રાજ……… એમ ન સમજ કે તારા વગર તારું બાળક જીવશે નહી……. “

“ એટલે ? એટલે એમ કે તારું મૃત્યુ તો નક્કી જ હતું એ અટલ હતું…… પણ મેં તને એક વિચાર આપ્યો હતો . યાદ કર તે એક વાર એલ.ઈ.સી.નો વીમો લીધો હતો……”

‘હા યાદ છે…….”

“ તો ચાલ હવે રાજ મોહમાયા તો ઈશ્વરને પણ જકડી લે છે પણ જન્મ મરણ ના ફેરા નક્કી જ છે……… મને ગર્વ છે કે તે તારો પતિ ધર્મ અને પિતા ધર્મ બરાબર નિભાવ્યો છે…….. હું તને સીધો જ સ્વર્ગમાં લઇ જઈશ………..”

બસ એટલું કહી ભગવાન ચાલવા લાગ્યા………. હું નેહા અને મારા બાળકને જોતો રહ્યો….. અને ભગવાન તરફ હું ખેંચાવા લાગ્યો……………..

 

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

 

No part of this publication may be reproduced or stored in a retrieval system or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording or otherwise, without the written permission of of the author.

4 Replies to “ પિતા”

Comment here