ઘાયલની વેદના કોણ પૂછે?
ગરીબ ભલે થઇ ગયા અમે આમ જ
જિંદગીનું આયખું એમને આપી દીધું!
તું જાળવે કે ન જાળવે એથી શું?
અમે દિલમાં એક દર્દ સ્થાપી દીધું!
ઘાયલની વેદના, દુઃખીના આંસુ કોણ લૂછે?
એમનેય સરનામું અમારું આપી દીધું!
કબર પર આવી કોણ રડશે? પણ શું ચિંતા?
અમે આમંત્રણમાં મૃત્યુનું નામ છાપી દીધું?
એક તું અને એક એ બે ય વિમાસણમાં
અમે તો જીવન દીપાવી દીધું!
જે જીવનમાં નથી મળ્યું! પણ મર્યા પછી!
એ સઘળું એમને અપાવી દીધું!
તમે મહાન રહેશો જીવનભર ભલે
અમે એ બિરુદ ‘નારાયણ’ ફગાવી દીધું!
– નારાયણ ત્રિવેદી
રસ્તો ભૂલી ગયા!
તમે યાદ કરો છો મને, એવું ભલે લાગે
તમારી ભૂલવાની કલાને લોકો વખાણશે,
લ્યો અમે તો ભૂલવાનું જ ભૂલી ગયા!
દિવસ હો ભલે રાત હો સમયને સરખાવ્યા વિના
આમ જ તમારી પાછળ એકદમ પાછળ
અમે તો રસ્તો બનીને રસ્તો ભૂલી ગયા!
તારા સ્મિતને નિહાળી વધાવે બધા
અમે પણ એ જોઇને મલક્યા
અરે, અમે અમારું દુખ જ ભૂલી ગયા!
સામા મળશો તો ઓળખશો નહિ તમે
ભલે ને તમે બેવફા ન રહ્યા
કેમકે અમે જ અમારી ઓળખાણ ભૂલી ગયા!
આમ રસ્તો ન બદલો મારા રસ્તાથી
‘નારાયણ’ ક્યાં પૂછે છે કેમ ભૂલી ગયા!
– નારાયણ ત્રિવેદી