રોનક ગુસ્સામાં હતો. ફેરરીનો સ્પીડો મીટર 100 નો આંકડો બતાવતો હતો. ખુલ્લી ફેરારીમા 100 ની સ્પીડ….. તેના લાંબા રેશમી વાળ બધી બાજુ તેના ચહેરા ઉપર ઉડતા હતા. તેની આંખો અને ચહેરા ઉપર રોષ ની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. આજે સવાર થી જ એ ગુસ્સામાં હતો. સવારે રિયા સાથે જગડીને નીકળ્યો હતો.
છેલ્લા ત્રણ વર્ષથી રિયા એની સાથે હતી. પહેલા બે વર્ષ તો બંને એ ખૂબ એન્જોય કર્યા હતા. પણ 1 વર્ષ થી હવે બંને જાણે દુશ્મન હોય એમ વર્તતા હતા. લગન પછી 1 જ મહિનામાં એ રિયાને નફરત કરવા માંડ્યો હતો.
રિયા ગરીબ કુટુંબની હતી. રિયાની મમ્મી સુશીલા બેન એ નાની હતી ત્યારે જ….. તેના પિતાજી જ્યોતિશ હતા. હમણાં બે વર્ષ પહેલાં જ તેઓ ગુજરી ગયા હતા. પિતાજીના મરણ પછી એ કાકા કાકી સાથે રહેતી હતી. કાકા તો ઠીક પણ કાકી એને મન મારીને રાખતી હતી. રિયા કોમ્પ્યુટર જોબ વર્ક કરીને મહિને 5 હજાર એને આપતી એટલે રિયાને માથે તરપાલ રહેતી.
રિયા સુંદર અને શુશીલ હતી. એમ સમજોને સંસ્કારોનું પૂતળું ……. એના બહારના દેખાવ કરતા પણ એ અંદર થી વધારે સુંદર હતી. પણ શું કામ ની સુંદરતા? બેશક એક સ્ત્રી ને સુંદરતાને બદલે સુખી પરિવાર હસતા બાળકો અને સમ્માન જાળવે એવો પતિ જ જોઈતો હોય છે….. આમ તો કઈ કેટલીયે યુવતીઓને રૂપ ઉપર ઈગો હોય પણ સમય જતાં દરેક સ્ત્રી એ એગોને સાડીના છેડે ગાંઠવાળીને બાંધી જ દે. ઘર સંસાર થઈ જાય પછી એ ઈગો બસ સવારે તૈયાર થતા આઈના સામે જ બતાવે. પણ રિયા અલગ જ હતી. એ લગ્ન પહેલાજ એ બધું સમજતી થઈ ગઈ હતી. પણ એના નસીબ લોઢા જેવા સખત હતા.
રોનક લગ્ન ના એક જ મહિના પછી એને નફરત કરવા લાગ્યો હતો. છેલ્લે 11 મહિના થી બંને વચ્ચે ઝગડા થતા હતા. રોનક ના પપ્પા વિનુભાઈ એ એને ખૂબ સમજાયો હતો પણ એના મન માં થઈ ગયું હતું કે રિયા બસ એના સુખ સમૃદ્ધિ જોઈને જ એને પરણી હતી. બસ એના મન મા એ વહેમ ઘર કરી ગયો હતો પછી તો ધીમે ધીમે એ વહેમ ઘરના સુખનો નાશ કરવા લાગ્યો. વિનુભાઈની એણે એક સાંભળી નહતી. રિયાને બચપન માં પણ કઈ જાજું સુખ મળ્યું નહોતું. અને અહીં સસરિયે મોટા બંગલા અને ગાડીઓ પણ નકામી જ હતી. રિયાની સાસુમા સુરભીબેન ‘સાસુ’ અને ‘માં’ શબ્દને અલગ કરીદે એવા જ હતા. બેલાશક રોનક માટે એ માં હતી પણ રિયા માટે એ માત્ર અને માત્ર સાસુ જ હતી. આગમાં ઘી હોમવાનું કામ એમણે જ કર્યું હતું.
11 મહિના થી રિયા અને રોનક વચ્ચે ઝગડા ચાલતા હતા. રિયા મન મનાવી લેતી કરોડપતિ બાપનો એકનો એક દીકરો છે એટલે જરાક એવો છે પણ ધીરે ધીરે એ સમજતો થઈ જશે. આમ પણ એને ‘પપ્પા’ ‘પપ્પા’ કહીને હેરાન કરી મુક્તા બાળકો થશે એટલે એને ક્યાં સમય જ મળશે જગાડવાનો….. પણ આજે તો હદ જ થઈ ગઈ હતી. સવારે જ કોઈ વાત ઉપર રોનક ઉછળી પડ્યો
” તું મારા પૈસા જોઈને જ મને પરણી છે રિયા.” ફ્લોવર બેઝ પછાડતા એ બોલ્યો.
” તું મને ક્યારે સમજીશ રોનક? મેં ક્યારે મોંઘી સાડી માંગી? મેં ક્યારે ગાડી માં ફરવાનું કે ફિલ્મ જોવાનું કહ્યું? તું સમજતો કેમ નથી.” રિયા ગળગળી થઈને બોલી.
“એટલે હવે હું મૂર્ખ છું એમ?” રોનક બરાડયો.
“આ ઝગડો આપડે રૂમમા કરીએ પ્લીઝ. પપ્પાને કેવું લાગશે? એટલી ધન દોલત કમાઈ ને દીકરા માટે ભેગી કરી છતાં એ સુખી નથી.”
” એટલે હવે તું મને જીવતા શીખવીશ? મને સમજાવીશ કે મારે મારા બાપ ની કેર કઇ રીતે લેવી? ”
“બધી વાત તું ઉલટી જ કેમ સમજે છે?” રિયા ખરેખર રડી પડી હતી.
રૂમના અર્ધા ખુલ્લા બારણાં પાસે આવીને વિનુભાઈ નિરાશ થઈને બધું સાંભળી રહ્યા હતા.
“એટલે હું હવે ઉલટો થઈ ગયો? મેરેજ પહેલા તો તું મને ખુબ જાનું જાનું કરતી હતી સાલી. રોનક તું આવો છે રોનક તું તેવો છે. અને હવે મને મારા જ ઘરમાં ઉતારી પાડે છે. યુ ડર્ટી બીચ…..” કહી એને ગાળ દીધી.
રિયા એની ગાળોને તો પી ગઈ પણ એના આંખ થી સરતા ખારા આંશુ જાણે એના હોઠને સ્પર્શવાથી શબ્દો કડવા બની ગયા હોય એમ એ બોલી ” તું એવો જ છે રોનક પણ તને કોઈ ભરમાવે છે.”
“હે ભગવાન આ હું શું સાંભળું છું? આ સાંભળતા પહેલા હું મરી કેમ ન ગઈ…..!” જાણે પોતાના ડાઈલોગ ની રાહ જોઇને બેઠી હોય એમ સુરભી બેન પરદા પર ભજવતા આ નાટક માં પ્રવેશ્યા.
“મમ્મી આ તું શું બોલે છે?” રોનક ફરી બરાડયો.
વિનુભાઈએ બારણાં પાછળ ઉભા ઉભા જ એક નિશાશો નાખ્યો. કયા જન્મ ના પાપ કર્યા હશે મેં…..!
“સાચું કહું છું દીકરા…..” ગળગળા થઈને સુરભી બેન બોલ્યા ” આ તારા પપ્પા તો કાંઈ તને ભરમાવે નહીં અને રિયાને નણંદ તો છે નઇ તો પછી તને ભરમાવવા વાળું કોણ?”
રિયા કાઈ સફાઈ આપે તે પહેલાં જ તૂટેલા ફલાવર બેઝ ને લાત મારીને રોનક રિયા તરફ ધસી ગયો અને એને ઢોરની જેમ મારવા લાગ્યો…..
સુરભી બેન મલકાતાં રિયાનું લોહીલુહાણ માથું જોઈ રહ્યા. રિયા ત્યાંજ જમીન ઉપર ઢગલો થઈને રડતી રહી. ના એને એ માર નું દુઃખ ન હતું એ સિસકાર તો ક્યાંક ઊંડાણ માં થયેલા ઘા ની વેદનાનો હતો.
કેટલી સુંદર અને સ્વસ્થ હતી રિયા જયારે લગન કરીને આવી હતી! લાલ રંગના પરણેતરમાં એનો આછો ગુલાબી ચહેરો માલકતા હોઠથી કેટલો સુંદર લાગતો હતો? અને આજે એ આ રોજના જગડામાં અર્ધી થઈ ગઈ હતી. સાડીમાં વીંટાળેલું હાડપિંજર…..! વિનુભાઈને એનો લોહી ખરડેલો ચહેરો જોઈને એ ઘરમા આવી એ દિવસ યાદ આવી ગયો.
રોનક દરવાજો પછાડીને બહાર નીકળી ગયો હતો.
સાંજે જ્યારે રોનક ઘર તરફ જતો હતો ત્યારે વિનુભાઈનો ફોન આવ્યો. રોનકે આઈ ફોન 6 માં નજર કરી “પાપા…..” નામ મોબાઈલ માં જબુકતું હતું. આ પપ્પા શુ સમજતા હશે ઘરે થી જગડી નીકળ્યો એટલે શું મરી જવાનો છું…..
” આવુજ છું હું….”
“ના દીકરા ફોન ન કાપતો. તું જલ્દી ‘વિશ્વાસ ગાંધી’ હોસ્પિટલ આવ રિયા એ દવા પી લીધી છે. એ છેલ્લા શ્વાસ લઈ રહી છે બસ તને એક વાર દેખવા માંગે છે દીકરા…..” નાનું ભાઈ આંશુ ભરી આંખે બસ એટલું જ બોલી શક્યા…..
ગાડી ‘વિશ્વાસ ગાંધી’ હોસ્પિટલે ઉભી રાખી રોનક ઉતર્યો સિગારેટ ફેંકી એ ઝડપથી અંદર ગયો.
એ.સી.યુ. ના બેડ ઉપર રિયા વેન્ટીલેટર ઉપર હતી. તેના પગ પાસે વિનુભાઈ ઉદાસ ચહેરો લઈબેઠા હતા. કદાચ કહેતા હતા દીકરી મને માફ કરજે આ લાચાર બાપ તારા ચરણ સ્પર્શે છે…..!
રોનકને જોઈને જ રિયામા જીવ આવ્યો હોય એમ એણીએ હાથ ઊંચો કરીને એને નજીક બોલાવ્યો.
રોનક નજીક ગયો પણ ના કોઈ સહાનુભૂતિ વગર જ. અશક્ત રિયાએ ઊંચો કરેલો હાથ રોનક ના હાથ માટે ધ્રૂજતો રહ્યો અને લાચાર પડી બેડ ઉપર પાચડાયો પણ રોનક શાંત ઉભો રહ્યો….. પછી એ બોલ્યો…..
“તે મને અહીં છેલ્લી વાર જોવા માટે નથી બોલાવ્યો. પણ તને મરતી જોઈને હું દુઃખી થાઉં જિંદગી ભર અફસોસ કરું એના માટે બોલાવ્યો છે.”
રોનકના શબ્દો યમરાજના હન્ટર જેમ રિયાની છાતી પર વાગ્યા અને એના હૃદયે ધબકવાનું બંધ કરી દીધું…..
સન્નાટો નીરવ સન્નાટો આઈ.સી.યુ.માં પ્રસરી ગયો.
અરે રે આવો દીકરો ? એટલા માટે જ મેં એટલા પુણ્યો કર્યા હતા ? એટલા માટે જ મેં તારા શ્રાવણ કર્યા હતા…… ભગવાન ને કોશીને વીનું ભાઈ અગ્નિસંસ્કાર ની તૈયારી માટે બધાને ફોન કરી બોલાવા લાગ્યા…..
12 દિવસ નીકળી ગયા. 13 માં દિવસે સુરભી બેન વિનુભાઈને જગાડવા માટે એમના રૂમ માં ગયા
“સાંભળો છો…….”
તે અટકી ગયા. અરે ક્યાં ગયા હશે આ? અચાનક બેડ ઉપર એક કાગળ ઉપર નજર ગઈ. કાગળ લીધો વાંચ્યો…..
” તને વહાલી કહું એટલો પાપી હું નથી. આમ તો તે મને ક્યારેય કોઈ વાત ઉપર બોલવા દીધો નથી એટલે આજે પણ વધારે નઈ જ બોલું. હું ચાહોત તો રોનક ને તારા વિશે કહી દોત. પણ મને એમ કે એ જાતે જ સમજી જશે. પણ ભલે એમાં મારુ લોહી હતું પણ આખરે તો તારી છાતી એ મોટો થયેલો હતોને. હું પણ કેટલો મજબૂર હતો જો રોનક ને તારા વિશે કહું તો દુનિયામાં ‘માં’ શબ્દનો શુ અર્થ રહી જાય?
તને તારી બધી મનોકામના મુબારક શૂરભી. મેં રોનક ના નામે વિલ કરી દીધું છે. તમને કઈ આપવું તો નજ જોઈએ પણ છતાં હું મૂર્ખ આપી ને જાઉં છું કેમ કે મારા માટે એ કાગળ ની નોટ હવે કોઈ અર્થની નથી. મારી શોધ કરવાની જરૂર નથી હું નહીં મળું. રોનક ને સાચવજે…. ”
પત્ર માં એટલું લખેલું હતું. કોઈ સહી નતી. બસ નીચે ના ભાગ માં એક દાગ હતો કદાચ એટલું લખતા ઘર છોડતા અને રિયાને ખોતા વિનુભાઈને કેટલું દુઃખ કેટલી વેદના થઈ હશે એની ખાતરી આપવા સાક્ષી આપવા એમની આંખ માંથી એકાદ ટીપું એ કાગળ પર પડી ને એ દાગ બન્યો હશે…..
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
Nice story.