major-trivedi-agent-manav-case

મેજર ત્રિવેદી : એજન્ટ માનવ કીડનેપીંગ કેસ

“વોટ ધ હેલ ઈઝ ગોઇંગ ઓન? એક એજન્ટ કઈ રીતે કિડનેપ થઇ શકે?” સાર્જન્ટ બક્ષીએ  શર્મા તરફ જોઈ કહ્યું. એની આંખો સ્પષ્ટ બતાવી રહી હતી કે હજુયે એને એ વાત પર વિશ્વાસ ન હતો થઇ રહ્યો.

“ઈટ હેપન્ડ, જસ્ટ બિફોર અ વાઇલ.” શર્માએ જવાબ આપતા કહ્યું, “આપણે માનીએ કે ન માનીએ પણ એજન્ટ કિડનેપ થયો છે.” શર્માએ ઓફિસની ઘડિયાળ તરફ જોયું. એ રાતના અગિયારનો સમય બતાવતી હતી.

સિમલાના સિક્રેટ હાઉસમાં સાર્જન્ટ બક્ષી, ડીટેક્ટીવ શર્મા અને તેમની ટીમ પહેલા ક્યારેય જેનો સામનો ન કર્યો હોય એવી સમશ્યાનો સામનો કરી રહી હતી.

એ ત્રણ માળનું સિક્રેટ હાઉસ કે જે  સુરક્ષાનો ગઢ કહી શકાય તેની આગળથી રૂમાં સોય ગાયબ થઇ જાય એમ એજન્ટ ગાયબ થઇ ગયો હતો અને એ પણ કોઈ જેવો તેવો એજન્ટ નહી એજન્ટ માનવ ગાયબ થયો હતો! એજન્ટ માનવ વિશે કહેવાતું કે એ જેમ જંગલની ઝાડીઓમાં કોઈ હિંસક પ્રાણી અદ્રશ્ય થઇ જાય એમ અદ્રશ્ય થઇ જતો, આજે પણ એ અદશ્ય થઇ ગયો હતો પણ પોતાની મરજીથી નહી, કોઈ અન્યની મરજીથી.

“આ સેફ હાઉસ છે, કોઈ પણ આઈ વીટનેસનું જીવન જોખમમાં હોય ત્યારે એમને અહી રખાય છે, આ મેક્ષ સિક્યુરીટી પ્રિઝન જેવા સ્થળેથી કોઈ એજન્ટ કઈ રીતે ગાયબ થઇ શકે?” હજુ બક્ષી અવિશ્વાસથી શર્મા તરફ જોઈ રહ્યો હતો.

“ચીફ આપણે વાત કરીને સમય ગુમાવી રહ્યા છીએ. હરેક પળે માનવ આપણાથી એક કદમ દુર જઇ રહ્યો છે. એની પાસે મીલટરી સિક્રેટ છે જો એને શહેર બહાર લઇ ગયા તો એને મરવા પણ નહી દે અને જીવશે ત્યાં સુધી ટોર્ચર કરશે.” શર્મા અત્યંત ચિંતિંત હતો.

“તમારા મતે આપણે શું કરવું જોઈએ?” બક્ષીએ શર્મા તરફ અપેક્ષા ભરી નજરે જોયું.

“મારા મતે…” શર્મા ત્યાજ અટકી ગયો, બક્ષીની ચેમ્બરનો દરવાજો ખુલ્યો, બક્ષી અને શર્મા જાણતા હતા કે તેઓ એ ચેમ્બરમાં શું ચર્ચા કરી રહ્યા છે એ બહાર બધાને ખબર હતી એટલે કોઈ ઈમરજન્સી વિના કોઈ એ દરવાજો ખોલવાની હિંમત ન કરે.

“શું થયું શ્રી? બક્ષી પૂછે કે શ્રી આવીને કઈ કહે એ પહેલાજ શર્મા એ ઊતાવળા થઇ પુછ્યું.

શ્રી સી. એન. એમ.માં નવીજ જોડાઈ હતી, પણ એ કાબીલ અધિકારી હતી. એ પોતાનું એજન્ટ તરીકેનું કામ છ એક મહિનાના ટૂંકા સમયગાળામાં બખૂબી શીખી ગઈ હતી.

“ચીફ…” એ જરાક ડઘાઈ ગયેલ હતી.

”વોટ હેપન્ડ?” બક્ષી બેબાકળો બની ગયો.

“એજન્ટે હિડન માઈક્રોફોનથી  સેફ હાઉસનો કોન્ટેક કર્યો છે.”  શર્મા એ નોધ્યું કે શ્રીનો અવાજ જરાક ધ્રુજતો હતો. પણ શર્મા જાણતો હતો કે એનું કારણ શ્રીની કાબિલિયત ઓછી હતી એમ ન હતું પણ શ્રી અને એજન્ટ માનવ વચ્ચેનો પ્રેમ હતો. એજન્ટ પણ આખરે તો ઇન્સાન હોય છે અને એનામાં પણ એક દિલ હોય છે. એ પણ કોઈના માટે ધબકતું!!!!!

સેફ હાઉસમાં બધાજ જાણતા હતા કે શ્રીનું દિલ એજન્ટ માનવ માટે ધડકતું હતું.

“થેન્ક્સ, શ્રી.” બક્ષીએ કહ્યું.

“ફોર વોટ સર?”

“તું બ્રિંગ અ ગુડ ન્યૂસ.” કહી બક્ષીએ શર્મા તરફ જોયું. શર્મા તરત જ ચીફની આંખો શું કહેતી હતી એ સમજી ગયો.

શ્રી, શર્મા અને બક્ષી ત્રણેય ટેક્નિશિયક્નની રૂમમાં ગયા.

“વોટ ઇઝ ધ પોજીશન?” બક્ષીએ ટેકનીશીયન રઘુ તરફ જોઈ કહ્યું.

“એજન્ટ લાઈન પર છે.”

બક્ષી દોડીને ઓડીઓ મસીન તરફ ગયો, શર્મા પણ તેની પાછળ બને એટલા લાંબા ડગલા ભરતો ઓડીઓ મસીન પાસે ગયો.

માઈક્રો કનેક્ટર સ્પીકર પર હતું. બક્ષીએ પહોંચતા જ કહ્યું, “પોજીશન એજન્ટ?”

“નો આઈડિયા સર.”

“વોટ?”

“તેઓ મને એક બંધ વેનમાં દક્ષિણ તરફ લઇ ગયા છે, હું અત્યારે એક બિલ્ડીંગમાં બાંધેલ છું, મારા લોકેટ ના માઈક્રો ફોનથી  વાત કરી રહ્યો છું પણ મને ખબર નથી હું ક્યાં કયા છું.” સામે છેડેથી એજન્ટનો અવાજ સંભળાયો. એ સાંભળતાજ ગમે તેવા કેશ સોલ્વ કરી દેનાર શ્રી એકદમ ઢીલી થઇ ગઈ. એને માનવની ખુબ જ ફિકર થઇ રહી હતી. એને શું દરેકને થઇ રહી હતી કેમકે એક એજન્ટ ને કોઈ શા માટે કિડનેપ કરે એ ત્યાં રહેલ દરેક વ્યક્તિ જાણતો હતો. દરેક વ્યક્તિ સમજતો હતો કે એકવાર કિડનેપ થયેલ એજન્ટની લાશ ગમે તે સ્થળેથી રઝળતી મળે છે. સરકાર એના માટે કશુ જ કરી શકતી નથી. એને દેશ માટે જીવ આપ્યો છે એવું કહી એનું સમ્માન પણ કરી શકતી નથી. ઘણી વાર તો સરકાર કબુલ પણ નથી કરી શકતી કે એ અમારો એજન્ટ છે અને માનવ સાથે પણ કૈક એવુજ થવા જઇ રહ્યુ હતું.

“મી. શર્મા તમે કૈક કહી રહ્યા હતા?” બક્ષીએ શર્મા તરફ જોઈ કહ્યું.

“હું?”

“હા તમે, શ્રી ચેમ્બરમાં દાખલ થઇ ત્યારે..”

“હા, ચીફ હું કહેવા માંગતો હતો કે કદાચ મેજરની મદદ મળી જાય તો..?”

“યુ મીન મેજર ત્રિવેદી?”

“હા, ચીફ.”

“તમે પાગલ થઇ ગયા છો, એ અન્ડરગ્રાઉન્ડ મિસનમાં છે, એ અહીથી સો કિલોમીટર દુર છે એ અહી આવે ત્યાં સુધીમાં તો એ લોકો આપણા એજન્ટને ગમે તે સ્થળે ખસેડી શકે.” બક્ષીએ જરાક ઉતાવળા અવાજે કહ્યું.

“પણ એ અહી આવ્યા વગર જ મદદ કરી દે તો..?”

“યુ મીન ફોન પર?”

“હા.”

“શક્ય નથી..”

“”પણ એક કોશિશ કરવામાં શું વાંધો છે?” શર્મા એ કહ્યું.

“નહી સર એની મદદ ન લેતા.” માઈક્રો કનેક્ટરના સ્પીકરમાંથી માનવનો અવાજ સંભળાયો.

“કેમ? શું થયું એજન્ટ?” બક્ષીએ સ્પીકરની નજીક જરા ખસી પૂછ્યું.

“એ વગર તહેવારે આખા શહેરમાં દિવાળી કરાવશે, એ ધમાકાને લાશો બિછાવ્યા સિવાય કામ નહી કરે, એના પ્લાન ઇન્ડિયન આર્મીને જ સ્યુટ કરે.”

“વાંધો નહી થોડીક ધમાલ પણ એક એજન્ટનો જીવ તો બચી જશે ને?” શર્માએ કહ્યું.

“હા પણ મારા હાથ કે પગમાં એ ગોળી જરૂર મરાવશે.” એજન્ટે કહ્યું.

“શર્મા મેજરને ફોન કનેક્ટ કરો.” બક્ષીએ ઓર્ડર આપ્યો.

શર્માએ એક પળનો પણ બગાડ કર્યા વગર મેજરનો પ્રાઈવેટ નંબર લગાવ્યો.

“મેજર..”

“યસ, કોડ નેમ ત્રિવેદી…” સામે છેડેથી અવાજ સંભળાયો.

“મેજર એક ઈમરજન્સી છે.”

“એતો હું તમારો નંબર જોઈને જ સમજી ગયો હતો, આમેય ઈમરજન્સી સિવાય મેજરને કોઈ શું કામ યાદ કરે?” મેજરે પોતાની વ્યક્તિગત અદામાં હસીને કહ્યું.

“એક એજન્ટ કિડનેપ થયો છે?”

“ક્યાંથી?” મેજરે પૂછ્યું.

“સેફ હાઉસ આગળથી.” શર્માએ જવાબ આપ્યો.

“તો એની પાસે મીલીટરી સિક્રેટ હશે?”

“યુ આર રાઈટ.. પણ..”

“નહિતર કોઈજ સેફ હાઉસ આગળથી એજન્ટ ઉઠાવવાનું જોખમ ન લે.” મેજર ત્રિવેદી ગંભીર થઇ ગયો.

“એજન્ટ લાઈન પર છે, કિડનેપર એને એક બિલ્ડીંગમાં બાંધીને ગયા છે. એજન્ટ ને સેફ હાઉસ સાથે માઈક્રો ફોન કનેક્ટ કરવાનો મોકો મળી ગયો છે. પણ એ પોતે ક્યાં છે એ એને ખબર જ નથી.” ચિંતાતુર અવાજે શર્મા બધી વિગત બોલી ગયો.

“માઈક્રો કનેકટર કોન્ફરન્સ મોડ પર લગાવો.” મેજરે કહ્યું.

“મેજર હવે તમે એજન્ટ સાથે કોલ કોન્ફરન્સમાં છો” શર્મા એ કહ્યું.

“હાય, એજન્ટ… મેજર હિયર.. સેફ હાઉસથી કઈ તરફ..?

“પશ્ચિમ.”

“કેટલો સમય?”

“મારી આંખો પર પટ્ટી બાંધેલ હતી પણ મેં મનમાં એકથી ત્રણ સો સુધીની ગણતરી કરી હતી.” એજન્ટે કહ્યું.

“શર્મા સીટી મેપ ટેબલ પર ગોઠવો.” મેજરે કહ્યું.

“શ્રી સીટી મેપ ઈમીડીએટલી.” શર્મા એ શ્રી તરફ જોઈ કહ્યું.

શ્રી એકજ મિનીટમાં સીટી મેપ લઇ આવી, શર્મા એ તે મેપ ખુલ્લો કરી ટેબલ પર ગોઠવ્યો.

“કિડનેપરે કઈ ગાડી વાપરી હતી?” મેજરે પૂછ્યું.

“વેન.” માનવે જવાબ આપ્યો.

“સ્પીડનો કોઈ અંદાજ.”

“નો ટ્રાફિક, રાત હતી એટલે સ્પીડ વધરે હતી કોઈ જ ટ્રાફિક ન હતું નડ્યું લગભગ સીતેર થી એસી વચ્ચે.” એજન્ટ માનવે જવાબ આપ્યો.

“શર્મા, સીટી મેપ પર સેફ હોઉસને કેન્દ્રમાં રાખી ત્રણ સેમી વ્યાસનું એક વર્તુળ બનાવો.” મેજરે કહ્યું.

“જી મેજર.” શર્માએ સીટી મેપ પર ત્રણ સેમી વ્યાસનું એક વર્તુળ બનાવ્યું.

“એજન્ટ તમારી આંખો બંધ હતી પણ કાન ખુલા હતા, તમને અવાજો તો જરૂર સંભળાયા હશે?”

“હા.. મેજર.”

“શર્મા સેફ હાઉસથી પશ્ચિમ તરફ આવેલ દરેક સ્થળોના નામ બોલો જ્યાં રાત્રે પણ અવાજ થઇ શકે.” મેજરે કહ્યું.

“સર સેફ હાઉસથી પશ્ચિમ તરફ એવા અનેક સ્થળો છે.”

“આઈ મીન એ ત્રણ સેમી વ્યાસના દાયરામાં હોય એવા જ..” મેજરે કહ્યું.

“સ્કૂલ……..”

“નો……”

“મસ્જીદ…….”

“નો…….”

“શાહિલ ડાન્સ ક્લબ……..”

“યેસ…….ગુડ”

“એજન્ટ કાર ડાન્સ ક્લબ આગળથી પસાર થઇ હોય એવો કોઈ અવાજ?”

“હા, મેજર, નોટ સ્યોર બટ… લાઉડ મ્યુઝીક સાંભળ્યું હતું…”

“ડાન્સ કલબથી આગળના સ્થળો?”

“મંદિર……”

“નો……”

“નાઈટ કલબ……”

“યેસ…….”

“એજન્ટ નાઈટ કલબ…….”

“નો, મેજર એનો શોર મારા ધ્યાનમાં આવ્યો હોત અને નાઈટ કલબ આગળથી કાર પસાર થઇ હોત તો કાર ધીમી થાત, કેમકે ત્યાં આગળ થોડીક ગીર્દી તો હોત જ.”

“કઈ અન્ય એજન્ટ.”

“યેસ, ડાન્સ કલબ પછી વેન એક ઢાળ ઉતરી હતી.”

“શર્મા સીટીમેપમાં જુવો, ડાન્સ કલબ પછી ક્યાય ઢાળ છે?” મેજરે કહ્યું.

“જી મેજર, ડાન્સ કલબ અને નાઈટ કલબ વચ્ચે એક લાંબો ઢાળ છે.”

“હા એ ઢાળ અને નાઈટ કલબ વચ્ચે કોઈ બિલ્ડીંગમાં એજન્ટ છે.” મેજરે કહ્યું.

“પણ ત્યાં ઘણી બિલ્ડીંગ છે મેજર? બધે તપાસ કરવી શક્ય નથી એક બિલ્ડીંગમાં ઘુસીશું તો એ લોકો બીજી બિલ્ડીંગમાં હશે તો સાવધ થઇ જશે, એ લોકો લોકેસન બદલી નાખશે.”

“ઓકે. એજન્ટ એમના વચ્ચેનીં કોઈ વાત ચિત?”

“હા, મેજર એ લોકો પીઝા ઓડર કરી રહ્યા હતા, એ લોકો એકબીજાના નામને બદલે મિસ્ટર એ અને મિસ્ટર બી જેવા કોડ વાપરી રહ્યા હતા.” એજન્ટ માનવે કહ્યું.

“શર્મા, ઈઝ એની ટેકનીસીયન ધેર?” મેજરે પૂછ્યું.

“નો, મેજર. નોટ અ હાઈલી ટ્રેન્ડ.” શર્માએ જવાબ આપ્યો.

“રાહુલને કોન્ફરન્સમાં કનેકટ કરો, હી ઈઝ અ ગુડ હેકર.” મેજરે કહ્યું.

શર્મા એ કોલ કનેક્ટ કર્યો.

“રાહુલ, હેક ઓલ પિત્ઝા હાઉસ ઓફ સીટી એન્ડ ગેટ ધી ડેટા.” મેજરે કહ્યું.

“બટ મેજર રાહુલ તો અત્યારે એક ગામડામાં છે, તે રજા પર પોતાના પરિવાર ને મળવા ગયેલ છે,એની પાસે કોઈ ટેકનીકલ ચીજો હાજર હોવી મુશ્કેલ છે,” શર્મા એ વચ્ચે જ કહ્યું.

“મારી પાસે એક જુનો રેડીઓ છે, મારા દાદાજીનો…..” રાહુલે હસીને કહ્યું.

“પણ એનાથી શું થશે? શર્માએ ચોકીને પૂછ્યું.

“એ રેડીઓ તમારી આખી સેફ હાઉસની સીસ્ટમ હેક કરવા માટે પુરતો છે.” રાહુલે કહ્યું.

“હાઉ?” શર્મા એ અકળાઈને કહ્યું.

“મેજર ક્યા એરિયાના પિત્ઝા ઓર્ડરની ડીટેલ આપું?” રાહુલે પૂછ્યું.

“સેવેન મિનીટ ટુ સેફ હોઉસે એટ સોઉથ, સમવ્હેર બીટવીન ડાન્સ ક્લબ ટુ નાઈટ ક્લબ.” મેજરે કહ્યું.

“નસીર ફાઈનાન્સ, થ્રી સ્ટોરેડ બિલ્ડીંગ, પેઈન્ટેડ ઇન એશ ગ્રે કલર, ઈનફ મેજર?” કહી રાહુલ કોન્ફરન્સમાંથી નીકળી ગયો.

“શર્મા,  ઈઝ યોર ગન લોડેડ?” મેજરે સ્માઈલ સાથે પુછ્યું.

“જી મેજેર, ડબલ મેગેજીન વિથ સાયલેન્સર.” શર્માએ એજ સ્મિત સાથે કહ્યું.

“સાયલેન્સર નીકાળી દો શર્મા, અને ટીમ સાથે પશ્ચિમ તરફ રવાના થાવ. શ્રીને લઇ જવાનું ન ભૂલતા.” મેજરે કહ્યું.

“ઓકેય, મેજર પણ સાયલેન્સર વગર કેમ?” શર્મા કઈ સમજ્યો નહી.

“હજી એક ટેસ્ટ બાકી છે, તમેં ગાડી લઇ નીકળો, કોન્ફરન્સમાં જ રહેજો.” મેજરે કહ્યું.

થોડીક વાર બાદ શર્મા પિત્ઝા બોય બનીને નસીર ફાઈનાન્સની ઓફીસ વાળી બિલ્ડીંગમાં ગયો. અને જયારે  શ્રી અને બાકીની ટીમ અંદર ઘુસી ત્યાં સુધીમાં શર્માએ કિડનેપરોનું કામ તમામ કરી દીધું. અને પોતાના એજન્ટ ને પાછો મેળવી લીધો, ફરી બધા સેફ હાઉસમાં ભેગા થઇ ગયા.

હજુ મેજર સાથે કોલ કનેક્ટ હતો.

“અભાર મેજર મારો જીવ વાચાવવા બદલ, એ પણ મારી ટાંગમાં ગોળી માર્યા વગર.” માનવે કહ્યું. બક્ષી બાજુમાં જ ઉભો હતો. એણે માનવ તરફ જરાક ગુસ્સાથી જોયું કેમકે એને ભૂતકાળ યાદ આવી ગયો જયારે મેજરે એની ટાંગમાં ગોળી મારી એનો જીવ બચાવ્યો હતો.

“મેજર સાયલેન્સર વગર જવાનું કેમ કહ્યું હતું?” શર્મા એ કહ્યું, મને કઈ ખબર ન પડી ત્યાં સાયલેન્સર વગર જવાની શું જરૂર હતી અને કોલ કોન્ફરન્સ કેમ ચાલુ રાખી હતી.

“બસ મારે ગોળીઓના ધમાકા સંભાળવા હતા, ઘણા સમયથી સાંભળ્યા ન હતા.” મેજરે હસીને કહ્યું.

“એ તો તમે તમારી ગનથી પણ સાંભળી શકત.”

“પણ મારા હાથ બાંધેલા છે અને મારી ગન મારા પાસે નથી.” મેજરે કહ્યું.

“વોટ? ક્યાં?”

“નોરી મુસાના અડ્ડા પર.” મેજરે કહ્યું.

“હવે શું થશે મેજર?” શર્માએ ચોકીને કહ્યું.

“બસ ઉપરની ચીમની માંથી દોઢ મિનીટ બાદ મારી ગન આવીને મારા પગ પાસે પડશે ત્યારબાદ નોરી મુસા અને તેના માણસોની લાશ જમીન પર પડશે અને હું માર્કોની તલાસમાં જઈશ.” કહી મેજરે કનેકશન કાપી નાખ્યું.

શર્માએ ચીફ બક્ષી તરફ જોયું.

“હા, મને ખબર છે, મારી બીજી ટાંગમાં ગોળી માર્યા પહેલા કે માર્કોને પકડ્યા પહેલા મેજર નહી મરે, ભૂત છે શું કામ લોકો એને પકડવાનો પ્રયત્ન કરતા હશે? ખોટો જીવથી હાથ ધોવા માટે!!!!!!” બક્ષીએ કહ્યું અને તે પોતાના ચેમ્બર તરફ ચાલ્યો ગયો.

શ્રી અને માનવ એકબીજાથી વાતો કરવા લાગ્યા અને શર્મા ત્યાજ ઉભો રહ્યો એ કદાચ વિચારી રહ્યો હતો કે મેજર મુસાના માણસોને કઈ રીતે મારશે? પણ નિષ્ફળ પ્રયાસ હતો મેજર ક્યાં ક્યારેય એકની એક રીત બીજીવાર અપનાવે જ છે??????

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here