નઈ ગમે


તું કહે તો તારો બની જાઉં
પણ આ નજરથી શિકાર થવું
આપણને નઈ ગમે

તું કહે તો આખો હારી જાઉ
પણ તારી સામે લડવું
આપણને નઈ ગમે

તું કહે તો તને બધું અર્પી દઉ
પણ તારા પ્રેમ માં લૂંટાવુ
આપણને નઈ ગમે

તું કહે તો આ ઘડી બદનામ થઈ જાઉં
પણ આ રોજ શબ્દોથી કુટાવું
આપણને નહીં ગમે

તું કહે તો સળગીને ચમકી જાઉં
પણ આ રોજ થોડું ઘસાવું
આપણને નઈ ગમે

તું કહે તો હમણાં કેદ થઈ જાઉં
પણ આ થોડું થોડુ ફસાવું
આપણને નઇ ગમે

વિશાળ દરિયો હોય તો કે હાલ ડૂબી જાઉં
પણ આ પિંજરામાં રહેવું
આપણને નઇ ગમે

ખોસીદે હજારો તિર હમણાં જ
પણ આમ થોડું થોડું મરવું
આપણને નઈ ગમે

તું કહે તો સમૂળગો નાશ થાઉં
પણ આમ ધીમે ધીમે કરમાવું
આપણને નઇ ગમે

અને અંતે ગાંડા થવું પોસાશે
પણ રોજ હિજરાવું
આપણને નઈ ગમે

લોકો ચાહે તો ઉપમા આપી દે ‘ઉપેક્ષિત’
પણ આમ રોજ ઉપેક્ષાવું
આપણને નઇ ગમે

ઉપેક્ષિત

Comment here