gujarati-varta-true-love

ટ્રુ લવ !

સાચો પ્રેમ એક પળમાં નથી થતો.. એ ઈવર ગ્રોવિંગ પ્રોસેસ છે. એ અનેક મુલાકાતો બાદ વિકસિત થતો હોય છે. જયારે કોઈ એક સાથે સહન કરે છે, એક સાથે હસે છે, એક સાથે રડે છે, એક બીજા માટે હસે છે અને એક બીજા માટે રડે છે ત્યારે એ લાગણી જન્મ લે છે પણ એકવાર જન્મ લીધા પછી એ લાગણી સદીઓ સુધી અમર રહે છે કેમકે એ જ સાચો પ્રેમ છે.

સુરજના કુણા કિરણો બાગમાં રહેલ હરેક છોડને એમના દરેક પાનાને ચમકાવી રહ્યા હતા. પવન પણ જાણે એમની સાથે રમવું ગમતું હોય એમ બગીચામાં આમતેમ દોડાદોડી કરીને ઘડીક એ પાનાઓને આમ નામાવતો હતો તો ઘડીક તેમ નમાવતો હતો. પાન પોતે એ સુરજ અને પવનની સોબતમાં ખુશ હોય એમ ચેહરા પર અજબ ચમક સાથે પવન મુજબ તાલ મિલાવી નાચી રહ્યા હતા.

એ જ ગાર્ડનની એક બેઠક પાસે શ્લોક ઉભેલ હતો. એના હાથમાં નેહલે તેના માટે મોકલેલ પત્ર હતો. એ એમનો પ્રથમ પ્રેમ પત્ર હતો. પણ ઘણીવાર એક કાગળ એ બધું કહી જતો હોય છે જે એક ચહેરો નથી કહી શકતો… એક કાગળ એ બધું કહી જતો હોય છે જે બે આંખો ભેગી મળીને પણ નથી કહી શકતી… કે પછી કદાચ એ ચહેરા અને આંખોની ભાષા શ્લોક સમજી શકે તેમ નહોતો…આમ પણ એ ભાષા કોઈ કોઈને જ સમજાતી હોય છે.. જે હોય તે અહી કાગળ હતો માટે એ ચિંતા જેવું ન હતું.

શ્લોક એ પત્ર ઉકેલીને વાંચે એ પહેલા એના માનસ પર યાદો એક ચિત્રમાળાની જેમ છવાઈ ગઈ.

એ સ્ટુડન્ટસથી ઉભરાતા કોલેજ કેમ્પસમાં ઉભો હતો. એ દિવસ ખાસ હતો. માત્ર શ્લોક માટે જ નહિ કોલેજના દરેક યુવક યુવતી માટે એ દિવસ ખાસ હતો. પૂરી કોલેજ માટે એ દિવસ ખાસ હતો. ગરીબ બાળકો માટે નાણા એકઠા કરવા માટે કોલેજમાં એક ચેરીટી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એક વિદુષક પોતાના અવનવા પેતરા દ્વારા બધાને હસાવી રહ્યો હતો. શ્લોકને બાળપણથી હાસ્ય પસંદ હતું. એ ફિલ્મો પણ ખાસ કરીને કોમેડી જ દેખતો. નાનપણમાં કાર્ટુન પણ કોમેડી. મોટું-પતલુ અને ટીમોન એન્ડ પોમ્બા એના ફેવરીટ હતા. મિકી માઉસ નામે પ્રખ્યાત થયેલ મોર્ટીમર નામનો ઉંદરડો જાણે એનો ખાસ મિત્ર હોય એમ એ એને “મો” નામથી સંબોધતો.

બાળપણથી હાસ્યને પસંદ કરનાર શ્લોક જયારે એ વિદુષકના શો ને જોઈ રહ્યો હતો ત્યારે એને ખબર પણ ન હતી રહી કે એ બધાની વચ્ચે નાચી ઉઠ્યો હતો. એ એના બાળપણમાં કરતો એમ એકલો વાતો કરવા લાગ્યો હતો, “મો.. તારા જેવા જ નાટક આ વિદુષક પણ કરી શકે છે.”

બધા એની એ સીલી હરકત પર હસ્યા હતા. પણ એ બધાના હસવાની એના પર કોઈ અસર થઇ ન હતી કેમકે એની ખાસ મિત્ર નેહલ ત્યાં હતી. નેહલે બધા સામે શ્લોક પર હસવા બદલ ગુસ્સો ઠાલવ્યો અને એને લઈને કેમ્પસ છોડી ચાલી ગઈ હતી.

એ કોઈ એક કિસ્સો ન હતો જયારે શ્લોકે સીલી હરકત કરી હોય. કેમ્પસ હોય કે કેફેટેરીયા શ્લોકને યાદ જ ન રહેતું કે એ ક્યાં છે? એ બસ નાના બાળકની જેમ સીલી હરકત કરી બેસતો.

એવી જ એક સીલી હરકત શ્લોકે કરી હતી. એ પોતાનું અસાઇનમેન્ટ કેફેટેરીયાના ટેબલ પર બેસીને પૂરું કરી રહ્યો હતો. જે આવે એ તેના તરફ એક મજાક ભરી નજર નાખી આગળ વધી જતું હતું કેમકે કેફેટેરીયામાં ગોઠવેલ એ ટેબલ્સ નાસ્તા માટે હતા ત્યાં બેસી અસાઇમેન્ટ લખવા માટે નહિ. આમ પણ કેફેટેરીયા છોકરા છોકરીઓને પ્રપોઝ કરવા માટે બન્યા છે અથવા તો લવર્સ માટે છે એવી નબળી વાસ્તવિકતા ભારતમાં છે. ભારતમાં વિદેશ જેવું વાતાવરણ ઉભું કરી નાખ્યું છે પણ એવી ખુલ્લી માનસિકતા સ્વીકારી શક્યા નથી…!!

“શ્લોક, તું અહી બેસી કેમ લખી રહ્યો છે?” નેહલે તેની પાસે જઇ કહ્યું હતું.

“કેમ અહી બેસી ન લખાય?” એણે પણ સામો સવાલ ધરી દીધેલ.

“લખાય પણ તને ખબર નથી કે બધા તારી મજાક ઉડાવવાનું બહાનું શોધતા જ હોય છે. અને તું સામે ચાલીને એમને મોકો કેમ આપી રહ્યો છે?” નેહલે ચિંતા સાથે કહ્યું.

“તને, ખબર છે વોલ્ટ ડીઝની પોતાના કાર્ટુન રેસ્ટોરંટમાં બેસીને બનાવતો.. એણે મિકી માઉસનું ફેમસ પેઈન્ટીગ પણ એક રેસ્ટોરામાં બનાવ્યું હતું. એ જ રેસ્ટોરાં જ્યાંથી એ પોતાના મોર્ટીમર માટે ખાવાનું લઇ જતો.” શ્લોકે કહ્યું.

નેહલ સમજી ગઈ કે શ્લોકને કેમે કરીને સમજાવી શકાશે નહિ અને જરૂર એની મજાક ફરી બનશે. એનું ન થાય એ માટે નેહલે જાતે રહીને એના અસાઇનમેન્ટ કાગળ પર કોફી ઢોળી નાખી હતી અને પછી બીજા દિવસે બધા અસાઇનમેન્ટ પોતે ઘરથી શ્લોક માટે લખી લાવી હતી.

કોલેજમાં તેઓ હમેશા સાથે રહેતા. તેમની મિત્રતા ગજબની હતી. નેહલે શ્લોક સાથે ત્રણ શરતો મુકેલી હતી.

શરત # 1 શ્લોકે કાઈ પ્રશ્ન પૂછ્યા વિના એની વાત માનવી.

એ શરત શ્લોકે સ્વીકારી હતી પણ ક્યારેય એનું પાલન ન કરતો. એ દરેક બાબતમાં નેહલને સવાલ કરતો જ. જોકે એની એમની દોસ્તી પર કોઈ જ અસર થઇ ન હતી.

શરત # 2 શ્લોકે ક્યારેય પોતાની મજાક બને એવી સીલી હરકત ન કરવી.

શ્લોક એ શરતનું પાલન કરવાનું હમેશા વિચારતો પણ એને ખયાલ જ ન રહેતો કે એ ક્યારે સીલી હરકતો કરી બેસતો…!! એનું મન હજુ પણ એક બાળક જેટલું નિર્દોષ હતું અને દુનિયાદારીને એ ખાસ સમજતો નહિ એટલે એ શરતનું પાલન પણ એ ન કરી શકતો પણ એનાથીએ એમની દોસ્તીમાં કોઈ ફરક ન આવતો કેમકે એ જેન્યુઇન ફ્રેન્ડશીપ હતી.

શરત # ૩ શ્લોકે અને નેહલે હમેશા સાથે જ રહેવું.

શ્લોક એ શરત પાળવામાં સફળ રહેતો કેમકે એને નેહલ સાથે રહેવું ગમતું. એ લાગણી શું હતી એ એને સમજાતું નહિ કેમકે એ સાચી દોસ્તી હતી.

આમ પ્રથમ બે શરતનું ક્યારેય પાલન ન થતું અને ત્રીજી શરત ક્યારેય તૂટતી નહિ.

નેહલથી છુટા પડી ઘરે ગયા બાદ પણ શ્લોક એના વિશે જ વિચારતો… બસ એના મનમાં હમેશા બે ચીજો રહેતી મિકી માઉસ જેવા કોમેડી કેરેક્ટરસ અને નેહલ જેવી ગંભીર મિત્ર. આમ શ્લોકનું જીવન એક રીતે કોન્ટ્રોવર્સી ખડું કરતુ…!!

નેહલનું પણ કઈક એવું જ હતું. એના મનમાં કોઈ કાર્ટુન કેરેક્ટર તો હતા નહિ બસ એના મનમાં હમેશા પોતાનો ખાસ ફ્રેન્ડ શ્લોક રહેતો જેને લોકો કાર્ટુન કેરેક્ટર સમજતા હતા. બસ એ હમેશા વિચારતી રહેતી કે એ પણ બીજા બધાની જેમ જેન્ટલમેન બની જાય… એ હમેશા રાત્રે સુતા પહેલા ભગવાનને પ્રાથના કરતી, “ડીયર ગોડ, પ્લીઝ શ્લોકને બધા જ બ્લેસિંગ આપી દો જેથી એ બધા જેવો હોશિયાર બની શકે.”

એ એના માટે પ્રાર્થના કરતી. દરેક રાત્રે સુતા પહેલા અને દરેક સવારે જગ્યા પછી.. એના મનમાં કદાચ શ્લોક ન હોય એવી કોઈ પળ હતી જ નહિ. સવારે ઉઠી જયારે એના ચહેરા પરનું સ્મિત એ આયનામાં જોતી ત્યારે એને પોતાને પણ સમજાઈ જતું કે એ ઉઠતાની સાથે જ શ્લોક વિશે વિચારવા લાગી છે અને એ સ્મિત એનું જ પરિણામ છે.

એ આયનામાં જોઈ પોતાની અને શ્લોકની સાથે હોવાની કલ્પના કરતી. એ બંને એકબીજાને ચાહવા લાગે તો એક સાથે કેવા લાગે…??  કાર્ટુન કેરેક્ટર અને ગંભીર છોકરી કેવી જોડી હતી? એ પોતાની કલ્પના પર મનમાં જ હસતી. ખુશ થતી. પણ શ્લોક એટલો સમજદાર હતો જ ક્યાં કે એ દોસ્તીમાં છુપાઈને રહેલ પ્રેમને ઓળખી શકે અને એ માટે જ આજે નેહલે તેને કોલેજ પાછળના ગાર્ડનમાં બોલાવી પોતે આવી ન હતી.

શ્લોક કોલેજ જવાને બદલે સીધો જ ગાર્ડન ગયો હતો. એમના વચ્ચે શરત હતી કે બંને એ કોઈ પણ જગ્યાએ સાથે જ જવું પણ એને સમજાયું નહિ કે નેહલ કેમ ન આવી?

તે બગીચામાં એ સ્થળે પહોચ્યો જ્યાં તે અને નેહલ ઘણીવાર સમય ગાળવા માટે બેસતા. ત્યાં પણ નેહલની કોઈ નિશાની ન હતી. તે ત્યાં પણ ન હતી?

જરાક ન સમજાય તેવું હતું.

શ્લોકે ચારે તરફ નજર દોડાવી. એકાએક એના ધ્યાનમાં આવ્યું કે તેઓ રોજ આવતા ત્યારે હોય એના કરતા એ સ્થળ જરાક બદલાયેલું લાગી રહ્યું હતું. કોઈએ આસપાસના ફૂલોને તોડી લીધા હતા અને જ્યાં તેઓ બેસતા એ બેઠક પરની છત્રીને એ ફૂલોથી સજાવેલ હતી.

એ બેઠક તરફ ગયો.

બેઠક પર ફૂલો પાથરેલ હતા અને તેના પર એક પત્ર હતો. નેહલે તેના માટે લખેલ પ્રથમ પ્રેમ પત્ર…!!

શ્લોક એ પત્ર વાંચવા લાગ્યો.

   મને સમજાઈ નથી રહ્યું કે હું તને કઈ રીતે કહું? કદાચ તું સમજી શકીશ કે નહિ એ પણ મને ખયાલ નથી. પણ તું જ કહે છે ને કે હું બોલવા કરતા લખવામાં હોશિયાર છું એટલે તને લખીને જ કહી રહી છું.

   તું જયારે મારી સાથે હોય ત્યારે મને એ જ ખુશી એ જ લાગણી થાય છે જે લાગણી જે ખુશી તું તારા ફેવરીટ મિકીમાઉસને જોતો હોય ત્યારે અનુભવે છે.

   તને ખબર છે મારા દિવસનો સૌથી બેસ્ટ પાર્ટ કયો છે?

   એ પાર્ટ છે તું જયારે મારી સાથે હોય છે હું જયારે તારી સાથે હોઉં છું. જયારે સવારે કોલેજમાં હું તારો ચહેરો જોઉં છું. જયારે તું મારી સામે કોઈ સીલી હરકત કરે છે અને હું હસું છું. જયારે હું તને જુઠ્ઠો અને મીઠો ઠપકો આપું છું કે તું સીલી હરકત ન કર. જયારે હું તને આપણી દોસ્તી વખતે મેં તને સીલી હરકત ન કરવાની શરત મૂકી હતી એ યાદ આપવું છું. એ મારા દિવસનો બેસ્ટ પાર્ટ હોય છે.

   આજે હું કબુલ કરું છું કે મને હમેશા તારા મિકી માઉસની ઈર્ષા થાય છે કેમકે ચોવીસ કલાક તું એની જ વાતો કર્યા કરે છે. તું એના જ વખાણ કર્યા કરે છે. હું હમેશા ઇચ્છતી આવી છું કે તું મને પણ તારા મિકી માઉસ જેમ આખો દિવસ યાદ કરે.. તું મારી પણ આખો દિવસ તારા મિકી માઉસ જેમ વાત કરે. હું ઈચ્છું છું કે હું તારા મિકી માઉસ કરતા પણ તારી વધુ નજીક રહું.

   જયારે હું તને એકલો વાત કરતા કે સીલી હરકત કરતા જોઉં છુ ત્યારે મને તારી એ બધી ચીજ પર અન્યની જેમ મજાક નહિ પણ પ્રેમ ઉદભવે છે. આઈ રીયલી લવ યોર અન એપોલોઝેટીક સીલીનેસ. તને ખબર નથી તું જયારે પોતાની સાથે એકલો વાત કરી રહ્યો હોય છે મને એ જોવાનું કેટલું ગમે છે. 

   કદાચ એનું કારણ એ છે કે કોઈ બીજું તને એટલો નથી જાણતુ જેટલો હું જાણું છું અને કોઈ બીજું મને એટલી નથી જાણતું જેટલી તું જાણે છે. મને હંમેશાથી લાગ્યા કરે છે કે આપણી સીલી ફ્રેન્ડશીપ દોસ્તી કરતા કઈક વધુ છે પણ હમેશા કોઈ અજાણ્યા ભયથી હું તને એ કહી નથી શકી. પહેલા મને એમ હતું કે તું આપમેળે સમજી જઈશ પણ..?? 

   તું જે છે એ માટે હું તને ચાહું છું અને મને એનાથી કોઈ મતલબ નથી કે અન્ય લોકો તને કઈ રીતે જુવે છે કે શું સમજે છે. મને તારી સાથે જીવનભર સીલી બનીને જીવવું ગમશે, શું તને ગમશે..?

   જયારે તું તારી આંખો બંધ કરી આઈસ્ક્રીમ ખાય છે અને આઈસ્ક્રીમથી ખરડાયેલ તારા હોઠ આછા સ્મિતમાં મલકી રહ્યા હોય છે હું હેલ્પલેસ બની જાઉં છું. ભલે બધા કહે છે કે તને દુનિયાદારીની સમજ નથી પણ મને ત્યારે લાગે છે કે તારાથી વધુ સમજદાર કોઈ નથી કેમકે તું જીવનની નાની નાની ચીજોમાંથી આનંદ મેળવવાનું જાણે છે અને દરેક આનંદની પળને ખુશીપૂર્વક કઈ રીતે મનાવવી એ હું તારી પાસેથી જ શીખી છું.

   હું જીવનમાં દરેક નાની નાની ખુશીઓને એ દરેક નાના નાના પળને તારી સાથે ખુશીપૂર્વક વિતાવવા માંગું છું, શું તું..???

   હું જે લખી શકું એ અક્ષર તું જ છે… હું જે વિચારું શકું એ ખયાલ તું જ છે… હું જે માંગી શકું એ મન્નત તું જ છે… હું જે ચાહી શકું એ જન્નત તું જ છે… બસ જાણવું છે હું જે પામી શકું એ મહોબત તું છે..???

શ્લોકે બેઠક પરથી લઈને બે ફૂલ કાગળમાં મુક્યા અને ઘડીવાળીને પત્ર ખિસ્સામાં મુક્યો અને પોતાની આદત મુજબ એકલો જ વાત કરવા લાગ્યો…

“હા, નેહલ હું પણ એ દરેક પળ ખુશીથી વિતાવી શકું છું કેમકે એ દરેક પળે તું મારી સાથે હોય છે. અને તારે મિકી માઉસની ઈર્ષા કરવાની કોઈ જરૂર નથી કેમકે જેમ હું તારી સાથે મિકી માઉસની વાત કરું છું એમ મિકી માઉસ સાથે હમેશા તારી વાતો કરું છું… મિકી માઉસ આગળ હમેશા તારા વખાણ કરું છું.. તું અને મિકી માઉસ આ બે જ તો છો મારા જીવનમાં એક મને હસાવે છે અને બીજાને મને હસતું જોવું ગમે છે.”

“ખરેખર..?” નેહલે બેઠક પાછળ રહેલ મેદીની વાડ પાછળ છુપાયેલ હતી ત્યાંથી બહાર આવતા કહ્યું.

“હાસ્તો, કાઈ તારા વખાણ તારી આગળ તો ન જ કરાય ને..?” શ્લોકે કહ્યું.

નેહલ શ્લોકને ભેટી પડી અને બંને ઘર તરફ જવા લાગ્યા. શ્લોકે એના ફોર હેડ ઉપર કિસ ન કરી કેમ કે એ નોર્મલ વ્યક્તિ જેવો ન હતો કદાચ એટલે જ નેહલને એનાથી પ્રેમ થયો હશે કેમ કે એ જાણતી હતી કે શ્લોક મને એના મિકી માઉસ જેમ ટ્રુ લવ કરશે…!!

કોઈએ સાચું જ કહ્યું છે કે ટ્રુ લવ સ્ટોરી નેવર હેઝ એન્ડીંગ.

વિકી ત્રિવેદી ‘ધ અર્બન રાઈટર’

2 Replies to “ટ્રુ લવ !”

Comment here