gujarati-varta-safal-nishfal

સફળ – નિષ્ફળ

લતાબેન અડધોએક કલાક થી કમ્પ્યુટર પર કૈક મથી રહ્યા હતા. કોણ જાણે કઈ ફાઈલ શોધી રહ્યા હતા. આ કમ્પ્યુટર હોયજ છે એવું જાણે નવી પેઢીના છોકરાઓ માટેજ બનાવ્યું હોય. એમાં ગુજરાતીનો ખાસ ઉપયોગ થાયજ નહિ એટલે અંગ્રેજી ન આવડતું હોય તો કામ કરવામાં ખુબ તકલીફ પડે.

લતાબેન મહેનત કરીને ગુજરાતી ટાઈપ કરતાતો શીખી ગયા હતા પણ ક્યારેક ક્યારેક ટાઈપ કરેલી ફાઈલ કયા સેવ થઇ છે એ સમજી ન સકતા. ક્યારેક ક્યારેક તો આખો લેખ લખીને તૈયાર કરી નાખ્યો હોય ને પછી ફાઈલ ઉડી જતી, બિચારા પચાસ ઉપરની ઉમરના હતા ને જીવનભર ગુજરાતી સાથે કામ કરેલું એટલે એ કન્ટ્રોલ એસ અને રૂટ ડાયરેક્ટ જેવ શબ્દોને બરાબર સમજી ના સકતા.

લતાબેન લેખલ હતા, એક બદનસીબ લેખક જે સમાજની ખરાબ બાજુઓને ચીતરતા લેખ લખી સમજમાં કૈક સુધારો આવે એ ઈચ્છતા હતા. એમનો દીકરો નીરવ આઠ વરસ નો હતો ત્યારે પતિ મનસુખ તો ગુજરી ગયા હતા ત્યારથીજ ઘર ચલાવવાની જવાબદારીએ એમના માથે આવી પડી હતી. કુદરતે એક હુનર આપેલું હતું સાચું સરળ ને સીધું લખી શકવાનું, પણ નસીબે એય કામમાં ન આવવા દીધુ, મનસુખના ગયા પછી છેલા અઢાર વરસથી એમણે નાના મોટા લેખ લખીને પોતાનું ગુજરાન ચલાવ્યું હતું ને એકના એક દીકરા નીરવને ભણાવ્યો હતો. પણ એ ક્યારેય એક લેખક તરીકે નામના મેળવી ન હતા શક્યા. કેમકે પ્રકાશકોને સત્યની નહિ લોકોને પસંદ આવે એવા લખાણની જરૂર હતી.અને લતાબેનને એવા જુઠા રાજકીય લેખો લખવાનું ગમતું નહિ.

તેઓ પોતાના લેખો અલગ અલગ પ્રકાશકોને મોક્તાને ક્યાંક કોઈ લેખ પસંદ થાય તો પૈસા મળી જતા. પણ જો લેખ પસંદ ન થાય તોય મોટા ભાગના પ્રકાશકોને તંત્રીઓ એ લેખની મૂળ કોપી પાછી ન મોકલાવતા. અને કોઈક મોકલાવે તોયે એ પોસ્ટ ના કુરિયરમાં પાછી આવે ત્યારે એવી ચૂંથાઈ ગઈ હોયકે કોઈ બીજા તંત્રીને મોકલવામાં કામ નજ લાગે. એમને એ લીખ ફરી નવા કાગળ પર ઉતારી મોકલવો પડે. ખુબ મહેનત થતી.

પણ છેલા બે વરસથી દીકરો નિરવ નોકરીએ લાગી ગયો હતો એટલે એક કામ્પ્યુટર લાવી આપ્યું હતું લતાબેનને. હવે, એમ જોવા જઈએ તો ખાસ કઈ લતાબેન માટે તો ન હતું લાવ્યું. નીરવ નોકરીએ જાય ત્યારે કોમલ કંટાળી ન જાય એ માટે લાવ્યું હતું.  જે હોય તે પણ ઘર માં કોમ્પ્યુટર આવ્યા પછી લતાબેનને એકનો એક લેખ વારવાર લખવાની મહેનત ન કરવી પડતી,. એ લિખની પ્રિન્ટ લઇ એની ફોટો કોપી કઢાવી લેતા ને અલગ અલગ તંત્રીઓને મોકલી આપતા.

એ દિવસે પણ સવાર નો સમય હતો અને લતાબેન કોઈક તંત્રીને પોતે બે દિવસ પહેલા લખેલ લેખ કોમ્પ્યુટર માં શોધી રહ્યા હતા. ‘આઝાદી પછીયે બાળ લગનમાં ઘટાડો નથી થયો’ વિષય પરનો એક સમાજમાં સુધરો લાવી શકે અને સમાજનું  સાચું પ્રતિબિંબ સમાજ ને બતાવી શકે એવો લેખ એમણે લખ્યો હતો, એ લેખ મોકલવા લતાબેન ખુબ ઉત્સાહિત હતા.

એમતો નીરવ અંગ્રેજી ભણેલો એટલે એને કામ્પ્યુટરમાં બધી ખબર પડતી પણ લતાબેનને વારવાર દીકરાનો સમય બગડવાનું ન ગમતું ને સાચું કહો તો નીરવ જરાક ચીડતો પણ ખરો.

ગયા અઠવાડીયેજ લતા બેનને ભૂલમાં નંબર લોક દબાયેલું રહી ગયું ને પછી કેટલોયે સમય લેખમાંના મુદ્દાઓને નંબર આપવા મથ્યા પણ એકેય ન્યુમેરિક આંકડો લખાય જ નહીને. આખરે હારીને નીરવને બુમ મારી હતી. નિરવે આવીને જોયું નંબર લોક કરેલું હતું એણે એ કી અનપ્રેસ કરીને લખી આપ્યું પણ પછી સંભળાવતો ગયો કે મમ્મી હવે કઈ સમજ ના પડતી હોય તો રેવાદેને, સમાજ સુધારવાનો ઠેકો કઈ તે એકલીએ નથી રાખેલો. લતાબેનને પોતાનો જ દીકરો સમાજ પ્રત્યે બેદરકારી રાખનાર હતો એનું ખુબજ દુખ થયું હતું.

લતાબેનનો સ્વભાવજ એવો હતો બને એટલું કામ જાતેજ કરવાનું, કોઈની મદદ લેવી નહિ એટલેજ તો પતિના ગુજરી ગયા પછી સાસરે કે પિયર કોઈનાયે આગળ હાથ ફેલાયા વગર એકલા હાથે દીકરાને ઉછેર્યો હતો.કોઈનીયે રાતી પીએ માથે ન હતી કરી. પોતાની ફાઈલો ણ મળે તે લતાબેન ઘણીવાર તો આખો લેખ ફરી લેતા. બીચારા જરાક જુનવાણી એટલે પીડીએફ અને ડોક્સ ફાઈલોનું કઈ જાજુ જ્ઞાન ન હતું. ઘણીવાર તો લેખ ફરી લખી સેવ કરે ત્યારે ખબર પડે કે જુનો લેખે ઇન્ટેકક્ષ/ માય ડોકયુમેન્ટ/ ડોટ ડોક્સ માં પડ્યોજ હતો. પણ પછી શું જે બમણી મેહનત કરવાની હોય એતો કરીજ લીધી હોય.

એ દિવસે લાતાબેન ફરીથી લેખ લખી નાખત પણ લેખ તાત્કાલિક એક વુમન મેગેજીનના તંત્રીને મોકલવાનો હતો, એમને મહિલા દિવસ ની કોપીમાં એ લેખ છાપવા તૈયારી દર્શાવી હતી, અને લતાબેન ઈચ્છતા હતાકે એવા કોઈ ખાસ દિવસે એ લેખ છપાય તો ઘણા લોકો વાંચે ને સમાજ માં કઈ બદલાવ આવે. એટલે એમને લેખ ફરીથી લખવાને બદલે નીરવની બુમ મારી, “બેટા નીરવ, જરાક એક આ ફાઈલ નથી મળતી.”

નીરવ ઓફિસે જવા માટે તૈયાર થઇ રહ્યો હતો, એની પત્ની કોમલ રસોડામાં ચા બનાવી રહી હતી.

“શું છે મમ્મી? આતો હવે તારું કાયમ નું થઇ ગયું છે? નિરવે મોજા પહેરતા કહ્યું.

“બેટા આ એક ફાઈલ નથી મળતી, જરાક જોઈ આપને.” લતાબેનના આવજમાં જરાક ઢીલાસ આવી ગઈ,  દુઃખમાં મહામહેનતે ઉછેરેલ દીકરો એ રીતે વાત કરે તો કઈ માના અવાજ માં ઢીલાસ આવે જ, આ તો લતાબેન હતા, મજબુત મનોબળવાળા બાકી બીજી કોઈ માં હોય તો એની આંખમાં પાણીએ આવી જાય.

“આ રહી તારી ફાઈલ., તને ખબર નથી પડતી મમ્મી મને મોડું થતું હોય છે.” નિરવે અડધી મીનીટમાં ફાઈલ શોધી નાખી.

“પણ ક્યાં વાર થઈજ છે તને ફાઈલ શોધતા?” લતા બેન એજ ઢીલા અવાજે બોલ્યા.

“એ બધુ જવાદે મમ્મી હવે જો તારાથી ના પહોચી વળાતું હોય તો છોડી દે લખવાનું, મને તારી જેમ સમાજ સેવામાં કોઈજ રસ નથી.”  નિરવે જરાક ચિડાઈને કહ્યું.

“તમારી ચા તૈયાર છે.” અંદરથી કોમલનો આવજ આવ્યો એટલે નીરવ રસોડા તરફ ચાલ્યો ગયો.લતાબેન એ લેખ  વાંચવા માંડ્યા, પ્રિન્ટ કાઢતા પહેલા એકવાર વાંચી લેવું સારું. રખેને કોઈ ભૂલ રહી જાય?

લતા બેને લેખ વાંચવાનું ચાલુ તો કર્યું પણ એમનું ધ્યાન કોમલ અને નીરવ વચ્ચે થતી વાતચીત તરફ ખેચયે જતું હતું. નીરવ ચા પીવાને બદલે મમ્મીના લીધે રોજ પ્રોબ્લેમ થાય છે, ક્યારેક મોડું થઇ જાય તો કયારેક મૂડ ઓફ થઇ જાય એવું કહી રહ્યો હતો. અને હશે હવે એ ઘરડા દિમાગ માં ભરાયેલ ભૂસા ન નીકળે એમ કહી કોમલ એને સમજાવી રહી હતી.

લતાબેનને એ દિવસો યાદ આવી ગયા જયારે એમના પાસે દીકરાને  શાળા અને ટ્યુશન ના શિક્ષકો ગણિત શીખવાડવામાં નિષ્ફળ રહ્યા હતા. નીરવ ગણિતમાં કાચો હતો એટલે લતાબેન  એકનો એક દાખલો નીરવને ચારચાર વાર ગણીને બતાવતાને સમજાવતા અને આજે એજ દીકરા પાસે મા માટે અડધી મિનીટ ન હતી. બસ મમ્મીએ અડધી મિનીટ બગડી એના પર ચર્ચા કરવા પંદર મિનીટ નો સમય હતો.

કોમલ આવીને કાઈજ બોલ્યા વિના લતાબેનના ટેબલ પર ચાનો કપ મૂકી ગઈ, નીરવ પોતાની કાળી લેધર બેગ લઇ ઓફીસ જવા માટે નીકળી ગયો. લતા બેને ચા નો કપ હાથમાં લીધો એક ઊંડો નિશ્વાસ નાખી ફરી એ લેખ વાંચવા લાગ્યા. એમના મનમાં એકજ વાત ચકરીઓ લઇ રહી હતી સમાજ સુધારક લતાબેન તમે ઘરમાં સંસ્કારો આપવામાં ક્યાક થાપ ખાઈ ગયા.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’ (ડીસા)

Comment here