gujarati-ghazal

નફરત ભર્યું સ્મિત…  

૧. નફરત ભર્યું સ્મિત… 

 

મને એ લોકો પર દયા આવે છે

મને હસતો જોઈ જે ચેહરા ઉદાસી લાવે છે

મારા અતીતમાં એ જશે

જરૂર દુઃખોથી એમને મુહોબત થશે

મને એ લોકો ખુબ, સાચેજ ખુબ સતાવે છે.

સોક્રેટીસ ના સુત્રો ટાંકી મને સમજાવે છે.

તેમના અતીતમાં જઈ જરા વિચારે

ભાછી મને મરજી આવે એમ ચીતરે

મને એ લોકો ખુબ શરમાવે છે

વાતોમાં  વૈષ્ણવ ના ભાવ જતાવે છે

આમજ મને ના ધમકાવે

જરા ઘરમાં નજર ફરકાવે

નારાયણ ને એ લોકો મંદ મંદ મલકાવે છે

સામે મળતા નફરત ભર્યું સ્મિત છલકાવે છે,

 

૨. મને કેમ આમ સતાવે છે?

 

આંસુ આવ છે એની યાદ માં

કે આંસુઓમાં એની યાદ આવે છે?,

કોઈ તો આવીને ,મને સમજાવે,

આ સવાલ મને કેમ આમ સતાવે છે.

મારું દિલ નિકટતા તરસતું,

કે આ એકલતા મને ભરમાવે છે?

કોઈ તો આવીને ,મને સમજાવે,

આ સવાલ મને કેમ આમ સતાવે છે.

દુખો મને આખો દિવસ કણસાવે,

કે કોઈ તો આવીને ,મને સમજાવે,

આ સવાલ મને કેમ આમ સતાવે છે.

કણસુ એટલે દુખો મને હંફાવે છે

આ સવાલ તને સતાવે ‘નારાયણ’

કે એ બહાને તું એને મળવા બોલાવે છે.

નારાયણ ત્રિવેદી

One Reply to “નફરત ભર્યું સ્મિત…  ”

Comment here