1. પ્રણય દર્દ
પ્રણય દર્દ ને દુવાઓથી દોસ્તો
અમારી બહુ જૂની ઓળખાણ છે.
રોજ આવી શીખવે લોકો, ‘કેમ જીવવું?’
કેટલાને કહું મને બધી જાણ છે?
‘જરાક હસતા રહેવું’ બધા દુખીને કહે,
એ કેમ સમજાવે એને સ્મિતનીયે તાણ છે?
હું ક્યાં કહું છું તમે નાના છો, લ્યો બસ
તમારો દરિયો ને અમારું વહાણ છે.
શુ ભૂલ ચાંદની? ગુરુર છે એને
લાગે હજુ એમના રૂપથી અજાણ છે!
નથી જીવવું એના વગર નક્કી કરી લઉ
પણ મોત ક્યાં આજે મારૂ મહેમાન છે?
નથી કહેતો તમે યાદ નથી કરતા
બસ ભૂલી ગયા છો એ જ ઇલજામ છે.
કોઈ પાગલ કહે છે! કોઈ શાયર કહે છે!
કેટલાને કહું મારુ ઉપેક્ષિત નામ છે?
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
2. આપણાથી
હમણાં જ રાગ દર્દનો ગાઈને આવ્યો છું,
હવે ખુશીનું ગીત આપણાથી નઈ ગવાય.
કરે છે બેફવાઓ પાછળ કુરબાન જિંદગી,
લોકો જેવું આંધળું આપણાથી નઈ થવાય.
કાલે સવારે તો ભેગા ફરતા હતા આપણે,
હવે ઓળખતો નથી, આપણાથી નઈ કે’વાય.
છો ખબર નથી તમને, પ્રેમ શુ ચીજ છે?
જાણ્યા પછી બેખબર આપણાથી નઈ રે’વાય.
મળશે પ્રેમ સાચો એ દિવસે ખપી જઈશું,
બાકી ખોટા વાયદા આપણાથી નઈ દેવાય.
તમે વેવારથી ચાલનારા વેપાર જ કરવાના!
બાકી એક સ્મિત પણ આપણાથી નઈ વેચાય.
રહી જશુ એકલા જીવનભર આમજ, પણ
એને મળ્યા પછી દૂર આપણાથી નઈ રે’વાય.
ભલે ગુરુર હોય એને એના રૂપનો,
ચાંદને ચડિયાતો આપણાથી નઈ કે’વાય.
બનાવશો ઉપેક્ષિત કાયમને માટેચાલશે
આ રોજ ઠુકરાવો, આપણાથી નહીં સે’વાય.
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’
please put your ghazal on your fb page…. i am your regular reader sir.
its request.