ghazal-account-of-my-life

જિંદગીનું સરવૈયું

નથી અમસ્તોજ આમ મથી રહ્યો હું,

કાગળ પર વેદનાનું વમળ ઉતારી રહ્યો છું.

હિસાબો તો હજારો બાકી રહી ગયા,

તોયે જિંદગીનું સરવૈયું બનાવી રહ્યો છું.

મોહબતની મૂડી તો ક્યારેય ગુમાવી દીધી,

ને હવે મૂડીમાં મારી જાતને બતાવી રહ્યો છું.

નહી નીકળે દેવાળું હજુ મને લાગે છે દોસ્તો,

કેમકે તમને જમા બાજુમાં બતાવી રહ્યો છું.

આજ સુધી ઘણી ખોટ ખાધી છે હિસાબમાં,

દુશ્મનોને પહેલા ચૂકવીશ, સ્વીકારી રહ્યો છું.

એમ તો હિસાબમાં શું ખોયું એ લખ્યું,

એક ભાગ ગયો, પણ  સામે શું? વિચારી રહ્યો છું.

અફસોસ નથી, મૂડી કઈ આમજ નથી તૂટી,

મૂડી સામે મહોબતને આજ  ઉતારી રહ્યો છું

ખાલી દર્દના લેખાં ક્યાં સુધી કરવાના?.

સામે થોડીક રાહતને પણ બતાવી રહ્યો છું.

હતા જે હ્રદય પાસે એ બધા તો ગયા,

દોસ્તોને દુનિયાના દુ:ખો સામે વળાવી રહ્યો છું

ખાલી આપવાજ બેસીશ તો હિસાબ ગડબડશે,

વધ્યા જખ્મો, એની બાકી આગળ ખસાવી રહ્યો છું

ભૂલી ન જવાય એકપણ પાછા આપવાના,

એમના ઘાવ ઉપેક્ષિત ફરી ટપકાવી રહ્યો છું.

One Reply to “જિંદગીનું સરવૈયું”

  1. ભૂલી ના જવાય એક પણ પાછા આપવાના
    એમના ઘાવ ફરી થી ટપકાવી રહ્યો છું…👌

Comment here