Day One
પ્રથમ દિવસ
- Habit of English Speaking is the Key to Learn English: અંગ્રેજી બોલવાનો મહાવરો એ જ અંગ્રેજી બોલતા શીખવાની ચાવી છે
- Giving yourself a habit of speaking English with real pronunciation will increase your vocabulary and make to able to speak English fluently: જો તમે અંગ્રેજીના સાચા ઉચ્ચારણની આદત કેળવશો તો તમને અંગ્રેજી શીખવામાં અને સારી રીતે બોલવામાં ઘણો સમય નહિ લાગે
- Lets learn some sentences used in day to day life so that you can use English words in your chit chat: ચાલો આજે આપણે રોજીંદા જીવનમાં વપરાતા કેટલાક અંગ્રેજીના એવા વાક્યોનો મહાવરો કરીએ કે જેની મદદથી તમે કોઈ પણ ગ્રામર શીખ્યા વગર રોજીંદી વાતચીતમાં અંગ્રેજીનો ઉપયોગ કરી શકો
- Common English sentences: રોજીંદા જીવનમાં વપરાતા અંગ્રેજી શબ્દો
- Come in please
(મહેરબાની કરીને) અંદર આવો
- Please have a seat
બેસોને
- lets go for a walk
ચાલો થોડું ફરી આવીએ.
- I would like to invite you
હું તમને આમંત્રણ આપું છું
- Thanks for your invitation
તમે અમાત્રણ આપ્યું એ બદલ તમારો આભાર
- Could you join us in a picnic?
શું તમે અમારી સાથે પર્યટનમાં જોડાશો? (Could નો ઉપયોગ)
- I’ll be glad to do so
ખુશીથી
- Let’s go by a train
ચાલો ટ્રેનમાં જઈએ
- Will you like to come with me to market?
શું તમે મારી સાથે બજાર આવશો?
- Will you spend a little time with us?
શું તમે અમારી સાથે થોડોક સમય વીતાવશો?
- Please do come
ચોક્કસ આવજો (ભાર આપવા કે આગ્રહ કરવા માટે Do નો ઉપયોગ કરવો)
- Button up your shirt
તારા શર્ટના બટન બંધ કર (તમારું બાળક શિસ્તબદ્ધ ન હોય ત્યારે)
- Put off the shoes
જૂતા ઉતારી નાખ
- Will you join me in the dance?
શું તમે મારી સાથે ડાન્સમાં જોડાશો?
- Why not?
કેમ નહિ?
- Would you like to play cards?
તમને તાશની બાજી રમવાનું ગમશે?
- No, I don’t like to play
ના મને (રમવું) નઈ ગમે
- Hello! How are you?
કેમ છે/છો?
- Very well thank you, and you?
- મસ્ત, આભાર તું/તમે કેમ છે/છો?
- I have to go now, see you again
મારે હવે જવું પડશે, ફરી મળીશું
- Must you go now?
તારે જવું જ પડશે?
- It is necessary
જરૂરી છે
- Ok see you again
વારુ, ફરી મળીશું
- How to Say Thanks (આભાર વ્યકત કરવા)
- Thanks a lot.
ખુબ ખુબ આભાર
- Thanks for your advice.
તમારી સલાહ બદલ આભાર
- Thanks for your time
તમે સમય આપ્યો એ બદલ આભાર
- I’m very grateful to you.
હું તમારો આભારી છું
- Thank you so much for the gift
ભેટ બદલ તમારો ખુબ ખુબ આભાર
- You are very kind
તમે દયાળુ છો
- How to say no કોઈને ના કહેવાની સરળ રીત
- sorry I won’t be able to come
માફ કરશો, હું આવી શકીશ નહિ
- I don’t want to come.
મારે નથી આવવું
- I am sorry to refuse
મારી ના બદલ માફ કરજો
- request someone (કોઈને વિનંતી કરવી)
- Please wait
મહેરબાની કરીને રાહ દેખો
- Please come back
મહેરબાની કરીને પાછા આવો
- Please come here
મહેરબાની કરીને અહી આવો
- Please reply
મહેરબાની કરીને પ્રત્યુતર આપો
- Please wake him up
મહેરબાની કરીને એને જગાડો
- Please let me sleep, I am tired
મહેરબાની કરીને મને આરામ કરવા દે, મને બહુ થાક લાગ્યો છે
(આજે આ રોજીંદા જીવનમાં વપરાતા વાક્યોનો અભ્યાસ કરો અને તમારી રીતે જ આવા બીજા વાક્યોનો મહાવરો કરો. બીજા દિવસે આપણે વાતચીત (સંવાદ) શીખીશું તેમજ તમને અંગ્રેજીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે અચૂક પૂછી શકો છો .)