આવડી ગયું

હા મને જૂઠ ચલાવતા આવડી ગયુ
હા મને લોકો છેતરતા આવડી ગયું
મારુ જૂઠ ચાલે છે જટ જટ જટ
હવે લોકો ઠગાય છે પટ પટ પટ
બધા સામેથી આવે હવે દટ દટ દટ
મારુ જૂઠ કરે સોર ખટ ખટ ખટ
ભલે તું સાચ બોલે જા સટ સટ સટ
તારી વાત ઉડી જશે ફટ ફટ ફટ
તારું સત્ય ભારે ખમ ભટ ભટ ભટ
તેથી વાગે નહિ કદી ઢમ ઢમ ઢમ
મારુ જૂઠ પોલું છે પટ પટ પટ
તેથી વાગે એ તો અહીં ધબ ધબ ધબ
લોકો ની આંખ છે અંધ અંધ અંધ
મારા જૂઠની આવે નહિ ગંધ ગંધ ગંધ
સારા ને ઉપેક્ષિત બનાવતા આવડી ગયું
સાચા ને ખોટા બનાવતા આવડી ગયું
હા મને સિક્કા કમાવતા આવડી ગયું
હા મને લાગ બનાવતા આવડી ગયું
મારુ નામ ચાલે છે હવે ચટ ચટ ચટ
લોકો સલામ મારે હવે સટ સટ સટ
હા મને લોકો રમાડતા આવડી ગયું
હા મને જૂઠ ચલાવતા આવડી ગયું
મારુ જૂઠ ચાલે છે જટ જટ જટ
હવે લોકો ઠગાય છે પટ પટ પટ

© વિકી ત્રિવેદી ‘ ઉપેક્ષિત ‘

Comment here