દાસી બનીને આવશે, કરશે ઘણીયે સરભરા,
પણ છેતરી જાશે પછી, ઇચ્છા બધી છે મંથરા!
કોણે કહ્યું કે આંસુ થીજી ના શકે?જોવા છે ને?
જો ધ્યાનથી, વાદળના લોચનમાંથી વર્ષે છે કરા!
હું એટલે ક્યારેય પણ ફૂલો નથી સ્વીકારતો,
કે ફૂલ આપ્યા એ જ હાથે અમને માર્યા છે છરા!
તાજુબ છે કે સો જૂઠને પણ સૌ પચાવી જાય છે!
આશ્ચર્ય કે બે સત્ય પણ સૌને પડે છે આકરા!
ચાલ્યા ગયા સૌ, વાત પણ કોને કહું મારી હવે?
મારે વધ્યા છે આંસુ ને અફસોસ બસ બે આશરા!
ચાહી શકે છે તું મને પણ હું મળી તો નહિ શકું,
બંને છીએ તદ્દન જુદા : આકાશ હું ને તું ધરા!
ત્રીજે દિવસ વ્હેલી સવારે આ સલાહો આપજો,
પહેલા ઉપેક્ષિત જેમ બે દી આપ જીવો તો ખરા!
– ઉપેક્ષિત
વાહ..!!ખુબ સુંદર ગઝલ..!! જોરદાર સાહેબ 😊
nice
Superb Vicky bhai
વાહ👌👌👌