હું ગુજરાત છું…..

હું ગુજરાત છું…..

હું ગુજરાત છું…..

એક બદલાવ છુ, હું ગુજરાત છુ
સોનેરી પ્રભાત છુ, હું ક્યાં રાત છુ?
જ્યાં નહેરો હશે, ને હશે એમાં પાણી
બદલાશે નજારા, ને બદલાશે વાણી!
સૂકા ખેતરોમાં ભીનાશ આવશે
રણમાં પણ ત્યારે લીલાશ આવશે!
હર ખેતમાંથી એક સુવાસ આવશે
હર ખેડૂતના જીવનમાં ઉજાસ આવશે!
સરકારની એ હવે જવાબદારી આવશે
યુવાનો માટે હવે ખરી રોજગારી આવશે!
કસમ છે આ પવિત્ર માટીની, ન સમજો ધૂળ છુ
સચ્ચાઈની લડતમાં, વિપલવનું મૂળ છુ!
મેં આપ્યા છે હીરા, પટેલને ગાંધી
ને હવે ફરી આવશે દેશપ્રેમની આંધી!
દુનિયા મારા નામથી હવે પરિચિત થશે
ઉપેક્ષિત બધા હવે અપેક્ષિત થશે!
એક બદલાવ છું, હું ગુજરાત છુ
સોનેરી પ્રભાત છુ, હું ક્યાં રાત છુ?

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “હું ગુજરાત છું…..”

Comment here