હાઇકુ
ડોલી નીકળી
એની ત્યાંથી અહીં
મારી નનામી
મને ચેતવ્યો
જ્યારે કાઈ નતું
તમારા વર્તને
તમારી દુવા
હોય મુજને પછી
ભય નહોય
તારી ચાંદની
હોય, તો ઘડપણ
નાસી જ જાય
મારા વિચાર
સર્જાય છે ત્યાં એની
આંખમાં સદા
હું જ લૂંટાયો
ને તોય ઉપેક્ષિત
હું જ સદાય
લાચારી અમે
ઠુકરાવી છે હવે
લો આજથીજ
હું લખું પણ
સમજાય તમોથી
તોજ સફળ
નસીબ આપે
ઉપેક્ષા જ, ને માંગે
તું પ્રેમ અહીં
ગરમી લાગે
ને નિર્થક આ પંખો
ફર્યા કરે છે
પ્રેમની છાયા
તમે આપી અમને
પાનખરમાં
ચૂપ રહ્યો હું
મારી કલમ રડાવે
તો હું શું કરું ?
વિચાર્યું અમે
સમય વીત્યા પછી
તમે પહેલા
લે ભરીલે ને
તારું અંતર આજ
હું રડું તો છુ
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’