હવે…..નથી

હવે…..નથી

હવે…..નથી

સઘળું સહયું છે મેં ને એમજ સહી લઈશ
તમને અમસ્તી જ ફરિયાદ કરવાની નથી…..!
તમે લાયક છો જેને, એ ભાવ હ્ર્દયમાં ભરીશ
હવે આ નયનથી મ્હોબબત ઝરવાની નથી….!
થવાનું બધું થઈ ગયું, ને એ કદાચ ભૂલીયે જઈશ
પણ હાથ આપ્યે આ કસતી હવે તરવાની નથી….!
જીવું છું ત્યાં સુધી અથાક પરિશ્રમ ભલે કરી લઈશ
પણ ઉપેક્ષિત આ કિસ્મત હવે ફરવાની નથી….!
એકાંત રહ્યો છે સદા, હજુ ઘણી સંગત કરી લઈશ
પણ અંગત એ જગા હવે ભરવાની નથી…..!
રડ્યો ઘણું , અચૂક સ્મિત કરતા શીખી લઈશ
પણ અંતરની એ નિરાશા મરવાની નથી…..!
જો તમે સ્વર્ગમાં આવો તો હું નર્ક સ્વીકારી લઈશ
તમારા માટેની નફરત ત્યાં પણ ઠરવાની નથી…. !

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here