હવે કોઈ ઉમ્મીદ નથી

હવે કોઈ ઉમ્મીદ નથી

હવે કોઈ ઉમ્મીદ નથી

કેવી અસર થઇ છે તારી દુનિયાને
જીવે બધા જ, જીવનની કોઈ રીત નથી
કેવી કસર મળી છે સ્નેહનેય અહીં
કોઈ ચાહે કોઈને, હૃદયમાં સાચી પ્રીત નથી
કેવી ખબર થઈ છે જુઠ્ઠા જન દરેકને
કે સાચ પાંગળુ, બુરાઈને કોઈ અહિત નથી
કેવી કદર થઈ છે કાગળ સિક્કાની
ગરીબની તો ક્યાંય મળતી જીત નથી
શા હાલ કર્યા છે માનવે માનવના અરે !
નિર્દોષ ડરે, ગુનાખોર કોઈ ભયભીત નથી
ના આ અશ્રુ નથી મારા હે ઈશ્વર
લોહી છે ઉપેક્ષિતનું, હવે કોઈ ઉમ્મીદ નથી
કેવી કબર થઈ છે સત્યની દેખ જરા
ચર્ચા થાય માત્ર, સચ્ચાઈનું કોઈ ગીત નથી

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here