હવે કશો જ ફેર નથી
ઉઝરડા થયા છે ઊંડાણ સુધી, હવે
જખમ હોય કે મલમ કશો જ ફેર નથી
દુઃખો અમે પી લીધા છે હસીને, હવે
જળ હોય કે જામ કશો જ ફેર નથી
નયન મારા વર્ષો વરસતા રહ્યા, હવે
ભીંજાઉ કે સુકાઉ કશો જ ફેર નથી
અંધારી રાત મેં એકલા વિતાવી, હવે
કોઈ સાથ હોય ન હોય કશો જ ફેર નથી
ઉગતી કળીને કોઈ ઉખાડી ફેંકે, હવે
ફૂલોને વસંત હોય કે પાનખર કશો જ ફેર નથી
નથી આદત મને જાઝુ બોલવાની, હવે
તમે સમજો કે ન સમજો કશો જ ફેર નથી
સહેવાનું સઘળું મેં સહન કરી લીધું, હવે
અપેક્ષિત થાઉં કે ઉપેક્ષિત કશો જ ફેર નથી
© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’