હતો નાદાન હું

હતો નાદાન હું

હતો નાદાન હું

છેક જ હતો નાદાન હું
મને એ બધા જ સારા લાગ્યા
ને જરાક સમજણ આવી
તો બધા ચહેરા બદલવા લાગ્યા
પ્રથમ ચાલ્યો ઘોર અંધકારમાં
તો મારી રાહમાં ખાડા આવ્યા
અજવાળા તરફ ચાલ્યો પછી
તો મારી આંખે અંધારા આવ્યા
હું બોલતો મીઠું હસી
તો એ દી અમે પ્યારા લાગ્યા
ને જરાક સચ્ચાઈ ભળી શબ્દોમાં
ને અમે બધાને ખારા લાગ્યા
ઉલટી દુનિયા છે દોસ્તો, આ
રડતા ને ગળે કોઈ ન લાગ્યા
ને જરાક હસી લીધું અમસ્તું જ
તો ઘણા ચહેરા ઉતારવા લાગ્યા
સઘળું ગુમાવ્યું છે મેં આમ તો
ત્યારે કોઈ હાથ ન માથે આવ્યા
ને જરાક નામ મેળવ્યું એય ઉપેક્ષિત
તોય બધા તારા આડા આવ્યા

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here