સેડ એન્ડિંગ

સેડ એન્ડિંગ

વિશ્વાસ હોસ્પિટલ માં છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. વંદના તેનો હાથ પોતાના હાથમાં પકડી ને ભીની આંખે બેઠી હતી. કશ્યપ પન તેની પાસે બેઠો હતો. વિશ્વાસ ના સચ્ચા અને પાક્કા મિત્રો આઇ. સી.યુ. ની બહાર ચિંતિત મને ઉભા હતા. વિશ્વાસ મગજ નો ફાટેલો છોકરો હતો છે કોઈની મજલ એના મિત્રોનું કોઈ વાંક વગર નામ પણ લઇ શકે…..!
વિશ્વાસ અને વંદના કોલેજ સમય થી સાથે હતા. વિશ્વાસ વંદનાને ચાહતો હતો. અરે આસક્ત હતો. પણ તે વંદનાને ક્યારેય કહી નહોતો શક્યો. તેઓ સાથે ફિલ્મ જોતા સાથે કોલેજ જતા ઘણી વાર તો બંને એકબીજા ને જમી પણ લેતાં. તેઓ જ્યારે કોલેજ ના ત્રીજા વર્ષ માં આવ્યા ત્યારે કશ્યપે એમની ડી.એન.પી. આર્ટસ કોલેજ માં એડમિશન લીધું. કશ્યપ રેલવે ઓફિસર નો દીકરો હતો એટલે એને શાળા કોલેજો બદલવી પડતી હતી. કશ્યપ ભણવામાં સ્માર્ટ હતો એટલે નવી કોલેજ માં પણ એને ઘણા મિત્રો બની ગયા. વિશ્વાસ વાતે વાતે ગુસ્સો કરતો એને રોજ બધા થી ઝગડા થતા એટલે એને એના પાક્કા 4-5 મિત્રો સિવાય કોઈ મિત્ર હતા નહીં.
કશ્યપે ટૂંક સમય માં કોલેજ માં નામના મેળવી લીધી હતી. ધીરે ધીરે વંદના સાથે પણ એને મિત્ર તા થઈ હતી. કશ્યપ સાથે દોસ્તી થયા પછી વંદના વિશ્વાસ સાથે ઓછો સમય ગાળતી એ જોઈને વિશ્વાસ ને મનોમન દુઃખ થતું ક્યાંક થોડી ઈર્ષ્યા પણ થઈ આવતી. પછી વંદના અને કશ્યપ ફિલ્મો જોવા જતા અને ધીરે ધીરે તે બંને નજીક આવવા લાગ્યા. વિશ્વાસ થી એ બધું સહન ન થયું એટલે એને વંદનાને રાજ કેન્ટીન માં મળવા બોલાવી.
વિશ્વાસ ની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને ભાવ એકસાથે દેખાતા હતા. વંદના આવી ત્યારે વંદના ને જરા પણ કલ્પના ન હતી કે વિશ્વાસ આજે કૈક અલજ વાત કહ3વાનો છે.
‘હેય વિસુ. આમ અચાનક કેમ બોલાવી? ફિલ્મ જોવા જેવુ છે.?”
“ના. વંદના મારે તારી સાથે વાત કરવી છે.” વિશ્વાસ ગંભીર હતો.
“વોટ. શુ વાત છે તું આટલો ઉદાસ કેમ છે.?”
“હું તને ચાહું છું વંદના. તને ક્યારેય કહી ન શક્યો એ અલગ વાત છે.”
“શુ?” વંદના ડઘાઈ ગઈ હતી. “પણ પણ હું કશ્યપ ને ચાહું છું એને મને પ્રપોઝ પણ કરી દીધો છે.”
“અને તે શું કહ્યું?”
” ઓફ કોર્સ હું પણ એને ચાહું છું મેં પણ એને પોઝિટિવ જવાબ આપ્યો છે. અને હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનું છું વિશ્વાસ. તું મને ચાહતો હશે એ મને કલ્પના પણ ન હતી.”
“તો એને ભૂલી જા હવે વંદના.”
“એ હવે શક્ય નથી. બાય.” કહી વંદના ચાલી ગઈ.
દિવસો વીતતા ગયા. ધીરે ધીરે વંદના ને ભય લાગવા લાવ્યો ક્યાંક વિશ્વાસ મારા કશ્યપ ને કૈક કરી દેશે તો? એ ભય માં એ જીવતી હતી એને કઇ ગમતું ન હતું. એને ખબર હતી કે વિશ્વાસ નો ગુસ્સો એનું ભાન ભુલાવી દે છે એ કઈ પણ કરી દે છે. એક વાર વંદના ની છેડતી કરનાર ને તેને હોસ્પિટલ પહોંચાડી દીધો હતો.
વંદના મનોમન જુરતી હતી. તે કશ્યપ ને ઓછી મળતી. કોલેજ આવવાનું પણ બંધ કરી દીધું હતું એણે. વિશ્વાસ એ બધી વાત થી અજાણ ન હતો.
એક દિવસ વંદના ઘરે બેઠી હતી. તે કશ્યપ અને વિશ્વાસ રૂપી સુડી ની વચ્ચે હતી. તે એમના વિશે જ વિચારતી હતી ત્યારે અચાનક વિશ્વાસના મિત્રોનો ફોન આવ્યો અને કહ્યું વિશ્વાસે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. તું જલ્દી હોસ્પિટલ આવી જા. વંદના સાવ ભાંગી પડી હતી તેને ખાતરી થઈ ગઈ કે વિશ્વાસે એના લીધે જ આત્મહત્યા કરી હશે. તે ધ્રુજતા પગે હોસ્પિટલ ગઈ.
વિશ્વાસ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. કસ્યપ પણ ત્યાં જ હતો. વિશ્વાસ ના મમ્મી પપ્પા પણ ત્યાં જ હતા. વિશ્વાસ જીવે એવું લાગતું ન હતો એ ઘડી બે ઘડીનો જ મહેમાન હતો.એ ગભરાઈ ગઈ હતી હું વિશ્વાસ ના મમ્મી પપ્પાને શુ જવાબ આપીશ.
“તને અમે દીકરીની જેમ રાખી હતી એટલે તે મારા દીકરાનો જીવ લીધો ને.”
“ના ના એને ખબર નતી કે મારો દીકરો એની સાથે ફર્યા કરે છે એના વગર રહી નથી શકતો તો એ એને ચાહતો જ હશે ને.”
કાસ્યપે એના ખભે હાથ મુક્યો વંદના ઝબકી ગઈ એ મનોમન વિશ્વાસ ના મમ્મી પપ્પા શુ કહેશે એની કલ્પના કરવા લાગી હતી. પણ ખરેખર તો વિશ્વાસે કોઈ ને કઇ કહ્યું જ ન હતું. આખરી શ્વાસ લેતા વિશ્વાસે વંદનાને એક વાર મળવાની ઈચ્છા હતી એટલે એને બોલાવી હતી.
વંદના વિશ્વાસ નો હાથ પકડીને બેઠી હતી. અચાનક વિશ્વાસ ની છાતી ફુલવા લાગી તેને ખિસ્સા માંથી એક ચિઠ્ઠી નીકળીને કોઈ દેખે નહીં એ રીતે વંદના ને આપી એ ચિઠ્ઠી આપવા જ કદાચ એને વંદનાને બોલાવી હતી. તેના શ્વાસ ધમણ ની જેમ ફુલવા લાગ્યા. આંખો પહોળી થવા લાગી. વંદના એનો હાથ પકડીને આંસુ ભરી આંખે એને જોતી રહી. ડોકટરો દોડતા આવ્યા ઈન્જેકશન લગાવ્યા પણ કોમ્પ્યુટર સ્ક્રીન માં ચાલતી લાઈનો દોડવા લાગી અને ધીરે ધીરે એ લાઈનો તૂટક રેખાઓમાં ફેરવાઈ ગઈ…..
બધા વિશ્વાસની લાસને જોતા રહ્યા. વિશ્વાસની માં એ હૃદય વલોવાઈ જાય એવું રુદન વલોપાત કર્યું. તેના મિત્રો પણ રડવા લાગ્યા. કસ્યપ ગમગીન ચહેરે ઉભો હતો. વિશ્વાસના પિતા અર્જુન ભાઈએ વંદનાને ત્યાં થી ઉભી કરી બહાર મૂકી આવ્યા.
બે ત્રણ દિવસો પછી પણ વંદના એક શબ્દ પણ બોલી શકી ન હતી. અચાનક તેને પેલી ચિઠ્ઠી યાદ આવી. તેણે ચિઠ્ઠી ખોલી વાંચીવાંચી…..
“વંદુ તને હું ખૂબ ચાહતો હતો પણ ક્યારેય કહ્યું ન હતું. મને એમ કે તું એકદિવસ જાતેજ મને મારા પ્રેમ ને સમજીસ પણ અફસોસ કે તું સમજી નઇ. તું ન મળી એટલે હું આત્મહત્યા કરું એવો કાયર નથી. પણ તારા ચહેરા અને વર્તન માં એક ભય છે જે મારા સિવાય કોઈ પરખી શક્યું નહીં. મને સમજાઈ ગયું છે કે તને ભય છે કે હું કસ્યપ ને કૈક કરી દઈશ એટલે તારા ચહેરા ની એ નિખાલસ હસી ક્યાંય ખોવાઈ ગઈ છે તારું શુખ લૂંટાઈ ગયું છે. તું જીવે છે પણ તું વંદના નથી. ના એ હસ્તી મસ્તી કરતી વંદના નથી. એ બધું તારા જીવન માં પાછું લાવવા હોવે એક જ રસ્તો છે. ગુડ બાય. તારી લાઈફ માટે તને બેસ્ટ ઓફ લક.
વિશ્વાસ વર્મા….. ”
વંદના ક્યાંય સુધી એ ચિઠ્ઠીમાં જોતી રહી. વિશ્વાસ ના એ થોડાક શબ્દો માં જાણે તેમણે સાથે જીવેલું બધું સીનેમાની પટ્ટી ની જેમ એ સફેદ ચીઠ્ઠી માં રંગીન ચિત્રની જેમ તેને દેખાતું હતું. જવાની નો કોલેજ નો એક એક દિવસ તેની આંખો સામે દેખાયો અને અંતે વિશ્વાસ હોસ્પિટલ માં હતો એ દિવસ એ દ્રસ્ય દેખાયું અને પછી વંદનાની આંખો માં આવેલ પાણી ને લીધે દ્રશ્ય ધૂંધળું થઈ ગયું…… હા વિશ્વાસના જીવન ની જેમ જ એ દ્રસ્ય પણ ધૂંધળું થઈ ગયું…..

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

One Reply to “સેડ એન્ડિંગ”

Comment here