સિક્કા નહોતા ખિસ્સામા

સિક્કા નહોતા ખિસ્સામા મેં ચાલ્યા કર્યું
ને હવે પૈસા વગર પણ હું ચાલ્યા કરું છુ
ખુશીઓ હતી ચાર એના પર મહાલ્યા કર્યું
ને હવે એ ચાર વગર પણ હું ચાલ્યા કરું છું
કોઈ નહોતું મારી પાસે મેં ચાલ્યા કર્યું
ને હવે પારકી ભીડમાં હું ચાલ્યા કરું છુ
મને હજારો જખમ મળ્યા મેં રડ્યા કર્યું
ને હવે ‘આદિલ’ ને હું મનાયા કરું છુ
ભૂલી ગયો છું સઘળા ભૂતકાળને આમતો
તોય એનું એજ ગીત હજુ હું ગાયા કરું છું
બધું જ નાખી દીધું પાણીમાં એ દિવસે
તોય હજુ એ ચિત્રો હું દિલથી મિટાયા કરું છુ
જગતની આન્ટી ઘૂંટીઓને ઓગાળી દીધી
પણ મારા જ ગૂંચમાં હવે હું ફસાયા કરું છું
કહું લોકોને નઠારી છે આશાઓ તો
ને દિલના ખૂણે દિપક હું જલાવ્યા કરું છું
સપનું હતુ એ સવારે મારી પાસે એક જ
ને હવે હજારો બીજા હું સજાયા કરું છું
સમજાવી નથી શકતો ખુદને જ અહીં
ખેર લોકોને તો ‘બેફામ’ હસાયા કરું છું
હવે કોઈ પાગલ કહે કે કવિ શુ ફરક પડે
આમ શબ્દોથી જ ઇશને હું સતાયા કરું છું
ને તોય એના દિલ ને ઠેસ ન લાગે એ ખાતર
મંદિરમાં જઈને શીશ હું જુકાયા કરું છું
બસ આદત છે ઉપેક્ષિતને ચૂપ રહેવાની
ન સમજશો કે હું ગભરાયા કરું છું
શુ આપશે ચીમકી ઝહેરની જગત મને
હું એના જ પ્યાલા રોજ ઉઠાયા કરું છુ
બધાય શરાબ પી ને સાયરી લખે છે
ગંગા જળમાં કલમ હું ડૂબાયા કરું છું
ગીતો અને ગઝલોમાં લોકો જીવન વિતાવે છે
કલમને સહારે જીવન હું ગુજાર્યા કરું છું
ઘણા પૂછે છે મને મારા ભુતકાળ વિશે
ઘણા સમજે છે હું કઈક છુપાયા કરું છું
નથી યાદ કઈ મને એવું કહીને પણ
આખી કહાની લોકોને હું સંભળાયા કરું છું
કોણ કહે મને ગતાગમ નથી દુનિયાની
દર્દને ગઝલ બનાવી હું વેચ્યા કરું છું
ઉપેક્ષિત બન્યો બધી નજર માં મેં સહ્યા કર્યું
ને હવે ઉપેક્ષિત બનીને લોકોમાં ચાલ્યા કરું છુ

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here