રોજ શુ કહ્યા કરો છો દોસ્તો

રોજ શુ કહ્યા કરો છો દોસ્તો

રોજ શુ કહ્યા કરો છો દોસ્તો
ચહેરો રડતો તારો સારો નથી

સપના અહીં બધા દેખે છે
કાઈ વાંક ખાલી અમારો નથી

હું જે કરું છું એજ કરવું રહ્યું
બીજો હવે કોઈ આરો નથી

નાવ એવા દરિયે મેં હંકારી છે
જેનો કોઈ કિનારો નથી

જવાદેને આ સ્મિતના પ્રયત્નો
આ જન્મે તારો વારો નથી

કોઈ શુ કરે તને ઉપેક્ષિત
ખુદ ખુદાનેય તું પ્યારો નથી

– વિકી ‘ઉપેક્ષિત’

Comment here