મતલબ – એ- મ્હોબબત

મતલબ – એ- મ્હોબબત

મતલબ – એ- મ્હોબબત

મતલબ – એ- મ્હોબબત જાણવા એ
હર ઘર, હર ગળી, હર દિલમાં ગયા
ને અમે એક પળમાં સમજી આવ્યા
લો બતાવી જ દઉં અમે એક મહેફિલમાં ગયા…..!
ચાર દિવસ મળે છે જીવનમાં
ને એ ચારેય એક પળમાં ગયા
મ્હોબબત છે એક એવું વમળ
એમા ગયા એ જાણે જળમાં ગયા…..!
નથી મ્હોબબત કોઈ મેદાન – એ – જંગ
નહિતર અમે ક્યાં સરહદ નથી ગયાં…..?
અહીં દોસ્તો જ મારે છે ખંજર પીઠમાં
દુશ્મનો હજુ નથી એ હદ સુધી ગયા…..!
છે આ માર્ગ જ થાપ આપનારો
અહીં ક્યાં કોઈ છે મંજીલમાં ગયા…..?
ભલે ને કર્યો મને એમણે ઉપેક્ષિત
એથી જ તો અમે લાખો દિલમાં ગયાં…..!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here