બાવળને

બાવળને

બાવળને

એક કાંટાળા બાવળને
એની બદસુરતી ઉપર
રડતો જોઈ
કાલે એને સમજાવવા
એ કાંટાળા વનમાં ગયો ઉપેક્ષિત
ઘણી દલીલો કરી મેં
એને સત્ય સમજાવવા
એણે કહ્યુ
મને ભરમાવે છે ખોટો તું
કેમ, શુ તું સુંદરતા નથી ચાહતો…..?
આખરી દલીલ મારી
મેં આજમાવી જોઈ
ને મેં કહ્યું
ફૂલની સુંદરતા ચાહનારા જ
એને તોડી જાય છે…..!
ને અંતે એ બાવળ હસ્યો
સમજી ગયો એ સાધારણ સત્ય
સુંદરતા બધાને અહીં
આજ નહિ તો કાલે છોડી જાય છે…..!

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here