નસીબનો ચક્રવ્યૂહ

નસીબનો ચક્રવ્યૂહ

રીમાં આખરે તેના ઘર ના દરવાજે આવી પહોંચી. તેના ચહેરા ઉપર પહેલી વાર સ્મિત ખુશી જેવા ભાવ દેખાતા હતા. એવુ જ ઘર એવોજ દરવાજો એવોજ તુલસીનો ક્યારો પણ કાશ થોડિક વહેલી આવી હોત…..! તુલસીની પૂજા કરતી માં નો વહાલના દરિયા જેવો ચહેરો જોવા ન મલોત? કઇ નઇ હમણાં અંદર જઈને માં ને મળવાનું જ છે ને…..!
તેની નજર આગણ માં પડી ખાલી ખુરશી પર ગઈ અને એ 10 વર્ષ ભૂતકાળ માં શરી ગઇ.
” રીમાં બેટા છાપું અને મારા ચશ્માં લાવતો…..”
” એ આવી પપ્પા…..” કહેતી રીમા ઘરમાંથી ભાગતી બહાર આવી. પિતાજી ના ચરણ સ્પર્શ કર્યા મસ્તકે હાથ લગાવ્યો. કેટલી આજ્ઞાંકિત દીકરી હતી…..! અશોકભાઈ આખા મહોલ્લામાં તેના વખાણ કરતા. અરે બાજુ વાળી શોભના આન્ટી ને તો ઈર્ષા થતી. તે થાય જ ને એનો મનીયો કેટલો અલ્લડ જિદ્દી હતો.
“કહું છું સાંભળો છો?” રિમાની મમ્મી રમિલાબેને બહાર આવતા કહ્યું.
“હા ભાગ્યવાન બોલો.” અશોકભાઈએ જરાક હસીને કહ્યું.
“આ આપણી રીમાંડીને ક્યાંક નજર લાગી જશે તમેં બધાને એના વખાણ મત સંભળાવો કહું છું.”
“ચોમાસામાં મોરને કહેવાય કે ભાઈ તું મત બોલ?”
“આ તમે કહેવત મત બોલો ઘડી ઘડી” રમીલા બેને છણકો કર્યો.
“નજર વળી શુ લાગે…..! એક બાપ દીકરીના વખાણ કર્યા વગર રહી શકે? અને એમાં પણ આવી દિકરી મને મળી હવે એ છેજ એવી કે એના ગુણ બધાને દેખાઈ જ આવે. હવે તુજ વિચાર હું એના વખાણ ન કરું બધું મારા હૃદય માં રાખું તો દિલ ફાટી ન જાય…..!”
રીમાં રૂમ માં સંતાઈને બધું સાંભળતી હતી. તેની આંખો ભરાઈ આવી.
“કોનું કામ છે બેટા?” પડોશીએ રિમાને એમ સ્તબ્ધ જોઈને પૂછ્યું.
“આ ઘર…..” રીમાં આંખો લૂછતાં બોલી પણ આગળ બોલી ન શકી.
“અશોકભાઈનું છે. બિચારા અશોકભાઈ…..” નિશાશો નાખી એ પાડોશી તો ચાલ્યા ગયા.
રીમાં 13 વર્ષ ની હતી ત્યારે ખોવાઈ ગઈ હતી અને આજે એ 23 વર્ષ ની થઈ ગઈ હતી.
રિમાને જલ્દી ઘરમાં જઈને માં ને વળગી પડવું હતું પણ પપ્પાના ચરણ સપર્શિને રડવું હતું. તેણે પગ ઉપાડ્યો “ના રીમાં 10 વર્ષ તે જેમની શોધ કરી એ બધાએ તારા વગર શુ અનુભવ્યું કેટલા દુઃખી થયા એ તારે જાણવું જોઈએ ને! તને જોયા પછીતો માં અને પપ્પા બધુ જ દુઃખ ભુંલી જશે.” રિમાએ મનોમન વિચાર્યું પહેલા પેલા અંકલ જોડે બધી વાત જાણી લઉં પછી જઈશ. તે પડોશ ના ઘરમાં ગઈ.
“મજામાં અંકલ.?” હસવાનો પ્રયાસ કરીને એ બોલી.
“હા તમે કોણ?”
“હું સુજાતા છું. હું phd કરું છું અને મેં લાગણી વિષય પસંદ કર્યો છે. મારે તમારી મદદ જોઈએ છે અંકલ પ્લીઝ.” આજીજી કરતો ચહેરો બનાવીને રિમાએ કહ્યું.
“આવ બેટા અંદર બેસ. તારો વિષય જ એવો છે કે મારાથી ના નહીં જ પડાય.”
“આભાર અને તમારું નામ?”
“મારુ નામ રસિકલાલ.”
” તમારા પાડોશી અશોક ભાઈ વિશે મેં સાંભળ્યું છે કે એમની એકની એક દીકરી ખોવાઈ ગઈ હતી. તમે મને એમના વિશે વિગત આપશો.?”
“અશોક ભાઈ.” ફરી એક વાર એ વૃધ્ધ ના મુખે થી નિશાશો નીકળ્યો. “અશોક ભાઈ બિચારા રાજકોટ માં રહેતા હતા ત્યારે એમની 13 વર્ષ ની દીકરી ખોવાઈ ગઈ હતી. નામ કૈક…..”
“રીમા. રીમા નામ છે એનું.” રિમા બોલી ગઈ અને જાણે કાંઈક વધારે બોલી ગઈ હોય એમ સુધારી લીધું “રીમા નામ હતું એનું.”
“હા રીમા યાદ આવ્યું હવે. એ ખોવાઈ ગઈ પછી એમને 6 મહિના બઉ જ શોધ કરી પણ ક્યાંય મળી જ નહીં. પછી એમને દીકરી વગરનું એ ઘર ખાવા લાગ્યું. પતિ પત્ની બિચારા અડધા થઈ ગયા. એ ઘર માં એમની દીકરી ની યાદો એમને પળે પળે એક નવું મોત આપતી એટલે એમના પાડોશીઓ એ એમને ઘર છોડી દેવાની સલાહ આપી પણ એ લોકો માન્યા જ નહીં.
‘અમારી દીકરી અહીં જીવે છે અમે એને અહીં ફરતી રમતી હસ્તી દેખી શકીએ છીએ અમારે ક્યાંય જવું નથી’ એમ કહીને એ બધા સગા ની વાત ટાળી દેતા.” એટલું બોલતા તો રસિકલાલ ગળું સુકાઈ ગયું એટલે પાણી પીવા લાગ્યા.
રીમાં ના આંખમાં ઝળહળીયા સ્પષ્ટ દેખાતા હતા.
” પછી અશોકભાઈ જ એમની પત્નીની હાલત જોઈને અહીં વડોદરા માં આ મકાન માં લાવ્યા. છતાં તેઓ દુઃખી ના દુઃખી જ રહેતા હતા. એટલે અંતે અશોકભાઈએ એમને અનાથ આશ્રમ માંથી એક છોકરો ગોદ લઇ લેવાનું કહ્યું. પણ તેઓ એમાં પણ રાજી ન થયા. બધાએ સમજાવ્યા. તમારી દીકરી નું જે થયું એ થયું પણ તમે એક અનાથને દીકરો બનાવી આશ્રય આપશો તો તમારી દીકરી જ્યાં હશે ત્યાં એ સુખી થશે. એટલે રમીલા બેન તૈયાર થયા અને એમને અનાથ આશ્રમ માંથી એક 9 વર્ષ ના બાળક ને ગોદ લીધું એનું નામ લકી હતું. ખરેખર પણ લકી હતો એને અશોક ભાઈ અને રમીલા બેને ખૂબ પ્રેમ અને હૂંફ આપીને મોટો કર્યો. અને લકી પણ એમને સચ્ચા માબાપ જેમ જ રાખે છે ચાહે છે.”
” તમારો ખૂબ આભાર” એથી વધુ રીમાં કાઈ બોલી શકી નહીં. એ તરત ઘર બહાર નીકળી ગઈ. આકાશ માં કડકતી વીજળી એની છાતી ઉપર પડી હોય એમ એ અંદર થી બળવા લાગી. ‘હમણાં જ એને હું ઘર માંથી કાઢી દઈશ મારી મમ્મી મારા પપ્પા બસ મારજ છે હવે હું એને નહીં રહેવા દઉં મારા ઘરમાં.’ ઈર્ષા નો તણખો એની આંખમાં થયો. તે મક્કમ થઈને ઘર તરફ ચાલી દરવાજે આવતા જ એના પગ થોભી ગયા. એને જે દ્રસ્ય દેખાયું એ જોઈ એસ્તબ્ધ બની ગઈ. તેની મમ્મી ને એક વિસેક વર્ષનો યુવાન પ્રેમ થી ખવડાવતો હતો. રીમાં ને એની માં નો ચહેરો દેખાતો હતો પણ એ યુવક નો ચહેરો દેખાતો ન હતો.
“બસ બેટા હવે હું વધારે નઇ ખાઈ શકું. તને મારી કસમ બેટા જીદ મત કર.”
રમીલા બેન નો અવાજ રિમાને સંભળાયો. અરે મમ્મી તો ખુશ છે એને વિચાર આવ્યો.
અચાનક અશોકભાઈ ત્યાં આવ્યા તે યુવક ના માથે હાથ ફેરવી ને કહ્યું ” તું અમારો સાચો દીકરો જ છે.”
પપ્પા પણ ખુશ છે. એને ફરી વિચાર આવ્યો. તો બધા મને ભૂલી ગયા છે આખરે દીકરો મળે તો દીકરીને કોણ યાદ કરે? તેનું મગજ તેનું હૃદય વિચારો થી વેદનાથી ફાટવા લાગ્યું. તેને થયું હમણાં જ જઈને એ ઢોંગી ને ઘરમાંથી બહાર હડસેલી દઉ. મારા માં બાપ ને છીનવી લેનાર એ કોણ?
રિમાએ પગ ઉપડ્યા પણ ફરી અટકી ગઈ. પેલો યુવક ઉભો થયો એનો ચહેરો રિમાને દેખાયો.
“લકી તું……!” રીમાં ના મુખે થી આછા શબ્દો સર્યા હા ઉદગાર સાથે જ.
આ એજ લકી હતો.રિમાએ 3 વર્ષે ઘરે પાછી ફરી ત્યારે એમને રાજકોટ છોડી દીધું હતું અને એ ક્યાં ગયા એ પણ કોઈને ખબર ન હતી. એટલે રીમાં રાજકોટ માં જ અનાથ આશ્રમ માં રહીને ભણતી હતી અને માં બાપ ની શોધ કરતી હતી. રિમાને જ્યારે ખબર પડી કે મારા મમ્મી પપ્પા વડોદરા સિફટ થઈ ગયા છે ત્યારે તે રાતો રાત રાજકોટ થી વડોદરા ટ્રેન માં ઉપડી ગઈ હતી ટ્રેનમાં બદમાશો એ એની છેડતી કરી અને જતી કરવાની કોશિશ કરી ત્યારે લકીએ એને બચાવી હતીહવે રીમાં દ્વિધા માં પડી ગઈ હતી. મારો જીવ બચાવનાર પાસે થી હું ઘર માં બાપ બધું છીનવી લઉ? એને મને બહેન સમજીને જ બચાવી હતીને? ટ્રેન માં તો ઘણા લોકો હતા કોઈ એક શબ્દ પણ ક્યાં બોલ્યું હતું? શુ મારે મારા સ્વાર્થ ખાતર એવાં ભલા માણસનું બધું એક સાથે છીનવી લેવાય? તો શું હું એની સાથે ન રહી શકું? ના સગી દીકરી પાછી આવે તો અનાથ આશ્રમ માંથી લાવેલ દીકરો ફરી અનાથ બની જાય. મારા માં બાપ એને પહેલા જેવો પ્રેમ ન જ આપે? હું શું કરું? મારા માં બાપ તો કિસમતે મારી પાસે થી લીધા છે છતાં મને દસ વર્ષ કેટલું દુઃખ થયું છે? કઇ રાત ગઈ છે રડ્યા વગર? તો હું લકીના માં બાપ હવે છીનવી લઉ તો એને કેટલું દુઃખ થાય? દુનિયા મા માં પિતા અને બહેન જેવા શબ્દ પરથી વિશ્વાસ જ ઉઠી જાય ….. ના હું એવું નઇ કરું. મારા મમ્મી પપ્પા તો એમ પણ એમ જ સમજતા હશે કે એમની રીમા મરી ગઇ હશે…… તો શું કામ હું લકીનુ જીવન મારી જેમ બરબાદ કરી દઉં?…..
રીમાં દરવાજે થી પાછી ફરી ગઈ. રાજકોટ ની ટ્રેન પકડી. આખી સફર યાદો માં વિતાવી. રાજકોટ જઇ અનાથ આશ્રમ પહોંચી ત્યારે શ્રેયા, ઋતુલ, જેનિલ અને બીજા બધા બાળકો એને વળગી પડ્યા….. “દીદી દીદી તમેં ત્રણ દિવસ ક્યાં ગયા હતા? દેખો શ્રેયા એ તમારા વગર ન ખાવાની જીદ કરી હતી અમે માંડ સમજાવી બે દિવસ પણ આજે તો ન જ ખાધું…..”
રીમા એ શ્રેયા સામે ઠપકા ભરી નજરે જોયુ. એની આંખો માં આંશુ સાથે હોઠ પર થોડું સ્મિત પણ જળકતું હતું.

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here