નથી વાંક મારો
અમે તો દૂર રહેતા હતા પ્યારથી
વાકેફ હતા લોકોના વ્યવહારથી
પણ…..
એ ઋતુ હતી પ્રણય તણી
દિલ લેવા તણી દિલ દેવા તણી
જોયા’તા બાગ મેં ઘણા
જોયા’તા ફૂલો મેં ઘણા
પણ…..
અલગ હતી એની સુગંધ
અલગ હતો એનો રંગ
ઉતર્યા દિલમાં એ નયન દ્વારથી
કર્યું અમે સ્વાગત સપનોના હારથી
જોયું એમણે ઘડીભર પ્યારથી
પછી કર્યો ‘ઉપેક્ષિત’
ને ભળી ગયા સંસારથી…..
વિકી ‘ઉપેક્ષિત’