નક્ષત્ર naxatra

નક્ષત્ર ( પ્રકરણ 2 )

પ્રકરણ 2

 

મે નાગપુર સ્ટેશને ઉતર્યા ત્યારે પણ મારા મનમાં એ જ દિવસે જોયેલું સપનું રમતું હતું. હું મારા પ્રેમની શોધમાં નીકળી હતી પણ મારા મનમાં સેક્સ પિયરનું એક વાક્ય હથોડાની જેમ ઝીકાતું હતું – ધ કોર્સ ઓફ ટ્રુ લવ નેવર ડીડ રન સ્મૂથ. હું જાણતી હતી મારી આ પ્રેમની શોધ સહેલી નથી. સપના જેમ જ એ ડરાવણી અને ભેદી હશે પણ હું દરેક જોખમ લેવા તૈયાર હતી.

નાગપુર સ્ટેશન પર હજુ કઈ બદલાયું ન હતું. સ્ટેશનને ઘેરીને ગોઠવાયેલી જૂની પુરાણી દુકાનો, પાનના ગલ્લા, હું નાની હતી ત્યારે સાંભળવા મળતી એવી જ ફેરિયાઓની બુમો અને એના એ જ હમાલોની દોડધામ, બસ એ હમાંલોના શરીર થોડા વૃદ્ધ થયા હતા અને હું બાળકમાંથી યુવતી થઇ ગઈ હતી.

દક્ષિણ તરફના હોમ સિગ્નલથી થોડેક દુર ઉભા જૂના અને ખખડધજ ક્વાટર્સ હજુયે એમના એમ હતા. એ કવાટર્સમાં હું નાની હતી ત્યારે ઘણીવાર જતી ત્યાં મારી સાથે પ્રાયમરીમાં ભણતી ફ્રેન્ડ સુલેખા રહેતી. મને એ જગ્યા ખુબજ ગમતી. નાનકડું ક્વાટર્સ અને મેદીની વાડવાળું કમ્પાઉન્ડ, પતરાની રેલીગથી બનાવેલ ઝાપો, એ ઝાપો ખોલી અંદર દાખલ થઈએ ત્યાં થોડાક વિસ્તારમાં હરિયાળી લોન અને સુલેખાની મમ્મીએ ઉછેરેલા ફૂલછોડ, શાકભાજી અને તુલસીના કયારા, ત્યારબાદ ઓસરી અને એનાથી અંદર સ્ટેશન માસ્ટરનું ઘર.

હું એ તરફ એક પળ જોઈ રહી. એ બધુ જ ત્યાં હતું બસ હવે પેલી મેદીની વાડ, ફૂલો અને શાક્ભાજીઅને તુલસીના કયારા ત્યાં ન હતા. સુલેખાના પપ્પાની બદલી થયા પછી નવા સ્ટેશન માસ્ટર આવ્યા એ પણ મને યાદ હતું. એ માસ્ટરને રહેવા પાછળની તરફ નવી રૂમ ફાળવાઈ હતી અને ત્યાર પછીથી બધા સ્ટેશન માસ્ટરો એ રૂમમાં જ રહ્યા હશે.

કદાચ સુલેખાના પરિવાર પછી કોઈ એ કવાટરમાં રહ્યું નહી હોય એમ એને જોતા જ દેખાઈ આવતું હતું. મને એક પળ માટે થયું કે સુલેખા હજુ અહી જ રહેતી હોત તો હું મારા ઘરે જવાને બદલે સીધી એના ઘરે પહોચી જાઓત અને છેક સાંજ સુધી ગપ્પા મારોત.

મેં એ કવાટર તરફ છેલ્લી એક નજર કરી અને ભૂતકાળની યાદ સમા એ કવાટરને આંખમાં ભરી શકાય એટલું ભરી લઇ હું મમ્મી સાથે સ્ટેશન છોડી બહારની તરફ જવા લાગી. ગેટથી થોડેક દુર જ લોકોની ભીડ હતી. હું જાણતી હતી એ શેની ભીડ હતી. કોઈ મદારી સાપનો ખેલ બતાવી રહ્યો હશે કે પછી કોઈ સેલ્સમેન કોઈક નવી વસ્તુને ફૂટપાથ પર ચાદર પાથરી ઢગલો કરી એનું પ્રદર્શન કરી રહ્યો હશે. સસ્તી અને ઘર વપરાશમાં ઉપયોગી ચીજોને સરળતાથી વેચવાનો આ એક સરળ ઉપાય છે. રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશનની ભીડમાં સાંજ સુધીમાં ખરીદી કરવાની શોખીન બહેનો મળી રહે છે.

અમે દરવાજા પાસે પહોચ્યા. અનાયાસે જ હું એ ભીડ તરફ ખેચાઈ, મેં દુરથી જ અવાજ પરથી અનુમાન લગાવ્યું કે કોઈ મદારી કે જાદુગર તેના કીમિયા બતાવી રહ્યો હતો. મમ્મીને ખબર હતી મને બાળપણથી જ નાગ અને મદારીના ખેલ ગમતા હતા. કોઈ નાનકડી જાદુની તરકીબ બતાવે તો પણ હું ખુશીથી ગાંડી થઇ જતી. મમ્મી પણ મારી સાથે એ તરફ આવી.

મદારી ફૂટપાથ પર તડકામાં બેઠો હતો. સેક ક્લોથમાંથી બનાવેલ કાપડને ચટ્ટાઈની જેમ પાથરી તેના પર બેસી એ બીચ પર સનબાથ લેતી કોઈ સુંદરીની જેમ તડકાનો આનદ લઇ રહ્યો હતો. એના ચહેરા પર એ તડાકાની કોઈ અસર ન હતી. એ તડકા અને ગરમીથી ટેવાયેલો લાગ્યો.

એ પોતાના માંકડા સાથે એ ગરમીમાં પોતાના અને માંકડાના પેટ ભરવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એ જાણે પોતાની જાતને એ તડકામાં શેકી નાખવા ટેવાયેલો હતો પણ જે લોકો એક પળ માટે પણ તડકામાં ઉભા રહેવાનું પસંદ ન કરે એવા માણસો પણ એની આસપાસ ટોળે વળી ગરમીમાં શેકાઈ રહ્યા હતા.

હું જાણતી હતી ત્યાં ભેગા થયેલા લોકોમાંથી મોટા ભાગના લોકો મફતનો શો દેખવા આવ્યા હતા. હું ઘણીવાર આવા ખેલ જોવા ઉભી રહેતી. પછી ભલે એ નટ બજાણીયાનો દોરડા પર ચાલવાનો ખેલ હોય કે મદારી અને માંકડાનો. લોકો મોટાભાગે ખેલ પૂરો થતા જ ચાલવા માંડે છે. ખેલ જોનારામાંથી વીસ પચીસ લોકો માંડ એમની મદદ કરે છે. મદારી પોતે પણ એ બાબત જાણતો હતો છતાં એ શો બતાવવા તૈયાર હતો કેમકે એ જાણતો હતો કે એ જ ભીડમાં એને મદદ કરવાવાળા છુપાયેલા હતા – બસ એને મદારી, માંકડા કે સાપના ખેલ બતાવી એ મદદ કરવાવાળા હાથને પોતાની તરફ આકર્ષવાના હતા અને એ માટે એ તૈયાર હતો.

એનું માંકડું થાકી ગયેલું હોય તેમ એ બાજુ પર બે ત્રણ કરંડિયા પડ્યા હતા ત્યાં આરામ કરી રહ્યું હતું. મદારી પોતાના કરંડીયામાંથી એક પછી એક અલગ અલગ જાતના અને અલગ અલગ લંબાઈના સાપ બહાર કાઢી લોકોને તેમનો પરિચય આપી ભીડને ખુશ કરી રહ્યો હતો. લીલો ઘાસમાં જોવા મળતો સાપ તો કોઈ કાચ જેવો જળ સાપ – એક પછી એક સાપ બતાવી એમના ગુણો અને ખાસિયતો સમજાવીને મદારીએ સાપોને પાછા એમના કરંડિયામાં ભરી દેવાનું ભૂલતો ન હતો.

સ્નેકચાર્મરે એક લાંબી કાળી નાગિન નીકાળી અને એને પોતાના હાથ પર ગુંચળાની જેમ વીંટાળી રાખી એના વિશે સમજાવવા લાગ્યો. એ ભીડને જ્ઞાન આપી રહ્યો હતો કે કયો સાપ ઝેરી હોય છે અને કયો સાપ બિનઝેરી હોય છે. કયા સાપથી બચીને રહેવું અને કયા સાપને કયારેય ન મારવો. કયો સાપ ધાર્મિક રીતે મહત્વનો છે એ બાબત પણ એણે સમજાવી.

મને એની સમજુતીમાં રસ પડતા હું જરાક વધુ નજીક સરકી.

“આ કીંગ કોબ્રા છે…” મદારીએ નાગિનને કરંડિયામાં પૂરી બીજા કરંડિયામાંથી એક લાંબો કાળોતરો સાપ કાઢ્યો.

“ધેટ ઇસ કીંગ કોબ્રા..” મને એક ભણેલી મહિલા એના બાળકને અંગ્રજીમાં મદારીના શબ્દોનું ભાષાંતર કરતી સંભળાઈ. મને લાગ્યું એનું બાળક જરૂર અંગ્રેજી માધ્યમમાં હશે.

હું જરાક સાપ તરફ ખસી. હું એને બરાબર જોઈ લેવા માંગતી હતી. એ સાપ મદારીની વીણાના સુરો સાથે ડોલી રહ્યો હતો. આઈ લાઈકડ ઈટ – આઈ લાઈક ટુ સી ઈટ સ્વેયિંગ ફ્રન્ટ એન્ડ બેક, જેન્ટલી ગ્લીડીંગ બેક એન્ડ ફોર્થ ઇન ટેમ્પો વિથ ધ સ્નેક ચાર્મરસ ફ્લુટ મ્યુઝીક.

એ સંગીત જાણે મને કોઈ ઘટનાની યાદ અપાવતું હોય તેમ લાગ્યું. મારા મોબાઈલ પર સાંભળેલા ગીતની ધુનની – એ ધૂનના બેકગ્રાઉન્ડમાં એવું જ હળવું વાસળીનું સંગીત હતું. એ મારા ફોનમાં આવીને અદશ્ય થઇ ગયેલા એ ગીતની ધૂન જેવું જ મૂડી અને ક્રીપી હતું.

સાપની લીલી ઝાયવાળી કાળી ચામડી સુરજના કિરણોમાં ચમકતી હતી. એની આંખો ઇન્ટેન્સ સનલાઈટમાં બ્લીંક થઇ, એ બ્રાઈટ ડીપ ગોલ્ડ આંખો જાણે મને જ જોઈ રહી હતી – એ આંખો મેં સપનામાં જોયેલા સાપની આંખો જેવી જ હતી – જરાક લીલી ઝાય અને બાકી બધી ગોલ્ડ!

અમારો વિસ્તાર જંગલની નજીક હતો એટલે ત્યાં સાપનું પ્રમાણ બહુ હતું અને લોકોમાં સાપ વિશેનું જ્ઞાન હોવું જરૂરી હતું. અમારા વિસ્તરમાં મદારીઓ પણ બહુ હતા. હું એ જ જંગલ વિસ્તારમાં જન્મી હતી પણ મને સાપોનું ખાસ જ્ઞાન નહોતું. મને ભલે ખાસ સાપો વિશે જાણકારી નહોતી પણ મારું હ્રદય કહી રહ્યું હતું કે એ અસલ કીંગ કોબ્રા છે. મને ખબર હતી કે કોબ્રા ભારતા જેવા દેશમાં પણ ઇનડેન્જર ક્રીએચર છે. એમનું નામ કદાચ રેડ ડેટાબુક પર બીજા ત્રીજા પાને હશે તો નવાઈ ન કહી શકાય છતાં મારું ઇન્સ્ટીકટ મને કહેવા લાગ્યું કે મારી આંખો સામે જે સાપ છે તે કીંગ કોબ્રા જ છે.

એ મદારી માત્ર લોકોને ખુશ કરવા ખોટું નથી બોલતો. એ સાપ અસલ નાગરાજ છે. મારો અંતર આત્મા મને મદારીના શબ્દોમાં વિશ્વાસ કરવા કહી રહ્યો કે એ નાગરાજ સાપ છે અને જ્યારે એ સાપે એકદમ એનું હુડ ચડાવ્યું, એ ફેણ પર ત્રિશુળ જેવી નિશાની રચાઈ. નાઉ આઈ વોઝ હન્ડ્રેડ પરસંટ સ્યોર ઈટ વોઝ કીંગ કોબ્રા – ઈટ વોઝ ટોટલી, એ કોબ્રા.

એકાએક મદરીએ જે નાગિન થોડીવાર પહેલા કરંડિયામાં મૂકી હતી એ કરંડિયાનું ઢાંકણ ઊંચકી બહાર આવી ગઈ અને મારા તરફ ફૂફાડો કર્યો.

આઈ વોઝ ફ્રોઝ વેન નાગિન હિસ્ડ લાઉડલી એટ મી – મને એના લાંબા- નીડલ જેવા શાર્પ આઈવરી ફેંગની પેર દેખાઈ. માય લેગ ફ્રોઝ ઓન ધ ગ્રાઉન્ડ. મારા પગ જમીન સાથે જડાઈ ગયા. એ જાણે પથ્થર બની ગયા. મને કઈ સમજાયુ નહિ કે શું કરવું પણ એ નાગિન મારી તરફ આગળ વધવા લાગી.

નાગિન મારા તરફ ડાર્ટ કરી રહી હતી. એના ખુલ્લામોમાં મને ચમકતા દાંત પર વેનોમના બે જીણા બુંદ દેખાયા પણ જાણે હું પથ્થર બની ગઈ. ભયે મને અંદરથી ઘેરી લીધી હતી. હું ત્યાંથી ખસી ન શકી. મારા જેવી જ હાલત એ મદારીની પણ થઇ – એ પણ ભયથી થીજી ગયો.

નાગિન મારી એકદમ નજીક પહોચવા આવી એ જ સમયે મદારીના હાથમાં સાપ પણ જાણે ગાંડો થઇ ગયો હોય એમ ફુંફાડા મારતો એ નાગિન તરફ લપકયો અને બંને એકબીજાને વીંટળાઈને લડવા લાગ્યા.

મદારીએ સમય સુચકતા વાપરી એ નાગિનને પકડીને ફરી કરંડિયામાં પૂરી દીધી અને પછી એ સાપને પણ બીજા કરંડિયામાં પૂરી કરંડિયો બંધ કરી નાખ્યો. પણ જયાં સુધી મદારીએ એ નાગરાજ સાપને કરંડિયામાં પૂર્યો ત્યાં સુધી એની હેઝલ ગોલ્ડ આંખો જાણે મને જ જોઈ રહી હોય તેમ મને લાગ્યું.

મદારીએ ઝડપથી તેને કરંડીયામાં બંધ કરી દીધો. હું એકદમ ડરી ગઈ હતી. મારા પગ ત્યાજ ચોટી ગયા પણ મારા કરતાયે વધુ એ મદારી ગભરાઈ ગયો હોય એમ મને લાગ્યું. એણે પોતાનો ખેલ ત્યાજ આટોપી નાખ્યો અને બધા કરંડીયાને પોતાની સેક ક્લોથની બનેલી જોળીમાં નાખી હાથમાં બેમ્બુ સ્ટીક લઇ એ ઉભો થઇ ગયો. અને ત્યારે જ મારું ધ્યાન એના ચહેરા અને એના કપડા પર ગયું. ત્યાં સુધી તો હું એના ખેલ અને એ સાપોમાં જ ખોવાયેલી હતી. એ એકદમ વૃદ્ધ હતો અને એના પગ જાણે ઘૂંટણમાંથી વાંકા વળી ગયેલા હતા. એ એકદમ એન્સાઇન્ટ અને બો લેગ દેખાતો હતો. એના શરીર પર કેશરી જભ્ભો પહેરેલો હતો એમાં એનું ચરબી વિનાનું ખાલી હાડકા અની ચામડીથી બનેલું શરીર સુરક્ષિત નહોતું કેમકે ઝભ્ભો ઠેક ઠેકાણેથી ફાટી ગયેલો હતો.

મને નવાઈ લાગી કે કેમ એ મદારીએ પોતાનો શો પોસ્ટપોન્ડ કરી નાખ્યો? હું આગળ વધી એને પૂછવા માંગતી હતી પણ મને એ અજીબ દેખાતા મદારીથી જરાક ડર લાગ્યો અને હું એને પૂછી ન શકી. એનું માંકડું કુદીને એના ખભા પર બેસી ગયું. એ સ્ટેશનની અંદર તરફ જવા લાગ્યો. મેં દોડીને એને રોક્યો અને એ કઈ બોલે એ પહેલા એના હાથમાં સોની એક નોટ પકડાવી મમ્મી પાસે આવી.

મેં મમ્મી તરફ જોયું. મમ્મીને જોઈ મારા હ્રદયમાં જામી ગયેલો ડર પીગળી ગયો. મમ્મી મને જોઈ રહી હતી એને પણ એટલી જ નવાઈ લાગી કે અચાનક શું થઇ ગયું કે એ પોતાનો ખેલ વચ્ચે જ છોડીને ચાલ્યો ગયો. પોતાનો ખેલ જોનારા પાસેથી પૈસા લેવાય ઉભો ન રહ્યો.

હું મમ્મીને વળગી પડી. આઈ સ્કવીઝ્ડ માય મોમ હાર્ડલી, એન્ડ માય ફ્રોઝન ફીયર બેગન ટુ મેલ્ટ.

“નયના…” મમ્મીએ મને છાતીથી લગાવી રાખી મારા માથા પર હાથ મુક્યો.

મને સમજાયુ નહી કે મને શું થઇ રહ્યું છે – મને એમ લાગ્યું જાણે મારું સપનું અને હકીકત બંને એકબીજામાં ભળી ગયા છે – મારા મોબાઈલ પર વાગીને ગાયબ થઇ ગયેલા એ ગીતની ધૂન એ મદારીની વાંસળી કઈ રીતે વગાડી શકે? મારા સપનામાં જે સાપને રોકી રાખવા હું મથતી હતી એના જેવી એકદમ હેઝલ ગોલ્ડ આંખો એ સાપની કઈ રીતે હોઈ શકે? એ નાગિને મારા પર હુમલો કેમ કર્યો હશે?

મારી પાસે કોઈ જવાબો ન હતા પણ એક વાત ચોક્કસ હતી મારા લીધે આજે એક ગરીબ મદારીનું નુકશાન થયું હતું. જોકે મેં એ નુકશાનની મારાથી થઇ શકે એટલી ભરપાઈ કરી નાખી હતી.

હું અને મમ્મી એકબીજાને ભેટીને થોડીક વાર ત્યાં ઉભા રહ્યા. એ મદારી ત્યાંથી ચાલ્યો ગયો એ સાથે જ ત્યાંની ભીડ પણ વિખેરાઈ જવા લાગી હતી. મમ્મી મારો હાથ પકડી મને સ્ટેશન બહાર લઇ જવા લાગી.

સ્ટેશનની બહાર આવતા જ મેં પપ્પાને એમની નવી કાર સાથે રસ્તાની પેલી તરફ ઉભેલ જોયા. તેઓ રોજની જેમ જ સીવડાવેલા ખુલતા કપડામાં હતા. એ જ શરીર એ જ બાંધો. એ જ શર્ટનું ઇન કરેલું અને તેની ઉપર ઢીલો ચામડાનો બેલ્ટ બાંધેલો હતો. પપ્પા સાદા અને સરળ હતા. તેઓ પગમાં મોઘા મજબુત સૂઝ સિવાય કોઈ મોઘી વસ્તુ શરીર ઉપર ન રાખતા. સૂઝ મજબુત રાખતા કારણ તેમનું કામ જંગલનું હતું. બાકી પપ્પા કોઈ મોઘી વસ્તુ ભાગ્યે જ ખરીદતા. જોકે મને બધું અપાવતા.

પપ્પાને જોઇને હું ખુશ તો થઇ પણ પછી યાદ આવ્યું. ફરી મમ્મીએ પુછેલા દરેક સવાલ પપ્પા રીપીટ કરશે અને એના જવાબો આપવામાં હું કંટાળી જઇશ એ વિચારથી જ હું કંટાળી ગઈ. મારા ચહેરા પર મુસાફરીના થાક કરતા વધુ થાક તો મમ્મીના સવાલોના જવાબ માટે હતો.

વાતાવરણમાં વરસાદ આવવાની તૈયારી હોય એવી ઠંડક હતી. એ ઠંડકે મારો બધો થાક અને કંટાળો દુર કરી નાખ્યો. હું એવી જ હતી. હું નાની નાની ચીજોમાં ખુશીઓ શોધી લેતી. વરસાદના હલકા ફુવારા મને ખુશ કરી દેતા. મને વરસાદના પાણીમાં ભીંજાયેલી જમીનની એડોર ગમતી. મારા પાસેથી પસાર થતી ઠંડી હવાની લહેરખી પણ મને ખુશ કરવા માટે પુરતી હતી. હું ગમે તેટલી ઉદાસ હોઉં રાત્રીના ખુલ્લા આકાશમાં ટમટમતા તારા જોઉં કે અંધારી રાતે ચમકતો ચન્દ્ર નિહાળતી વખતે હું બધી ઉદાસી ભૂલી જતી. મને કુદરત પ્રત્યે અપાર સ્નેહ હતો કે કદાચ હું કુદરત સાથે અતુટ બંધનથી બંધાયેલી હતી. પતંગિયાને ફૂલો પર ઉડતા જોવામાં તો હું મારી જાતને જ ભૂલી જતી.

અમે રસ્તો પાર કરી પેલી તરફ ગયા, હું પપ્પાને ભેટી પડી, પપ્પા પણ જરાક ઈમોશનલ થઇ ગયા. હું વરસમાં બે વાર જ ઘરે આવતી – એ પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં.

મારે બીજા કોઈ ભાઈ બહેન ન હતા એટલે મારી ગેરહાજરીમાં મમ્મી પપ્પા સાવ એકલા જ પડી જતા. એમાયે પપ્પા તો ખાસ એટલે જયારે પણ હું આવું પપ્પા જરાક ઈમોશનલ થઇ જતા. આમેય પપ્પા મને બહુ વહાલ કરતા. જયારે હું હોસ્ટેલ ગઈ એના પછી તરત જ સમજી ગઈ હતી કેમકે હોસ્ટેલમાં રહેતી પૈસાદાર ઘરની છોકરીઓને જે ચીજો માંડ મળતી એ બધી ચીજો પપ્પા મારા માટે મોકલાવતા, હું જીદ કરીને ગઈ હતી તો પણ.

પણ એનો અર્થ એ ન હતો કે એ બધા સવાલ જવાબો નહિ થાય. મને ખબર હતી પપ્પા જરૂર પૂછશે કે કેમ શું થયું? અને મારી પાસે કોઈ જવાબ ન હતો કેમકે ગઈ ત્યારે તો અણસમજમાં એટલા સુધી બોલી ગઈ હતી કે તમારી સાથે રહીને હું મારું કરિયર અને જીંદગી ખરાબ કરું એના કરતા મને દુર મુકવામાં તમને શું વાંધો છે. હવે કયા મોએ જવાબ આપું કે કોલેજનું વાતાવરણ સારું નથી. પણ એમ તો ખાસ કઈ વાંધા જેવું ન હતું કેમકે મમ્મી પપ્પાએ મેં જે કહ્યું એ સીરીયસ નહોતું લીધું. અમે કારમાં બેઠા એટલે તરત જ પ્રશ્નો ચાલુ થઇ ગયા. મને થયું હું પપ્પાની જોડે ડ્રાયવર સીટ પર બેઠી એના કરતા બેક સીટ પર ગઈ હોત તો સારું પણ મમ્મીએ જ મને જાણી જોઇને ફસાવી હોય એવું લાગ્યું. કારમાં બેસતી વખતે એવું પ્રેમથી બોલી હતી હું પાછળ બેસું, તમે બાપ દીકરી આરામથી વાતો કરો. આમેય અમે તો ટ્રેનમાં બહુ વાતો કરી છે. ત્યારે મને સમજાયું નહી કે મમ્મી કઈ વાતોની વાત કરી રહી છે.

“તો દીકરા આ અચાનક નવો નિર્ણય કેમ?” પપ્પાએ સવાલ કર્યો. મને એવું લાગી રહ્યું હતું જાણે કે દુનિયામાં વેલકમને બદલે આ સવાલ જ બચ્યો હતો, ઓછામાં ઓછું મારું સ્વાગત કરવા માટે તો આ એક જ સવાલ હતો. પપ્પા મને સારી રીતે સમજતા. એમને ખબર હતી કે મને દીકરી કરતા એ દીકરો કહીને બોલાવે એ વધુ ગમતું એટલે એ મને દીકરા કહીને બોલાવતા.

પપ્પાના સવાલનો જવાબ આપવાને બદલે મેં સવાલ કર્યો, “પપ્પા મારા ગયા વર્ષના પરિણામ વિશે સાંભળ્યું..?”

મારા સવાલે પપ્પાને પોતાનો પ્રશ્ન ભુલાવી દીધો. હું જાણતી હતી કે પપ્પા સામે મારા પરિણામની વાત નીકાળીશ એટલે વાતનો પાટો બદલી જશે. હું ખુશ થઇ, કેમકે બસ દુનિયામાં એક પપ્પા જ એવી વ્યક્તિ હતા જેમને હું બનાવી શકતી બાકી તો બધા મને જ બનાવી જતા. અને ઉપરથી સલાહ આપતા નયના તું તો બહુ ભોળી છે, થોડીક પાકી થા પાકી.

“તું કહે નહી તો મારે શું કામ પૂછવું પડે…?” પપ્પાએ કહ્યું, મારા પરિણામની વાત આવે એટલે પપ્પા જરાક ફોર્માલીટી કરવાનું ચુકે જ નહિ.

“ના, ના તોયે અંદાજ તો લગાવો પપ્પા મારે કેટલા ટકા આવ્યા હશે..?” મેં જરાક ફોર્માલીટી કરતા કહ્યું.

“સિત્તેર…” પપ્પાએ સિત્તેર પર જરાય ભાર ન આપ્યું જેથી એ આંકડો મારા મગજમાં તરત ન ઘુસે અને પપ્પા એમની વાતથી પલટવું હોય તો આસાનીથી પલટી શકે.

“ફરી અંદાજ લગાવો..” મેં કહ્યું.

“સીતેર ઉપર અને એસી નીચે……” પપ્પાએ સીધો જવાબ આપવાને બદલે ગોળગોળ કહ્યું. મને ખબર હતી કે પપ્પાને બીજી વાર ખોટા પડવું નહિ ગમ્યું હોય. પણ મારે ઘર સુધી ગમે એમ કરીને વાતચીતનો વિષય બદલવો ન હતો એટલે મેં ફરી કહ્યું.

“ગેસ પપ્પા ગેસ..” હું પણ પીછો છોડવા તૈયાર ન હતી.

“ગેસ ધેન સેવન્ટી ફાઈવ અપ…” પપ્પાએ કહ્યું.

“હું કલાસમાં ફર્સ્ટ હોઈશ કે સેકંડ..?” મેં પૂછ્યું.

“તું સેકંડ તો હોય જ નહિ…” પપ્પાએ કહ્યું.

“કેમ તમે હંમેશા ફર્સ્ટ આવતા એટલે…” મેં મજાકમાં કહ્યું, મમ્મીએ મને કહેલું કે પપ્પા ક્યારેય એકથી દસમાં ન આવતા અને એ બાબતે હું અને મમ્મી એમને ખુબ હેરાન કરતા.  ભલે હું પપ્પા પર જ મજાક કરું, એમને મારા સફેદ દાંત જોવા કદાચ ગમતા હશે એટલે એય મારી સાથે પોતાના પર થયેલી મજાક પર હસવા લાગતા. એ સમયે મને થતું ખરેખર પપ્પા જેટલો પ્રેમ મને કોઈ જ નહિ કરી શકે.. ત્યારે મને ખબર ન હતી કે નાગપુરમાં કોઈ મારી રાહ જોઈ રહ્યું હતું જે કદાચ મને પપ્પાથીયે વધુ પ્રેમ આપવાનો હતો.

“મેં નથી લાવ્યા એટલે તો એના સાટે તું ફર્સ્ટ લાવે છે…”

ફરી અમે બંને હસ્યા. મેં મમ્મી તરફ જોયું. એ પણ અમારી સાથે હસી રહી હતી.

“તો હવે આ કોલેજમાં તો ગ્રેજયુએસન પૂરું કરવાનો વિચાર છે કે પછી..?” પપ્પાએ વેધક સવાલ કર્યો, સામાન્ય પરિસ્થિતિમાં આવા પ્રશ્નાથ વાક્યો મને ન ગમતા પણ પપ્પાએ હું અહી કોલેજ કરવાની છું એ વાત સ્વીકારી લીધી એની ખુશીમાં હું એ પ્રશ્નની વેધક્તાનું દુ:ખ ભૂલી ગઈ.

અમે રહેતા હતા શહેરમાં પણ એ શહેર જંગલના કિનારે આવેલું હતું એટલે શહેર કરતા ગામ જેવું વાતાવરણ વધુ જોવા મળતું. અને એમાં અમારું ઘર કદાચ શહેરને છેડે સૌથી છેલ્લુ, જંગલની હદ ચાલુ થાય ત્યાંથી પહેલું ઘર લેવાવાળા મુર્ખ અમે જ હતા. અમે જે બજેટમાં ઘર લીધું એ બજેટમાં આ વિસ્તારમાં જ ઘર આવી શકે. પપ્પા માટે જંગલને અડીને આવેલા ઘરમાં રહેવું કઈ નવાઈની વાત ન હતી. તેઓ જંગલમાં અધિકારી હતા. જોકે તેઓ એક નીચલા વર્ગના અધિકારી હતા.

એમને તેમની નોકરીમાં બાર હજાર સાતસોના પગાર સિવાય કશુ જ ન મળતું, બધી સાઈડ ઇન્કમ તો ઉપરી અધિકારીઓ જ કરતા. કેવી નવાઈની વાત છે આપણા દેશમાં. જે અધિકારીઓ જંગલમાં આખો દિવસ પ્રાણીઓ સાથે વિતાવે એમને બાર હજાર સાતસો અને ફોરેસ્ટ ઓફિસર જે માત્ર સાહેબની જેમ ઓફિસમાં બેસી રહે અને આવી આવીને આવે તોય બે દિવસે એકાદ આંટો મારવા માટે, એય બે સુરક્ષા કર્મીઓ સાથે શિકારી જીપમાં. ખરેખર એ વિચારે મને પપ્પા ઉપર દયા આવતી અને બીજા અધિકારીઓ પર દાઝ.

અમારી કાર રોડનો ઢોળાવ ઉતરી. નીલા પર્વતની તળેટીમાંથી પસાર થઇ. એ પર્વતને અમે બધા નીલો પર્વત કહેતા કેમકે તેના પર જયાં જુવો ત્યાં બસ લીલાશ જ દેખાતી. મેં બારી બહાર નજર કરી. એ પર્વત એવોને એવો અડીખમ ઉભો હતો. મને યાદ હતું મારા બારમા જનમ દિવસે અમે અહી આવ્યા હતા. પહાડની પેલી તરફ પગથીયા બનાવીને ઉપર ચડવાનો માર્ગ મને હજુ પણ યાદ હતો. હું એ વખતે સાતમા ધોરણમાં હતી. મારા પગ નાનકડા હતા તોયે હું ઉપર સુધી ચડી ગઈ હતી. મારા નાનકડા પગ થાકયા વિના છેક નાગદેવતાના મંદિર સુધી મને લઇ ગયા હતા. બાળપણ હોય જ છે એવું. એ સમયે નાનકડા પગમાં વગર કામે કે વગર કારણે દોડાદોડ કરવાનું જે જોમ હોય છે એ પછી કયારેય નથી હોતું. ભલે કવિઓ યુવાનીને વખાણે છે પણ યુવાની તો સ્વાર્થી છે યુવાનીના મજબુત પગ તો એક ડગલું  ભરતા પહેલાય વિચારે છે કે આમ કરવાથી કઈ ફાયદો થશે કે કેમ?

એ પહાડને લીલો પહાડ કેમ કહેતા એ હું સમજી શકતી હતી પણ કેટલાક લોકો કહેતા કે મદારીઓ એ પહાડને જ્ઞાન પર્વતને નામે ઓળખે છે એ મને જરાક ઓકવર્ડ લાગતું. એની પાછળ શું થીયરી હશે એ મેં પપ્પાને પૂછ્યું હતું પણ પપ્પા એ વિશે કઈ જાણતા નહોતા. બસ એમણે પણ મારી જેમ લોકો પાસેથી સાંભળ્યું હતું કે એક સમયે એ પહાડ વિશાળ હતો. એના પર જ્ઞાન ગુફા હતી પણ એક રાતે ત્યાં ઇન્દ્રદેવનો પ્રકોપ થયો હોય એમ આકાશી વીજળીનો મારો થયો હતો. એક રાતમાં સો કરતા પણ વધુ વખત ત્યાં લાઈટનીગ સ્ટ્રાઈક થઇ હતી અને પહાડ અડધો ચિરાઈ બાજુની ડીચમાં (ખીણમાં) પડી ગયો અને એ ડીચ કાયમ માટે બુરાઈ ગઈ. જોકે પપ્પાના મત મુજબ એ બધી દંતકથા હતી. મને પણ એમજ લાગતું કેમકે એક પહાડ જેવી નિર્જીવ ચીજ પર ઇન્દ્ર્દેવનો પ્રકોપ કેમ ઉતરે અ સમજવા માટે કોઈ લોજીકલ રીઝન નહોતું મળે એમ અને બી.એ. આર્ટસમાં મારો મુખ્ય વિષય તત્વજ્ઞાન હતો હું કોઈ ચીજને લોજીક વિના સ્વીકારતી નહિ.

અમારી કાર તળેટીની પેલે પાર પહોચી. મેં એક છેલ્લી વાર એ બાળપણના સાથી જેવા પહાડ તરફ નજર કરી કેમકે એ થોડી વારમાં દેખાતો બંધ થઇ જવાનો હતો. મારી નજર મંદિરથી થોડેક દુર પહોંચી. મને ત્યાં એક સ્ત્રી અને એક પુરુષ દેખાયા. મને નવાઈ લાગી બપોરનો સમય થઇ ગયો હતો એ લોકો પર્વત પરના મંદિરે શું કરતા હશે?

બસ મારો આજ સ્વભાવ….! ભલેને હું કોઈને ઓળખતી પણ ના હોઉં હું એમના વિશે વિચારવા લાગુ. શકયતાઓ શોધવા લાગુ. દલીલોને લોઝીક વડે એક નિર્ણય પર આવું અને પછી એ બધું ભૂલી જાઉં કેમકે એ વ્યક્તિને હું ઓળખતી જ ન હોઉ એટલે એ માહિતી મારા માટે કોઈ જ કામની નથી હોતી. તત્વજ્ઞાનની અસર મારા પર કઈક વધારે જ થઇ હોય એમ મને લાગતું હતું.

હું જાણતી હતી કે એ મારા માટે કઈ જ મહત્વનું નથી છતાં મારું  મન ત્યાં દેખાતા સ્ત્રી અને પુરુષ વિશે સંભાવનાઓ બનાવવા લાગ્યું – બંને પતિ પત્ની હશે? પણ ના સ્ત્રી ઉમરમાં મોટી હતી અને યુવક કદાચ બાવીસેક વરસનો જ હતો. મારા મને અંદર અંદર સવાલ જવાબ શરુ કરી દીધા. જરૂર એ સ્ત્રી એ યુવકની મમ્મી હશે. પોતાનો દીકરો કોલેજમાં સારા નંબર લાવે એ માટે બાધા રાખી હશે અને મારી જેમ કોલેજના પહેલા વર્ષમાં ફલાયિંગ કલર સાથેનું પરિણામ આવ્યું હશે માટે બાધા પૂરી કરવા આવ્યા હશે?

બાધા પૂરી કરવા એ સવારે કે સાંજે પણ આવી શકતા હતા. ખરા બપોરે એવા રીઠ તડકામાં આવવાનું કેમ પસંદ કર્યું હશે? જે હોય તે. મારે એનાથી શું લેવા દેવા. હું મારા મનમાંથી એ અજાણ્યા સ્ત્રી પુરુષના વિચારોને ફંગોળીને બહાર ફેકી દેવા મથી અને સદભાગ્યે એમાં સફળ રહી.

“સ્નેહલતા માશી યાદ છે?” મમ્મીએ અચાનક કરેલા પ્રશ્નથી હું ઝબકી ગઈ. આમ અચાનક મમ્મીએ સ્નેહલતા માશી વિશે પૂછ્યું એટલે હું જરાક અચંબામાં મુકાઈ ગઈ.

“શું થયું? ઊંઘી ગઈ હતી કે શું?” પપ્પાએ કહ્યું. અને પછી ઉમેર્યું, “આવી ફૂલ જેવી કોમળ, બસો કિલોમીટરની મુસાફરી કરે તો જોકું તો આવી જ જાય ને?” વળી એ એક પ્રશ્ન, પણ આભાર કે એ પ્રશ્ન મારા માટે ન હતો. કોણ જાણે કેમ પણ પપ્પા સ્વગત બોલી રહ્યા હતા.

“હા, મને યાદ છે.,” મેં યાદ કરવાનો પ્રયાસ કરતા કહ્યું, “કેમ શું હતું?”

મને સ્નેહલતા માશી યાદ હતા. બાળપણમાં મને એ કયારેય પસંદ ન હતા. એ ગમે તે વસ્તુ જુએ બસ એક જ વાત કરે અમારી પાસે પણ આવી છે. એ પણ ઉંચી કંપનીની. હમેશા સામે વાળાની વસ્તુને પોતાની ચીજથી નીચી જ બતાવે. પછી ભલે વાસ્તવમાં તો એમણે એ ચીજ વસ્તુ પહેલી વાર જોઈ હોય, એમના ઘરે એ હોય જ નહી. મને એમનો એ સ્વભાવ જરાયે ન ગમતો.

“એમનો મોનીલ યાદ છે?”

“હા, એ પણ યાદ છે.”

હું જરાક ગભરાઈ કેમકે ફિલ્મોને સિરીયલીમાંથી હું એક વાત શીખી ગઈ હતી કે જો મમ્મી બહુ દુરના સંબંધીના દીકરાને ઓળખે છે એમ પૂછે તો જરાક ડરવા જેવું હોય – જો તમારે એ દુરના સબંધીના દીકરા સાથે પરણવું ન હોય તો….!! મારા વધુ પડતા વિચાર કરવાની આદતે એ વાતને મગજમાં જ ક્યાય સુધી ખેચી નાખી.

“એ આર.કે. વોહરામાં જ ભણવા જવાનો છે. તારુ પણ ત્યાં એડ્મીશન કરાવી લઈએ. આમ તો એ લોકો વચ્ચેથી કોલેજમાં નથી લેતા પણ સ્નેહલતાનો પતિ વોહરા પરિવારને ઓળખે છે એટલે કામ થઇ જશે.”

“હા, મમ્મી આમ પણ સારી ગણાય એવી એ એક જ કોલેજ છે ને?” મને હાશ થઇ કે મેં ધર્યા જેવું કઈ નથી. થેન્ક ગોડ! એ મોનીલ વિશેની પૂછપરછ મારી સગાઇ કે લગન માટે ન હતી, કેમકે હું હજી આગળ ભણવા માંગતી હતી.

બીજી જ પળે એ હાશકારો ગાયબ થઇ ગયો કેમકે મને મોનીલ યાદ હતો. એ એક નંબરનો ચમચો હતો. અમે વી.એન.માં ભેગા હતા. એ બધી નાની નાની વાત પણ મમ્મીને કહી દેતો. મને શાળામાં હોમવર્ક બદલ ઠપકો મળ્યો હોય કે વર્ગ બહાર ઉભા રહેવું પડ્યું હોય એ બધી ખબર એ મમ્મીને આપતો. અને હવે એ જ મમ્મીનો ખબરી મારી સાથે કોલેજમાં હોય. પણ મને કોઈ ખાસ ફિકર કરવા જેવું ન હતું હું જે કોલેજમાં હતી ત્યાં હજારો વિધાર્થીઓમાંથી પણ કોઈ મિત્ર બનાવી શકી ન હતી તો અહી પાંચસો -સાત સો વિધાર્થીમાંથી મને કયા કોઈ મિત્ર મળવાનો હતો?

મમ્મીનો ખબરી તો ભલે ખબરી પણ મારે એક મિત્ર તો હશે. મારી સાથે કેફેટેરિયામાં બેસી નાસ્તો કરવા માટે કે પછી લોકર રૂમનો દરવાજો ન ખુલે ત્યારે એ ખોલી આપવા માટે. કમ-સે-કમ મારે મારી જૂની કોલેજની જેમ જામ થયેલ લોકર ખોલવા કોલેજ પ્યુનની મદદ તો નહી લેવી પડે.

મારો સ્વભાવ આમ તો ઈર્ષાળુ ન હતો પણ જયારે લીના અને પાયલ પાછળ છોકરાઓ દીવાના થઇ ફરતા. એમની બુક પણ એમને ન પકડવી પડતી. એમની પાછળ પપી ડોગની જેમ ફરતા છોકરાઓ એમની બૂક પણ લઈને ફરતા. અને મારું લોકર જામ થઇ ગયું હોય અને હું એ ખોલવા એને લાતો મારી બધાનું ધ્યાન ખેચુ તો પણ કોઈ મદદ કરવા ન આવતું ત્યારે મને એમની ઈર્ષા થતી.

કયારેક તો ફૂટબોલ મેચ દરમિયાન વાગ્યું હોય અને કોઈ મને પૂછે નહિ કે ઘણું તો નથી વાગ્યું ને? ત્યારે આંખમાં પાણી આવી જતું. મને થતું કાશ હુ પણ લીના અને પાયલ જેવી સ્ટાઈલીશ અને દેખાવડી હોત તો? એમને ઈજા થયાની વાતતો દુર એમનું ચપ્પલ તૂટી ગયું હોય તો એ પણ માથા પર ઉપાડીને ફરે એવા પણ કોલેજમાં એમને મળી રહેતા અને બદલામાં એ કોઈને આપતી શું?? એક જુઠું સ્મિત. પણ શું કરુ? મારી એજ ખામી હતી મને ક્યારેય જુઠું સ્મિત આપતા આવડ્યુ જ નહિ ને?

જરાક ભારે અવાજ સાથે એસન્ટનું એન્જીન બંધ થયું. એક પળ માટે મને થયું કે પપ્પાની આ નવી કાર પણ…?

પણ ના, એવું ન હતું. મારું ધ્યાન ગયું. કાર અમારા ઘરના દરવાજે ઉભી રહી. હું વિચારોમાં ખોવાયેલી હતી એટલે મારા ધ્યાન બહાર એ ગયું હતું.

***

તમને આ બે સેમ્પલ ચેપ્ટરસ ગમ્યા હોય તો નાગમણી સિરીઝની આ પ્રથમ   બુક નક્ષત્ર તમે અમેજોન પરથી મેળવી શકો છો અથવા ત્રિવેદી પ્રકાશનના વોટ્સેપ નંબર ૮૧૫૪૯૭૩૧૫૦ ઉપર મેસેજ કરીને આ પુસ્તક મેળવી શકો છો. કેશ ઓન ડીલીવરીની સુવિધા પણ મળશે. પુસ્તકની કિંમત 300 rs છે પણ 50 rs ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  પુસ્તક મેળવવા માટે તમારું નામ, સરનામું, પીનકોડ અને મોબાઈલ નંબર લખીને ઉપરના નંબર પર વોટ્સેપ મેસેજ કરો.

Comment here