દરબાર સમશેરસિંહ

દરબાર સમશેરસિંહ

હમીરપુર અને નવલગઢ બે ગામ છે. હમીરપુર કણબી પટેલો નું ગામ. નવલગઢ ગામ દરબારોનું. ગામ નવલસિંહ વાઘેલે વસાવેલું તે એ શૂરવીરના નામે ગામ નું નામ નવલગઠ પડ્યું.
નવલગઠ અને હમીરપુર વચાળે નદી વહે. કુદરતની મેરથી નદી બેય કાંઠે ભરપૂર વહે છે. નદીમાં હમ વચાળે ક્યાક ક્યાક લેબડા ને ખેજડા ના ઝાડ પાણીમા ફાટ કરતા ઉભા છે તો ક્યાંક બોયડી ને ચેયડાની જાડી માયથી ચળાઈને પાણી વહે છે. જળમાં રંગ બે રંગી માછલા તરે છે. ક્યાંક પાણીનું જોર વધારે છે તઇ નદીએ કોતરો ને ભેખડો કરી છે. કુદરતે વેળા લઈને ઘડેલી આ જમીન છે.
નદીને કાંઠે હમીરપુરમાં ભોળાનાથનું એક દેરું છે. દેરાની સામે જ સમશેરસિંહ વાઘેલાનું ઘરને કોટડી છે. દેરા મા જાલર વાગે છે ને એના રણકારમાં સોમેસર મારાજ ના મીઠડા ગળા ની આરતી ભળે છે.
સોમેસર મારાજ પૂજા કરે છે પાહે સમશેરસિંહ દરબાર ઉભો છે. સામે લેબડાના થડે સમશેરસિંહની વીજળી નામક ઘોડી બાંધેલી છે દેરા ની બાર પાવડીએ દનસુખ ગઢવી દોહા લખે છે ને એકાએક વીજળી હણહણી ગઢવીએ દેખ્યું તો ઘોડાના ડાબલા વાગતા સંભળાયા ને દૂર સાતેક ઓળા દીઠા. ઓળા જેમ જેમ નજીક આયા કે સાતેક મરદ ચડયે ઘોડે આવતા દેખાયા.
હાબડદા ધીબડદા હાબડદા ધીબડદા ઘોડા આઘેરા આયા તઇ ગઠવી વરતી ગયો ઓહો એતો શૈતાનસિંહ એના માણહો લઈને આવ્યો છે. હાથમા નાગી તલવાર છે . ગઢવીને ફાળ પડી આજ આય રમખાણ થયા વના નો રે બાપા.
શૈતાનસિંહ ને સમશેરસિંહ આઘેના ભાઈ પણ બેઉને દીઠાનુંય વેર તે સમશેરસિંહ વાઘેલો નવલગઢ મેલીને આય હમીરપુર મા રેતો’તો. ગઢવી વરતી ગયો કે ઇ બેય આજ આય ભીડયા વના રે નઈ બાપા તે ઇ શૈતાનસિંહની ખુશામત કરી એને રીઝવવા મંડયો.
” બાપુ ! ખમ્મા ઘણી ”
” એય ગઢવા !” શૈતાનસિંહે ત્રાડ પાડી ” કયા છે તારો મારાજ ?”
” બાપુ મારાજ આરતી ટાણે કયા હોઈ ? એ આરતી થાય થાય છે બાપા ઇ મારાજ ટાળું કોણ કરે !” ગઢવી ઉભો થઈને બોલ્યો.
” બોલાય ઇ સોમલાને શૈતાનસિંહ બાર ખડો છે એને જઈને કઇ દે”
” અરરર બાપુ ! આ મારાજને તુકલે બોલ્યા બાપ ! પાપ છે આ ”
આરતી પુરી થઈ, સોમેસર મારાજ બારા આયા કે શૈતાનસિંહે ત્રાડ પાડી ” એય સોમલા તને ખબર નથ સરાવણમા ભોળાની પૂજા શૈતાનસિંહ કરે”
” શૈતાનસિંહ ” સોમેસર મરાજે વળતો બોલ દીધો ” મુ તમારો ચાકર હું વાટ જોવુ પણ ભોળો ન જોવે તમે કવેળા આયા તયે પૂજા સમશેરસિંહે કરી ”
સમશેરસિંહનું નામ પડ્યું કે એની આંખ કરડી થઈ. એક મૂછાળે ઘોડાને એડી દીધી ઘોડો આગળ વધીને શૈતાનસિંહ કને ઉભો રયો ઇ મૂછાળે તમાકુની ખેની રગડીને એના માલિકને ધરી . તમાકુ નો હવન મુખમાં કરી શૈતાનસિંહ ફરી બરાડયો
” સોમલા ઇ સમશેરસિંહને મારા દેરે તે આણ્યો ઇ એનો બદલો તારે દેવો પડશે ”
મારાજ કઇ બોલે ઇ પહેલા રાખનું તિલક કરી આવેલ સમશેરસિંહે સાદ દીધો
” એય શૈતાનસિંહ મારાજના દીકરાને માન ન દે ઇ દરબાર નઇ . ને તારું હાટ ભોળો ઉભો ન રે તયે મેં પૂજા કરી એમા મારાજ ને ગાળો સિદ દે છે ”
” આજે તો આ બામટો નઈ કા હું નઈ ” કહી શૈતાનસિંહે સમશેર ખેંચી કાઢી ને ઇ ભેગા એના માનહોએ ય મુઢિયા પકડી તલવારો તાણી ”
” ભૂંડા વાઘેલા ની જાત લજવાડી તે તો ગાય ઉપર જોર કર્યું ” કહી સમશેરસિંહે ગઢવીને ત્રાડ પાડી ” ગઢવી વીજળી સાબત કર વીજળી ”
ગઢવીએ ઘોડી ભણી દોટ મૂકી ને સમશેરસિંહે ડેરા પહે જમીમાં ખોહેલ ખોટો ઉખાડ્યો ને શૈતાનસિંહની તલવાર ટિકી દીધી.
ગઢવી ઘોડી છોડીને આયો મારાજને ઘોડીએ ચડાવ્યા તયે લડતે દરબારે સાદ દીધો ” ગઢવી તુંય ભેળો જા ”
પણ ગઢવી એના ભાઈબંધ ને મેલીને જાય ખરો ઇ હોકલો કર્યો ” એ રાજપૂત લોઇ મારુય ગરમ છે હો બાપા !”
સમશેરસિંહ એકલો બધા હામે લડતો તો ને ગઢવીએ ઘોડીને કીધું
તેજી તું તણ ભાગ
થાજે આજ પવન
જીવત રાખ જોગીને
હવે આય મોતના હવન
[ એ વીજળી તું હવે પવન વેગે ભાગ ને આ બ્રહ્મણનો જીવ બચાવ અહીં હવે મોત ના હવન થશે એમા પંડિતની જરૂર નથી ]
એહ વીજળીને શૂરાતન ચડ્યું આગલા પગે ઉભી થઈને હામે આવતા શૈતાનસિંહના માણહ ને છાતીએ ખડીઓ દઈ ને એને ભો ભેગો કરી એ પવન વેગે દોડી ગઈ.
સમશેરસિંહે ઇ લગણ તો લોઈના રેલા વેતા કરી દીધા હતા. શૈતાનસિંહનેય ધૂળ ચાટતો કરી દીધો હતો ને ત્રણ મનેખ ને તો ઇ ઠાલા ખૂંટાથીય પુરા કરી દીધા હતા. આકાશમાં કાળા ભમર વાદળ ચડ્યા તા ને મેઘો ગરજતો હતો. ઇ ગરજના ના પડઘા નદીની ભેખડોમાં પડતા હતા.
ગઢવી દેરામાં જઈને ત્રિશૂળ ઉઠવતા ગરજયો ” સમશેરસિંહ ”
ને સમશેરસિંહે અધ્ધર હાથ કરી ને ત્રિશૂળ જાલ્યું હાથ માઈ ને પછી તો એક કેડે એક ઘા દીધા ને એક કેડે એક પડ્યા ભો ભેગા.”
ગઢવીએ દેખ્યું કે એક બાયલો મારાજને મારવા ઘોડીએ ચડ્યો છે ગઢવીએ પગ સાબતા કર્યા એક બે અને ત્રીજી ફલાગે તો દસમણ હામે ગઢવી ઉભો થઇ ગયો. સાવ ઠાલે હાથે ગઢવી ને હામે નાગી તલવાર.
ગઢવીએ બે ઘા ફગાયા પણ ત્રીજી વઇની ઇ તલવાર એની છાતી આરપાર નીકળી ગઈ ને ગઢવીએ રાડ પાડી. ગઢવીને ખાલી હાથે માર્યો ઇ જોઈ દરબારનું લોઇ ઉકલ્યું સમશેરસિંહે એક જ ઝાટકે એની ત્રિશુલ એની છાતીમાં ખચ દઈને ખોશી દીધું.
દરબાર મરતા ગઢવી પહે બેઠો ઇ ઘડીએ શૈતાનસિંહે પીઠ અવળો વાર કર્યો ને સમશેરસિંહનું માથું સાત ડગલાં છેટું જઈને પડ્યું.
શૈતાનસિંહે અટ હાસ્ય કર્યું પણ કઈ સમશેરસિંહનું ધડ ઢળીને પડે ? ઇ મુછાળો જેણે નદીમાં પડીને મગર ને માર્યા હોય ઇ રાજપૂતનો દીકરો ઇ દરબાર વેરી ને ઘા વગર જવાદે તયે તો ભૂંડા માં નું દૂધ લાજે.
હાકલા પોકારાની ત્રાડ ભેખડોમાં ગુંજે છે ને ઇ ટાણે ગઢવીએ દોહો લાલકારયો
કા સરાવણ હેલે ચડ્યો
કા રમતે ચડ્યો કોઇ વીર
કારણ વિના કોઈ દી
ધ્રૂજે નહિ એ ગીર
[ કા તો આ શ્રાવણ માસનો મેં ગાજે છે કાતો કોઈ વીર મેદાનમાં ઉતર્યો છે નહીં તો આ આકાશમાં પડઘા અને આ પર્વતો ધ્રૂજે નહીં ]
ગઢવીનો દુહો પૂરો થાય ઇ પેલા તો સમશેરસિંહનું ધડ હાથમાં ત્રિશૂળ નચાવતું શૈતાનસિંહ પહે ધસી ગયું . શૈતાનસિંહ ઇ અસલ રાજપૂતને જોઈ ઇયા ને ઇયા ઉભો રઈ ગયો ને બીજી ઘડીએ ત્રિશૂળ એના ગળામા ઉતરી ગયું….
ગઢવી ઉભો થયો ને ઘસડાતો ઇ એના ભાઈબંધ નું ઇ દરબારનું ધડ લઈ પહે આયો દરબારના ઘડ પહે આવતા તો ઈય આખર દમ લેતો’તો પણ એનું ગળું જાલ્યું નો રયુ
તારી છાતીએ ખમયા ઘા એ હમીર વીર
માથું સમરાંગણ નહિ ધડ લડે સમશેરીયા
સુરજડો આથમે ભલે પણ નદીયુ કેરા નીર
આ સાંજ કદી નઇ ભૂલે સમશેરીયા
[ એ હમીર ગામના વીર પુત્ર તારી આ છાતીએ કેટ કેટલા ઘા સહન કર્યા ને તોય તારું ધડ લડયું ભલે આ સૂરજ આથમી ગયો છે પણ તારી આ શુરવીરતા તારા આ બલિદાનની સાક્ષી આ નદીના નીર પુરશે ]

© વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Comment here