થઈ હશે…..

થઈ હશે…..

થઈ હશે…..

જોઈ હશે અદા એની કોઈએ
ને ફરી નવા પ્રણયની શરૂઆત થઈ હશે

દેખાયા હશે સપના હજાર
ને ફરી એક દિલની રજુઆત થઈ હશે

છોડી ગયો હશે એ બે પળમાં
ને એનાય દિલ પર એક ઘાત થઈ હશે

ફેરવી’તી નજર જેમ એણીએ
એમ એની સાથે પણ એજ ભાત થઈ હશે

તૂટ્યું હશે એનુય એ દિલ
ડૂબ્યો હશે સૂરજને રાત થઈ હશે

પાગલ બની ફરું છું હું જેમ
ઘાયલ એમ એનીયે જાત થઈ હશે

જોયા’તા આંસુ આજે એની આંખમાં દોસ્તો
લાગે છે ઉપેક્ષિતની ફરી કોઈ વાત થઈ હશે

વિકી ‘ઉપેક્ષિત’

Comment here