જ્યારે ફેસબુકની


એ રિકવેસ્ટ મૂકે અને હરખાય હૃદય
એ રિકવેસ્ટ એસેપટ કરે અને હરખાય હૃદય
કોને કહ્યું કે પ્રેમ ને રૂબરૂ સંપર્કની જરૂર છે
એ ઓનલાઈન દેખાય ને હરખાય હૃદય
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે. (3)
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે.
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે
પહેલા નેટ ઉપર ક્યાંરે હતી આટલી મઝા (2)
લિસ્ટમાં ક્યાંક તારી રિકવેસ્ટ આવી હશે(2)
ત્યારે પ્રથમ ઓનલાઈન…..
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે.
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે….
ઓનલાઈન થયા હશે અને પ્રોફાઈલ જોઈ હશે(2)
ડી.પી. જોયું હશે ને પછી રિકવેસ્ટ મૂકી હશે(2)
ત્યારે પ્રથમ ઓનલાઈન…..
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે.
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે…..
ઉતરી ગયા છે ચહેરા પેન્ડિંગ રિક્વેસ્ટ વાળાના(2)
‘શી ઇઝ ફ્રેન્ડ વિથ વિકી’ ની નોટિફિકેશન મળી હશે(2)
ત્યારે પ્રથમ ઓનલાઈન…..
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે.
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે…..
ઉપેક્ષિતને તે દિવસથી મળી ઉપેક્ષા દોસ્તો
ચેટિંગની જે દિવસથી શરૂઆત થઈ હશે
ત્યારે પ્રથમ ઓનલાઈન……
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે.
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે…..
ફેસબુક પાસવર્ડ મળ્યો હશે અને એની આઇ. ડી. ખોલી હશે
બીજા સાથે ની ચેટ જોઈ હશે ને દિલ તૂટ્યું હશે
ત્યારે પ્રથમ ઓનલાઈન…..
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે.
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે…..
ફરિયાદ કરી હશે અને એને પકડાયાનું ભાન થયું હશે
બહાનું નઈ મળ્યું હશે અને પછી બ્લોક કર્યો હશે
ત્યારે પ્રથમ ઓનલાઈન…..
જ્યારે ફેસબુકની જગમાં શરૂઆત થઈ હશે…..
ત્યારે પ્રથમ ઓનલાઈન પ્રપોઝ ની રજુઆત થઈ હશે

-વિકી ‘ઉપેક્ષિત’

2 Replies to “જ્યારે ફેસબુકની”

  1. wah… superb
    jyare pranay ni ja ma sharuaat thai hashe.. tyare pratham ghazal ni rajuaat thai hashe..

    best line ‘she is friend with vicky’…… and we get hundreds of requests… ha ha ha

  2. दिल को छू लिया मेरी भी कहानी कुछ इस तरह ही है लेकिन आज तक hii कहनेकी हिमत नही हु ।
    वो आब्जी हमारी स्टोरी देखती है और हम उनकी।।।

Comment here